Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2009

રોનલ્ડ બ્રીએડીસ,લાતવીયા(૧૯૮૦)

બે કાવ્યઃ

૧)અરવ

ચુપકીદી બ્રહ્મ ઉત્પત્તિ પહેલાના જેવી

ધુમ્મસ નદી પર સરકી આવે

કિનારે ઝાડઝાંખરામાં ગૂંચાય

ઝાંકળ ડાળીઓ પર થથરે

કળી ખૂલી જાય

બચ્ચું માળામાં પેસી જાય

ચુપકીદી

પહેલો શબ્દ બોલાય તે પહેલાના જેવી

ચર્ચ ઘંટ તેમના હોઠ ચાટે

૨)  મેદનીને ઉદ્દેશે તે પુર્વે

મેદનીને ઉદ્દેશે તે પહેલાં

રણમાંથી પાછો ફરતો પયગંબર

કુવાથાળે ઝૂક્યો

તરસ છીપાવવા

પણ થીજી ગયો

જ્યારે પોતાનું પ્રતિબિંબ નીહાળ્યું–

એનું મોઢૂ એક શૂન્ય

૧૧-૨-૦૯

લીન્ડીતા અરાપી, આલ્બેનીયા(૧૯૭૨)

ભીંત

અને કદાચ ભીંત, લાંબી અને પહોળી

ઊંચી

તમારી સામે ઊભી થાય…

તો તમે શું કરશો?

હું આંખો બંધ કરું, હું ઘૂટણીયા ભેર

મારા ગાલ તેના પર ટેકવું,

તો મળશે મને શાતા એની સૌમ્ય સ્વસ્થતામાં.

અને આ ભીં ત કદાચ મૄત્યુ  હોત….

૧૧-૩-૨૦૦૯

વિવિયન લમાર્કી,ઈટાલીયન(૧૯૪૬)

૧) વેકેશન અંતેઃ

વેકેશન અંતે ગાડીમાંથી જોતો હતો

કોણ હજું રમે છે અને દરિયે ન્હાય છે

એમનું વેકેશન હજું પત્યું ન હતું ;

એવું જ હશે એવું જ હશે

આ જિંદગી છોડવામાં?

૨)  નાની બાળકી

રેશમી ટાંકે

ચોકડી ટાંકે

ખંતપૂર્વક એણે હોઠ સીવ્યા

એણે ગાંઠ વાળી.

૧૧-૨૦-૨૦૦૯

લીયુબોમીર નીકોલાવ,બલ્ગેરીયા(૧૯૫૪)

સફરજન

સફરજન પડ્યા અને વાડામાં સડી ગયા.

તું હાજર ન હતી.

અન્યથા , બધું યથાવત જ રહેત.

વાણિયો સુક્કા ઘાસમાં ચર્પે છે.

બારીનો કાચ ભાંગી પડ્યો.

પથ્થર બિછાના નજીક પડ્યો.

કરચોએ ઉશીકું ભરી દિધું.

૧૧-૨૩-૨૦૦૯

ટોર ઉલ્વેન, નોર્વેજીયન(૧૯૫૩-૯૫)

[ દૂર નાચે એ લોકો ]

દૂર જંગલમાં એ લોકો નાચે છે

બીનતાર વાદ્યની

ચુપકીદી સહિત.

કેવળ ઝરણાનો ખખડાટ

પાષાણ યુગમાંથી સર્પિ આવ્યો.

અને સતર્ક કાન માટે–અવાજ ધોવાણનો.

તેઓ નાચ્યા જ કર્યા

તારા વિચારો વગર.

૧૧-૨૪-૨૦૦૯

Advertisements

Read Full Post »

સવારે ૭;૩૦ વાગે.અલાર્મ રણક્યુ.

હું ઉઠુ, મારો પોશાક ઉતારું, ઉશીકા પર નાખું, મારો લેંઘો પહેરું, રસોડામાં પેસું,

બાથ ટબમાં બેસુ, રૂમાલ લઉ, એનાથી મોઢુ  ધોઉ, કાંસકો લઉ, એનાથી મને લુછું,

ટૂથ  બ્રશ લઉ, એનાથી વાળ ઓળુ, વાદળી લઉ, એનાથી દાંત ઘસુ. પછી હું

બાથરૂમમાં જઉ, ચાનો ટુકડો ખાઉ, એક પ્યાલો પાંઉ પી લઉ.

હું મારા કાંડા  ઘડિયાળ અને વીંટીઓ ઉતારું.

