હું અને તું
આકાશ સમક્ષ ફેલાયેલા
અધૂરાં
કોચલાં
એ શું ?
આપણી મુલાકાત.
વાતોડીયો દેવદૂત
પીળું ધુમ્મસ
એક ચહેરો
હણવા અને રચવા
સ્ત્રીઓ આવે
પહેલાં તૈયાર કરવા
હશે સમય.
મારી જાણીતી છે
વાણી
દ્ર્ષ્ટિ
હું ઓળખું છું
હળવા બદામી વાળની
બંગડીવાળા કાંડા
એકાકી સાદો માણસ
ઊંઘતો થાકેલો
જમીન પર પથરાયેલો.
મેં નીરખ્યું છે શાશ્વત
અને ગભરાયો’તો.
રાજકુંવર,ઇશ્વર
મૂરખ
થઈ મારી ઉમર
મત્સ્યકન્યા
ગુંજે મારે માટે
દરિયાઈ છોડ વીંટળાયેલા
જળ પોલાણમાં
આપણે ડૂબીએ.
૧૦/૨૭/૨૦૧૧
(Digirati સંગ્રહમાંથી)
prufrock:a decomposition
you and i
spread out against the sky
half-deserted
shells
what is it?
our visit.
a talking angel
yellow fog
there will be time
to prepare a face
murder and create
before
the women come
i have known
the voice
the eyes
i have known
arms braceleted
with light brown hair
lonely men in shirtsleeves
asleep tired
stretched on the floor
i have seen the eternal
and was afraid.
prince,lord
fool
i grow old
the mermaids
sing to me
in chambers
wreathed with seaweed
we drown.
(peter pereira/america)
What is Digirati?
લિંક મળી?
સુંદર કવિતાનુ સ રસ ભાવવાહી અનુવાદ
યાદ
તુષાર…
રંગ ને પીછી તણો સંવાદમાં પણ બેઉ સજની;
સુર ગુંથ્યા શબ્દનો અનુવાદમાં પણ બેઉ સજની.
છે મને ન યાદ કોઈ પ્રેમમાં ફરીયાદ, સજના;
જિંદગી લાગે મને પ્રિતી તણો પ્રસાદ, સજના.
જિંદગીના બેઉ રંગો ને ઉમંગોને ચહ્યા સંગાથમાં, તે આપણે …
હું અને તું
તારા માં હું અને મારા માં તું
છતાય કેટલું શોધવું પડ્યું…?
મિત્રો એક કવિ અથવા એક કવિતા૧૦૦કે તેથી વધારે વર્ષો તમ્ને અસર કરતી હોય
તો તે કાવ્ય કેટલું શશક્ત હશે તે વિચારી જોજો.આવો એક સર્જક તે ટી.એસ.એલિયટ
અને તેનું કાવ્ય તે લવ સોંગ ઓફ જે આલ્ફ્રેડ પ્રૂફ્રોક.આ પહેલા મેં હિમાન્શુના કાવ્યો
પર આવી રીતે અસર ઝીલી મારું કાવ્ય મુક્યું છે,આજે એ કાવ્યની અસર હેઠળ લખેલું
પીટર પરેરાનું કાવ્ય મુક્યું છે.પ્રૂફ્રોકના પ્રમની અસર કે વિકૃતિ માણસમાં કેટલી હદે
ઘર કરી જાય છે અને આ પ્રમ-વિકૃતિ બન્ને મૂલ્યો માણસને ઓળખવા કે ઓળખાવવામાં
કેટલાં મહ્ત્વના છે તેજ અમારી કવિતાનો પાયો છે.
હું અને તું/આકાશ સમક્ષ ફેલાયેલા
અધૂરાં/કોચલાં/એ શું ?/આપણી મુલાકાત.(પીટર)
અને મને ખબર નથી
હું કઈ દશા તરફ
ક્ષણ દર ક્ષણ જઈ રહ્યો છું
ચાલ જઈએ
હું અને તું (હિમાન્શુ) @
http://himanshu52.wordpress.com/
મારું કાવ્ય આ લિંકપર જ્યાં મૂળ એલિયટ્નું કાવ્ય પણ વાંચવા મળશે.
http://himanshupatel555.wordpress.com/ ત્યાં કાવ્ય નીચે મૂળ કાવ્ય માટે લિંક આપેલી છે.
( Digirati ૨૦૦૬માં આવેલો ડીજીટલ ક્ષેત્રે કામ કરતા૨૦ સર્જકોનો કાવ્ય સંગ્રહ છે)
વિકિપિડિયા પર Digirati વિશે વધું માહિતિ મળશે.
http://en.wikipedia.org/wiki/Digerati
આભાર, હિમાન્શુ
jagdish patel On: Dec 12/28/11 7:26 AM
Laa-Jawaab
હું અને તું
આકાશ સમક્ષ ફેલાયેલા
અધૂરાં
કોચલાં ..
wah
સરસ…..
very good translation……
http://en.wikipedia.org/wiki/The_Love_Song_of_J._Alfred_Prufrock
સુંદર કાવ્ય