સમસ્ત ઉનાળો એ જ ગીત સાંભળવામાં ગાળ્યો.
જેથી વળગણ છૂટે નહીં
દિવસમાં એકવાર તો સાંભળું જ
ભૂખ લાગતા નીકળી પડું બહાર.
આવતો પ્રકાશ ગીત એ જ ગાય,
સમુદ્ર ગાય,પંખી
પણ એ જ.
એક ક્ષણિક વિચારમાં;
આ બધું થાય મુજમાં જેથી સંભવે પ્રણય.
પછી વીત્યો ઉનાળો.
પંખી
શુષ્ક ડાળ કરતાં
ખોલી કદીના ચાંચ ફરી. (૧-૧૦-૨૦૧૨)
મિત્રો માણસ હોવું એ જ વેદનાકારક છે કારણ આપણે પરોપજીવી છીએ,તન-મન-ધન અને ધર્મથી.પણ
કાવ્યની વેદના સર્જાય છે એની મૌલિકતાથી.કાવ્યાનુભૂતી સાવ અનોખી છે જ્યાં તમે તમારામાંથી
નીકળી સમગ્રતાને અનુભવો છો.એવો અનુભવ છે સરમુખત્યારીથી પીડાતી પ્રજા વચ્ચે જીવતા
ક્યુબન કવિ એન્ટોનિયો હોઝેનોઃ-
…પંખી
શુષ્ક ડાળ કરતાં
ખોલી કદીના ચાંચ ફરી…..વાંચો@
http://himanshu52.wordpress.com/
(જ્યાં કવિતા સદા ગતિમય છે.)
આભાર,હિમાન્શુ
પછી વીત્યો ઉનાળો.
પંખી
શુષ્ક ડાળ કરતાં
ખોલી કદી ના ચાંચ ફરી.
સુંદર ..
આવતો પ્રકાશ ગીત એ જ ગાય,
સમુદ્ર ગાય,પંખી
પણ એ જ.
એક ક્ષણિક વિચારમાં;
આ બધું થાય મુજમાં જેથી સંભવે પ્રણય.
સુંદર
પહેલા હૃદય આનંદ માગે છે અને પછી વેદનામાંથી છુટકારો અને પછી વેદનાને બૂઠી બનાવનારાં કંઈક દર્દશામકો અને પછી ‘ઊંઘી’ જવાનું અને પછી-ઈશ્વરેચ્છા-મૃત્યુની
મુક્તિ !’ એણે વેદના ખૂબ પીધી છે અને પચાવી છે.
પંખી
શુષ્ક ડાળ કરતાં
ખોલી કદીના ચાંચ ફરી.
જો હું એકાદ જિંદગીની વેદના ઓછી કરી શકું, કોઈકની પીડાને થોડી હળવી કરી શકું અગર કોઈ એકાદ મૂર્છિત પંખીને તેના માળામાં પાછું મૂકી શકું
આવતો પ્રકાશ ગીત એ જ ગાય,
સમુદ્ર ગાય,પંખી
પણ એ જ.
એક ક્ષણિક વિચારમાં;
આ બધું થાય મુજમાં જેથી સંભવે પ્રણય.
ખુબ સુંદર અભિવ્યક્તિ, મજાની રચના……..
સુંદર રચના.