હું મારા બુટ કાઢું.

હું  દાદરે જાઉ,  પછી ઘરનો દરવાજો ખોલું.

હું લિફ્ટમાં પાંચમાથી પહેલે માળે જઉ.

હું નવ દાદરા ચઢી જાઉ અને મને ગલીમાં મળુ.

ખાવાની દુકાનમાં સમાચારપત્ર ખરીદું, પછી બસ સ્ટેન્ડે જાઉ અને પાંઉરોટી ખરીદું

અને પછી સમાચારપત્રની દુકાને આવી પહોંચી બસ પકડું.

ત્રણ સ્ટાપ પહેલા ચઢતા   હું ઊતરી પડું.

મેં દરવાનને રામરામ કહ્યા, પછી દરવાને રામરામ કહી મને કહ્યું, આજે સોમવાર

ફરીથી   અને ફરીથી  અઠવાડીયું પુરું.

હું ઓફીસે આવું, આવજો કહું. ટેબલે મારો કોટ લટકાવું. કોટ લટકાવવાના ઘોડા પાસે બેસું,

અને કામ શરૂ  કરૂં. હું આંઠ કલાક કામ કરું છૂં.

હર્ટા મ્યુલર(૧૯૫૩)રોમેનિયાના જર્મન ભાષી પ્રાંત બાનાતમાં જન્મી૧૯૮૭થી બર્લિનમાં સ્થાયી થયેલા લેખીકાને ૨૦૦૯નુ નોબેલ પારિતોષિક અપાયું છે.તેમના “વર્ક ડે”નો આ અનુવાદ છે જે “નેડિએર” વાર્તા સંગ્રહમાં ગ્રંથસ્થ છે.આવૄત્તિ-૨૦૦૯,કિં૧૬.૯૫$.

અનુ. હિમાન્શુ પટેલ ૧૧-૧૩-૨૦૦૯

Read Full Post »

જરદાળુનુ  વૄક્ષ

મારા બાપુએ રોપ્યું  હતું

મળી નહી એને એક તક વધવાની….

એની એક માત્ર આશા

વર્ષોના વરસ એણે ઘસીતી જાત એમાં

તેનાથી બનતો કર્યો પ્રયત્ન બધોય

માથુ  ખરાબ કરી નાખ્યું

એને ઉગાડવાના પ્રયત્નમાં….

અવારનવાર

એ જોતા હતા વાદળાં

હજુ

વરસો જે  ગુમાવ્યા એણે

ભરી ગયા હાર્દમાં રહસ્યો એના…

ધરતીયે થઈ ઉજ્જડ

એની બધી નસો, એકપછી એક…

પાંદડા ખર્યા…

ડાળીઓ બટકી

અને કર્યો ખખડાટ…

પણ

કહ્યો ના કદી એણે શબ્દ એક…

જરદાળુનુ  વૄક્ષ

મારા બાપુએ રોપ્યું  હતું

મળી નહી એને એક તક વધવાની….

ઉઝ્યે લોકમાન,(૧૯૫૫) તૂર્કી (હવે ફ્રેન્ચ ભાષામાં જ લખે છે,ચિત્રકાર પણ છે.)

અનુ- હિમાન્શુ પટેલ

Read Full Post »

તું સૂતી હોઇશ ત્યારે કોઇ સમયે હું આવીશ

અપ્રતીક્ષીત મહેમાન તરીકે

મને રસ્તા પર રખડાવી ના દઈશ

દરવાજે  આગળો ના મારીશ !

હું પ્રવેશિસ અરવ, બેશીશ હળવું,

અને તાકી રહીશ તને અંધકારમાં

અને મારી આંખો ધરઈ જશે તાક્યા કરવાથી

હું તને ચુમીશ અને જતો રહીશ.

નીકોલા વાપ્તસારોવ,(૧૯૦૯-૧૯૪૨)જર્મન લશ્કરે અને ઠાર માર્યો હતો,એક પુસ્તક પ્રેગટ થયું છે-મોટરિંગ વર્સ.

અનુ. હિમાન્શુ

Read Full Post »

૧) નેપલ્સની ભીખારણ

હું જ્યારે નેપલ્સમાં રહેતો હતો, મારા દરવાજા પાસે એક ભીખારણ હતી.

