Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2013

૧)   જીવન, અમારે માટે

રોજ સવારે
જાગી
હું મારો નાનો ભાઇ હલાવું
આગળ-પાછળ,એના નબળાં ફેફસાં.

પડોશમાં,ચૂલ કાયમ માટે સૂઇ ગયો
હું જાણું છું.

મા જ્યારે પણ મોડી પડે
હું કાન સરવા કરું
મંદતર લહેર પ્રતિ.
સમય અનુભવવા
શ્વાસ રોકી રાખું.

હું જાણું છું અમારી કામવાળીએ
જિંદગી ટૂંકાવી દીધી.

મેં જાણ્યા છે જીવવાના અનેક રસ્તા
પણ અમારે માટે એક જ પસંદગીઃ
વેંઢાર્યા કરો.
૪૧૫૨૦૧૩
૨)
સ્ત્રી-જોનાહ*

હું શું કરું?
મેં વ્હેલના પેટમાં એક બાળ્કને જન્મ આપ્યો
હું હજું અવતરી નથી
પણ હું ચાહવામાંડી છું

હું શું કરું?
તમે હજું મને પૂર્ણતઃ આલેખી નથી
હું હજું અચક્ષુ છું

ચિત્રમા સ્ત્રી હજું રડે છે
સમુદ્રના ઊંડાણોમાં હજુ જન્મી નથી તે સ્ત્રી
અને તેનું બાળક સંગાથે રડે છે
મારા આંસુ ટપકે મારી આંખો ખૂલે તે પહેલાં અને હું જોઉં તને

( હું હજુ જન્મી જ નથી,બરાબર?
તેથી જ તારી ગેરહાજરી વર્તાય )

આજે જે સ્ત્રીએ
શરીરથી પ્રકાશ કયારેય પરાવર્ત નથી કર્યો
ઝાડવાંની રેખાકૃતિથી આચ્છાદિત થઈ
ભીના વાળ ખંખેરે
પાન ખરેલું જંગલ એની સાથે રડે
અને ક્યાંકથી ભારે બરફ પડઘાય તારો અભાવ અભાવ

અરે હું શું કરું
હું હજું અવતરી નથી
મારી આંખો હજું કેળવાયેલી નથી.
૪૧૭૨૦૧૩

*a Minor Prophet who, for his impiety, was thrown overboard from his ship and swallowed by a large fish, remaining in its belly for three days before being cast up onto the shore unharmed.

(વધુ…)

Advertisements

Read Full Post »

1)

” પેલી.(હું.) “

છોકરી ખૂબ કાબેલ છે ચાહવા
દરેકને ( પોતાના સિવાય).

છોકરી ખૂબ કાબેલ છે ધિક્કારવા
કોઇને નહીં ( પણ પોતાને).

ચોક્કસ તમારે ચહાવું છે.
દરેક ઇચ્છે.

તમારું શરીર ઘર હોય, જ્યાં તમે પણ વસવાટ નકારો, તો શા માટે કોઇને
કેહેવાયું આવીને વસ?

( માત્ર હંગામી ભાડૂઆત જ્યાં ઉનાળુ પોશાક તળે તારી જાંઘો ઘસય )

અલી,તું જેનાથી દૂર ભાગું છું,એની અમને ગંધ આવે છે.
૩૨૦૨૦૧૩

મુલાકાતઃ-

કવયિત્રિને પૂછોઃ વાર્સન શાયર
આ ઇન્ટર્વ્યુ જાનુઆરી ૯-૨૦૧૩માં પ્રકાશિત કરાયો હતો.
વાર્સન કેન્યામાં જન્મેલી સોમાલી સર્જક છે,જે હાલ લંડન શહેરમાં સ્થાયી છે.૧૯૮૮માં જન્મેલી વાર્સને આંતરરાષ્ટ્રિય સ્તરે કાવ્ય વાંચન કર્યું છે,સામ્પ્રતમાં સાઉથ આફ્રિકા,ઇટલી અને જર્મનીમાં.સર્જનાત્મક લખાણની એ સ્નાતક છે.કલાકાર અને રાજનૈતિક સક્રિયતાને કારણે પોતાના લખાણમાં પ્રવાસ દરમ્યાનની વાર્તાઓ અને મનનને સ્થાન આપે છે.એ કથન પધ્ધતિથી મનોવેદના રૂઝવવા કાર્યક્રમોનું આયોજન પણ કરે છે.

