Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન, 2013

મારાં પ્રવાસવર્ણન

હું વાદળ પર થઈશ સવાર
મારા ડૂંગરો પર ઊડવા
એ વાંછશે વરસાદ,હું પલાળીશ એમને અશ્રુથી.

હું પલાણીશ ઘોડો
પવન અનુભવવા
જ્યારે પ્રેમ જોતો હશે વાટ.

હું નદી તરીશ
મને દરિયે લઈ જવા
અને વહીશ હોડી મારી પીઠ પર.

હું ચઢીશ ફળાઉ વૃક્ષે
જેથી એ પંખી વગર દુભાય ના
અને મૂળ ખૂંપે ઊંડી ધરતીમાં.

હું જોઇશ સ્વપ્ન
પેંગડા અને મૂત્રપિંડ વગર
મને આવતીકાલમાં લઇ જવા.

હું ડોલિશ એક ગીતમાં
એના કર્તા અને શ્રોતા–ગાશે
ક્ષણ એક એના નિસ્તબ્ધ કેન્દ્રમાંથી પણ.

આલ્બેનિયાના ગામડામાં ૧૯૪૫માં આ કવિ આપણને પ્રાપ્ત થયા. અને ૧૯૬૭માં સ્નાતક થયા પછી પત્રકાર,શિક્ષક,પ્રકાશક,કવિ અને નાટ્યલેખન એમ અનેકવિધ પ્રવૄત્તિ કરી.દાયકાઓ સુધી દમન અને કઠણાઇમાં જીવતા આ સર્જક્ને એમાં પોતાનુ સ્થાન જોતાં એવું લાગ્યું કે પ્રાયશ્ચિત એમની ફરજ છે.અનૂભૂતિ એ હતી કે પોતે નિષ્ફળ નીવડ્યા અને પોતાને નુકશાન-ખોટું -કર્યું છે.એમના કાવ્ય ‘મારું દેવુ’માં એનો સ્વીકાર કરતાં કેવળ સગાં અને મિત્રો જ નહીં પણ ખૂબ પહેલાંમરેલાં પૂર્વજોને પણ ઉદ્દેશે છે.

આ કવિના ‘શબ્દ’ કાવ્યમાં નાગરિકોને ઇચ્છેલું વાકસ્વાતંત્ર મળ્યા પછી,પોતાની નિરર્થકતા અનુભવાઇ હતી.આ અભિવ્યક્તિનો અભાવ કવિના પોતાના જીવનમાં પણ મહત્વનો ભાગ ભજવી ગયો હતો. ૧૯૮૭માં એમનો કાવ્ય સંગ્રહ “અવેકનિંગ ઓફ ડેપ્થ (ઊંડાણોની જાગૃતિ)” પ્રકાશીત થતાં જ તુરંત જપ્ત કરાઈ નાશ કરાયો હતો.કવિમાં ક્યાંક નિરાશા પણ સંભળાય છે જ્યાં શાંતિ અને અરવ નહીં પણ અંધકારમાં આપણે જેને વ્હાલથી ધારણ કરીએ છીએ તે નાશ પામવાનો ભય ફરી વળે છે.

ક્યારેક એમના કાવ્યમાં વક્રતા કે હ્યુમર સંભળાય છે પણ ત્યારે એકલતા કે ઉપેક્ષિતતા અનુભવાય એટલું તીવ્ર નહીં પણ જાણે કવિ પોતે ત્યક્ત છે એવું અનુભવે છે.કેવળ માણસજ નહીં પણ કુદરત અને અંતરિક્ષ પણ આ સંવેદના એમના
” ઓવરથ્રોન “કાવ્યમાં આગળ પડતી છે. જ્યાં પેલું દરિયાઇ પક્ષી બીબલીકલ ભૂરાશ પછીતે કવિના શ્વેત બળવાને સૂચવે છે.એકરંગાકૃતિ (મોનોક્રોમેટિઝમ) સામે,એકહથ્થુ અસહિષ્ણુતા સામે–‘મારા મનમાં વસે છે/વિશ્વના અંતહીન રંગો.’

