Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2013

હલબલ

પલંગ ખખડ્યો આખી રાત.

કદાચ બે જીવ, બે સિંહ યુધ્ધે ચઢ્યા હતાં.
વા બે મૃત્યુએ યુધ્ધ ચાલું રાખ્યું હતું.

પલંગ કિચુડાયો આખી રાત.

હકિકતમાં ત્યાં હતાં બે પાટલુન
શ્વેત જમાવ કાળા ઓશિકે.
૧૧૧૨૦૧૩

(વધુ…)

Advertisements

Read Full Post »

સસલું

મને ચિત્રકળા માટે એક કાગળ આપો
બરફ ભર્યાં મેદાન માટે
મહેરબાની કરી સફેદો વાપરો
મને પણ દોરજો એમાં
અચકાશો નહીં, સફેદો જ વાપરજો

ત્યાં હું રમીશ
બૃહદ શ્વેતમાં ઘેરાયેલો
હું પહેલીવાર મુક્ત હોઇશ
બૃહદ શ્વેત ઘેરાવમાં

મારી અને ચોફેર વચ્ચે કોઇ તફાવત ન રહેતાં
પહેલીવાર હુ અદ્રશ્ય રહિશ
હું નાચીશ
ચંદ્ર સુધી જવાની જરૂર નથી
આ કાગળ પર બરફ ભર્યાં મેદાન મારું સ્થળ
હું માત્ર ઉંઘું,જમુ, અને રમું

સસલા, સસલા તું શું ભાળું જ્યારે કૂદુ ?
હું જોઊં ચંદ્ર આખો કૂદકામાં
૧૧૬૨૦૧૩

(વધુ…)

Read Full Post »

એ સમે ધરતી ખૂબ અધ્ધર હતી
સ્ત્રીઓ કપડાં અને વાદળ એક જ દોરી પર સૂકવે
નિરૂદ્દેશ આત્મા પાછળ ન ભટકવા દેવદૂતો તેમના ચણીયા પકડી રાખે

દરેક જલજ વસ્તુને જીવ હતો
કૂંજો,કોળું,કૂંડું
ઉલેચેલી માંછલી કૂવાના અભાવમાં સ્થિર થયેલી

દરેક ખસતો પડછાયો ભૂતાવળ ચીતરે
દરેક કૂકડી-કૂક શુકન થઈ ગયાં
જન્મની વધાઈ દેનાર ધોધથી વધારે ગર્જે
પણ અંદર-બહાર પર કબ્જો જમાવેલા પવથી મૃદુ
પાંખા ખેતરો ફૂલવતા
પાછળ ઠેલાઈ પાંજરુ દેખાતું ઘર, વિસ્તારની ક્ષિતિજો હડસેલે

શાણો માણસ પોતાનો માર્ગ ચાતરતો નથી
તેમાં એ બરુ સમ બટકી જશે તમારે માટે
૦૧૧૦૨૦૧૩

(વધુ…)

Read Full Post »

સ્ત્રી એકાકી છે
January 7, 2013

સ્ત્રી એકાકી છે.એકાકી એની મહત્તા સાથે.
ઉઘાડી આંખે.વિસ્તૃત હાથે.
બૃહદ અરવ જેવા ખૂલ્લા હ્રદયે.
અસાધ્યમાં અને નિરાશ રાતોમાં આશા ખોયા વગર થંભે.
એ માને કે તે અધિકારી વહાણમાં છે
સૃષ્ટિના ઉદાસતમ પ્રકાશ સાથે.
એણે ક્યારના સઢ ચડાવી દીધાં છે અને ઉત્તરના
પવનને તાણવા દીધી
પ્રેમાળ આંખો સામે તેજ ઉડાણે.

સ્ત્રી એકાકી છે.એ સ્વપ્નથી સ્વપ્નાં જકડી રાખે,
સ્વપ્નાં જે એની પાસે રહ્યાં,અને એન્ટીલીઝનું* સમગ્ર આકાશ,
જે ગંભીર અને શાંત સૃષ્ટિ સામે માનવ જડતા છે,
ગતિમય,ઘસડાતું પોતાના શબ્દાર્થમાં
ખોવાયેલ, પોતાના વ્યર્થ શ્બ્દમાં.

સ્ત્રી એકાકી છે.એ વિચારે કે હવે સમગ્ર કશું નથી
અને કોઇ કશું નથી કહેતું જલસાથી ઉઠમણા સુધી
કૂદતા લોહી વિશે,ધસતા લોહી વિશે
જન્મેલા લોહી વિશે વા મૃત્યુને વરેલા.

