Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર, 2009

અનુવાદની પ્રવૄત્તિ જે ભાષામાં અલ્પ હોય ( અને ગુજરાતી ભાષાને તો ખાસ અનુવાદનુંજ સામયિક જરુરી છે, જેમ વિશ્વની અનેક ભાષામાં મળી રહે છે.) ત્યાં બે પરિસ્થિતિ ઉદભવે. એક તો જે તે પ્રદેશના- સામાજિક, રાજકિય,ધર્મિક અને આર્થિક- ઘટકોમાંથી ઉતરી આવતી પરંપરાથી, અને સાહિત્યિક અનુભવથી વંચિત રહીએ છીએ. જે માપદંડથી જે તે સમાજને અને તેના સાહિત્યિક ધોરણોના સ્ફોટને તપાસીએ છીએ.

નિકિતાના કવ્યો વાંચીએ ત્યારે ધર્મ અને સાહિત્યનું દ્વૈત-કે જટીલતા ! -ઉપસી આવ્યું તેનો સામનો થાય, ખાસ કરીને રોમેનિયામાં ઓર્થોડોક્સ ચર્ચ ૪૦ વરસ સુધી એ વિસ્તારની ઓળખ રહ્યું, કટીબધ્ધ સામ્યવાદી સરકાર સાથે ક્યારેક પ્રતિકાર અથવા “ભાગીદાર ” સ્વરુપે.આવા પ્રસ્થાપિત- ધાર્મિક – મૂલ્યોથી વિપરિત વિચાર સરણી ધરાવતા વાતવરણમાંથી આ કવિની આગવી ઓળખ ઉદભવી છે. ખાસ કરીને એનો રોમેનિયાએ અપનાવેલી સુરરીયલ કાવ્ય પ્રવૄત્તિ સાથે સંપર્ક થયો.અને એના લેખોમાં એણે દાલિલ કરીકે આ દૈવી છે અર્થાત વિસંગત સામિપ્યથી. જેમ ગળામાંથી ઉદભવેલા ખરેરાટમાં બે કે વધું ધ્વનિ જોડાયેલા હોય છે, અને એને અર્થ છે. દાનિલોવ આ દૈવી મૂલ્યો અને રોજિંદા વિશ્વનું સામિપ્ય રચી આપે છે. હમેશા આ સામિપ્યમાં વિસ્તરતી તાંણમાં એના કાવ્યોનું સર્જન થયા કર્યું છે.પોતાની અનિર્વચનિયતાથી આ વિશ્વને અન્યતર કર્યું છે; તે લાગણીને વ્યક્ત કરતાં આ અને આવાં કાવ્યોંમાંથી થોડાં.

૧)  કોરો ચહેરો

તમે ક્યારેય નહી જૂઓ મારો ચહેરો

પાણી જેવો ખલેલ,

તું જે મને બોલાવું છૂં ઊંડાણોમાંથી.

કોણ બોલાવે મને ઊંડાણોમાં !

કુમળા ધુમ્મસનું પ્રશ્ન ચિહ્ન

સરોવર પર તરસે.

જવાબને બદલે

ધુમ્મસ લુપ્ત થઈ જશે.

અપરિચિત  હંસોનું ટોળું મળસ્કામાં

ઊઠ્યું. પાણીમાં ખલેલ કરી,

પણ મારા ચહેરામાં નહીં. કારણકે

તમે ક્યારેય નહીં જૂઓ મારો ખલેલ ચહેરો !

૨)  પેગંબર

એના જમણા ડોળામાં

તર્જનીની છાપ છે.

એ રાત્રે દેખાઈ હતી,

જાણેકૅ કોઈએ

(અંધ ઈશ્વર)

આંખોમાં આંગળી ઘોંચી દીધી, જ્યારે

આંગળી પાછી  ખેંચાઈ

ચામડીનો જીણો ટૂકડો

ત્યાં ચોંટી રહ્યો’તો.

