Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2012

besides you

sun rose without you
but the sky is setting.

flowers bloomed without you
but my eyes withered.

i enjoyed a song without you
but my ears are clogged.
without you
without you…
without you.

forget it,
i do not want to say anything.

for who could i tell
besides you.

તર વિના-સુરેશ દલાલ

તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.
તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.
તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.
તારા વિના…

તારા વિના…
તારા વિના…

જવા દે,
કશું જ કહેવું નથી.

અને કહેવું પણ કોને
તારા વિના ?
(ગુજરાતી કાવ્ય સૌજન્ય લયસ્તરો, આભાર.)

Read Full Post »

મગજની ભોંય,મોઢાનું
છાપરું,આગલા દરવાજા
બંધ,બળી ગયેલો કોઠાર,કૂતરો
વૃક્ષે બાંધેલો,મૂક,અંધારી
છાપરી,રિક્ત ગરાજ,ભૉયરું
જેમાં માણસ કદાચ ઘૂંટડે પીશે
એની નિરાંત,શાંતિથી
અને રસોડામાં
ટેબલ
જેના પર
કોયલે પરીકથામાં કરી ઉજાણી,
દેવદૂતો ધરાયા ધુમ્મસે
અને આ બધાં વચ્ચે નાનકડી ઓરડી
અને દિવાસળી જેટલી સુંદર સ્ત્રી
ગીત ગાય જેનાથી પાયમાલ મારા બાપાઃ

એમનુ કલેજું
જીવન એમનું

એક એવું ગીત જેની ફરતે
અરવ જણ એક કદાચ ચણશે લાક્ષાગૃહ
૮-૨૩-૨૦૧૯
(લોરા કાઝીસ્કી)

Amazon.com: Space, In Chains (Lannan Literary Selections) (9781556593338): Laura Kasischke: Books  —poetry on page 9

Read Full Post »