Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર 28th, 2009

હવે હું  જોઇ શકું; વૄક્ષો પણ

થાક્યા છે;પ્રવાત ચામડીમાં, સંધિવાથી વળેલ એ હાંડકાં

થોડાં લંબાય પહોંચવા,

મળે તે કરતાં વધારે ઓક્સિજન માટે

જ્યારે ૠતુમાં જીવે, એ જીવી શકે

પણ અકારણઃ શરુ થાય બધું;

અને બધું લંબાણ માટે મરણિયું;

અને અંતકાળે બધું અપુરતું અને

બધું અંત પામે છે

હવે હું જોઇ શકું;  વૄક્ષો પણ

મૂળ કવિ- મલાચી બ્લેક,૨૦૦૯ના રુથ લિલિ ફેલોશિપ વિજેતા.

કાવ્યના અધિકાર કવિના છે.

અનુ ;- હિમાન્શુ પટૅલ, ૧૦-૧૨-૨૦૦૯

Read Full Post »

છેવટે ઇશ્વર ત્યજી ગયા મને

મન ફાવે

તે મુક્તપણે કરવા,

હું પ્રતિબંધિત છું ? પછી

ભૂલી જવા યાદ રખાતો,

તે પણ                    કેવળ,

પ્રાચીન અનુકરણીય કબર દ્વારા

ઇતર મારામાં વણાયેલા —

ત્યક્ત

ડૅવિડ બ્રોમિજ (૧૯૩૩-૨૦૦૯) અમેરિકન કવિ

મૂળ કાવ્યના અધિકાર તેમના પ્રતિનિધિઓના છે.

ગુજરાતિ અનુવાદઃહિમાન્શુ પટેલ      ૯-૧૧-૨૦૦૯

Read Full Post »

હિમાન્શુના અનુવાદ

વિશ્વસાહિત્યને ગુજરાતી ભષામાં લાવતો એક અનોખો બ્લોગ
કેવળ અને નર્યા અનુવાદ, છેલ્લામાં છેલ્લા કાવ્યોનાં, તરોતાજાં વેબ અને મેગેઝિનમાંથી. અહીં જ થશે તમારી મુલાકાત વિશ્વકવિતા સાથે,કવિઓ સાથે.
તમારી સોડમાં વિશ્વ કે તમે વિશ્વની સોડમાં–બધું માત્ર અરસપરસ.

Read Full Post »