ચોર બારીમાં ઝડપથી પેઠો,અને પછી સાવધાન થયો. ચોર જે પોતાની કળાનો આદર કરે તે હમેશા અન્ય કશું લેતા પહેલાં સાવધ થાય છે.
ઘર ખાનગી રહેઠાણ હતું.પાટીયાં જડેલો આગલો દરવાજો અને કાપ્યા વગરની વેલથી ચોર જાણી ગયો હતો કે એની માલક્ણ ક્યાંક સ્મુદ્ર કિનારે વરંડામાં બેસી દરિયાઈ ટોપી પહેરેલા સહાનૂભૂતિ ભર્યા માણસને કહેતી હશે કે કોઇ એની સંવેદનાને સમજતું નથી,એકાકીની.એ સમજી ગયો હતો ત્રીજા માળની આગલી બારીની લાઇટથી, અને ઋતુના મોડા પણાથી,કે ઘરનો માલિક આવી ગયો છે, અને ટૂંક સમયમાં લાઇટ બંધ કરી સૂઈ જશે.કારણ વરસનો એ ભાદરવો હતો અને ઓતરચિતરો આત્મા, જે ઋતુમાં ઘરનો માણસ અગાસીના બાગ વિશે ચર્ચા વિચારણા કરવા આવે અને સ્ટેનોગ્રાફર ભપકા તરીકે,એનો સાથી પાછો ફરે તે ઇછા અને ઔચિત્યના ટકાઉ આશિષ તથા ઉત્કૃષ્ટ સદગુણ.
ચોરે સિગારેટ જલાવી.દિવાસળીમાં સંતાયેલા તણખાએ ચહેરાની ટોચો ક્ષણેક માટે ચળકાવી. એ ત્રીજા પ્રકારનો ચોર હતો.
આ ત્રીજા પ્રકારના હજુ ઓળખાયા કે સ્વીકારાયા ન હતા.પોલીસખાતાએ પહેલા અને બીજા પ્રકારથી અમને પરિચિત કર્યા હતા.એમનું વર્ગિકરણ સરળ હતું.એમના કૉલર જ વિશિષ્ટ ચિહ્ન હતા.
ગળાપટ્ટી વગર પકડાયેલા ચોર ભ્રષ્ટ કક્ષાનો ગણાતો,વૈયક્તિક પણે દુર્ગુણી અને નીતિભ્રષ્ટ,
એને મરણિયા ગુનેગાર તરીકે જોતા જે ૧૯૭૮માં ગસ્ત હેનસીના ગજવામાંથી હાથકડીઓ ચોરી ધરપકડ ટાળવા નાસી ગયો હતો.
બીજા જાણીતા ચોર ગળાપટ્ટી પહેરનારા હતા. જે રિજિંદા જીવનમાં ધૂર્ત નામે ઓળખાતા.જે દિવસે અચુક સભ્ય દેખાતા,કોટ-પેન્ટ પહેરી નાસ્તો કરતા,દેખાવ ધોળનારાનો કરતા, જ્યારે અંધારું થતા માંડે ઘરફોડુંનું દુષ્ટ કામ.એની મા ચોપાટીની અતિસમૃધ્ધ અને આદરયુક્ત સ્ત્રી ગણાતી,અને જ્યારે એમને જેલકોટડી તરફ લઈ જવાય કે તરત જ એ રેતડી અને પોલિસ આજ્ઞાપત્ર માગે.દેશના દરેક રાજ્યમાં એને પત્નિ હોય અને દરેઅક ખૂણે બેનપણી,સમાચાર પત્રો એના લગ્નના ફોટા સ્ત્રીઓના કટીંગના જથ્થામાંથી છાપે જેને પાંચ ડૉકટરો એકાદ બાટલીથી રોગ મટાડી હાથ ઊંચા કરીદે, જે પહેલા ઘૂંટડામાં જ રાહત અનુભવે.