૧૨-૧૭-૨૦૦૯

નિકિતા દાનિલોવ(૧૯૫૨)

અનુ. હિમાન્શુ પટેલ

Advertisements

Read Full Post »

કળાક્ષેત્ર માટે કદાચ હવે એ પ્રશ્ન મહત્વનો થઈ ગયો છે કે સાંપ્રત અસ્તિત્વમૂલક ઘટકોને કેવી રીતે પ્રસ્તૂત કરવા ?

આપણા વૈશ્વિક છમકલાંઓથી વાતાવરણ સુધીના કૂટપ્ર્શ્નો. એક સમયે સર્જક ઐતિહાસિક – સામજિક-સાહિત્ય કે તૈલચિત્રોથી એ મૂળતત્વોને અભિવ્યક્ત કરતો હતો. જેમકે આપણે ત્યાં સરસ્વતિચંન્દ્ર, કે  માનવીની ભવાઈ,જેવી કૃતિઓ અથવા પરદેશમાં કાફકા,મન કે પિકાસો( યાદ કરો ગ્યુએર્નિકા ) વગેરે. કળાત્મક સાહિત્યના અતિશય વિકસેલા અરસપરસ પ્રદેશ્માં એ  વૈશ્વિક અભિવ્યક્તિ લગભગ નષ્ટપ્રાય થઈ ગઈ છે, કદાચ વેઢે ગણાય તેટલા ઉદાહરણ  ( કે કલાસર્જક !) મળી આવે. આવા તે ભૂતકાળમાં મળે છે રોમેનિયાનો જર્મન ભાષી કવિ પાઉલ સેલાન (૧૯૨૦-૧૯૭૦), જે કેવળ વિસમી સદીનો જ નહી પણ સનાતન કાળનો ( કાફકા જેવો જ ) આવશ્યક કવિ છે. જે એ સદીના બીજા કોઈ પણ કવિ કરતાં વધારે વેધક છે. એની સંદિગ્ધ ભાષાથી . ઓસ્વેન્ચીમ ( આઉસ્વીત્ઝ) પછી કવિતા માટે કોઈ સર્જક બળકટ હોય, જવાબદાર હોય તો તે છે સેલાન. પાઉલ એના શબ્દોની ચૂપકીદીમાં જીવ્યો છે, શબ્દોની ગૂઢતામાં વલુંદ્યો છે.કદાચ તેથી જ એણે કહ્યું હશેઃ  only one thing remained reachable, close and secure amid all losses: language.

આ બે કાવ્યો — જે પૂરતાં નથી એના પ્રતિનિધિત્વ માટે. — એની ” જાગરુક ” અને  “ઉદાસ ” આંખો છે, જ્યાં એની કવિતા જટિલ અને ગૂઢ ભાષાની ઉંડી શોધખોળ છેઃ

“પાનખર મારા હાથમાંથી પાંદડા કાતરે છેઃ આપણે મિત્રો છીએ.  ( કરોના ) કે પછી “મળસ્કાના કાળા દૂધ અમે પીએ તને સંધ્યાંધારે.( મૄત્યુ સંગીતિ ) આવાં કાવ્યોના સર્જકને મારા સાષ્ટાંગ–

૧) સાંભળ્યુ છે મેં કથન

સાંભળ્યું છે મેં કથન એક હતો

પથ્થર પાણી અને વર્તુળમાં,

અને  શબ્દ એક પાણી ઉપર

જે મૂકે વર્તુળ પથ્થર ફરતે.

મેં જોયું મારું પોપલર પાણી ઉપર નમતું,

મેં જોયા એના હાથ ઊંડાણોમાં પહોંચતા,

મેં જોયા એકરાત્રિ માટે આકાશ યાચતા મૂળ.

હું નથી અનુસર્યો એને,

મેં કેવળ વિણ્યા ટૂકડા જમીન પરથી

જેને છે તારી આંખોનો આકાર અને ખાનદાની,

તારી ડોકની કહેણીની લીધીમેં સાંકળી

અને તેનાથી ઓટ્યુ  ટેબલ જ્યાં પડ્યા  છે ટૂકડા.

અને ના દીઠૂં ક્યારેય મારું પોપલર*

*ખૂબજ  ઉંચુ વૃક્ષ. ( અનુ. ૧૨-૦૭-૨૦૦૯)

૨)  પરિવર્તનશીલ ચાવીથી

પરિવર્તનશીલ ચાવીથી

તમે ઉઘાડો છો ઘર, એમાં

છે તણાયેલો અકથિતનો બરફ.

