Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2013

GAMMA

ખરીદીની થેલીઓવાળા ખભામાંથી
સાંઝ લટકે છે,હુ એ વાંછું છું.

આપણે રળ્યા,ખોળ્યું,ખરીદ્યું,આપણી
રાહતે, ઝોખાં ખાતાં અટકી રહ્યાં પક્ષપાતમાં કે

” અથવા છેવટે તમે જશો બહાર દારુ પીવા ? ”

તે દિવસે ,શનિવારની રાત પડી ગઈ ફરીથી એ સમગ્રમાંથી
કોઇ સંભાવના શોધતાં. અમે દિલો-દિમાગની રમત માંડી હતી;

૧) શો ફરક છે દિપડા અને રગડા* વચ્ચે ?
૨) ચૂંટ એવી વસ્તુ જે લાગે ‘ખૂટ’

મેં સરવૈયામાં મને સાક્ષાત થતી વિચારી.

(* હિમોગ્લોબિનથી ઘટ્ટ લોહીની વાત છે )

૦૨૪૨૦૧૩

(વધુ…)

Advertisements

Read Full Post »

કીડી

કીડીઓ અમારા ઘર તળે
આવી વસી;
અમારું સરનામું એમનું ન હતું;
રાફડો ઘર નીચે

કીડીઓનો રાફડીયો રસ્તો
રસોડે કબાટથી ગટર વટાવી એ રીતે
એમના ઉદ્યોગ સ્થાને પાછો વળે
કારીગરોનો કાળાં ચળકતાં કપડાંમાં
આવતું -જતું એશિયન તાલમાં
ખદડુક વહેણ

એમનાં ડગલાંમાં પદાર્થનું એકતાલ
સૈન્ય ગીત ” પદાર્થ પદાર્થ ”
-પદાર્થ સિવાય નથી કશું અન્ય ત્યાં
તેઓ તાણી લાવે સ્ટ્રોબેરી કણ
ધૂળ ચોટ્યાં અને ઇતર ભાર
ભૂગર્ભ વખારમાં,
એમના રસવાના કારખાનામાં

રસોડામાં ખાળ પાસે
મારે ટૂકડમાં ખરવું પડે
તો એ હોઠનો મીઠડો ભાગ ઢસડી જાય;
કીડી-સરદાર ઉંચકી જશે
મારી નિષકર્મ આંખ
કેવી રીતે ખખડશે તાણતી ગતિ,
ત્યાં ઊંડાણોમાં

કીડી દયા નથી દાખવતી
મને નથી ગમતું
રસોડામાં કબાટ નીચે
કીડી સાથે ગબડી પડવાનું એકાકી

(વધુ…)

Read Full Post »

અંતિમ શબ્દ

એણે મૃત્યુ માટે પોતાને આકર્ષક બનાવી
કપડાં એને માટે ખર્ચાળ હતાં.
એણે પોતાને માટે બુટ્ટી અને ઉત્તેજક અત્તર ખરીદ્યાં,
છતાં ઉર્જા અને પાણી માટે કરક્સરવાળી હતી.

બહુધા એ ભૂલી ન હતી કેઃ
મરો ત્યારે કેટલાં સરસ તમે મઘમઘવાં જોઇએ
અને અંતિમ ખરાબ છાપથી
તમે આખું જીવવું બરબાદ કરી શકો છો.

આ ઉપરાંત મારે તો કહેવું છેઃ
જતાં પહેલાં એણે ભોગવી લેવું જોઇએ.
મને આપો,એવીયા નહીં, અંતિમ શબ્દ.
હું કેવળ ઇચ્છું;સ્વસ્થ થા, સ્વસ્થ થા.

(વધુ…)

Read Full Post »

તૈલચિત્ર સફાઈ કામદારની નજરે

ગાડીઓ,હાસ્ય,ઘોંઘાટઃતાળાં બધેય
સાત વાગે.સંભળય મને કેવળ મારું પોતું

અને સિસોટીથી કિચુડાતો સળીયો જેને ટેકે
હું.ક્યારેક એકાદ વાદળું મારી સાથે વાતો કરે

વા વિચારું કે બગલાંઓને શું કહેવું છે.
માણસોઃ વ્યસ્ત,ફીક્કા,અરવ,કાચ પાછળ.