આવા ગૂઢતા અને અંધકારના કાવ્યોના કવિ કયારેક આશાવાદી પણ દેખાય છે.ઉપરના કાવ્ય “મારાં પ્રવાસવર્ણન’માં એવું દેખાય છે કે કવિ પોતાને ભૂતકાળથી અલગ પાડી સંવેદનાને ભાવિ તરફ વાળે છે.અને તે એટલે સુધી કે બીજાં અને પોતે બધાને પેલા નિસ્તબ્ધ કેન્દ્રમાંથી કશુંક ગાતાં કરવા છે.થીજેલા કેન્દ્રમાંથી લયાવર્તનો રેલાવા છે.આ અંધકારમાં લખેલા અજવાળાનું કાવ્ય છે.
ફેબ્રુઆરી-૯-૨૦૧૩ અંગ્રેજી કાવ્યની લિંકઃMY TRAVELS

Advertisements

Read Full Post »

એક શબ્દ ઘર માટે
June 11, 2013

– અનુવાદ અને રસદર્શન : હિમાંશુ પટેલ

હે ઈશ્વર મને એક શબ્દ આપ
જેને હોય આકાર હોડીનો
અવિનાશી શઢવાળી
જેમાં હું દરિયો ખૂંદું એને ઓળખવા.

મને આપ એ શબ્દ ઘર માટે
કપડાં માટે, પ્રેમી માટે
ભલે હોય એ મારી એકલતા મારું ગુજરાન;
એમાંથી ઊગરવા અશક્ત રાખજે મને

અહિં હું કેટલો મુક્ત, આકાર
અને મૌનથી…

મારી દરેક પ્રેરણા
જકડેલા હાથના ધ્વનિશી દેખાય
મારે જોઈએ હોડી, શરીર
અને સમુદ્રપ્રેમ માટે.

સાંભળ મને દૃગભ્રમ
અને સ્વકેન્દ્રે પાછી ફરતી
વસ્તુની વિશાળતા પાર.

(માર્ચ-૨૦૧૩)

Giovanny Gómez૧૯૭૯માં કોલંબિયાના સ્નાતક જિયોબાની ગોમેઝનું બાળપણ પેરેઇરામાં વીત્યુ અને પછી ત્યાં જ ૧૯૯૮માં ‘લુના દ લોકોસ’ કવિતા સામયિક શરૂ કર્યું, સંપાદન કર્યું. ઉપરાંત મુવિક્લબ પણ ચલાવી. એમના ૨૦૦૭માં પ્રકાશિત કાવ્યસંગ્રહ ‘હાઉસ ઓફ સ્મોક’ને ત્યાંનું ઉચ્ચતમ પારિતોષિક ‘મારિયા મર્સિડિઝ કરાન્ઝા’ અપાયું હતું. કોલંબિયા, આર્જન્ટીના,ચિલે અને કોસ્ટારિકાના કાવ્યોત્સવમાં પણ હાજર રહ્યા છે.

કવિ ઇચ્છે છે ‘ઘર માટે એક શબ્દ.’ આ કવિ માગે છે ભાષા જ્યાં -જેમાં ‘શબ્દને હોડીનો આકાર હોય., અને પછી ઉમેરે છે, ’જેમાં હુ દરિયો ઓળખવા નીકળી પડું.’ દરિયો ખૂંદવા નહીં, સમજવા માટે. એમણે સમજી લીધું છે કે ભાષા એક એવું યંત્ર છે જે વિશ્વમાં ફેરફાર લાવી શકે છે, વિચારવા, શોધખોળ માટે એવાં અંતર કાપવા જે કદાચ બીજી કોઈ હોડીથી શક્ય નથી. અને એ થઈ જાય છે કવિ. પણ પહેલો અનુભવ જ ભયંકર નીકળ્યો.’ મારી દરેક પ્રેરણાને સામ્ય/બાંધેલા હાથના ધ્વનિનું’ કશા નિશ્ચય માટે એ પૂરતું નથી, ના કોઇ ઇચ્છા માટે; ભાષા જીદ્દી છે. આપણી પાસે હોડી હોઈ શકે પણ સુકાન આપણા હાથમાં નથી. આપણને આકર્ષતો સમુદ્ર ઓળખવા નીકળી તો પડીએ પણ એક વાર એમાં પ્રવેશો પછી દરિયો વિશાળ અને અજાણ્યો છે, ભયાવહ છે.

