Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2012

કેટલાંક વૃક્ષોની યાદમાં

કેટલાંક વૃક્ષો
અતિદૂર
પૂરતાં મને રાજી રાખવા
વિસ્તૃત શહેરમાં સરખાવા જેવાં અંતર નથી
વિશાળ શહેરમાં મારાં દ્રષ્ટિબિંદુ જડબેસલાક
કીકીની બારીકાઈ અને પાટલી વચ્ચે
હાલતુરંત
મારે જવું પડશે દૂરના વૃક્ષોની જાસૂસી કરવા
એમની અરવ અને નિર્મળ લીલાણ
તામસી લીલાણ
આપે મને- પજવતાં -સ્વસ્થ મલકાટઃ અહીં જો,તું
આત્મવિશ્વાસુ શહેરી ચાલાક
તારા અભિપ્રાયમાં ઠાંસેલા પશુને છૂટો મૂક
તું જે કંઈ જાતે વિચારું તે છોડાય નહીં
એમને હિસાબે
એ છે કેવળ ઇતર પવન ફૂંકી વનરાજી
દૂરતમ ઉછરતી ( અનુ. હિમાન્શુ ૩-૨૮-૨૦૧૨)

[મૂલાકાત]

સાયમનઃ ચાઈનીસ કાવ્યને હજારો વર્ષની પરંપરા છે,અને હજારો-લાખો નહી-લોકો ચીનમાં કાવ્ય સર્જે છે.આ વાસ્તવિકતા તમારા પર દબાણ લાદે છે, માનસિક વા સર્જનાત્મક દ્રષ્ટિએ?”યુવાન કવિ” તરીકે આવા પ્રકારની વાસ્તવિકતાનો સામનો/વિરોધ કરવા તમે શું કરી શકો?

શિઝીંગઃ કોઇ દબાણ નથી.ઉલટાનું એથી વિપરિતઃ દરેક વખતે કવિને જોતાં કાવ્ય સર્જન ચાલું રહે,તમારામાં સમસ્વાર્થતાની લાગણી જન્મે. કારણ મારા વાતાવરણમાં કાવ્ય સર્જન હકિકતમાં અસામાન્ય છે. એ કવિ અને એમનાં કાવ્ય મને ઓછે અંશે એકલતા અનુભવાવે છે.
વિરોધ કરવા જેવું ચોક્કસ ધોરણે કશું નથી.મારા મતે કવિતા અતિખાનગી પ્રક્રિયા છેઃ અનુસરો તમારા અણુઓ જે જ્યાં પણ દડે.અને તેથી એ કાવ્યોનો હું આદર કરું જે મારાં કરતા ભિન્ન છે વા એ પ્રકારના સમધર્મી વૈવિધ્યના ભાગરૂપે મને માન્ય નથી.આવી ભિન્નતાને કારણે હું વિરોધ કરવા ન બેસી જાઉં.

સાયમનઃ k-12 ચર્ચા સાઇટ પર તમને કહેવાનું મન થશે કે જીવવું તમારે માટે બે અવસ્થા છેઃ શ્વસવું અને લખવું.તમે જણાવશો ક્યા પ્રકારની ઉત્તેજના,લાગણી,સૂક્ષ્મદ્રષ્ટિ અને માન્યતા લેખન(ખાસ કરીને કાવ્ય સર્જન) આપે છે.

શિઝીંગઃ હું એવા પ્રકારનું વ્યક્તિત્વ છું જેના વિચાર અસ્તવ્યસ્ત હોય છે,તેથી કાવ્યનું સર્જન,મારું વ્યક્તિત્વ જે રીતે મારા વિચારમાં ઉપસે, તેનાથી કેન્દ્રિત છે.એવી પણ ઘટનાઓ છે જેના વિશે હું માહિત પણ નથી કે એ ક્યારે ઘટી, પણ કવિતા દ્વારા હું એમને યાદ રાખી શકું છું વા એમની ગૂઢતા કળી શકું છું.કવિતા લખી રહ્યાં પછી મને લાગે છે અન્ય લોકો વિશે મારું આકલન ઝડપી અને ભૂલ વિનાનું રહે છે.કવિતા એ સાફ એન્ટેના છે જેનાથી વિશ્વ ઝડપાય છે,અને એમાં સ્વક સુઝ સામેલ છે. મને કાવ્ય દ્વારા નિશ્ચિત લાગણી/મિજાજને સ્પર્શવા/નોંધવા (ધ્વન્યા લેખન)માં અનેરો આનંદ મળે છે.

