Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2010

એક સ્ત્રી જ્યારે પોતના ઉઘાડા ગુલાબીપણા વિશે બોલે ત્યારે માંસલ લાગણી, માંસલ મીઠાશ, માંસલ ભાર, માંસલ ગર, આ બધામાથી વનસ્પતિ કે પશુપ્રાણીના દેહમાં ચાલતી જીવનરસ કે લોહીમાંથી નકમો કચરો કે ઉપયોગી પદાર્થ કાઢવાની પ્રક્રિયાનું સંગીત, પેટ ગાજવાનું જીવન સંગીત, ગુલાબીપણાની કેન્દ્રિયતા, એનુ મૃત્યુ અને એના  પુનરદેહનું લાઘવ તે જ  પાવલોવાની કવિતા છે.

પાવલોવા વિશ્વને જીભથી તપાસે છે…વિશ્વ એની કવિતાથી ચટાયેલું છે, શરીરવિજ્ઞાનથી અનુભવાયેલું છે,ધ્રુજારી ( ભેંસની ચામડીમાં ઉદભવે તેવી) ઉદભવે છે,..પાવલોવાની કવિતા -બાની-ના અર્થ અને વળાંક પારંપરિક ઉપયોગમાંથી ઉખાડી નાખે છે, દરેક શબ્દ ખુબ ” આનંદ પૂર્વક ” ઉચ્ચારે છે, યત્ન પૂર્વક જાણેકે પહેલીવાર બોલાયો હોય, પરિણામે શબ્દ એના ઉચ્ચાર(અવાજ) અને અનુભવમાં નવો થઈ આવે છે. કદાચ એટલે જ યેવજીનિઆ પિશ્ચીકોવાએ કહ્યું છે કે ” હું ખુબ હિમ્મ્ત પૂર્વક દાવો કરીશ કે વીસમી સદીની રશીયન કવિતા વેરા પાવલોવાથી શરું થાય છે ”

પોતાની ઓળ્ખ આપતા વેરાએ “આત્મઓળખ  રૂપરેખામાં ” લખ્યું છે–હું એજ છું જે તમારે ડાબે પડખે જાગે છે.–૧૯૬૩માં જન્મેલી આ કવયિત્રિના ૧૪ કાવ્યસંગ્રહ પ્રકાશીત થયા છે, અને એના ક્વિ-અનુવાદક પતિએ અનુવાદ કરેલાં ૧૦૦ કાવ્યનો સંગ્રહ” ઈફ ધેર ઈઝ સમ્થીંગ ટુ ડીઝાયર ” જાનુઆરી ૨૦૧૦માં અમેરીકાથી નોફ દ્વારા પ્રગટ થયો છે. જેની નોંધ ૨૦૧૦ના જાનુઆરીના ઉદ્દેશ્માં લેવાઈ છે,( અને એજ માસિકમાં આ વેબસાઈટની પણ વિગતે નોંધ લેવાઈ છે.)વાંચો એ લાઘવની કવયિત્રિનાં કાવ્યોઃ

૧) હું રુપાળી છૂં ? હાસ્તો !

હું રુપાળી છૂં ? હાસ્તો !

સ્તબ્ધ હું  લઉં લહેજત

હાથ ઘડી નાજુક પંપાળની

ખીમો કરો મારો

પંપાળો અને હેળવો મારો આત્મા,

પેલી દેવચકલી

તમે ચાહી છે અપરંપાર.    ૧-૦૭-૨૦૧૦

૨) જે સૂતા છે આ ધરતીમાં

જે સૂતા છે આ ધરતીમાં

છે ઉડ્ડ્યન સુઝ રસ્તાની એમનામાં.

ગયેલાં, બૂટ પહેરી ઊંઘે છે,

ઊભા થઈ, જવા તૈયાર

ઉઘાડા ગુલાબી પગે

જતા જાગરૂકો

જેમણે પોતાને માટે

છેલ્લી જોડમાં દોરી બાંધી રાખી’તી  ૧-૭-૨૦૧૦

૩) હુ પ્રેમમાં છું, તેથી જીવવા મુક્ત

હુ પ્રેમમાં છું, તેથી જીવવા મુક્ત

હ્રુદય પૂર્વક, હું લાડલડાવું તેથી યદ્રછ

આત્મા હળવો જ્યારે ભરેલો હોય,

ભારે જ્યારે ખાલી.

મારો આત્મા હળવો છે. એ ગભરાતો નથી

વેદના નૃત્ય એકલો કરતાં,

કારણ હું તારું ખમીસ પહેરી જન્મી’તી

મૃતકોમાંથી પાછી વળીશ એ ખમીસ સાથે.  ૧-૮-૨૦૧૦

૪) જ્યારે સૌથી છેલ્લો ખેદ

જ્યારે સૌથી છેલ્લો ખેદ

આપણી સઘળી વેદના નિષ્પ્રાણ કરશે,

હું તુરંત પછીની ટ્રેનમાં

તારી પાછળ ત્યાં આવીશ,

નહીં કે મારામાં અંતિમ પરિણામ

વિશે વિચારવા શક્તિ નથી,

પણ કદાચ તું ભૂલી ગયો હોઈશ

દવાની ગોળીઓ, ટાઈ, રેઝર લાવવાનું…   ૧-૮-૨૦૧૦

Advertisements

Read Full Post »