ચોરે ભૂરું સ્વેટર પહેર્યું હતું.એ નહતો ધૂર્ત કે રસોયો.એનું વર્ગીકરણ કરવા જતા પોલીસ ગૂંચવાઈ હોત.એમણે હજું સાંભળ્યું નહતું.આદરયુક્ત, નિરભિમાની ચોર વિશે જે એના સ્થાનકથી નથી ઉપર કે તળીયે.
આ ત્રીજા વર્ગનો ચોર જેણે શિકાર શરુ કર્યો.એણે નહતું પહેર્યું મોહરું, કાળા ચશ્મા વા રબર જોડા. એના ગજવામાં ૮૮ કેલીબર રિવોલ્વર હતી અને એ પેપેરમિન્ટ ચ્યુઇંગમ વિચારપૂર્વક ચાવતો હતો.
ઘરનું ફર્નિચર ઉનાળુ ધૂળ સંરક્ષક કપડમાં વીંટેલું હતું.ચાંદી દૂર તીજોરીમાં હતી.ચોરને ‘ખખડાટ’ની અપેક્ષા નહતી.એનો આદર્શ તો પેલો ઝાંખો ઓરડો હતો જ્યાં ઘરમાલિક ઘસઘસાટ ઉંઘતો હશે એની એકલતાનો ભાર હળવો કરવા ગમે તે દિલાસો મેળવીને.એક ‘ઝડપ’ન્યાયી હદ અને વ્યાજબી નફો રહેશે-ખૂચરા પૈસા,ઘડિયાળ, મઢેલી સ્ટીક-પીન….કશું ખર્ચાળ નહીં અથવા દલીલ બહાર.એણે બારી ખૂલ્લી જોઈ અને જોખમ ખેડ્યું હતું.
ચોર અજવાળી રુમનો દરવાજો હળવાશે ખોલ્યો.ગરમી ઓછી રખાઇ હતી.એક માણસ પલંગમાં ઉંઘતો હતો.મેકપ ટેબલ પર ઘણી વસ્તુઓ ગૂંચવાયેલી પડી હતી.લોચો વાળેલા પૈસા,
ઘડિયાળ,ચાવી,ત્રણ પાસા,કચડેલી સિગારેટ, ગુલાબી બકલ અને સવારે કસરત કરતા પીવાના પણીની બંધ બોટલ.
ચોરે ત્રણ ડગ ભર્યા મેકપ ટેબલ તરફ.પથારીમાંનો માણસ અચાનક ઘોઘરા અવાજે બબડ્યો અને આંખો ખોલી.એણે જમણો હાથ ઓશિકા તળે ખોસ્યો,પણ પડી રહ્યો.
‘ચૂપ પડ્યો રહેજે’ચોર વાત મંડતા કહ્યું.ત્રીજા પ્રકારના ચોર ફૂંફાડે નહીં.પલંગમાંના માણસે
ચોરની બંદુકનું ગોળ મોઢું જોયું અને પડી રહ્યો.
‘હવે તારા બન્ને હાથ ઉંચા કર’ચોરે હુકમ કર્યો.
માણસને નાની અણીયાળી બદામી-રાખોડી ગોટી હતી,જેમ વેદનાહીન ડેન્ટીસ્ટને,એ મજબૂત બાંધાનો હતો,પ્રતિષ્ઠિત, શીઘ્રકોપી અને કંટાળેલો.પથારીમાં બેઠો અને જમણૉ હાથ માથે મૂક્યો.
‘બીજોપણ ઉંચો કર’એણે હુકમ છોડ્યો.તું કદાચ ઉસ્તાદ હો અને ડાબે હાથે પણ ગોળી મારી શકું.તને બે ગણતા આવડે છે , ખરુને? ઉતાવળ કર હવે?
‘બીજો ઉંચો નથી કરી શકતો’પેલાએ મુખ મરોડીને કહ્યું.
‘શું તકલીફ છે એને?’
.ખભામાં સંધિવા છે.’
‘દાહક ?’
