Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2014

‘જો મને લાગે મારા જવાબ અપાયા છે એને
જે કદા આ ધરતી પર પાછો ફરે,
આ જ્વાળા સ્થગિત થઈ જશે.
પણ આ ગર્તામાંથી ક્યારેય
કોઈ જીવંત પાછું ફર્યું છે,જો મેં સાંભળ્યું તે સત્ય હોય,
તો અપકીર્તિના ભય વગર હું જવાબ આપીશ.’
(અહીં ઉપયોગમાં લેવાયેલો અંગ્રેજી અનુવાદ પ્રિન્સટન ડાંટે પ્રોજેક્ટમાંથી છે.)

તો પછી,ચાલ જઈએ તું અને હું,
જ્યારે સાંજ ફરીવળે
ટેબલ પર સરળ દર્દી જેવી;
ચાલ જઈએ,અમૂક રખડતી ગલીઓમાંથી,
ગગણતો એકાંતવાસ
એક-રાત માટે સસ્તી હોટલની અશાંત રાત્રીમાં
અને ભૂસુ છાંટી ઉઘાડા છીપલાંવાળી હોટલોઃ
દગાખોર આશયની નીરસ દલીલ જેમ
અનુસરતી ગલીઓ
તને દુર્નિવાર પ્રશ્નમાં દોરી જતી…
પણ પૂછીશ નહીં,’આ શું છે ?’
ચાલ જઈએ અને મુલાકાત લઈએ.

માઇકલએન્જેલો વિશે વાતો કરતી
સન્નારીઓનું ગેલેરીમાં આવનજાવન.

બારીએ કાચમાં પીઠ ઘસતું પીળું ધુમ્મસ,
બારીએ કાચમાં મોઢું ઘસતો પીળો ધુમાડો
સાંજનો ખૂણો લપકારતો,
ખાળમાં અટકેલા ખાબોચિયા પર રસળતો,
ઠરવા દેતો પીઠ પર ધૂમાડિયામાંથી ઝરતી મેશ,
અગાશીએથી સરકી,અચાનક ફાળ ભરી,
અને જોયું કે આ ઓક્ટોબરની મુલાયમ રાત્રી છે,
ક્યાંક ઘર ફરતે ટૂંટિયું વાળ્યું,અને જંપ્યું.

અને ખરેખર હશે સમય
પીળા ધુમાડાને જે રસળે ગલીમાં,
બારીમાં કાચે પીઠ ઘસતો;
હશે સમય,છે સમય શેષ
તને મળનારા માણસોને મળવા તારો ચહેરો તૈયાર કરવા;
હશે સમય હત્યા અને સર્જન માટે,
દરેક કામ તથા મજુરી માટે સમય હશે રોજ
જે તારી થાળીમાં પ્રશ્ન ઉંચકી પડતો મૂકશે;
સમય તારે અને મારે માટે,
ઉપરાંત સેંકડો અનિર્ણયો માટે,
તથા અવલોકન અને પુનરવલોકન માટે,
ચા-નાસ્તો લેતાં પહેલાં.

ગેલેરીમાં સન્નારીઓનું આવનજાવન
માઇકલએન્જેલો વિશે વાતો કરતી.

અને ખરેખર સમય હશે
વિસ્મયાર્થે,’કરું હિમ્મત?’અને,’થશે હિમ્મત ?’
પાછા વળી દાદરા ઉતરી જવાદે,
માથા પર વાળ વચ્ચે મારી ટાલ સાથે-
[એ લોકો કહેશે,’વાળ કેમ પાંખા વધે છે એના!’]
મારો પરોઢી ડગલો,ચિબુક સુધી ફિટોફિટ કોલર,
મારી મોંઘી અને વિનયી ટાઇ,પણ સાદી ટાઇ પિનથી મક્કમ-
[એ લોકો કહેશે,’પણ એના હાથ પગ કેવાં કૃશ છે!’]
કરીશ હિમ્મત
વિશ્વને કનડવાની?
એક મિનિટમાં સમય મળશે
નિર્ણય અને ફેરતપાસ માટે જેને પળ ઉલટાવશે.

કારણ અગાઉથી બધાં જાણીતા છે મારા,જાણેલાં છે બધાં-
પરિચિત છે સાંજ,સવાર,બપોર
મેં માપી છે મારી જિંદગી કોફીની ચમચીઓથી;
હું જાણું છું અવરોહથી ક્ષીણ અવાજ
દૂરના ઓરડેથી આવતા સંગીત તળે.
તો ક્યમ ધરું ગૃહીત?

