કોણ કરે છે આ ફેરફાર?
હું જમણી તરફ નિશાન તાકું
તીર ડાબી બાજુ ખૂંપે.
હું હરણ પાછળ અસવાર અને ડુક્કર
મારો પીછો કરે.
મને જોઇતું મેળવવા યોજના કરું
અને પહોંચુ જેલમાં.
લોકોને ફાંસવા ખાડા ખોદું
અને હું જ એમાં પડું.
મારી જરુરિયાત વિશે
મારે શંકાશીલ હોવું જોઈએ. ૯-૧૫-૨૦૧૦
Who makes these changes?
I shoot an arrow right.
It lands left.
I ride after a deer and find myself
chased by a hog.
I plot to get what I want
and end up in prison.
I dig pits to trap others
and fall in.
I should be suspicious
of what I want.
જલાલઉદ્દીન રુમી
(Afghanistan Online: A Touch of Afghan Poetry)
http://en.wikipedia.org/wiki/Rumi
મિત્રો,ઘણા સમયથી કરેલા અનુવાદ અપ્રગટ પડી રહ્યા હતા.
અનુવાદ સુતેલા સાપને જગાડવાનુ કામ છે.
આજે એ કામ ફરી શરું કર્યું છે અને ૧૨૦૭માં જન્મેલા અફઘાન કવિ જલાલ ઉદ્દીન મુહમ્મદ રુમી, જે વિશ્વમાં કેવળ
રુમીને નામે વિખ્યાત છે.તે સર્જકનું એક કાવ્ય મુકું છું.આપણા દરેક પાસા ઊંધા પડૅ ત્યારે કેવળ હતાશા
ઉદભવે, પણ આ સર્જકતો બીજું કશુંક પૂછે છે કે કહે છે…વાંચો અને વંચાવો @
હું હરણ પાછળ અસવાર અને ડુક્કર
મારો પીછો કરે…..
અંગ્રેજી કાવ્ય સાથે.
https://himanshu52.wordpress.com
આભાર હિમન્શુ…
વાહ, હિમાંશુભાઈ, સૂફી અફઘાન કવિ રૂમીની કવિતાનો સુંદર અનુવાદ!
સુધીર પટેલ.
સરસ કાવ્ય અને સરસ રીતે અનુવાદ!!સાચે જ આ પ્રશ્ન બધાને નથી હોતો?આપણી મરજી મુતાબીક કાઈ થતુ નથી ત્યારે એમ જ લાગે ભલે તીર કામઠું મારું હોય પણ નિશાન તો તારૂં જ છે…તારા હાથમા દોર અને અમે કઠ્પુતલિઓ..તું નચાવે અમે નાચીએ..
સપના
સરસ કાવ્ય પરિચય.
મારી જરુરિયાત વિશે
મારે શંકાશીલ હોવું જોઈએ….
આભાર.
૧૩મી સદીમાં લખાયેલા આ કાવ્યની બાની તથા તાજગી અદભૂત છે … રૂમીના બીજા કાવ્યોના અનુવાદ વાંચવા ગમશે …
સુંદર અનુવાદ !
અનુવાદમાં મૂળ કવિતાની તાજગી ઉભરઈ આવે છે.
સરસ !
સરસ કવિતા અને સુંદર અનુવાદ
અર્થગહન કાવ્યનો વફાદાર અનુવાદ.
સુતેલા સાપને જગાડવા માટેનું ખોવાઈ ગયેલું બીન મળી ગયું તો સારું થયું! સરસ કવિતાનો ભાવસભર અનુવાદ. ખૂબ સુંદર.
આપ થકી વિશ્વની સાહિત્યિક કૃતિઓનો રસપાન માણવા મળે છે. અનુવાદ પણ
મૂળ કૃતિને ઉજાગર કરતો. અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
2010/09/16 at 8:00 am
કોણ કરે છે આ ફેરફાર?
હું જમણી તરફ નિશાન તાકું
તીર ડાબી બાજુ ખૂંપે.
હું હરણ પાછળ અસવાર અને ડુક્કર
મારો પીછો કરે.
ઘણીજ વ્યક્તિઓને જીવનમાં આવો અનુભવ વારંવાર થતો હોય છે, કે તે અથાગ પ્રયત્ન કશુક મેળવવા કરતાં હોવા છતાં તેનું પરિણામ અણધાર્યું જ આવતું હોય છે.
સરસ રચના .
અશોકકુમાર -’દાદીમાની પોટલી ‘
મા. ભાઈશ્રી હિમાન્સુ
કોણ કરે છે આ ફેરફાર?
ઉપરવાળો ????
સરસ અર્થભર સુંદર કાવ્ય.