સાયમનઃ સાંપ્રતકાળે આધુનિક વાતાવરણમાં એ પરંપરિક સર્જનથી તદ્દન વિરોધી સૂર છે, લગભગ જાણે કે દરેક કવિએ પોતાના સિધ્ધાંત અને પધ્ધતિ કાવ્ય સર્જન માટે શોધવાના હોય છે,એ પ્રક્રિયા દરમ્યાન કયા કવિએ તમારી વિભાવનાને અસરગ્રસ્ત કરી છે? ચીની કવિઓ સિવાય, તમે ઇતરભાષી કવિઓને વાંચો છો ખરાં?

શિઝીંગઃ જે કવિઓથી હું પ્રભાવિત છું તે મારા સારા મિત્રો છે. હું એ દરેકથી પ્રભાવિત છું જે”કમરથી નીચે” વલણ સાથે સંકળાયેલા છે.* એ સર્જકો હતાં જેમણે મને શિખવ્યું કે કવિતા એટલી મુક્ત અને વ્યાપ્ત છે જે મારા મિજાજને અનુકૂળ થાય છેઃ મને લાગે છે કે હું સ્પષ્ટવક્તા અને કવિતાનું આગળ પડતું વ્યક્તિત્વ છું.મને લાગે છે કે મારા માતા -પિતા મારી વિભાવના પર સૌથી મોટો પ્રભાવ છે. મારા શરીરના ભાગ જે મારી કવિતાના છે એ મારા મા-બાપે આપેલાં છે.
મેં કેટલુંક વિદેશી સાહિત્ય વાંચ્યું છે;ડી.એચ.લોરેન્સનો સંગ્રહ મેં શરૂઆતમાં વાંચ્યો હતો, એ વખતે મને અદભૂત લાગ્યો હતો,એના ગદ્ય કરતાં ઉત્તમ.અને મને અમારી વચ્ચે સાદ્રશ્યતા દેખાઇ હતી,લોહીના સગપણ જેવી. મને અમેરિકન કવયિત્રિ એન સેક્સટન પણ ગમે છે.મારી માન્યતા છે કે કવિતા અનુવાદ્ય છે.યદ્યપિ, જે કવિતા બંધારણ ચુસ્ત હોય તે મને નથી ગમતી.એક સુંદર, બૌધ્ધિક સત ભાષાથી દૂર્બોધ ન બનાવાય( આ ખરાબ અનુવાદને લાગું નથી પડતું.).

સાયમનઃ મેં સાંભળ્યું છે કે તમારા સંગ્રહ “જસ્ટ ગાટા બી ગોર્જીયસ ધેટ”ન મુખપૃષ્ઠ પર એક પંક્તિ આમ વંચાય છેઃ “એ એવા પ્રકારની છે છોકરી જેને ગમે છે દેવદૂત જ્યારે તે હોય આમ આદમી વચ્ચે,પણ વધું પડતી આસુરી જ્યારે હોય દેવદૂતો મધ્યે.”તમે જાહેરાત જેવી ભાષાથી સીમિત નથી કરાયાં?

શિઝીંગઃ હા,એવું થયું છે.એ અને સંગ્રહના શિર્ષક બન્ને એ મને સીમિત કરી છે.જે પ્રકારનું પ્રતિનિધિત્વ આ સંગ્રહ મને આપે છે તે સાથે મને કશી લેવાદેવા નથી.એ પ્રકાશન ઉદ્યોગના માધાંતઓના મનસૂબા વિષયક છે બધું.

સાયમનઃ તમારા કાવ્યની ભાષા સામાન્યતઃ અનૌપચારિક, નિખાલસ અને સમજાય એવી છે.તમે વિચાર કર્યો છે ભાષા પર અન્ય માંગ લાદવાનોઃ કશું વધું ઉન્નત,વધું જટિલ અને દૈનિક વાસ્તવિકતાથી ચડિયાતું હોય?

