Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર, 2013

૧) અને તારાથી ?

મેં અચાનક દૈનિક નકશો ખરડ્યો
પ્યાલામાંથી રંગ છાંટી;
મુરબ્બાવાળી રકાબી પર
મેં ઉઘાડ્યા
સમુદ્રના કતરાતા ગાલ.
ટોર્પિડોના ભીંગડા પર
મેં વાંચ્યા નવા હોઠના ફરમાન.
અને તું
તું સંભળાવીશ
રાગેશ્વરી ગટરપાઈપની વાંસળીમાં ?
(૧૯૧૩-અનુ.૧૨-૧૬-૨૦૧૩)

૨) ગલીઓમાંથી
એક
ગલી.
સમય
કરતાં
ડાઘિયાનો
ચહેરો
જુસ્સાદાર છે.
મકાનો દોડે છે,
અને પ્રથમ ઘન કૂદે
બારીએથી
લોખંડી ઘોડામાંથી.
ઘંટાકાર ડોકના હંસ
ઇલેક્ટ્રીક વાયરના ફાંસલામા ઝૂકે છે !
આકાશમાં જીરાફ ઠઠ્ઠાચિત્રથી
દેખાડશે રાતી બાબરીના તલકાં.
માંછલી જેવો કાબરચીતરો,
ભરવાડ.
ગલ્લી જાદુગર
ઘંટાઘર ચહેરા પાછળ સંતાયેલો
ખેંચે છે પાટા
ટ્રામના જડબામાંથી.
આપણે ઉલ્લંઘિત છીએ !
સ્નાનટબ.
વરસાદ.
લિફ્ટ.
તમારા આત્માની કાંચળી ઊતરી ગઈ.
હાથ બાળે તમારું તન.
જાવ અને ચીસો પાડોઃ
” મેં નહતું ઇચ્છ્યું !”
દોરડા
કપાય
અને બાળે.
તીક્ષ્ણ પવન
ચીરે
ધુમાડાના ઉની ગચીયાં
ધુમાડિયેથી.
એક ટકલું કામાતુર
લાઈટનો થાંભલો
ગલીના
કાળા સ્ટોકિંગ ઊતારે છે.
(નવેમ્બર ૨,૧૯૧૩- ડીસેમ્બર ૧૫,૨૦૧૩)
૩)
હું અસ્વસ્થ લાગું છું…

ફાટેલું પરોઢ,ઇતર અર્થહીન દિવસની શરૂઆત,
પહેલાં ઊંઘ ઉડી, દુઃસ્વપ્ને મને વિચ્છેદ્યો.
હું એકલો છું,ગમે તે આવે,એ મારી પસંદગી નથી.
એ મારી નજદીક બેસે,છતાં અમે નિકટવર્તી નથી.
શું થયું મારા લોકો પ્રત્યેના પ્રેમ અને દયાને ?
ગરીબાઈંમાં લુપ્ત,માંસ અને લોહી મારી મનોગ્રસ્તિમાં નિહાળું.
મારો આત્મા જીવનના શીતળગારમાં થીજી ગયો છે,
ટેટા મારી ચોફેર,અહીં હું નિતાંત ખોવાયેલો,
નથી નમણી છોકરી શિયાળુ પતંગિયા જેવી?
હુંફંમાં સંતાવાને બદલે,એ ઉડી જવા મથે.
ધરતી પગતળીયે પીડક લાગે છે,હું લગભગ હાંફી ગયો છું.
વેદના અને આનંદ બન્ને હું મૃત્યુના આગમનમાં નિહાળુ.
જીવવું અનર્થ થઈ ગયું- ઉગમ મારા આત્મામાં થાકી
ગયું છે.હવે અંત દેખાય છે,મૃત્યુની ખીણ,ને ઠેકાણે.
નથી કોઈ આશ્વાસક,નથી જવા કોઈ સ્થળ…
કાબામાં મૂર્તિ દેખાય છે મને,ઇસ્લામના તન પર બેઠો છે કાગડો.
સુસ્તીદાસ* લક્ષણો વા,કદાચ ગંભીર બિમારી?
સુકાવા દો મારી ચામડી પણ હ્રદયને રિક્તતામાંથી બાકાત રાખો.
હું મારા આત્માના ઉપવસ્ત્રને થીંગડુ મારવા મથું છું,
દવા અસહાય છે,એ કેવળ રાફડો વિસ્તારે.
એકાકી જ્યારે, હું ગુંજતો હતો,હળવાશ અનુભવવા,
હવે મારે ઘોઘરું છે,હુ ગુંજી નથી શકતો,હું ખોંખારુ.
૧૯૧૩
અનુ.૧૨-૨૩-૨૦૧૩
Gabdulla Tukay (1886-1913)
http://gabdullatukay.ru/eng/index.php?option=com_content&task=view&id=46&Itemid=36
http://web.mmlc.northwestern.edu/~mdenner/Demo/texts/andcouldyou.html
http://sensitiveskinmagazine.com/mayakovsky/

Advertisements

Read Full Post »