પાનખર રાત્રિએ
વણજોયું પાંદડું જંગલમાં ખર્યું
અરવ પડી રહ્યું જમીન પર.
માંછલી નદી બહાર કૂદે
અને ધબાકાના ભીના પડઘા
અંધકારમાં સંભળાય.
કાળા દૂરત્વમાં
મંડાયેલા ઘોડાના ગબડદબ
લોપ પામે.
આ બધું
થાકેલો મુસાફર સાંભળશે
અને કંપન એની ચામડી પાર પડશે.
On autumn nights
an invisible leaf falls in the forests
lies silent on the ground.
In rivers
a fish will jump out of the water
and the echo of a wet knock
answer in darkness.
In the black distance
the galloping of invisible horses is sown,
fades away.
All these
the tired traveler will hear
and a shiver pass through his flesh.
આધૂનિક હિબ્રુ કવિ ડેવિડ વોગલ રશિયાની વસાહતમાં જન્મ્યા હતા.ત્યાંથી વિદ્યાર્થી તરીકે નીકળેલા કવિ પછી તો રીતસરના ભટકતા જ થઈ ગયા.જેમાંથી ‘વિએનીસ રોમાન્સ’ નવલકથા લખાઈ અને હિબ્રુ પણ ભણ્યા.એમની ડાયરીમાં જણાવ્યું છે તેમ જે જે લોકોને મળ્યા તે બધાંએ એમને અંતર્મુખી અને ઓછાબોલા,જીવવાની હકીકતોથી અજાણ તરીકે ઓળખાવ્યા’તા.પરિણામે એ સતત ઇપ્સા અને ભૂખમરાથી પીડાયા.
પછી પહેલા વિશ્વ યુધ્ધમાં અને ત્યાર બાદ, આ અંતર્મુખી સર્જક હમેશા ‘બહારના માણસ’ તરીકે જીવ્યા( પેલા કામ્યુના આઉટસાઇડર જેવું નહીં).રાજકીય પરંપરામાં વોગલને હમેશા અન્યતર તરીકે જ પકડી રખાયા હતા…વિએનામા રશિયન તરીકે,ફ્રાન્સમાં ઓસ્ટ્રિયન તરીકે.
વોગલ એટલા માટે આધૂનિક હિબ્રુ કવિ છે કે એમનો કાવ્ય પ્રદેશ યુરોપિયન હિબ્રુ છે.પરિણામે ભાષા કર્મનું કામ આગળ પડતું આધુનિક થવાનું છે,પરંપરાથી ફંટાવાનુ છે,જે વોગલમાં દેખાયું, તેથી તો યિત્ઝહાક લાઓરે કહ્યું છેઃNo other poet writing in Hebrew ninety years ago is read so avidly by readers, who need no mediating commentary.
ઇઝરાયલી સારેગામા..માં એના એકર્ડ વોગલનું ‘ ઑટમ નાઈટ’ (જેનો અનુવાદ ઉપર આપ્યો છે.)ગાય છે (યુટ્યુબ લિંક નિચે આપી છે)જે ‘બિફોર થ ડાર્ક ગેટ’સંગ્રહમાં છે,જેનું સંગીત શેમ ટોવ લેવી એ સર્જ્યુ છે.આ કવિતાનો મૂળ રંગ કાળો છે.કશું દેખાતું નથી.બધું વિલયમાં જતું રહેલું દેખાય છે ( માછલી સિવાય જે કૂદી હતી.)તો બચ્યું શું? જે બચ્યું તે કવિતા.જેનાથી કવિતા લખાઈ તે બચ્યું.ઉપરંત એક ધ્રૂજારી જે પેલા માણસમાંથી પસાર થઈ ગઈ મત્સ્ય સમ !
” રિક્ત કાળી શબપેટી…” ( આનો અનુવાદ https://himanshu52.wordpress.com/
વાંચો અહિં.)કવિતા ઑટમ નાઇટ કરતાં વિપરિત છે.પહેલા કાવ્યમાં થાકેલો માણસ બહાર છે,અહીં લુપ્ત છે પોતાના અંતની રાહ જોતો.બન્ને કાવ્યમાં ક્યાંક કશુક સમાંતર ચાલે છે.કેટલાંક બહુવચની શબ્દો-શબપેટીઓ,વૃધ્ધ લોકો,મકાનો,વગેરે, બારી એ આવતી લાંબી આંગળી.પ્રશ્ન એ થાય કે એક આંગળી બારીએ આવે છે કે કશાક વિશાળનો એ ભાગ છે?વોગલના કાવ્યમાં આવું અનેકપણું ( મલ્ટિપલ્સ) ખાસ ધ્યાન ખેંચે છે.ઘણું બધું ઉદાસીમાં ઢળે છે,પણ, ત્યાં છતાંય છે આશ્વાસન આપતું સૌંદર્ય જેના મધ્યમાં હમેશા અજ્હલ્લક્ષણા છે, અંશ સમગ્રનું પ્રતિનિધિત્વ છે કે પૂરતી છે.આ લક્ષણા ગેરહાજર પૂર્ણતાની મહત્વકાંક્ષા છે (….)
આ એક ખોવાયેલી(આ)કૃતિનો કવિ છે વા વેદનાનો વણજારો છે.
very nice poem. glad to read about poet as well.
” માંછલી નદી બહાર કૂદે
અને ધબાકાના ભીના પડઘા
અંધકારમાં સંભળાય. ” . . . . . . . .
શબ્દબ્રહ્મ અને નાદબ્રહ્મનો મેળાપ . . . .
સુંદર કવિતા અને કવિનો સરસ પરિચય અાભાર