કોઇ અગ્રેસર નથી એને ફરાક આપવા
એનો અવાજ છાવરવા જે ઉઘાડે ડૂસકે,આત્મસૂચન.

સ્ત્રી એકાકી છે.લાગણીશીલ અને એનું ડૂબે સત્ય…
વિચારોમાં જે રૂપ બદલે ગુલાબના સૌંદર્યનું
નક્ષત્રોનું,પ્રેમનું,માણસ અને ઇશ્વરનું.(૯-૨૦-૨૦૧૨)

Praises & Offenses: Three Women Poets from the Dominican Republic Translated – Translations

આઇડ કાર્તાહેના પોર્ટાલાતીન(૧૯૧૮-૯૪)
વિશ્વના અનેક ટાપુઓ પર થયું છે તેમ ડૉમિનિકન રિપબ્લીક પણ સર્મુખત્યારોની કરડી નજર હેઠળથી પસાર થયેલો દેશ છે. જ્યાં દરેક માણસની હયાતીને,એમના સંબંધોની હયાતીને,
સતત ભય વળગેલો રહે છે,પરિણામે ચહેરા ઢાંકી દેવા પડે છે.વેદના તો સર્જકને ભાગે આવે છેઃ ઊડા મૂળ નાખી બેઠેલું,જાતે જ પોતાના શબ્દ પર લાદવું પડેલું નિયંત્રણ.
ડૉમિનિક્સમાં આવી પરિસ્થિતિમાં ઉછરી લખતી આઈડના મનોજગતમાં એની ઘટ્ટ લાગણી ઘર કરી ગઈ હતી.આ અને આવાં સર્જકો પોતાને અને સાહિત્ય પ્રવૃત્તિને ગુપ્તતાના અનેક સ્તરે રહી,હસ્તિદંત-ચાવવા દેખાડવાના જુદા.-રીતિએ કાર્યરત રાખવી પડતી હતી.જેમાંવિભાજન તથા સરરિયાલિઝમ, અતિશયોક્તિ અને દ્વિઅર્થી જેવી શૈલી વપરાશમાં હતી.
દક્ષિણ અમેરિકાની ૨૦મી સદીની કવયિત્રિએ લગભગ ૧૯૪૦ની આસપાસમાં ડૉમિનિકન કવિઓના Poesia sorprendidaa ગ્રુપના ભાગ તરીકે પ્રસિધ્ધ થવાનું શરૂં કર્યું હતું-
એ દર્શાવવા કે કાવ્યો અણચિંત્યા( લયની સંજ્ઞા subito સંદર્ભે.)અને વિસ્મયકારી છે. આ ગ્રુપ પર આંન્દ્રે બ્રેંતોની અસર પ્રવર્તમાન હતી.ત્યારબાદ ૧૯૮૦ પછી ફરી સર્જકઓ એવી જ પરિસ્થિતિમાંથી વિવિધ સરમુખ્ત્યારોના પ્રભાવ હેઠળ લખતાં રહ્યાં જ્યાં હજુ ટૂકડા
(ફ્રેગમેન્ટેશન)અને રુપકોની સંદિગ્ધતા દેખાઈ.આઇડ પહેલા ગ્રુપ ઉપરાંત નવા ” જનરેશન ઓફ ૪૮માં પણ સામેલ હતી.આવા ગ્રુપનું સર્જન કે વલણ સત્તાને કારણે સામાજિક બાબતો તરફ વળી ગયું.
આ કવયિત્રિએ પોતાના સર્જનને સંપાદકો અને પ્રાધ્યાપકો- રાજકીય અને સામાજિક પરિવર્તન સામે પ્રતિઘોષ( પ્રત્યાઘાત)તરીકે ઓળખાવે તેવો આગ્રહ રાખ્યો હતો,કારણ કે એના મધ્યબિંદુ તરીકે એનો મિશ્ર રંગ (ગોરા + હબસીના સંતાન તરીકે.) ઉર્જા(force)હતો.લગભગ ૧૯૬૧ પછી એણે ખૂલીને લખવા માંડ્યું હતું.”એલિજી ફોર એલિજીસ” કાવ્યમાં એણે લખ્યું છે” આપણા રાષ્ટ્રીય ઇતિહાસમાં કશું સમાનસ્તરે નથી/આનંદના ઇતિહાસ સાથે/લગભગ ડોમિનિકન રાજ્યકર્તાઓ/સંડાસ અથવા નરકના પદાર્થોથી બંધાયા હતાં” ( બંધાયા એ ગર્ભધારણમાં ઉદભવેલાંના અર્થમાં છે.)એવી કવયિત્રિની આ કવિતા છે જ્યાં એ સ્ત્રિની સામાજિકતા વિશે બોલે છે,ફેમીનીઝમની ભાષા બોલે છેઃ એના એકાકી પણામાંથી(પોતાની!)