‘હતો. હવે બળતરા ઘટી છે.’ચોર ક્ષણેક ઉભો રહ્યો.દુખતા હાથ પર બંદુક તાકીને.મેકપ ટેબલની લૂંટ તરફ દ્રષ્ટિપાત કર્યો, પછી શરમથી,પથારીમાં ના માણસ તરફ.એણે પણ , અચાનક, ચાળો કર્યો.
‘ઉભા ઉભા ચેનચાળા ના કરીશ’ માણસ સડાક બોલ્યો મુખ મરોડી.
‘જો તું લૂટવા આવ્યો હો તો લૂટતો કેમ નથી.વસ્તુઓ ચોફેર પડી છે.’
શું કહ્યું તેં.’ચોર નાખુશી બોલ્યો’એ મનેય પલાળી ગયું છે, એ તારે માટે સારું છે કે હું અને સંધિવા જૂના મિત્રો છીએ.મારા ડાબા હાથમાં ય છે.મારા સિવાય મોટા ભાગનાએ તને ઉડાડી દીધો હોત જો તેં ડાબો હાથ ઉંચક્યો ના હોત તો.’
‘ કેટલા સમયથી છે તને.’માણસે પૂછ્યું.
‘ચાર વરસથી. મને લાગે છે કે એટલુંજ નહીં એકવાર થાય પછી મારા હિસાબે…તું આખી જિંદગી સંધિવા-..
‘દરેક પ્રયત્ન, ઘૂઘરીયા સાપનું તેલ?’માણસે રસપૂર્વક પુછ્યું.
‘ગેલન ભરી’, ચોર બોલ્યો ‘જેટલાં સાપ તેલ માટે મેં વાપર્યા તે શનિ સુધી વણાઈ આંઠવાર પહોંચ્યા હોત અને ઘૂઘરો સંભળાયો હોત ખંભાત, કોલકત્તા અને પાછો.’
કેટલાંક ચીસેલમ્સની ગોળીઓ વાપરે,’માણસે નોંધ્યુ.
‘ચોકલેટ!’ચોરે કહ્યું.’પાંચ મહીના લીધી.બેકાર.થોડી રાહત મળી જે વરસે મેં ફિન્કલહેમનો અર્ક,બામ ઓફ ગીલીડની પોટીસ અને પાટનું દુખભંજક ચૂર્ણ વાપર્યું.પણ ગોખરું જે મારા ગજવામાં લઈ ફર્યો તેણે જાદુઇ કામ કર્યું’તું.’
તને સવારે વધું કળે કે રાત્રે?’માણસે પૂછ્યું
‘રાત્રે’ચોર બોલ્યો’હું જ્યારે વ્યસ્ત હોઉં.કહું તારો હાથ હેઠો મૂક-ધારવા પ્રમાણે તું નહીં..કહું!
તેં બ્લીકરનું લોહી વર્ધક વાપર્યું છે?’
‘ના,ક્યારેય નહીં. તને સણકા આવે છે કે એકધાર્યું દુખે?
ચોર પલંગની ધારે બેઠો અને બંદુક ખોળામાં મૂકી.
‘ એ કુદે,’એણે કહ્યું.’ ધાર્યું ના હોય ત્યારે આવી ચઢે. મારે બીજા માળનું કામ છોડી દેવું પડ્યું કારણ હું અડધે અટવાયો’તો.તને ખું તો…મને વિશ્વાસ નથી કે ઉગતા ડૉક્ટર જાણતા હોય શું યોગ્ય છે એને માટે.’
‘આપણુંય એવું. હજારો ડોલર ખર્ચી કાઢ્યા છૂટકારો મેળવ્યા વગર.તને સોજા આવે છે?’
‘સવારે. અને જ્યારે વરસાદ પડવાનો હોય…મોટો ભા!’
‘મારે પણ.’માણસે કહ્યું.’હું પણ કહી શકું જ્યારે ભેજનો લસરકો ટેબલક્લોથ જેટલો ફ્લોરીડાથી ન્યુયોર્ક સુધી અને જો હું સિનેમા પાસેથી પસાર થઊં જ્યાં ‘ગાઈડ’મેટીની શો હોય, ભેજ દાંતના દુખાવા જેમ ડાબા હાથમાં કૂદે.