મારી ઘોડાગાડીમાં બેસતા  પહેલા હું સિક્કો ફેંકતો હતો.એક દિવસ આશ્ચર્ય થયું

કે એણે કદી મારો આભાર નથી માન્યો, મેં એના તરફ જોયું. જોતાં, મને દેખાયું

કે જેને ભૂલથી ભીખારણ સમજ્યો હતો તે હતું લીલું લાકડાનું ખોખું જેમા હતી

લાલ માટી અને થોડાં અડધાં ગળેલાં કેળાં.

મેક્સ જેકબ(૧૮૭૬-૧૯૪૪)

નોંધઃ-પ્રતિકવાદ અને સુરરિયાલીઝમને સાંકળતી કડીરુપ આ કવિ ચિત્રકાર પણ હતો.

૨)  અગ્નિ

અગ્નિ છે પધ્ધતિઃ પહેલા બધી જ્વાળાઓ ખસે છે એક જ દિશામાં….

( તમે પ્રાણીઓના હોય તેવા અગ્નિના દરવાજાની સરખામણી કરી શકોઃ બીજા વાડામાં જાયતે પહેલા એક જગ્યા છોડવી પડે; એ ખસે છે અમીબા અને જીરાફ જેવું એક જ સમયે, એની ડોક લથડે, એના પગ ઢસરડાય)…પછી જ્યારે પદાર્થ બળતો જાય, પધ્ધતિસર તુટતો જાય, સરકી જતો ગેસ ત્યાર પછી ફેરવાય છે એક લાંબી પતંગિયાઓની ઉડાણમાં.

ફ્રાન્સીસ પૉન્જે (૧૮૯૯-૧૯૮૮)

નિબંધ અને કવિતાને સંલગ્ન કરી પોતાના સર્જન માટે આગવું કળા સ્વરુપ વિક્સાવ્યું હતું

અનુઃ હિમાન્શુ પટેલ

નોંધઃ- મારાં કાવ્યો માટે મેં નરી ગદ્યાળુતા સ્વીકારી છે કારણ કે છંદ મર્યાદા છે,મુક્ત વાક્ય  રચનામાં, સ્વર-વ્યંજનમાં રહેલી શક્યતાઓને કેળવી શકાય છે અને નવું, તાજુ ડિકસન(diction)સર્જી શકાય છે, જે મારાં કાવ્યોમાં સતત જોવા મળે છે, અને સમજવું અઘરું પણ લાગે છે.

 

Read Full Post »

કાપેલાં મા-બાપ, કાપેલાં બાળકો !

આ અને તે અને તે તે નહીં

અને બીજું બધું પણ

કાપેલું અને રાત્રિની ધારદાર બ્લેડથી કરેલો નિકાલ

રોજ સવારે સ્વર્ગ અને પૄથ્વી

મરેલી વસ્તુઓ સાથે ઢગલા બધ્ધ.

અમારું કામ આખો દિવસ એમને દાટ્યા કરવા

અને ત્યાં નવા વિશ્વની સ્થાપના કરવી

કો ઉન, કોરિઆ

અનુ. હિમાન્શુ પટેલ

Read Full Post »

સાંકડા કૅફેમાં

મને કીમીર* મળ્યો

હ્રદયની બંદુક

કવિતાનો દિવો.

આવી રોજીંદી

ભક્તિમય આદતો સાથે

હું એક પ્રયત્ન કરું

માર દેવદૂત માટે

એ આશાથી કે એ દેખાશે.

મને ખબર છે

કે તે હાજરાહજૂર નહીં હોય

તો નિયંતા બે પહોળા હથે આવકરશે,

તાત્વિક પણે તારાઓમાં તાકી

એ કહેશે

ચાલો જીવ્યા કરી એ

હજું થોડું અજ્વાળું છે….

ડીંમીટ્રીસ ઇલેફથેરાકીસ (૧૯૭૮ ), ગ્રીક કવિ

બે કાવ્ય સંગ્રહ૨૦૦૧ અને૨૦૦૪માં.

ડીમીટ્રિસ એવીરીતે લખે છે કે એની કવિતાનું  વિષય વસ્તુ એની કાવ્યકળામાંથી જ solace મેળવે જેથી એ પોતાની સાંકડી અને અસુખદ અવસ્થા આંતરીક અને બાહ્ય વાસ્તવિકતા સાથે સાંકળી હયાત રાખી શકે.

*ગ્રીક મિથનો  આગ ઓકતો રાક્ષસ જેને સિંહનુ માથું, ઘેટાનુ શરિર અને સાપની પૂંછ્ડી છે.

અનુઃહિમાનશુ

Read Full Post »

Older Posts »