શિઝીંગઃ મૂળભૂતપણે હું મારી ભાષાથી સંતૃપ્ત છું. યદ્યપિ મારે વ્યવસાયિક થવું છે,પણ નહીં કે ભાષાશાસ્ત્રી સમ.સાચું કહું તો, જે મેળવવું તે માટેની કાર્યશક્તિ કેળવવા. મારે હિસાબે, ભાષાએ સ્વયં પોતાની કાળજી કરવાની હોય અથવા જેમ કહ્યું છેનેઃ પાણી વહે ત્યાં નીક ઘડાય.મારે માટૅ અભિરુચિ કે અપક્વતા પ્રશ્ન નથી.મને લાગે છે કે ભાષાનુભૂતિ એક ઉત્કૃષ્ટ કાવ્યમાં વૈયક્તિકતાથી ઉપર છે.

સયમનઃ તમારા અભિપ્રાયે સાંપ્રતકાળે કાવ્યપ્રેમીઓએ કેવાં કાવ્ય વાંચવા જોઇએ?

શિઝીંગઃ જે કાવ્ય તમને ધીમા પાડે.

સાયમનઃ કવિનું ચોમેરે બહું મહત્વનું છે.તમારા કવ્ય ” વ્હેર ધ ડિસઅપીઅરિંગ સ્ટાપ્સ”માં એક પંક્તિ આ પ્રમાણે છે” ફરી એકવાર બેજીંગ લાવ્યું છે મારામાં/વણ દેખી હળવાશ અને હ્રુદયવેદના” સંબંધો વિરોધાભાસી હોવાં છતાં તમારું બેજીંગ સાથે સંકળાવું સર્જનમાં સ્મૃધ્ધિ અને સજીવતા આણે છે? એવું કહેવું શક્ય છે કે બેજીંગ તમારા સર્જનમાં અનિવાર્ય ભાગ ભજવે છે?

શિઝીંગઃ નિશ્ચિત! હું બેજીંગને તદ્દન ચાહું છું,એની વિશાળ્, એની સમૃધ્ધિ. મને એના ટોળાંમાં હોવું હમેશા ગમે,અને મને અજાણ્યા હોવાની લાગણી ગમે છે.એ દૃષ્ટિએ,બેજીંગ અસાધારણ સરસાઇ માણે છે.

સાયમનઃ તમારા કાવ્યના અંગ્રેજી અનુવાદ કદાચ આ આંતરાષ્ટ્રિય ઇન્ટરનેટના પાઠકો માટે પહેલી જ વાર યત્ન કરાયો હશે. તમારે કશુંક ચોક્કસ દૃષ્ટિએ આ વાંચનારને કહેવું છે? એવું કશું કે જે તમારું સર્જન સમજવામાં એમને સહાયભૂત થાય.

શિઝીંગઃ આશા છે મારાં કાવ્યમાં જે પ્રવૃત્તિ મારામાં પરિવર્તન લાવે છે તે તમારામાં પણ લાવશે.મરા મતે, સ્વભાવે હું થોડી રમતીલી છું, થોડીઘણી લાગણીજન્ય,અને મહદંશે મારાં કાવ્યમાં “નજીવી કાબેલિયત” છે,અને તેથી હું રાજી નથી.દરેક ક્ષણે, મને નિખાલસ બનાવવા ખૂબ મહેનત કરું છું. એ કાવ્ય,મારાં, જેને સર્વમાન્ય પ્રશંસા મળી છે તે હું જ્યારે ગમગીન હતી ત્યારે લખાયાં’તા; મને ખબર નથી એ ક્ષતિ ગણાય કે નહીં, વેદનાને એનું સુંદર કાવ્ય હોઇ શકે,પણ મારે સદાકાળ વેદનાગ્રસ્ત નથી રહેવું’
૩/૨૮/૨૦૧૨ થી ૩/૩૧/૨૦૧૨

Poetry International Web – Shuijing Zhulian

*maghie van crevel contemporary chinese poetry scene

*Lower Body Poets – Wikipedia, the free encyclopedia

Advertisements

Read Full Post »

મારો એક શબ્દ
તારો ગમતીલો હોય
અને એવું
મેં પ્રસન્ન મલકાટથી
ખોલી હોય
તે આંખથી મને કહે
પણ ધ્રૂજે પેલી
કિશોર મા જેવું
જે શરમાવું ખાળી નથી શકતી
જ્યારે વટેમાર્ગુ કહેતો જાય
કે તારું બાળક રૂપાળું છે.૪-૨૬-૨૦૧૨