‘નક્કર.. નરક !’ ચોરે કહ્યું.
‘તું એકદમ સાચો’માણસે કહ્યું.
ચોરે એની બંદુક સામે જોયું અને ગજવામાં ખોસી અણઘડ પ્રયત્ને.
‘ કહે ડોસલા.’ એ અસ્વાભાવિકપણે બોલ્યો,’ક્યારે વાપર્યું છે કપુર.
‘ ઓગળેલું ! માણસે ગુસ્સાથી કહ્યું’ તો હોટલનું માખણેય ઘસવું જોઈએ.’
‘ચોક્કસ, ‘ચોરે હામી ભરી.’નાની બા માટે સગવડીયો ગુલામ સારો જ્યારે બીલાડી એની આંગળી ખોતરે.હું તને શું કહું! આપણે એની વિરુધ્ધ છીએ.મને એક જ વસ્તુ ખબર છે જે એને સાંત્વના આપે.એ? થોડી સ્વછતા, સુધારો,છેવટે દારુ બોલ..આ કામ બંધ..સાંભળ તારા કપડાં પહેર અને બહાર જઈએ અને મેળવીએ.સાંભળ સ્વતંત્રતા,પણ..બપોરે ! એ થયું શરું પાછું.
‘એક અઠવાડિયાથી’માણસે કહ્યું.’હું મદદ વગર કપડાં નથી પહેરી શકતો.મને ડર છે કે થોમસ પલંગંમાં છે,અને..
‘બહાર નીકળ’ચોર બોલ્યો,’હું તને મદદ કરીશ પોશાક માટે.’
રૂઢી ભરતી સમ ફરી વળી અને માણસને તરબતર કરી દીધો.એણે બદામી અને રુપેરી દાઢી પસવારી.
‘આ અસામાન્ય છે…’ એણે શરું કર્યું.
‘આ તારું ખમીસ,’ચોરે કહ્યું,’મથામણ. હું ઓળખું છું એ માણસને જેણે કહ્યું હતું એમ્બરીના મલમથી બે સપ્તાહમાં સ્વસ્થ થયો’તોજેથી એ એના બન્ને હાથ વાપરી શકે સમોસુ બાંધવા ટાઈંમાં.’
જેવા દરવાજા બહાર નીકળ્યા’તા માણસ પાછો ફર્યો અંદર જવા.
‘હમેશા પૈસા ભૂલી જવાય છે,’એણે ચોખવટ કરી;’પાછલી રાતે મેકપ ટેબલ પર મૂકી રાખ્યા’તા.’
ચોરે એની બાંય ઝાલી રોક્યો.
‘ચાલ હવે, ‘ એણે નીખાલસતાથી કહ્યું,’મેં તને કહ્યું’તું. અડીશ નહીં એને.મારી પાસે છે ચૂકવવા.ક્યારેય ઝેરકોચલાં અને સરસિયું અજમાવ્યા છે?’
(અનુ.હિમાન્શુ પટેલ ૧૨/૧૮/૨૦૧૧)
મૂળ વર્તાની લિંકઃhttp://www.literaturecollection.com/a/o_henry/161/
બનાવ સમગ્ર વિશ્વને એક કબીલો
December 30, 2011 by himanshupatel555
મિત્રો ૨૦૧૧ની પોસ્ટમાં બે-ત્રણ ૧૦૦ વરસ પહેલા જે સર્જાયું હતું તેને બે હજાર બારમાં જતાં પહેલાં
યાદ કરી લેવું હતું ખોબો ભરી ન પીવાય તો આચમન પણ લેવું એ નક્કી જ હતું.સો વરસ પહેલાં
સર્જાયું તે હજું અસર કરે છે લખાણ પર( ગુજરાતી ભાષા એમાંથી મહદઅંશે બાકાત છે તે આ છેલ્લા
દિવસે વસવસો રહેશે.)આપણે લવચીકતામાં ઢળી પડ્યાં.આપણી સ્થિતિસ્થાપકતા બિબું બની ગયું.