પ્રાર્થના સંભળાય છે પણ આપણને કેવળ અનિશ્ચિતતા ઓળખવાની છૂટ અપાઈ છે; આપણને એનું માધુર્ય નહીં પણ કડવાટ જ અનુભવવા દેવાઈ છે ( આપણે પૂછેલા કોઇ પ્રશ્ન સંબંધે)જ્યાં આપણે સ્વયં સવાલ હોઈએ ત્યાં કવિ શું યત્ન કરે? ભાવનાની નિખાલસતા, શોધની સચ્ચાઈ, દરેક ખાતરી આપતા શબ્દોનો ભય, ક્યારેક બધું આપેય ખરો, પણ એ એવુંય જાણે છે કે મૌન અને અતડાપણામાં એને કેવી રીતે સંતાડવું. એમની ભેટ રોકી રાખવા અને દબાણ કરતા, કચડાતા વિશ્વના દરેક અર્થ, સંદર્ભ કેવી રીતે પડતા મૂકવા.

શબદહોડી હોય એવું માગતો કવિ જે લુપ્ત છે તેની સામે લઈ જતા ભવ્ય આશ્વાસન તરફ લઈ જવા માગે છે, આપણને જાણ થાય છે કે એમાં શક્તિ છે, હકીકત પેદા કરવા ક્ષમતા છે, અને વાસ્તવિકતામાં પરિવર્તન લાવવાની. બીજા એક કાવ્યમાં એટલે જ એ કહે છે, ’આ શબ્દ જે જાણે છે સ્વપ્નમાં બચકું કેવી રીતે ભરવું.’ અને આશ્ચર્ય, એ આપણને વિચારવા નહીં શીખવા સહાયરૂપ થાય છે કે કેવી રીતે ભાષા અને વિશ્વના સીમાડા પર જીવવું; એ સભાનતા સાથે કે એ બન્ને વચ્ચે કોઈ આદાનપ્રદાન નથી, અને બીજું કે એવી વાસ્તવિકતાઓ છે જેને નામ છે, અને નામ જેને વાસ્તવિકતા નથી.

કવિતા એવું જાણ કરે છે કે કશું બન્યું છે કાવ્ય બહાર પણ તે કેવળ એના શબ્દને કારણે ઘટ્યું છે, એ શંકા દરેક કવિને ઘેરી વળે છે કે દરેક કવિને સ્વપ્ન છે, બળકટ વિચારો ભરેલાં, “અને હું નથી જાણતો કે જાગવું સગવડ હશે.” ભેટ અપાઈ છેઃ કવિ થયો અને હવે એમાંથી છૂટકારો નથી જે માગે છે હિમ્મત તથા સ્પષ્ટતા. એ સહજ વાત નથી; જીત તો એ જાણવામાં છે કે અસ્તિત્વ જોખમ અને પસંદગીથી તથા એ બન્ને ઓળખ-સમજવાથી બનેલું છે.” હું જઉં છું કોઈના ઊંઘતા/એ ફાંસલા તરફ/જ્યાં શબ્દ સ્થાન ગ્રહે છે.”

પ્રકાશ પાછો આપવા પડછાયાનો અડધો ઉદાસ ભાગ શરણે દેતો કવિઃ જિયોબાનિ ગોમેઝ.

A WORD FOR A HOUSE

Oh Lord give me a word
that has the form of a ship
a ship of inextinguishable sails
in which I can sail to know the sea

Give me this word for a house
for a garment for a lover
let it be my solitude my sustenance
let me be unable to survive it

Here I am so devoid of forms
and of silence . . .

All of my inspiration resembles
the noise of a pair of tied hands

I need a ship for a body
and a love for the sea

Listen to me through these hallucinations
and the vastness of things that come back
to their place

Giovanny Gómez

(Colombia, 1979)
(વેબગુર્જરીના સૌજન્યથી)

Read Full Post »