૫૧ વર્ષનો જર્મન કવિ  રાઇનર મારિયા રિલ્કે (૧૮૭૫-૧૯૨૬)” ધ લ્યુટ”(૧૯૦૮)ની શરુઆત I am the lute. કહી કરે છે, તો અન્ય એક કાવ્યની શરુઆત o music, you shattered me from insideથી.૧૯૦૭માં નવા કાવ્યોની શરુઆત Early Apollo અને ૧૯૦૮માં  Archaic torso of Apolloથી કરે છે. આ બન્ને કાવ્યો પહેલી દ્રષ્ટિએ શિલ્પાકૃતિ પદાર્થ  અભિવ્યક્ત કરતાં હોય તેવું જણાય છે. તે પણ ઉત્કટ કલ્પનાશક્તિથી, રિલ્કે શિલ્પના વળાંકો અને ઘડાયેલા વળ તથા તેમાં વ્યક્ત સમસ્તમાં ખેંચાતા બળોનું પરિણામ રજુ કરવા પંક્તિ અને શબ્દોનો “પદાર્થ” તરિકે ઉપયોગ કરે છે. પણ એની પાર જેમ દરેક ઉત્તમ કવિમા અને તે દ્વારા કવિતામાં બને છે તેમ અહીં ભાષાનું વૈપુલ્ય પ્રભાવશાળી બને છે, અને વાક્યલયમાં સાહસવૃત્તિ દેખાય છે. શબ્દોનું ધ્વનિસામ્ય અને વર્ણસગાઈ અંતરિક સંગીતની ઉતપત્તિ છેલ્લી પાયરી સુધી ધકેલાય છે. આ દ્રષ્ટિક્ષમ પસંદગી કાવ્યના અનુગામી પોત સુધી વણાયેલી છે.શબ્દધ્વનિમાંથી ઉદ ભવેલી ગતિશક્તિ આપણી ઇન્દ્રિયોને જણાવે છે કે આ અંદર તરફ વળેલી દ્રષ્ટિ કેટલી ચીવટ ભરી અને ધારણશક્તિ ભરેલી છે. રિલ્કેની ભાષાનો ધ્વનિ સંપુર્ણપણે  એના કાવ્યોને વરેલો છે.એની વાક્યરચનાઓમાં અને એની શબ્દ પંસદગીમા સર્જનશક્તિ અહંપ્રેમ છે.એટલેતો ” ધ લ્યુટ”માં એ કહે છેઃ

હું વાંસળી છું. તમારે મારું શરિર સૌષ્ઠવ વર્ણવું હોય, એના સુંદર વળાંક સાથે તો કરો વાત મારા વિષે, જેમ તમે પરિપક્વ અંજીર વિશે કરો છો.

વાંચો સેન્દ્રિયતાના કવિના આ કાવ્યો.

વાંસળી

હું વાંસળી છું. તમારે વર્ણવું હોય

મારું શરીર, એની આકર્ષક ભંગીઃ

જેમ તમે ભરાવદાર અંજીર માટે

તેમ બોલો મારા વિશે. અત્યુકતો

અંધકાર જે તમે નીહાળ્યો મારામાં. એ હતો

ટૂલિયાનો* અંધકાર, અને તેના ચળકતા વાળ

ઉજાશભર્યા ઓરડા જેવા. ક્યારેક

એણે ગ્રહ્યો નાદ મારી સપાટીમાંથી

એના ચહેરામાં અને ગણગણાવ્યો જ્યારે હું ગુંજી.

પછી થયો તીવ્ર મારામાં એના ફળ પ્રતિ,

મારું અંતરતમ એનામાં ભળ્યા પર્યંત.

*ટૂલિયાઃ ઈટલીનિ ૧૬મી સદીની ટૂલિયા ડ આરગોના વિખ્યાત દેવદાસી(કવયિત્રી અને સંગીતકાર ) હતી,ઉપરાંત ” ટૂલિયા” સિસેરોની દીકરી જેનું શરિર દંતકથા પ્રમાણે ૧૫૦૦ વર્ષ પહેલા અપીયન તરફના ડૂંગરોમાંથી બળતા દિવા સાથે મળ્યું હતું. હવા સાથે સંપર્ક થય તે પહેલાં બન્નેવ રાખ થઈ ગયાં હતાં.કદાચ એ જ હતિ સેન્દ્રિયતા! અને વાંસળીનું પણ સેન્દ્રિય રુપાંતર Rilke ” thing”.

૨-૧૦-૨૦૧૦

બુધ્ધની કાંતિ

દરેક કેન્દ્રનું કેન્દ્ર, ગર્ભનો ગર્ભ,

બદામ, જે બંધાય સખત અને મીઠડી થાય,-

બધાં તારાઓથી દૂર વિશ્વ આ

ગર છે તાહરોઃ અમે નમીએ તને.

જો, કેવું તું અનુભવે કે  કશું હવે

સ્પર્શતું નથી તનેઃ તારું આવરણ છે આનંત્યમાં

અને ત્યાં છે સત્વ સ્થિર અને ટોળે.

અને બહારથી આરાઓ એને સહાયરુપ,

કારણ ત્યાં ઉપર, તારો સૂર્ય નરી જાહોજલાલી

પૈંડા પર ચોફેર બળબળતો.

છતાં તારામાં શરુ થઈ ચૂક્યું છે

જે ટકી રહેશે સૂર્ય પ્રગત.

૨-૧૧-૨૦૧૦  અનુ. હિમાન્શુ પટેલ

Read Full Post »