(પ્રગટ નિસ્યંદનમાં:Part 5: ‘Nisyandan’Nov. 2012

Read Full Post »

એવું લાગ્યું કે જાણે કોઇ આવ્યું
અરવ,પણ કિચૂડાતા દરવાજેથી.
હું ઊઠ્યોય નહીં,જઇને જોયુંય નહીં
જોકે પવન મારા ચહેરા પર ફરી વળ્યો
અને દરવાજો ઝડપથી ખખડ્યો જાણે આગંતુક નીકળી ગયો
અબોલ,ખુલાસા વગર.         ૦૧૦૨૨૦૧૩

[દરેક સર્જક પોતાના સાંપ્રતને અવારનવાર તપાસ્યા કરે છે અને એવું કરે ત્યારે ઇતર ઉપરાંત સ્વકને પણ શોધે છે,એટલી હદે કે આત્મઅકસ્માત પણ કરી બેસે છે.ક્યારેક સર્જક પોતાની હયાતી વિશે શંકાસ્પદ થાય કે અવિશ્વાસ કેળવે છે.એવું થાય ત્યારે કવિ કહે છે તેમ ” strange that you have to think of all this.”==આશ્ચર્ય છે કે તમારે બધાં વિશે વિચારવું પડે છે.==પોતાની આસપાસની વસ્તુઓ,ઘટના,કળાત્મક અભિગમો આદિ વિશે.પ્યોટ્રની ખાસિયત એ છે કે તેઓ ભારેખમ શબ્દો વાપરતા નથી કે સ્લેંગ{ગુપ્તાર્થ બાની કે સાંકેતિક ભાષા}નો ઉપયોગ અને જૂના શબ્દને નવા અર્થ આપવાનો,આગ્રહ રાખતા નથી.અમેરિકન કવિ જ્હોન એસબરી સોમેરને “બીજાંઓ કરતાં પોતાની રોજિંદી એકલતા”ના કવિ તરીકે ઓળખાવે છે.આ સરળ લાગતી ભાષામાં વક્રતા લગભગ સૌમ્ય અને ક્યારેક સંદિગ્ધ, પજવણી કરતી સમાયેલી છે.કાવ્યની હળવાશમાં ગૂઢતા ગૂંથાયેલી છે.જીવનના રાજકારણમાં નહીં પણ આસપાસના પદાર્થ પ્રત્યે શંકાસ્પદ અને જિજ્ઞાસા ભરેલી ભાષાનો આ કવિ છે.આપણા નચિકેતા જેવી વૃત્તિથી એ ભારોભાર છે.આ કાવ્ય પ્યોટ્રનો એ સૂર જ અભિવ્યક્ત કરે છે.
દિનેશ ડોંગરે’નાદાન’ યાદ આવે છે;
આગમન કોનું થયું છે શી ખબર,
આંગણુંયે થાય છે રવરવ હવે.( નથી સંભવ હવે…સાભાર ગુર્જર કાવ્ય ધારા).

અનુ.હિમાન્શુ પટેલ

(વધુ…)

Read Full Post »

ટોમહગ્રાફ

મારી ખોપરીના દુખાવાનો
ફોટો
કશું દેખાડતો નથી
આયુષ્યની અનુમાનિત નક્કરતા
સિવાય.
ચિંતા છોડ,
ડૉક્ટરે કહ્યું
આ વિશ્વ,કેવળ
દાબથી તારૂ માથું
પકવે છે.   ૧૧૧૯૨૦૧૨

(વધુ…)

Read Full Post »

પ્રિયે.
અંતે તો હું થઈ ગયો
તારી વિષ્ટા.

અને સાંકડા વિષ્ટાપાત્રમાં
ઇતર વિષ્ટા સહિત
માંખીની ઇયળોથી
ગલીપચી થાય.

હતું કે હું તારાથી બરાબર પચાવેલો
મળ બન્યો હતો,
અને તેં બહાર ધકેલ્યો હતો
મને જરાકેય મનદુઃખ નથી.

તરતાં,ડૂબતાં
મેં તને હાંક મારી’તી
પ્રિયે,કોઇ રીતે તું મને સાંભળી
ન શકી હોત,જે વિષ્ટામાં ફેરવાયો હતો,
તારા દરવાજામાં તીણી ચીસ અને ધડાકાભેર બહાર. ૧૨૩૧૨૦૧૨

(વધુ…)

Read Full Post »