Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2013

આવો,મારાંગીતો,વ્યક્ત કરીએ,આપણી અપભ્રંશ લાગણીઓ,
આપણી અદેખાઈ નોકરીમાં ઠરીઠામ અને ભાવિ પ્રત્યે બેપરવાહ વ્યક્તિની.
તમે નિરુદ્દેશ છો,મારાં ગીતો.
મને ભય છે તમારો અંત અણગમતો આવશે.
તમે અડ્ડાબાજી ગલીઓમાં અહીં તહીં,
તમે રસળો મોડે સુધી નાકે અને બસ્સ્ટેન્ડે,
તમે નહિવત કરો કામકાજ.

તમે નથી બોલતાં આપણું અંતસ્થ ઉમદા સુધ્ધાં,
તમારો અંત આવશે અણગમતો.

અને હું ?
અર્ધ પાગલ
તમારી સાથે એટલી બધી વાતો કરી
લગભગ તમને ચોફેર નિહાળું,
ઉધ્ધત ઘમંડી પશુઓ,બેશરમ,વસ્ત્રહીન !

પણ તમે,ટોળાની નવ્યતા
તોફાન માટે હજું પરિપક્વ નથી,
હું ચીનથી ડ્રેગન દોરેલો લીલો
ડગલો તમને લાવી આપીશ,
સાંતા મરીઆ નોવેલાથી બાળ ઇશુના પૂતળા પરથી
કિરમજી રેશમી પાટલુન લાવી આપીશ,
કદાચને લોકો તમને અરસિક કહે,
વા આ પરંપરામાં કબીલો નથી.
(૧૯૧૨) (અનુ.૫-૨૪-૨૦૧૩)
Further Instructions
by Ezra Pound
Come, my songs, let us express our baser passions.
Let us express our envy for the man with a steady job and no worry about the future.
You are very idle, my songs,
I fear you will come to a bad end.
You stand about the streets,
You loiter at the corners and bus-stops,
You do next to nothing at all.

You do not even express our inner nobilities,
You will come to a very bad end.

And I?
I have gone half-cracked.
I have talked to you so much that
I almost see you about me,
Insolent little beasts! Shameless! Devoid of clothing!

But you, newest song of the lot,
You are not old enough to have done much mischief.
I will get you a green coat out of China
With dragons worked upon it.
I will get you the scarlet silk trousers
From the statue of the infant Christ at Santa Maria Novella;
Lest they say we are lacking in taste,
Or that there is no caste in this family.

૧૯૧૨માં એઝરા પાઉન્ડે ત્યારે લખાતાં ગીતોને ઉદ્દેશી ઉપરનું કાવ્ય લખ્યું હતું.કાવ્ય સંરચના,અભિવ્યક્તિમાં પરિવર્તન લાવવાનો-પેલો મેક ઈટ ન્યુ(make it new) કહી ઉદ્દેશેલો એકવિધતા(એકરૂપીતા)ટાળવાનો આદેશ,આ કાવ્યમાં સંભળાય છે,ખાસ કરી’તમે નહિવત કરો કામકાજ’ અથવા ‘ તમે નિઃઉદેશ છો,મારાં ગીતો’ અને ‘ તમે નથી બોલતાં આપણું અંતસ્થ ઉમદા…’ વગેરે પંક્તિમાં.કેટલાં કંટાળ્યા હશે એક સરખા સૂરથી પાઉન્ડ ( હજું કોઇ ગુજરાતી વિવેચક નથી કંટાળ્યો કે નથી કોઇ સર્જક,આપણી કવિતા આપણી ઇકોનમિથી દાઝેલી છે.)’તમારો અંત આવશે અણગમતો.’પંક્તિમાં વિવેચક મૂંઝવણ,મથામણ,કંટાળો (પાછળથી સાર્ત્રએ કહેલો નૉસિઆ)અભિવ્યક્તિની મર્યાદાની તાણ,આ ભાષામાં વંચાય છે,સંભળાય છે.કોઇપણ સર્જકને કાન સરવા (all ears) કરવા ટહેલ છે !