તમારી આંખો વા મુખ વા કાનમાંથી

ધસેલા લોહીમાં

બદલાય તમારી ચવી

બદલાય તમારી ચાવી તેથી બદલાય તમારા શબ્દો

એજ ફોતરીઓ સાથે તણાવા માન્ય.

તમને ધકેલતા પવન પર છે મદાર

તમારા શબ્દ ફરતે ગંઠાતો બરફ.

અનુ.૧૨-૦૭-૨૦૦૯ ( બન્નેવ કાવ્ય પીએર જોરીસના  અંગ્રેજી અનુવાદ પરથી.)

Read Full Post »

“One word of truth outweighs the world.”  કહેનાર રશિયાન નવલકથાના સર્જક અને ઇતિહાસવિદ, જેમણે ગુલેગ આર્કીપેલેગો અને ઇવાનડીનોસોવીચની જિંદગીમાં એક દિવસ, જેવાં પુસ્તકો વિશ્વને આપ્યા. અને ૧૯૭૦માં સાહિત્ય માટે નોબેલ પ્રાઈઝ મળતા ૧૯૭૪માં દેશનિકાલ થયા પછી ૧૯૯૪માં રશિયા પાછા ફર્યા હતા. ગુલેગ સમૃદ્ધ અને સર્જનાત્મક અવાજ છે. એની વિશિષ્ટ બંધારણ ખાનગી કબૂલાતો, ફિલોસોફિકલ વિષ્લેષણ, ઐતિહાસિક શોધખોળ અને કૉમ્યુનિસ્ટ સિધ્ધાંતોની નિષ્ઠુર ટીકા પુસ્તકને ૨૦મી સદીનું અનુવર્તિ બનવે છે.એ યુગવર્તિ સર્જક એલ્યેકસાન્ડર સોલ્ઝીન્યીતસીન(રશિયન ઉચ્ચાર)ના બે ગદ્ય કાવ્યના અનુવાદઃ

૧) સ્વાસ માટે સ્વતંત્રતા

આખી રાત વરસાદ પડ્યો અને હવે ઘેરાં વાદળ આકાશમાં તણાય, અવારનવાર વરસાદી શેર ઝરે છે

હું ખીલતા સફરજન વૄક્ષ તળે ઊભો રહી સ્વસુ છું. કેવળ વૄક્ષ જ નહી  ચોફેર ઘાસ પણ ભેજથી ચળકે છે; હવામાં વ્યાપ્ત મીઠી સુગંધ શબ્દો વર્ણવી શકતા નથી. મારામાંથી સ્વસાય એટલું સ્વસું, અને સુગંધ મારા સ્વકમાં ફરી વળે; હું ખુલ્લી આંખે સ્વસુ. હુ મારી બંધ આંખે સ્વસુ-હુ નથી કહી શકતો કયું મને વધારે આનંદ આપે છે.

આ, મારા મતે, એકમાત્ર કિમતી ક્ષણ જે જેલ મારી પાસેથી છીનવી લે છે; સ્વતંત્ર પણે સ્વસવું જેમ હું અત્યારે.ધરતી પર કોઇ ખાદ્ય,દ્રાક્ષાસવ,કે ફૂલોની સુગંધમાં પલળેલું ચુંબન પણ મધુર નથી, ભીનાશ કે તાજગીથી.

કોઇ અગત્ય નથી, કે આ નાનો બગીચો છે, પ્રાણીઘરમાં પાંજરા સમ પાંચમાળી મકાનથી ઓટેલો હોય. મેં છોડી દીધો છે મોટરસાયકલનો અકાળ સ્ફોટ, કકળતો રેડિઓ, લાઉડસ્પીકરના લાંબા ભષણૉ. વરસાદ પછી જ્યાં સુધી સફરજનના વૄક્ષ તળે સ્વસવા તાજી હવા છે, આપણે કદાચ થોડુંક લાંબુ જીવીશું

૧૨-૦૫-૨૦૦૯

૨)  બતક્બાળ

નાનું પીળું બતકબાળ સ્વેત પેટ પર ભીના ઘાસમાં હસ્યાસ્પદ ડગુમગુ ચાલે અને ભાગ્યે જ પાતળા પગ પર ઉભૂં રહી શકે, નબળા પગ, દોડે મારી આગળ કર્કશ બોલતું “ક્યાં છે મારી મા ? ક્યાં છે મારું  કુટુંબ ?”