(વધુ…)

Read Full Post »

૧)
તેઓ જાગ્યા સવાર અને ફરાકમાંથી.
એમણે માથાના પોટલાં કર્યા ઉંચા
અને તેમના પડછાયા થયા પહોળા–
ઘેરાં ભૂતો દટાયા અનઅસ્તિત્વમાં.
દાંતિયા કાઢી તેઓ પકડી રાખે સ્કર્ટને મજબૂત.
તેઓ ગળા ફરતેના સોનેરી- જાંબુડી
મણકા આંગળીથી રમાડે, અજાણતા
મોઢામાં ખોસે.તેઓ લાત મારેલા
પથ્થરની ભાષા બોલે.
અને એમની દૃષ્ટિ ભવિષ્ય નહીં
ઈતિહાસ નિહાળે, જે લંબાય સામે
પર્વત પર જતા શુષ્ક રસ્તા સમ.
ચઢે તેઓ ડુંગરા,
(ડ્વેન્ડી સંગ્રહના ધ નોબાડીઝનો ભાગ.)
૨)
ફ્લોરેસની નારી
[એક નાનો માણસ જડ્યો જે ઇન્ડોનિશીયાના અલાદા ટાપુ ફ્લોરેસ પર અઢારહજાર વરસ પૂર્વે હયાત હતા…શંશોધકોએ આ એકમીટર ઉંચા લોકોના આંઠ મૃતદેહો ખોદી કાઢ્યા છે,મોટી નારંગી જેટલા માથાવાળા આ આશ્ચર્યકારક ટૂંકા લોકો …હથિયાર ઘડતાં,નાના હાથી હણતા નએ એ જ સમયગાળામાં જીવતા હતાં જ્યારે આધુનિક માણસ વસાહત વસાવતો હતો.ઃ-‘નેચર’ ઑક્ટોબર ૨૦૦૪]

પ્રકાશઃ ખસ્યો, મેં લગીર આળસ મરડી.
રંગઃ કોરી આંખ પાછળ દિવસની જ્વાળા.
નાદઃ આતુર પક્ષીએ ઝીંકી ચાંચ
થડ અને દાંણાંમાં, વેર્યાં છોતરાં
એ ઢગલા પર જ્યાં મારાં સ્વપ્ન
અને મારો પ્રેમ જીવે.
રોજ હું આમાં જાગું.
ચીલો જબરાં પશુને અનુસરે
ધણ, જ્યાં અડોઅડ પડિ રહે.
મૃગયાઃ ભૂખ અને નૃત્ય.
સંગીતઃ ઉજાણી અને ભય.
આપણે આ ટાપુ.
વૃક્ષની ટોચ આપણું આકાશ. એ ખખડે આનંદે
વાસનાના હરિયાળા નાદે.સર્પતાં પ્રાણી
એમની પૂંછડીએથી રાત્રિ તાણે,
અંધકારથી જીવે.મોજાંનો પ્રકોપ
ક્ષિતિજને રક્ષે, જે આપણે પી જઈએ.
એક દિવસ મારે તેમાં કૂદી પડી તણાવું’તું,
હાથ-પગ ભયથી ફંગોળાયા
ખરતા તારા સમ. મારે વિદ્યમાન રહેવું છે.
* * * *** * * *
ટ્રેસી સ્મિથ માટે કવિતા આત્મખોજ જેટલો જ તાદાત્મ્યસુઝનો પ્રયોગ છે.
એમની સંવેદનાસભર અને સામાજિક કવિતા, ધરતીના નકામાપણા [યુગાન્ડાના બાળ મજુર અને ભારતીય અનાથ(પારકા પણા પર ઉછરતાં!) બાળકો.] અને જે અબોલ છે તેઃ મૃતકોને વાચા આપે છે.એમના વિષયો,કાવ્યમાં વ્યક્ત ખાનગી અનુભવો–લગ્ન,છૂટાછેડા,પ્રમમાં પડવુ, વગેરે- સ્તબ્ધ અસંદિગ્ધતા અને સંયમ ભર્યાં છે.એમના બે સંગ્રહ-ધ બાડી ક્વેશ્ચન(૨૦૦૩) અને ડ્વેન્ડી(૨૦૦૭)તથા છેલ્લો સંગ્રહ જેને માટે પુલિત્ઝર ઇનામ પ્રાપ્ત થયું તે ‘લાઇફ ઓન માર્સ’ ગ્રે વુલ્ફ પ્રેસમાંથી પ્રકાશિત થયાં છે.એપ્રિલ ૧૬-૧૯૭૬એ જન્મેલાં ટ્રેસી આફ્રો-અમેરિકન કવિ-શિક્ષક છે.જોએલ બ્રુસરે એમના ન્યુ યોર્ક ટાઇમ્સના “બાળપણ,વેદના અને અંતરિક્ષનાં કાવ્ય” લેખમાં જણાવ્યું તેમ’ લાઇફ ઓન માર્સ પહેલાં આપણને કલ્પનાની અદભૂત અનુભૂતિમાં મોકલે છે અને પછી સ્વકમાં આપણને પરત લાવે છે,બદલાયેલાં ચ આશ્વાસિત.’એ કવયિત્રિની મુલાકાત અને બે કાવ્યના અનુવાદ મોકલ્યાં છે.
કવિતા અનુભવવાની ક્ષણો છે,પોતાની સુઝ અને પારકી સુઝના એકીકરણથી સ્વકને શોધવાની, ઓળખવાની, ફેરતપાસ કરવાની પ્રક્રીયા છે,પ્રશ્ન છે.દરેક કાવ્ય આત્મ મુલાકાત છે જ્યાંથી તમે તમારામાંથી ત્યેન ત્યક્તેન ભૂંજીથા ન્યાયે નચિકેતા જેવી જ્ઞાનપીપાસા અને લોર્કાના ડ્વેન્ડી* જેવાં પાછાં ફરો છો.મંગળનો ગ્રહ હોય કે અંતરતમ,બન્નેમાં ઊંડો અવકાશ (deep space)વા black hole કૉમન પદાર્થ છે,ધ્વનિ છે.
આવો સાંભળો એ સર્જકનો અવાજ,કહેણ અને પ્રાપ્ત કરો ગૂઢ અર્થો,કવિતાની સમજ,અભિપ્રાય.(આ મુલાકાતમાં.)

