૧) ગીરગીસ શૌકરી ( ઇજીપ્ત)
પ્રેમ
વાદળાં બારી સાથે હસ્યાં
પછી ગબડ્યાં
કપડાં કાઢ્યાં;
જોયું,
એ તૂટી પડ્યાં’તા ચોળાયેલાં પથારીમાં.
એમની ઊંઘ પછી પલંગ
કબાટમાંથી કઢાતાં
કપડાંના અવાજ જેવો લાગ્યો.
ભીંતો પડોશીને છેલ્લામાં છેલ્લી વિગતો
મોકલતી હતી
અને છત આકાશને આમંત્રે
કૌટંબિક મેળાવડામાં.
ઉતાવળકરઃ
એક અટ્ટહાસ્ય ભીંતમાંથી નાસી છૂટ્યું
આપણે ઝડપવું છે એને
અન્યથા
સમગ્ર વિશ્વ હાસ્યમાં ફાટી પડશે.(અનુ. ૧૧/૨૪/૨૦૧૧)
૨) શૌકિ શાફિક ( યમન)
કારણો
a) સ્વાદ
ગઈકાલે
તારા ગયા પછી
હું જમ્યો નથી
મારા હોઠ પરથી
તારો સ્વાદ ન ભૂલવા.
b) ચળકાટ
ઘૂંટણ અંધારામાં ચળકે,
એક પંખીના
ધ્રુજવા માટે પૂરતું કારણ.
c) સમાપ્તિ
ત્રણ માણસો હતાં
ઓરડામાં એક સ્ત્રીનું ચિત્ર દોરતા
જ્યારે દોરાઈ રહ્યું
એટલી બધી સ્ત્રીઓ ત્યાં હતી
કે ઓરડો વકાસી રહ્યો.
d) ખોરાક
કચરાપેટીએ કેટલાંય બીલાડાં
પાંઊના ટૂકડા
પ્લાસ્ટિક હોય
અને ત્યાં છે ખોરાક
ગાડાનો ઢોંગ કરતા
બાતમીદાર માટેય.[અનુ, ૧૧/24/2011]
૧)http://www.banipal.co.uk/selections/73/201/shawqi-shafiq/
૨)http://www.poetryinternational.org/piw_cms/cms/cms_module/index.php?obj_id=429
પ્રિય મિત્રો યમન અને ઇજીપ્ત જ્યાં યુધ્ધ,હુમલા, બળવો,મૃત્ય,ઇજા,લોહી,(અધૂંરાં મૃત્યુ)
દમન,બળકટ સત્તા- ઇચ્છા, જેવાં શબ્દો જ પ્રવર્તમાન છે.જ્યાં માણસ ટકી રહેવા મથી
રહ્યો છે.સત્તા આગળ શાણપણ નહીં પોતિકો અવાજ, જરૂરિયાતોનો ફતવો-બંડ,
સ્વાયત્તતાની ઝંખના માટે ઝંડા ધારી ” યા હોમ કરી પડો ફતેહ છે આગે “સમજથી ,ન્યાયે ફસડાઈ રહ્યો
છે નાના લોખંડી ટૂકડાથી,એની ઉર્જાથી એવાં ફાટી જતાં માણસોની સંસ્કૃતિમાંથી,આ પ્રેમથી તરબતર-
લથબથ કાવ્યો આવે છે.માણસના શારિરીક સ્વરૂપમાંથી જન્મેલો પ્રેમ કે સૌન્દર્યગત
અનુભૂતિમાંથી આવેલો પ્રેમ વાંચો-
વાદળાં બારી સાથે હસ્યાં /પછી ગબડ્યાં/ કપડાં કાઢ્યાં;…અથવા…
ગઈ કાલે ..મારા હોઠ પરથી /તારો સ્વાદ ન ભૂલવા../ હું જમ્યો નથી
અથવા આ ગુસ્સો
…અને ત્યાં છે ખોરાક
ગાડાનો ઢોંગ કરતા
બાતમીદાર માટેય….@
http://himanshupatel555.wordpress.com/ ( જ્યાં કવિતા સાંપ્રત છે.)
આ બે લિન્ક સાથે મૂળ કાવ્ય સાથે
૧)http://www.banipal.co.uk/selections/73/201/shawqi-shafiq/
૨)http://www.poetryinternational.org/piw_cms/cms/cms_module/index.php?obj_id=429
કબાટમાંથી કઢાતાં
કપડાંના અવાજ જેવો લાગ્યો.
ભીંતો પડોશીને છેલ્લામાં છેલ્લી વિગતો
મોકલતી હતી
અને છત આકાશને આમંત્રે
કૌટંબિક મેળાવડામાં.
ઉતાવળકરઃ
એક અટ્ટહાસ્ય ભીંતમાંથી નાસી છૂટ્યું
આપણે ઝડપવું છે એને
સ રસ અભિવ્યક્તી
પોતાના ભીના ભૂતકાળની રાખ ખોતરીને ,પોતાનો પ્રસન્ન ભૂતકાળ ભૂલવાની નાકામ કોસિસ કરે છે ! .આને માટે
સ્મરણોના પહાડ પર ચઢવું પડે
રૂઝમાં એ ક્યાંક ખોતરવું પડે…
પણ પામવા ઉપરછલ્લું ખોતરવાથી નહીં મળે, બહુ ઊંડેસુધી, લોહી નીકળી આવે ત્યાં સુધી ખોતરવું પડશે ! તેમાં ઉપરછલ્લા ખોતરવા જેવા ગલગલિયાં નહીં હોય, અસહ્ય વેદના પણ થશે. સાચો જવાબ મેળવવા માટેની આટલી કિંમત તો ચુકવવી પડે …
નાના લોખંડી ટૂકડાથી,એની ઉર્જાથી એવાં ફાટી જતાં માણસોની સંસ્કૃતિમાંથી,આ પ્રેમથી તરબતર-લથબથ કાવ્યો આવે છે
પ્રેમ
વાદળાં બારી સાથે હસ્યાં
પછી ગબડ્યાં
કપડાં કાઢ્યાં;
જોયું,
એ તૂટી પડ્યાં’તા ચોળાયેલાં પથારીમાં.
એમની ઊંઘ પછી પલંગ
કબાટમાંથી કઢાતાં
કપડાંના અવાજ જેવો લાગ્યો.
ભીંતો પડોશીને છેલ્લામાં છેલ્લી વિગતો
મોકલતી હતી
અને છત આકાશને આમંત્રે
કૌટંબિક મેળાવડામાં.
ઉતાવળકરઃ
એક અટ્ટહાસ્ય ભીંતમાંથી નાસી છૂટ્યું
આપણે ઝડપવું છે એને
અન્યથા
સમગ્ર વિશ્વ હાસ્યમાં ફાટી પડશે.
mind blowing