વિશ્વ સાહિત્ય તરફ ધ્યાન ચુકાઈ ગયું(કોઈ કહેશે એ કામ તને આપ્યું છે ભાઈ કર્યા કર.) આપણા
મોટા ગજાના( !? ) સાહિત્ય સર્જકો પણ આમાં ઉણા પડ્યા છે કે ઢીલા પડ્યા છે.હશે.પણ ૨૦૧૧ને
વિદાય આપતા પહેલા૧૦૦થી વધું વર્ષ પહેલાં લખાયેલી ઓ. હેન્રિની વાર્તાનો અનુવાદ મોક્લ્યો છે,અમેરિકાના
આ સર્જકે જેલમાંથી વર્તા લખવાની શરુઆત કરી હતી અને ત્યાં ” ઓ. હેન્રિ ” નીક નેમ લીધું હતું
સાચું નામ વિલિયમ સિડની પોર્ટર જેની ટૂંકી વાર્તા- famous for their surprise endings and humor.
વાંચો એ વાર્તા જેની લિંક આ સાથે છે.
http://www.literaturecollection.com/a/o_henry/161/
અલ્વિદા ૨૦૧૧ અને હવે મળીશું ૨૦૧૨મા અનેક વિશ્વ કૃતિઓ સાથે. વાંચો અને વંચાવો@
http://himanshu52.wordpress.com/
(જ્યાં સાહિત્ય સતત નવાં સ્વરુપ ધરે છે અને સાતત્ય અધુનિકતા રહી છે.)
હિમાન્શુ-અભાર અને હેપ્પી ન્યુ યર.
જેવા દરવાજા બહાર નીકળ્યા’તા માણસ પાછો ફર્યો અંદર જવા.
‘હમેશા પૈસા ભૂલી જવાય છે,’એણે ચોખવટ કરી;’પાછલી રાતે મેકપ ટેબલ પર મૂકી રાખ્યા’તા.’
ચોરે એની બાંય ઝાલી રોક્યો.
‘ચાલ હવે, ‘ એણે નીખાલસતાથી કહ્યું,’મેં તને કહ્યું’તું. અડીશ નહીં એને.મારી પાસે છે ચૂકવવા.ક્યારેય ઝેરકોચલાં અને સરસિયું અજમાવ્યા છે?’
(અનુ.હિમાન્શુ પટેલ ૧૨/૧૮/૨૦૧૧)
મૂળ વર્તાની લિંકઃhttp://www.literaturecollection.com/a/o_henry/161/
Wah ! Himanshubhai !
Kavya Anuvaad and NOW you are touching the VARTAO.
Nice !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Chandrapukar Par Avjo !
સુંદર વાર્તાનો સુંદર અનુવાદ
અમારા દિકરા ચિ પરેશની હકીકત આપને ગમશે
નિજાનંદ માટે લખવાનો શોખ. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં લખે. એક અનુવાદક તરીકે પ્રથમ O’henryની સદાબહાર વાર્તાઓ O’henryની એકસોમી પુણ્ય તિથિના અવસરે ૫ જૂન, ૨૦૧૦ ના રોજ પ્રગટ થયું. તેઓ પોતાના પ્રિય લેખક O’henry, તેમની વાર્તાઓ, અંગ્રેજી-ગુજરાતી સાહિત્યમાં ભાષાંતર વિષયો ૫ર ગુજરાતભરમાં અદભૂત ઓડીયો-વિઝયુઅલ પ્રેઝન્ટેશન આપે છે. O’henry ની સદાબહાર વાર્તાઓ
“O’henryએ મને અણધાર્યા, અણચિંતવ્યાનું મૂલ્ય શિખવાડ્યુ હતુ, એણે એકવાર ફૂલોનો અવાજ અને પક્ષીઓની સુવાસની વાત લખી હતી. પક્ષીઓ રાંધેલા મરઘા હતા જેની સોડમની વાત હતી. અને દીવાલની સાથે અથડાઇને સૂરજમુખીના સુક્કા ફૂલોનો અવાજ આવી રહ્યો હતો
અંગ્રેજી વાર્તા સાહિત્યટમાં શહેનશાહનું બિરુદ પામેલા O’henry ની આજના યુગમાં ૫ણ પ્રસ્તુત એવી ચુંટેલી-શ્રેષ્ઠ વીસ વાર્તાઓને ગુજરાતીમાં અગાઉ કયારેય ૫ણ ન માણ્યો હોય તેવો સંપૂર્ણ અનુવાદ.