પ્રશ્નઃ કવિ યુસેફ કામુન્યાકાએ તમારા સર્જન માટે કહ્યું’તું કે “ગાફેલ બાની ક્યારેય શાબ્દિક અશ્લિલતા નથી”(અથવા અવિચારી પ્રાકટ્ય).પોતાનું સત અને અનંગને પ્રગટ કરવાં સહેલાં છે,જેમ કેટલાંય સર્જકો કરે છે. તમે શા માટે આ પ્રક્રિયા પર વધારે સંયમ મૂક્યો?

ઉત્તરઃ સર્જન પ્રક્રિયા મારે માટે લગભગ હમેશા કશુંક વધારે પૂર્ણતાથી સમજવાની ઝંખના છે અને ક્યારેય મેં જેનો તાગ મેળવ્યો છે તે માટે કાચના કબાટની શોધ નથી કરી અથવા મારે આ પાન પર જાગૃતતા પૂર્વક કહેવું છે,મને શોધની પ્રક્રિયામાં રસ છે જે કવિતા મને આપે છે,અર્થાત પૂર્ણ કાવ્ય તરફની ગતિ જ્યાં બૃહદ પ્રાપ્તિ પડેલી છે.

પ્રશ્નઃ કેટલાંક કાવ્ય ઘટના-લક્ષી છે વા એ સમાચારમાંથી સર્જાયાં છે.આ ‘વાસ્તવ જીવન’ની સામગ્રી કવિ તરીકે કેવી રીતે સહાયરુપ છે?

ઉત્તરઃ હું મારાં વિદ્યાર્થીઓને કહું છું તમારા જીવન સાથે સંકળાયેલી દરેક વાસ્તવિકતા કાવ્યમાં આવવા દેવાય, નહીં કે વિષયો અને ઘટનાઓ આપણે ‘કાવ્યાનુરુપ’ તરીકે જોવા પ્રેરઈએ. હકિકતમાં એ ‘વાસ્તવિકતા’ઓ આપણા મોટાભાગનું જીવન બંધારણ છે, એને અર્થ તો જ હોય જ્યારે એ આપણા સર્જનમાં ગંઠાય.પણ મારા મતે એ સામાજિક નિસબતો અમુક હદે કવિતામાં એટલાં જ કિમતી મૂલ્યો છે, સ્પષ્ટ સુઝ અને ચર્ચા માટે, જે સર્જક પાસે અન્ય સ્વરુપે પણ ઉપલબ્ધ છે.