પ્રશ્ન-૧ કાવ્ય સર્જન માટે તારી કઈ પધ્ધતિ છે ?
વાર્સનઃ હું દસ મિનિટ અનિયંત્રિત લખું,મારા બ્લોગ?ઢોલી (tumbler)માં દરેક કાવ્ય મઠાર્યા વગરનાં છે,પ્રથમ ખરડો.હું થોડા સમય પછી આવી ફરીથી મઠાર..મઠાર અને મઠાર્યા જ કરું મારે કહેવું છે તે આ જ છે એવું પાક્કું લાગે ત્યાં સુધી.

પ્રશ્ન-૨ એવી ત્રણ વાત કહે જે તું ઇપ્સુ કે લખવા બેસું ત્યારે તું એ પ્રત્યે વાકેફ હો.
વાર્સનઃ
અ) જે કંઇ વેદના લાવે
બ) જેના માટે તમારે રૂઝાવાનુ છે
ક) જે તમે માફ કરશો, કાવ્ય પ્રગટાવશે,સૌદર્ય નીપજાવશે.

પ્રશ્ન-૩ તું જે સંસ્કૃતિમાંથી આવી તે કાવ્ય સમૃધ્ધ છે, તારા સર્જનને એણે કૈ રીતે અસર કરી છે ?
વાર્સનઃ– હું સોમાલીમાં વિચારું,સોમાલીમાં અવળચંડાઇ કરું,જ્યારે હું ભય પામું હું સોમાલી પાસે જાઉં અને એ ભાષા વિપુલ છે,ખૂબ ઘાટ ઘડનારી છે.એ દ્રઢનિશ્ચયી ભાષા છેઃ વિકૃત જટિલ વસ્તુ સોમાલીમાં પૂર્ણ પણે નિયમિત લગે. ક્યારેક હું અનુવાદમાં રમત કરી લઉં અને એવાં વાક્યો વિશે વિચારું જે વારંવાર સોમાલીમાં બોલાય અને અંગ્રેજીમાં કેવાં લાગશે તે સાંભળું,” ઇન્ડહાહાયગા અયન કા જેક્લાહે” “હું મારી આંખોથી વધારે તને ચાહું છું.”

પ્રશ્ન-૪ કયો સોમાલી કવિ તું સૂચવિશ?
વાર્સનઃ– ઓમાર ધૂઊલી ( omaar dhuule)સોમાલી ગાયક, જેનું સંગીત અતિકર્ણ પ્રિય કવિતા છે.એનું જીવન પણ ખૂબ ઉત્કટ હતું. હું એના વિશે કાવ્યશ્રુંખલા,એના સંગીત,જે સ્ત્રીને એ ચાહતો હતો તે બધાં સંબંધી કૃતિઓ પર કામ કરું છું અને કેટલાંક ગીતોનો અનુવાદ પણ.

પ્રશ્ન-૫ તને ક્યારેય તારી ક્રુતિ શંકાસ્પદ લાગી છે? કેવી રીતે એમાંથી પસાર થઉં છું?
વાર્સનઃ– એકવાર બહેનપણી એ ઠેકડીઊ ઉડાવતાં કહ્યું( એક સુડોળ અને બુધ્ધિશાળી માણાસ એ ગાળામાં એને મળ્યો તેના વિશે )” અરે પણ એ લેખક છે એને કોણ પરણ્વા તૈયાર હશે?’ અને મને યાદ છે પાછળ માથું નાખી હુ હસી પડી હતી.પણ પછી ઘેરે,જ્યારે શાંતી હતી,જ્યારે મને કોઇ જોઇ ન શકે,મને અચરજ થયું કે હું પ્રેમેમાં નિષ્ફળ નીવડી હોત,જો દાંતની ડૉક્ટર હોત લેખકને બદલે.પછી હું ફરી હસી,પણ આ વખતે કશા રમુજ પ્રત્યે.

પ્રશ્ન-૬ નોંધ એવી ત્રણ હકિકત જેણે તને વધું કુશળ કવયિત્રિ બનાવી હોત?
વાર્સનઃ
અ) હરીફ ન હોવું
બ) સરખામણીયુક્ત ન હોવું
ક) પ્રામાણિક હોવું(સત્ય કદાચ થોડું શરમજનક,લગરિક વેદનાદાયક હોય તો પણ)