આ અનુવાદની વિશેષતા એ છે કે તેમાં કશુંએ જતું કરવામાં આવ્યું નથી. O’henry ના ભાષાચાતુર્ય, વિનોદવૃતિ, શબ્દોમની રમત અને અનપેક્ષિત અંત એ રીતે ઝીલવામાં આવ્યા છે કે વાંચકોને લાગશે કે O’henry ૧૦૦ વર્ષે પુન: જીવિત થઇ ગુજરાતીમાં લખવા લાગ્યોવ છે !
O’henryના ચાહકો જ નહીં. ૫રંતુ વાર્તાસાહિત્યરના રસિયા તમામ માટે વારંવાર વાંચવો ગમે તેવો ગુજરાતીમાં સૌ-પ્રથમ અનોખી રીતે પ્રસ્તુત થયેલો O’henry ની શ્રેષ્ડા વાર્તાઓનો સંગ્રહ….
DEAR FRIEND, I COMPLETELY AGREE WITH YOU. LAST YEAR MY WIFE WAS GIVEN A NOVELLETTE BY NIKOLAI LUCAS, LADY MACK BETH OF SIBERIA” SHE READ IT AND WAS SURPRISED TO FIND THAT OUR GUJRATI COMMUNITY HAS TOTALLY IGNORED THE BEST OF THE OLD. SHE TRANSLATED IT UINTO GUJRATI AND PUBLISHED IT. LESCOV WROTE IN THE ninettenth centuary BUT IT IS A WONDERFUL NOVELETTE IF YOU ARE INTERESTED I CAN SEND IT TO YOU. PLEASE GIVE ME YOUR ADDRESS IT IS COMPLIMENTORY NO PRICE MY WIFE IS 92 BUT SHE IS ON THE LAPTOP TANSLATING OLD WONDERFUL STORIES FROM ENGLISH TO GUJRATI THERE ARE MANY SECOND CLASS INTERNATIONAL WRITERS BECAUSE OF LIBRARY FACILITIES IN AMERICA WE GET THEIR BOOKS I AM TOO BUSY IN MY VOLUNTORY WORK OF HELPING THE SENIORS BUT MY WORK IS TO FIND OUT THOSE STORIESAND GIVE THEM TO MY WIFE WE BOTH ENJOY THESE ACTIVITY hER OTHER BOOK ‘A LAUGH IN THE DESERT AND OTHER STORIES CONTAIN WONDERFUL STORIES IF OUR WELL KNOWN LITERARY GIANTS TAKE UP THIS WORK IT MAY GO TO MORE PEOPLE. BECAUSE OUR GUJRATIES DONT BUY BOOKS WE HAVE AFTER SOME CONSIDERATION DECIDED TO GIVE THE BOOKS AS COMPLIMENTORY COPIES I WOULD LIKE TO BE A LITTLE MORE CLOSER TO PEOPLE LIKE YOU SOME OF VERY GOOD SHORT STORIES MY WIFE BEING LESS EMOTIONAL THAN ME DOES NOT FIND THEM WORTH TRANSLATING. AND THEY ARE LOST TO THE GUJRATI READERS. DO YOU KNOW ANY ONE WHO IS INTERESTED IN THIS ACTIVITY? PLEASE KEEP CONTACT.
HARIKRISHNA MAJMUNDAR
હિમાંશુભાઈ,
આભાર. વાર્તા અને અનુવાદ ગમ્યાં.
Dear sir
Happy New Year 2 U
Nice work. Happy new year
http://www.pravinash.wordpress.com
આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના
આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.
સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)