Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર, 2011

ઠાઠડીઓ અવ્યા કરી
વધારેને વધારે
જેમ શહેરમાં પ્રેવેશતા
માર્ગચિહ્નો.
હજારો લોકો તાકી રહ્યાં છે
લાંબા પડછાયાની ધરતીને.
એક પૂલ સ્વયં બંધાય
હળુહળુ
સીધો અંતરિક્ષ તરફ. (અનુ.11-20-2011)
(વધુ…)

Advertisements

Read Full Post »

સળીયા જડેલો પટ્ટો ખણકે
જ્યારે કેડથી તાણી એને કરું જડબેસલાક

કરું મોઢું એની ડીટડીના માપનું;
ઝંડો દેશનો વાયુમાં ફડાક.

…મૂળાક્ષર છે સ્પર્શ
-ચોડ સ્વર ઓ તારા હોઠને

સાંભળ્યો ઉપલે માળે મેં એને
દિવસ આખો વાગતો રેડિઓ

અથડાય સાંકળના તીવ્ર વ્યંજનો
કૂતરો ઊમેરે સૂર સામા

શરીર પણ ત્યજશે હયાતી
થઈ ઝીણાં ટૂકડા, રાખ અને ધૂમાડી.

( અનુ.હિમાન્શુ ૧૦-૨૫-૨૦૧૧)

(વધુ…)

Read Full Post »

૧) પથરા

જે અમે ફેંક્યા’તા પથ્થર મેં સાંભળ્યા
પડતા, સ્પષ્ટ-કાચ પાર સમગ્ર વર્ષ.ખીણમાં
ક્ષણોની અકળ ક્રિયાઓ
એક વૃક્ષથી બીજે વૃક્ષ
ઉડે ચીસતી, સાંપ્રત કરતાં પાતળી
હવામાં થાય અરવ, લહેરાય
ચકલીઓ સમ ડુંગરથી
ડુંગર ઊંડા પ્રદેશોમાં પહોંચે ત્યાંસુધી
એમની હયાત સીમાઓને સથવારે. ત્યાં ખરે
આપણા દરેક કૃત્યો
કાચ-સ્પષ્ટ
ક્યાંય ન તૂટી પડવા
સિવાય આપણે.

૨)એપ્રિલ અને ચુપકીદી

વસંત ફેલાયેલી અવાવરુ.
મખમલ-ઘેરો ખાડો
મારે પડખે ભાખોડી આવ્યો
પ્રેતિક્રિયા વગર.

જે વસ્તુ ચળકે છે
તે પીળાં ફૂલો.

હું મારા પડછાયામાં વહન
કાળી ખોળીમાં
વાયોલીન સમ.

મારે માત્ર કહેવું છે
ચળકાટ પહોંચ બહાર
ગીરો
ચાંદી સમ. (ટોમાસ ટ્રાન્સટ્રોમર,બન્ને અનુ. ઓક્ટોબર-૨૦૧૧)

(વધુ…)

Read Full Post »

કાળક્રમે, વિશ્વ અણઘડ થતું જાય.

ભારે બરણી
કબાટમાંથી કૂદે.
પેટીને ખૂણા છે.

બીજાંઓ પાસે ખૂલાસા નથી.

જૂનો પ્રેમ.જીર્ણ ધડ.
યાદ છે તને–
જાજમ પીઠમાં લાય,
અશ્મર પથારી
ઘૂંટણ, સખતાઈથી કઠણાઇ.

તું જાણે સ્વક ઓળખેલો
કીડીના ચટકાથી ચુંબીત,
તું જે ચૂમાયો હતો કરોળિયાને બચકે.

હવે આનાથી.
(અનુ. ઑક્ટોબર,૧૪-૨૦૧૧,જેન હર્શફિલ્ડ, અમેરિકન.)

(વધુ…)

Read Full Post »

હું તેઓને છું
જેમ નદી સપાટ તળીયાને
જેમ પરિવર્તન હડતાળી હરોળને
લંગર સ્ટીમરને
સૂર્ય હું ને સંકળાયેલો
એકવાર, દા.ત.
બારી તમને સંલગ્ન
બપોર પર ઝૂકવા
સંધુય તમને
જેમ ગૂંગળાતી ની-
રાશ મોલના
જાદુઈ શબ્દ “સ્વાગત”ના
ખણખણાટમાં
ડાબે વળો ડૂંગર તરફ
જજો સીધા
પ્રાંગણમાં
હોડી દેખાય ત્યાં સુધી
થોડો બફારો થોડું ચીકટ
લગરીક ખાસું વસંત જેવું (અનુ. ૧૦-૧-૨૦૧૧)

(વધુ…)

Read Full Post »

દિવસો એક પછી એક તમારા ગજવામાંથી ખરી પડે.
એકાએક તમને જરુર પડશે મજબૂત ચામડાના અને
કોઇએ ન અનુભવેલ ઓટણવાળા નવા જૅકેટની.તમે
પડશો જૂનુ પુસ્તક લઈ પલંગમાં અને ઉંઘશો નિરાંતે,
એકાકી.એ ફરીથી ડિસેમ્બર જ હોવો જોઇએ.
આ એ કથાનો ભાગ જ્યાં તમે
નકારશો કે જે શરીર તમે ચાલ્યા હતા
એ સતત ચાલ્યું હતું તમારામાં.કાળા લાંબા બૂટ સાથે
પ્રિયે અને વાલમના અરવ કાફલામાં–
એ બધાંનુ તમારા હ્રદયની સાંકડી શેરીઓમાં આવનજાવન.(અનુ.૧૧-૩/૪-૨૦૧૧)

(વધુ…)

Read Full Post »

અમાન્ય છે મને કવિતા તારી.એનાથી નથી તરંગ ઉઠતાં.
વા રુંવાટી મારી કરોડરજ્જુ પર.
તેં ડુંગરો ઉલ્લેખ્યા’તા પણ
તું કશું નવું નક્કી નથી કરતો,
મને હજું દેખાય છે દૂર ભૂરાં
અને વિચારું છું એ ટાઢાટબ અને અંઘરાં છે ચઢવાં.
તને લાગે છે નક્ષત્રો રચે છે તારાં પ્રેમ કાવ્યો.
તને લાગે છે કોઇ હાથ હણે છે રંગો
કાળીયા.ખોટાડા. એ છે અતિરેક.
કહે મને ક્યારેક રાત્રે
જાગી જઈ માત્ર કુતૂહલથી
તારે રસ્તા પર હણવો હોય કોઇને,
જોવા કે કેવી રીતે પકડાઇશ તું.
કહે જો તેં કેવો નિહાળ્યો’તો પાછલી રાતે
પલંગ નજીક અભરાઇએ ચંદ્રને
તારી અત્તરની શીશીમાં નાહતો.
બદલામાં મને આવું કહેજે.

(વધુ…)

Read Full Post »