કળા આંઠને ટકોરે.પેલી અંદરની છોકરી,જે હસે
જેના પર આટલી જાસૂસી કરાઈ તે,પ્રશંશા

મુક્ત,એ રીતે નીહાળે મારા ચહેરામાં?
ચકલી-બાજ ક્યારે એમના ચોકઠામાંથી છટક્યા?

અહીં હું હિમટાઢા ચિત્રો લટકાવું
જેની કોઇ નોંધ નથી લેતું,હું વૈતરું કરું અને પોછું

એક વધું વખત સાક્ષાત કરાવું-મહીને દર મહીને
અસલ વાદળ ફરીફરી બનાવું.

જૂઓ.પ્રકાશ હવે મારા માળખામાં ભાંખોડિયા ભરે.

(વધુ…)

Read Full Post »

અંતરિક્ષ તેજ

શાંત પવન, ખુશબોભર્યું વાતાવરણ
તમે અનુભવો-રાહતે-અપૂર્વ અમૂર્તતા
એ મુક્ત વિહરતો નામાંકિત અંશ,
મુક્ત
કલ્પના વિચાર અને હળવા સ્વપ્નથી
ગેરહાજરીની
નજીવી વાકેફતા વગર પણ.

અંતરિક્ષ અલ્પ દ્યુતિ તરીકે.

કોઇ રીતે લગીર શંકાસ્પદ ?

ક્યાંક, અંતહીન દૂરાતિદૂર
અલ્પ ભડકો
અને ત્વરિત ઓલવાતી વિદ્યુત-શંકા ?

લગીર દ્યુતિ તરીકે અંતરિક્ષ,
સિમિત વિસ્તાર તેજપૂંજનો. ૧૨૮૨૦૧૩

(વધુ…)

Read Full Post »

વિશ્વના વિવિધ દેશોના સર્વોચ્ચ ઇનામ વિજેતા સર્જકો-ખાસ કરીને કવિતા-ને અહીં અનુવાદમાં રજુ કરવાનો આશય છે અને એ રીતે હું કોઇ પણ એવા ઇનામનો ફેસ્ટિવલ ઉજવું છું,એવા કાવ્યોનો આનંદ માણું છું અને એની જાહેરાત ફેસ બૂક પર કરી હતી;
good night America;
good morning India/UK;
કાલથી શરુ થશે
Like Music to Our Ears: Poetry Week 2013
in the Netherlands and Flanders
અને હુ ઉજવિશ મારી વેબ પર From 31 January through 6 February 2013the Netherlands and Flanders very first Dutch-language week of poetry.ગુજરાતીમાં.@https://himanshu52.wordpress.com/ કામને કારણે બે દિવસ મોડો પડ્યો પણ આ જે એમાં પહેલું કાવ્ય મુક્યું છે.જેને એ પારિતોષિક પ્રાપ્ત થયું તે એસ્ટર નેઓમી પાર્ક્વિનનું “છેલ્લો અજાણ્યો માણસ”.
છેલ્લો અજાણ્યો માણસ

તો તું રહસ્યમય જીવ્યો,ભૂગર્ભમાં
અવતરેલો,ક્યારેય ફોટામાં દેખાયો નથી.
કોઇ કૂતરો અવાવરુ ભટક્યો નથી,નાક નીચુ રાખી,
તેં ક્યારેય ઉશ્કેરાઈ
કોઇને પૂર્ણતઃ ઓળખવા પંપાળ્યા નથી.

તું ક્યારેય વ્યવસ્થિત બોલ્યો નથી,
કાળજી ભર્યો દેખાયો નથી-કેવી રીતે,
જો અમે તને જોયો નથી,તું જીવું છું?

તું ક્યાંય કોઇનાથી સંતાતો હતો?
તેં અન્ય દૃષ્ટિએ વિચાર્યું’તું-અમે હતાં લુપ્ત
જ્યાં સુધી તને અમારી સાથે લેવાદેવા ન હતી?

તું આવ્યો તે રીતે પરત નહીં જવાય.
અંધકારમાં,ગૂઢતા તરીકે.છે એવો
જ બેસ,અમે નીકટતા સાધીશું.

આ તારી વિદ્યમાન થવાની તક.(૧૨૬૨૦૧૩)

(વધુ…)

Read Full Post »