પ્રશ્નઃ તમારાં કેટલાંક કાવ્ય મૃતકોની વાચા છે.એવું કરી શકો છો એ સભાનતાથી તમે શું અનુભવો છો?

ઉત્તરઃ જ્યારે પણ હું વ્યક્તિત્વ કાવ્યનો યત્ન કરું-હું એ અતિશય નમ્રતા પૂર્વક કરું છું. કોઇ પણ પ્રયત્ન ઇતરજનની સાપેક્ષતા અને કલ્પનામાં એમના અનુભવની અસર,તાદાત્મ્ય વિશે હોય-
એવું કશું સમજવું છે જે મારા પોતાના સીધા અનુભવથી દૂર પડ્યા પાથર્યા છે.એ એવી પણ તક ઉભી કરી આપે છે જે મારી પોતાની ફેરતપાસ કરવાની અને અન્ય દૃષ્ટિએ મરા જીવનમાંથી વિસ્તરતા મરાં વ્યક્તિત્વચિત્રો તપાસવાની.આદર્શરૂપે,આવી ક્રિયાશિલતા કશુંક બદલી નાખવાની કે મૂળભૂતતાને નિષ્કર્ષ તરીકે સ્વીકારે છે. જો હું વ્યક્તિત્વકાવ્ય લખવામાં અસરકારક રહી હોઉં તો હું તદ્દન એ વ્યક્તિ નથી જે હું મૂળમાં હતી.

પ્રશ્નઃ તમારા બીજા સંગ્રહનું શિર્ષક અદભૂત સ્પેનિશ શબ્દ છેઃ(duende) ડ્વેન્ડી(અંગ્રેજીમાં ઉચ્ચારઃ ડૂ એન્ડિ),શબ્દકોશમાં એના અનેક અર્થ છે-ભૂત જે ઘરમાં કે ઓરડામાં નવાસ કરે,વૈયક્તિક આકર્ષકતા,સ્ફૂરણ વગેરે. આ શબ્દનો તમારા મતે શું સંદર્ભ છે?

ઉત્તરઃ હું ફેડરિકો ગાર્સિયા લોર્કા(સ્પેનિશ કવિ)ના ડ્વેન્ડી અર્થાત ગૂઢ અને સંભાવ્ય જોખમી ક્રિયાશક્તિ જે સર્જક કે કોઇપણ કલાકાર અંદરથી બહાર કાઢી લાવવા(ઝરણાવા) મથે છે,એ વિચારથી પ્રભાવિત થઈ હતી.મારા મતે,એ ખયાલ ટકી રહેવા વિશેનો છે-સાચા અનુભવ તરફ જવા માટે જોખમ ખેડવા વિશેનો છે.એમ પણ માનું છું કે એ વિચારમાં સાર્વજનિક બાબતનો અનુષંગી સિધ્ધાંત પણ છે.થોડા સમય બાદ,ડ્વેન્ડીનો ખયાલ એવી રજુઆત કરતો જણાયો કે…અગત્યના અને જોખમી સ્થાનોમાંથી…અખંડ ઉપસી આવવાની આપણી મથામણ ,જેના ઉપર પ્રભાવો કાર્યરત છે અને અંતર્વર્તી જીવનમાંથી આપણને પ્રેરવાનું વલણ ધરાવે છે.
૪-૨૦-૨૦૧૨

(વધુ…)

Read Full Post »

તું જ્યારે ઊંઘતી હતી
કૂતરાએ સૂર્યમાં બગાસું ભર્યું
અને દૂર
એક ટ્રેન,બોગદાથી ઢાંકેલી આંખ,
બારીએ બારીએ
દ્રષ્ટિ પાછી મેળવતી’તી.
મેં સમગ્ર વિશે વિચાર્યું
જે શક્ય છે
જ્યારે આપણે દૂર તાકી રહીએ,
આપણા પલકારામાં ચૂકાતી સૃષ્ટિ.
૪-૧૨-૨૦૧૨(અનુ.-હિમાન્શુ પટેલ)

(વધુ…)

Read Full Post »