હમણાની તું સંગાથે આવી
નથી ટેકરા પરના વૃક્ષ સુધી
શરૂઆતના દિવસ સમ
વાડાવાળા રસ્તે થઈઃ
તું અશક્ત અને લંગડાતી હતી
તેથી ક્યારેય આવી નહીં,
અને હું એકાકી ગયો, ખોટું લગાડ્યા વગર,
તને પાછળ પડતી મૂકી એવું નહીં વિચારતા.
આજે હું ત્યાં સુધી ગયો હતો
અગાઉ પ્રમાણેઃ
નજર ફેરવી આસપાસ
જાણીતા પ્રદેશ પર
ફરીથી મારી જાતેઃ
કેટલી ભિન્નતા,તે પછી?
માત્ર પેલી અંતસ્થ અનુભૂતિ
ત્યાંથી પાછા વળતાં ખાલીપણાની.
૧/૨૨/૨૦૧૨
The Walk
Thomas Hardy, OM (2 June 1840 – 11 January 1928)
You did not walk with me
Of late to the hill-top tree
As in earlier days,
By the gated ways:
You were weak and lame,
So you never came,
And I went alone, and I did not mind,
Not thinking of you as left behind.
I walked up there to-day
Just in the former way:
Surveyed around
The familiar ground
By myself again:
What difference, then?
Only that underlying sense
Of the look of a room on returning thence.
મિત્રો ગયા વરસે શરુઆત કરી હતી, ૧૦૦ વર્ષ પહેલાનું સર્જન અહીં મુકવાની અને તેને ફરીથી વાંચવા-
માણવાની.પત્નિના મૃત્યુ પછી એની ગેરહાજરી કેવી સાલે છે તેનું માર્મિક ચિત્રણ આ કવિતાનું હાર્દ છે.
૧૯૧૨ના ગાળામાં લખાયેલા આ શોક કાવ્યોમાંનું એક છેઃ-
હમણાની તું સંગાથે આવી
નથી ટેકરા પરના વૃક્ષ સુધી…….કે પછી
આજે હું ત્યાં સુધી ગયો હતો
અગાઉ પ્રમાણેઃ………વેદનાની ચરમ સીમા પામવા કે સાંભળવા આગળ વાંચો
મુળ અંગ્રેજી કાવ્ય સાથે અનુવાદ @
http://himanshu52.wordpress.com/
( જ્યાં કવિતા સતત વૈશ્વિક સંવેદના ઠાલવ્યા કરે છે.)
આભાર, હિમાન્શુ.
છેક સો વરસ પહેલાં જોતા ખબર પડે કે ત્યારે કવિતા શું હતી !! આવું કામ કરો છો એજ મોટી વાત છે ……. અમારા સહુ વતી અભિનંદન .
વાહ ..સો વર્ષંનો સમયખંડ વચ્ચેથી સરી ગયો હોય એટલી તાજગી છે કાવ્યમાં …
superb translation.
very touching poem.
Pallavi Gandhi
સો વર્ષ પહેલાની કવિતા માણવાનો અાનંદ અનેરો છે. અભિનંદન….સરસ અનુવાદ….
સો વરસો પહેલાની ખાલીપણાની સચોટતા અનુભવી.સુંદર.
લાગણીના વાવેતર પછી ખાલીપણાની ઊપજ દુઃખદાયક હોય છે. સો વરસ પહેલાં અને આજે પણ. સુંદર કવિતાની સુંદર મિરર ઈમેજ.
સ્પર્શી ગઇ કવિતા.. અને તેનો અનુવાદ.. અભિનન્દન
લતા હિરાણી
Dear Himanshubhai
You have made strenuous efforts to translate
the poems of various International languages.
I experienced new taste while going through all
the poems.
-Harish Mangalam
Hasmukh Raval
આપના અનુવાદો વિશ્વ કવિતાની આનંદ યાત્રા કરાવે છે. તેમાં આંબાવાડિયાની કાચીપાકી, ખાટીમીઠી બધી કેરીઓ નથી. પણ જતનપૂર્વક વીણેલી શાખો છે. તેનો આસ્વાદ અમરફળ જેવો છે.