પ્રશ્ન-૭ કઈ કવિતા/પુસ્તક(ઓ)એ તને બદલી કાઢી?
વાર્સનઃ-મરામાં એક અદભૂત શક્તિ છે-અકસ્માતે પુસ્તક શોધી કાઢવાની અવિશ્વનીય આવડત. મેં ખરીદ્યાં હતાં સેન્ડ્રા સિસનેરોઝ (sendra cisnerose)નું ” મેંગો સ્ટ્રિટ પરનું ઘર” અને એડ્વિડ્જ ડાન્ટિકેટ( edwidge dantecat)નું,” ક્રિક ક્રેક” ઉપરાંત જુનોટ ડિયાઝ( junot diaz)નું “ડ્રાઉન” વા મિરાન્ડા જુલાઇ(miranda july)નું “નો વન બિલોન્ગ્સ હિયર મોર ધેન યુ ” લેખક વિશેના પૂર્વજ્ઞાન કે સૂચન વગર અને આ પુસ્તકો નિઃશંક મારામાં પરિવર્તન લાવ્યાં છે.

પ્રશ્ન-૮ તરા સંગ્રહનું મથાળું ” ટીચીંગ માય મધર હાઉ ટુ ગીવ બર્થ?”કઈ પ્રેરણાથી?
વાર્સનઃ– એ સોમાલી કહેવતના અનુવાદમાંથી છે.મારા કુટુંબમાં હુ મોટી,મારી મા શબ્દ્શઃ શીખી મા કેવી રઈતે બનવું,કેવી રીતે ત્યાગ આપવો,કેવી રીતે કેળવાવું,કેવી રીતે એકલાં પડવું,મારા દ્વારા.૧૯મા વરસે મેં લખવાનું શરૂ કર્યું.એ પણ મારા જનમ સમયે ૧૯ વરસની હતી.જ્યારે પુસ્તક લખાઇ રહ્યું, મારી મા નાનકી સેલ્માને જન્મ આપતી હતી.પુસ્તક અને બાળક એકજ સમે અવતર્યાં.
વાર્સન મળશે @ http://www.warsanshire.blogpost.co.uk
http://warsanshire.tumbler.com
3212013

2)

પાંખ

અમે શોધી તને, પ્રિય પાંખ,
અધૂરા અંધકારમા
ભૂંડ પાસેથી પાછા વળતાં,
તારા સાંધાનું કાચું હાડકું
અને નહોર-ધોળી આડીઅવળી પિચ્છદાંડી
જોડાણમાંથી ઉખડેલી.

એક રાખોડી બગલું ઉડ્યું
ખૂબ અધ્ધર જ્યાં બલુન તણાય
અને હવા એક આકાર
તમને વીંટળાઇ વળવા
સખત પણ અદ્રશ્ય,ગોટીમડું
ગર્ભાશયમાં;

અહિં ખોબામાં વાળેલું,
લક્કડ કબૂતર જેવું પછડાયું
લાંબા,સપાટ જાન્યુઆરી ઘાસમાં
તું બેજોડ અને ઉત્કટ
બારીએ અરવ શ્વસતી છોકરીશું
જેના હમણા જ વેતરી કાચમાં દબાવેલાં વાળ.
૩૨૬૨૦૧૩

WING
We find you, dear Wing,
in the half-dark
on the way back from the piglets,
your knuckle of raw bone
and streak of claw-white quills
torn from the socket.A grey goose soars
up high where hot air-balloons drift
and the wind is a shape
to wrap yourself around
solid but unseen, a somersault
inside the womb;here, folded to a cup of hands,
plump as a wood pigeon
in the long, flat January grass
you are singular and intense
like a girl breathing quietly by a window,
her just-cut hair pressed against the glass.
© 2013, Karen McCarthy Woolf
3)

અનુસંધાન માધ્યમ નં -૨

આજે
વહેલી સવારે
યાદ આવી કાચક માંછલી
ભૂરી-હરિત અને બદામી ઝાંયમાં
જ્યારે મારી ઉમર કેટલી હતી તે યાદ નથી આવતું
માંછલી લઈ
એના મોઢામાં પઈ મૂકી
આ નાની વિધિ ‘ આફ્રિકન ‘ રીતે
આગલી રૂમમાં મેં પોતે કરી
કદાચ હું ઘરમાં હતી
સ્કૂલેથી બીમાર
કદાચ
હિજરાતી હતી
૩૨૬૨૦૧૩


CONNECTING MEDIUM II
early
this morning
I remembered the glass fish
in my West-Indian home, typical
in shades of blue green and brown
when I was how old I don’t recall
I took the fish
put pennies in its mouth
did this whole little ritual in ‘african’
did this on my own in the front-room
maybe I was home
sick from school
maybe
I was home-sick.
© 2013, Dorothea Smartt

Read Full Post »