વિશ્વમાં ભાષા પરિવર્તનો હમેશા મતભેદથી આવ્યાં છે,રૂઢ થયેલી જડતા સામે વિરોધ નોંધવવામાંથી આવે છે.અન્ય રીતે કહીએ તો એકવિધતાના કંટાળાથી આવે છે.તે ઉપરાંત અનુવાદથી પણ આવે છે.બોહળું વાંચન નવ્યતા ઊમેરે છે.ખાસ કરી વાક્ય રચનાઓનું,શબ્દ સંદર્ભો,શબ્દ સામિપ્ય અને ભેળસેળ(કોલાજ)નું.પોતાની પરંપરાથી થાકેલો સર્જક હમેશા નવો અવાજ હોય છે અને એ જ પોતાની સંસ્કૃતિની સર્જનાત્મકતાને આગળ લઈ જાય છે.ત્યારે ૧૯૧૪માં રિચર્ડ આર્લિંગ્ટનને પૂછાયો હતો તેવો પ્રશ્ન પૂછાય’શા માટે તમે પોતાને’ઇમેજીસ્ટ’તરીકે ઓળખાવો છો ?'( કોઇએ આવો પ્રશ્ન સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતાને પૂછ્યો હતો ?આપણે વિચારતા નથી સ્વીકારી લઈએ છીએ.આપણને નવ્યતાનું અચરજ નથી,પંડિતાઇનો અહોભાવ છે,અને ઉછીતું લાવી જીવીએ છીએ.આપણે સરખાવીએ છીએ,અધિકતાદર્શક નથી.સુરેશ જોશીએ નવ્યતા કે પરિવર્તનના નેજા હેઠળ ગુજરાતી વિવેચનાત્મક સાહિત્ય્ને’સારગ્રાહી/સારસંગ્રાહક ( eclectic) બનાવી દીધું.ગુજરાતી ભાષા પાસે મૂળગામી નહીં,બીનવારસ પ્રશ્નો છે.)કોઇપણ પ્રકારના ‘વાદ'(વલણ-ist,વગેરે)ના નેજા હેઠળ સર્જન કરવું એ વ્યાપકતા છે કે મર્યાદા ?કવિતાને ‘લેબલ’ શા માટે મારવાં જોઇએ ? આવાં કોલાહલ વચ્ચે અંગ્રેજી ભાષામાં કાવ્યની સીમા વિસ્તારતું ૨૦મી સદીનું ‘ઇમેજીસ્ટ’ વલણ અસ્તિત્વમાં આવ્યું,૧૯૧૩માં( સો વરસ પહેલાં !) અમેરિકન કવિ એઝરા પાઉન્ડે,-માત્ર ૨૮ વરસના, પણ લંડનમાં નવ્યતા ઉપજાવનાર કવિ-વિવેચક તરીકે જાણીતા,-ટી ઈ હ્યુમના ‘સંકલિત કાવ્ય’ સંગ્રહને અંતે પૂરવણી રૂપે પાંચ નાના .ઇમેજીસ્ટ. કાવ્ય મૂક્યાં, જે સરળ,નિખાલસ ભાષામાં નક્કર હકિકતની અભિવ્યક્તિની અસર દાખવે છે.રીચર્ડ અલ્ડિંગ્ટન અને હિલ્ડા ડુલીટલ સાથે પાઉન્ડે ઓળખ વિસ્તારી અને એ દ્વારા કેળવીને ઇમેજીસ્ટ વલણ શરું કર્યું. પાઉન્ડ અને તેમના અમેરિકન,બ્રીટીશ આધૂનિકોને ફ્રેન્ચ પ્રતિકવાદીઓ અને પ્રભાવવાદી કવિ તથા વિવિધ ક્લાસિકલ સાહિત્ય-ચાઇનીસ,જાપનીસ અને ગ્રીક અન્યમાં વધારાનાં) એ એમને વણઓળખી અને સ્પ્ષ્ટ શક્યતાઓ અંગ્રેજી સાહિત્યમાં ઉકેલવા તક આપી.