એને મા નથી, કારણ  મરઘીએ એને ઉછેર્યું  હતું; બતકના ઇંડા એના માળામાં મૂક્યા’તા ,એણે પોતાના ઇંડા સાથે સેવ્યા હતાં. ખરાબ હવામાનથી બચાવવા એનું ઘર- તળીયાહીન ઊંધો ટોપલો- છાપરી તળે ખસેડી કોથળે ઢાંક્યું હતું. એ બધાં તેમાં હતાં, પણ આ એક ભૂલું પડ્યુ. ચાલ, નાના ભૂલકાં, તને મારા હાથમાં ઊંચકી લઊ.

કોણે એને જીવાડ્યું ? એને વજન તો છેજ નહીં; એની મોતીશી કાળી આંખો, ચક્લી જેવા એના પગ, નજીવું દબાવો અને એ ખલાસ. છ્તાં ચૈતન્યથી હુંફાળુ. એની નાનક્ડી ચાંચ ઝાંખી ગુલાબી અને થોડીક વળેલી, મેનીક્યોર કરેલા નખ જેવી.એ જાળપાદ છે, પીંછામાં પીળાશ, અને રુંવાટીદાર પાંખો બહાર નીકળવા માંડી છે. એનુ વ્યક્તિત્વ એને સાવકા ભાઈથી નોખું પાડે છે.

અને આપણે મનુષ્યો ઝડપથી વિનસ તરફ ઉડીશું; જો આપણે બધાં સંયુક્ત પ્રયત્ન કરીએ , તો આપણે વીસ મીનિટમાં સમસ્ત વિશ્વને પ્લાવ મારી દઈએ.છતાં, આપણી સમસ્ત અણૂશક્તિથી, આપણે કદાપી-કદાપી! આ અશક્ત પીળા બતકબાળને ટેસ્ટ ટ્યુબમાં ક્યારેય  સર્જી નહી શકીએ; આપણને  પીછાં અને હાડકાં અપાય છતાં,આપણે ભાગ્યે જ આવા પામરજીવને સર્જી શકીએ.

૧૨-૦૫-૨૦૦૯, અનુ, હિમાનશુ પટેલ

Read Full Post »

અવાજ

ઓનલાઈન ભાષણ

તમને આઝાદ કરે છે

સ્ક્રીન પર મારો અવાજ

ચળકે છે સૂર્ય જેવો

અવાજ, અવાજ !

ઈન્ટરનેટ મને મુક્ત કરે છે

કવિતામાં વિચારવા

ઉદાસ આનંદે છે

રુદન હસે છે

સમાચારમાં ખાન-પાન સંગાથે

અંધકારમાં મીણબત્તી સાથે વિચારવા

બહેનો, ભાઈઓ, નાગરિકો, મૄદંગ !

ઢમ ! ઢ-ઢમ !  ઢમ ! ઢ-ઢમ !

ધીક ! ધા-ધીક ! ધીક ! ધા-ધીક !

અવાજ !  અવાજ  !

આપણો સ્ક્રીન  સમોપયોગી  છે

સૂર્ય જેવો

અને આપણી વાણી સ્વાયત્તતા

વાંચે છે કવિત  વિચરોમાં

રીશોમ હેલી ( ટીગ્રીનિયા ભાષા )

અનુ; હિમાન્શુ

નોંધ;-

ટીગ્રીનિયા ભાષા કેન્યા પાસેના વિસ્તારમાં સાડાચાર લાખ લોકો બોલે છે, અને તે નાનકડી વસ્તિનો આ કવિ છે જે માણસને છેતરતી ઇલેક્ટ્રોનિક ભાષા વિશે બોલે છે.

Read Full Post »