Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2012

#૩
અહીં રણમાં
પણ. ખડકો વચે,મેં
સાંભળ્યા, શેષ વાદળાં.

પાંખા,ટૂંકા,પાતળા,તીક્ષ્ણ.
તારાથી સ્વાયત્ત,સાક્ષાત્કાર.
એક મહાનગરી.

તદ્દન અજાણ,તું પોતાને વિશે
ય અજ્ઞાત,ન ઓળખું
સ્વયંને,મેખો નથી મારેલી.

આવી ભ્રમણા હેઠળ,અંધકાર
ભય થઈ જાય.ઊંચી ભીંત પાછળ,
ઘેરું મેદાન.

#૫
અર્થાત કે રુપાંતર,કેટલાંક કામણ
નિયત હોવા છતાં.મારે શોધખોળા
કરી પહોંચાડવા ન જોઇએ?

જો હું એ નક્કી કરું.આપણી
પાંખો તૂટેલી છે.કદાચ સહેલાઈથી
ડૂબશે.જોરદાર પરસેવામાં.

રણ. અને કદાચ એ ને એ જ
હશેઃવણિયેર ગટર પણ
તરી જાય.

અને કદાચ ઊંબરોય હોય,ક્યારેય
ખચકાશો નહીં,ઉછળતા દરિયે હોડી.
વેરાન ઘરની અંદર.

Amazon.com: Transcendental Studies: A Trilogy (New California
Advertisements

Read Full Post »

કવિતાનો ક બારખડીની શરૂઆત છે, ભાષાની(અર્થસભર) શરૂઆત છે.આ પહેલાં કહયું છે તેમ કવિના મૃત્યુ સાથે એણે ઉભી કરેલી
પરંપરા અટકી જાય છે.૧૯૯૬ના નોબેલ પ્રાઇઝ વિજેતા વિશ્વાવા શીમ્બોર્સ્કાએ કહ્યું હતું કે ” જીવન રાજકારણ સાથે મિશ્રિત થાય છે, પણ
મારાં કાવ્યો જરાક પણ રાજકિય મિશ્રણ નથી.એ માણસ અને જીવન વિશે છે.” ત્રણ w – wit, wisdom and warmth-એમનાં કાવ્યને
વિલક્ષણ બનાવે છે.માણસ વિશે બોલતા બોલતા હાંફી ગયેલી સ્ત્રિએ એક કાવ્યમાં કહ્યું છે-‘ આપણે વિશ્વને સામે થી અને અસંમુખ, બન્ને સ્થિતિમાં
ઓળખીએ છીએ/એટલું નાનું કે હસ્ત ધૂનમાં સમાઇ જાય…’ વર્ષો પહેલાં ટી એસ એલિયટે કહ્યું હતું” કોફીની ચમચીથી મારા જીવનને
મેં માપ્યું છે..’મનુષ્ય પરિમાણ તગતા શબ્દોથી જેમના કાવ્ય ઉભરાયાં છે તે વિશ્વ પ્રવર્તક કવયિત્રિને શ્રધ્ધાંજલિ આપતા( લગભગ મહિનો
મોડો પડ્યો છું એ અફસોસ..)’under a  certain little star'(એમના કાવ્યનું શિર્ષક)વિશ્વ સર્જકને વંદન અને કાવ્યાંજલી-અનુવાદથી.

કેટલાંક માણસો બીજાંઓને ટાળે.
કોઈક દેશમાં ઢાંક્યા વાદળ
અને સૂર્ય તળે.
એમની સમગ્રતાનું થોડું તેઓ પાછળ ત્યજી જાય.
બરફઢાંક્યા મેદાન,થોડાં મરઘડાં,કૂતરાં
ચાટલાં જેમાં અગ્નિ હવે આત્મ પ્રતિબિંબ નિહાળે.
એમની પીઠ પર છે ઘડા ને પોટલાં
રિક્ત, ભારે ફરી પછીના દિવસે.
ચોરીછૂપીથી જગ્યા પચાવવી કોઇને અટકાવવું છે,
અને ઉત્પાતમાં કોઇ કોઇની રોટલી ઝૂંટવે
અને મૃત બાળક કોઇની પ્રક્ષુબ્ધતા
એમની આગળ કેટલાંક હજું સારી દશામાં નથી
કે નદી પરનો પૂલ
આશ્ચર્યમય ગુલાબી ન હોવો જોઇએ.
એમની ચોફેર, ક્યારેક નજદીક,ક્યારેક આઘે ગોળીબાર,
અને ઉપર ચકરાતાં વિમાન.
કેટલીક અદ્રશ્યતા હાથવગી હોય,
કેટલુંક રાખોડી પથ્થરમય
વા એથી ઉત્તમ,અનસ્તિત્વ
થોડો વા લાંબો સમય.
અન્ય કશું હજું ઘટવાનું બાકી,માત્ર ક્યાં અને શા માટે?
કોઇ એમના તરફ ધસી જશે,માત્ર ક્યારે અને કોણ?
કેટલાં સ્વરૂપે અને કયા આશયે?
પસંદગીથી
કદાચ એ દુશ્મન થવાનું નહીં સ્વીકારે અને
એમને કોઇક ઇતર હયાતીમાં તરછોડી જશે.
૩-૭-૨૦૧૨

(વધુ…)

Read Full Post »

પંખીઓ ઉડતાં ઉડતાં ગાય
અને ચરકે ઉડાણોમાં.

હું એમને તાકી રહું,
અને મારું તાકવું અનુસરે
મારી દ્ર્ષ્ટિએ એમનામાં
માંડેલા તંતના અંત સુધી.

કેવી રીતે થવું છે પંખી મારે
ઉડાઉડ,ઉડ, ઉડ
અને ગા, ગા, ગા
અને ચરકું સાનંદે
અમુક લોકો
અને થોડીક
વસ્તુઓ માથે!

(વધુ…)

Read Full Post »

આપણે તારા અને મીણબત્તી વચે ઊભાં છીએ
આપણે નક્કી કર્યું હતું કે આપણા સમગ્ર સાહચર્ય માટે
આ આજની રાત,બધું મેળવી નહીં શકે
નિદ્રા આપણી હથેળીઓમાં ઘોળાવાની હતી
વિખૂટી અને તે પહેલાં સાંભળી હતી સંગીતસંધ્યા
રેકોર્ડરમાંથી એક ડાબી અને બીજી જમણી તરફથી
અંધકારના ઊંડાણોમાં તાકી રહી
કે વેગ કોઈ પણ ક્ષણે ગતિમાન થશે
અને આપણે ઉડીશું
ખચીત અને સાચે જ
એ આભલાંમાં
જે કદી તરડાશે નહીં

(વધુ…)

Read Full Post »