૧૯૧૪માં એઝરા પાઉન્ડે ‘ડ ઇમેજીસ્ટ'(des imagist)નું સંપાદન કર્યુ જેમાં એમના કાવ્ય ઉપરાંત એ બધાં કવિઓના કાવ્ય સામેલ હતાં જે અનુપાતી યુવાન ઇંગ્લીશ,અમેરિકન, સજકો હતાં-એલ્ડીંગ્ટન,હિલ્ડા,એફ.એસ.ફ્લિન્ટ,વિલિયમ કાર્લોસ વિલિયમ ઉપરાંત જેમ્સ જોઇસ અને ફોર્ડ મેડોક્ષ હ્યુફરના કાવ્ય પણ.સ્થાપિત ( કે સિધ્ધ !?)સર્જકો ( વિશ્વમાં આ ‘જીર્ણ’ પ્રજા દરેક ભાષામાં ઉછરતાં સર્જકોને નડતર રૂપ રહે છે,જેમ અડચણ નવરાત્રિમાં.) અને કેટલાંક વિવેચકોનો તુચ્છકાર અને ઉતારી પાડતાં લખાણો દેખાવા છતાં મહત્વની અને બૃહદ શક્યતાઓ ચ કલ્પકતા સભર કવિતા અંગ્રેજીભાષામાં નીપજી.વલણ પ્રત્યેની અસહ્યતાના પ્રતિસાદમાં પાઉન્ડે કહ્યું’કોઇ લય ત્યજે (discard rhyme),નહીં કે એ સુંદર,ગુંદર,ચંદર,ઉંદર વગેરેનું પ્રાસ્સનુપ્રાસ રચવા કુશળ નથી પણ એવી સંવેદનાઓ વા ઉર્જાઓ છે જે વધારે પડતી ઓળખાયેલી ( કે પ્રચલિત ) પધ્ધતિઓ કે ભાતથી સિધ્ધ કે હસ્તગત નથી થતી તેથી એમાં એમનું પ્રતિનિધિત્વ શક્ય નથી'(Affirmation: As for imagisme’-The New Age jan-28-1915)દાયકાને અંતે ઇમેજીઝમ અને તેનું વૈપુલ્ય વા ફણગા અછાંદસ સહિત,બૃહદપણે પાઠક અને નવાં ચ જીર્ણ કવિઓએ પ્રયોગ-ઉપયોગ દ્વારા સ્વિકારી લીધું.

જેવું આ વલણે જોર પકડ્યું કે પાઉન્ડ એનાથી દૂર હટી જઈ Vorticismની જરા વધારે ખાનગી ખૂલાસા કે અર્થઘટન અને ઇમેજીઝમની વિસ્તૃત સૂક્ષ્મવિચારણા રજૂ કરી.સમયાંતરે એમણે વિશાળ પણ ઓછું ધ્યાન મેળવેલું વલણ ‘એમિજીઝમ’,એમી લોવેલને અનુસરેલ,જે અમેરિકન કાવ્ય અને કળાના પ્રોત્સાહક હતાં અને some imagist poets(1915-6-7)એમ ત્રણ સંપાદનો આપ્યાં હતાં એનો અસ્વિકાર કર્યો હતો.

વીસમી સદીના બળકટ કવિઓ-પાઉન્ડ,ડી. એચ. લોરેન્સ,વોલેસ સ્ટિવન્સ,વિલિયમ્સ,એચ.ડી.,અને અન્ય સાહિત્યિક વંશજો ઇમેજીઝમના અતિ ઋણી છે, એ જ્યારે સ્વરૂપાંતર અનુભવે,ખાસિયત તરીકે લાગુ પડે,તરછોડાય કે નકારાય,કાવ્યક્ષેત્રનો વિસ્તાર કરે છે કાવ્યક્રીડન માટે.

ઇમેજીસ્ટ વલણ એક એવું પરિવર્તન હતું જેણે સંભવનાના દ્વાર ઉઘાડી આપ્યાં.કાવ્યને અને કાવ્ય પંક્તિઓને, ઉપરાંત ભાષા ઘડતરને ધરમૂળથી બદલી નાખ્યાં.છંદમાંથી મુક્ત થયેલી ભાષા વધારે ઘનિભૂત અને સ્વતંત્ર થઈ.નવ્ય આકારની દિશા તરફ વળતાં અભિવ્યક્તિની પધ્ધતિ બદલાઈ અને ભવિષ્યમા આવનારાં પરિવર્તન માટે આ ચોકઠાની તૂટેલી/તોડાયેલી ભાષા,વાક્ય રચના વધારે સુસંગત નીવડી.લયાન્વિત ભાષા કરતાં ગદ્યાળુ ભાષાએ સંક્ષિપ્તતા,સામિપ્ય,મિશ્રણ અને પરિણામે આવેલી વિવિધ વિભાવના દ્વારા બૃહદ સ્વરૂપ ધારણ કર્યું જેમાં વૈયક્તિક્તાને આગવું સ્થાન આપી કાવ્યનું દેહાંતર કર્યું,૧૯૧૩ થી ૧૯૨૨ ન ગાળામાં.
જુલાઈ,૧૦-૨૦૧૩,અમેરિકા.
( આ વિવેચનાત્મક નહી માહિતીપ્રદ અભિગમ છે.અંતિમ ફકરો મારો વૈયક્તિક અભિપ્રાય છે.)

Advertisements

Read Full Post »