અને આંખો બધી અગાઉથી જાણીતી છે,ઓળખેલી બધી-
આંખો જે સુત્રોમાં ટાંકે છે,
અને નુસ્ખાત્મક હું ,ટાંકણી તળે ફેલાયેલો,
ટાંગેલો અને અમળાતો જ્યારે હું ભીંતે,
કેવી રીતે કરું શરૂઆત
મારો સમય અને રીતભાતોના ઠૂંઠા પડતા મૂકવાની?
અને ક્યમ ધરું ગહીત?
અને હાથ મારા જાણેલાં છે,જાણ્યા છે બધાં-
હાથ જે કંકણધારી,ઉજળા અને ઉઘાડા
[પણ પ્રકાશમાં,ભર્યાભર્યા તામ્રવર્ણી રૂંઆંટીદાર.]
કપડાંમાંનું અત્તર
કેટલું બૃહદ મારૂં વિષયાંતર?
ટેબલ પર મૂકી રાખેલાં હાથ,વા શાલમાં સંતાડેલાં.
અને મારે પછી ગ્રુહીત ધરવું?
અને કેવી રીતે કરું શરૂઆત?
…..
કહેવું પડશે મારે,પરોઢિયે હું પસાર થયો હતો સાંકડિ ગલીઓમાંથી
અને જોયાં ધૂમાડા ચીરૂટમાંથી નીકળતા
બંડી-બુસ્કોટવાળા એકાકી માણસોની,બારીએ ઝુકેલા?…

હું બરછટ આંકડા હોવો જોઇએ
અરવ સમુદ્રને તળવટ દોટંદોટ કરતો.
…..
અને બપોર,સાંજ,ઊંઘે નિરાંતે!
લાંબા આંગળે પંપાળેલ,
સુપ્ત…થક્ત…કે ઢોંગી છે,
જમીન પર લંબાયેલ,અહીં આપણે પડખે.
કહું હું,ચા અને કેક અને આઇસ્ક્રિમ પછી,
છે શક્તિ ક્ષણને એની કટોકટી સુધી ધકેલવાની?
પણ હું રડેલો અને ઉપવાસી,રડેલો અને પ્રાર્થ્યો છતાં,
મેં જોયું મારું માથું[થોડી ટાલવાળું]થાળી પર.
હું પેગંબર નથી-અને અહીં એને મહત્વ નથી;
મેં જોઇ છે મારી મોટાઈની ક્ષણો ઝબુકતી,
અને મેં જોયો છે શાશ્વત-અનુચર મારો ડગલો અને બૂટ ઝાલી રાખતો,
અને ટૂંકમાં,હું ભયભીત હતો.

અને એ કદાચ ઉચિત હોત,એકંદરે તો,
પ્યાલા,મુરબ્બો,ચા પછી
ચિનાઈ ખખડાટમાં,તારા-મારા વિષયક વાતો વચ્ચે,
એ તકલીફ લેવા લાયક હશે,
હસતાં વાત ગળી જવામાં,
દડામાં વિશ્વ નીચોવી લેવામાં,
કોઇ દુર્નિવાર પ્રશ્ન સામે ગબડતો મૂકવામાં,
જેમ કેઃ ‘હું લાઝરસ*,મૃતકોમાંથી આવ્યો છું,
તને બધું કહેવા પાછો ફરેલો,હું બધું જ કહીશ તને-‘
જે પુરુષ, ગોઠવે ઓશિકું એના માથા નીચે,
એણે કહેવું ઘટેઃ’મારો ઇરાદો એવો બીલકુલ નથી.
ના એવું નથી,બીલકુલે નહીં.’

અને એ કદાચ ઉચિત હોત,એકંદરે તો,
એ તકલીફ લેવા લાયક હશે,
સૂર્યાસ્ત પછી આંગણું અને છંટાયેલી ગલીઓ
નવલકથા પછી,પ્યાલો ચા પછી,ફરસ પર ઢસડાતા સ્કર્ટ પાછળ-
અને આ,ઉપરાંત ઘણું બધું?-
મારા કહેવાનો મતલબ અશક્ય છે કહેવો!
પણ જાણે સ્લાઈડ પ્રોજેક્ટર મનોદૌર્બલ્ય પડદા પર દેખાડેઃ
એ તકલીફ લેવા લાયક હશે,
કોઇ પુરુષ,ઓશિકું ગોઠવે વા ખેંચી કાઢે શાલ,
અને બારી તરફ વળતાં.કહેવું જોઇએઃ
‘ના એવું બીલકુલે નથી.
એવો બીલકુલે નથી,મારો ઇરાદો.’
…..
ના! હું રાજકુમાર હેમલેટ નથી, હોવાનો આગ્રહ પણ નથી;
હું ચાકર છું બાપા,જે કરશે
કથા આગળ વધારવા,ભજવો દ્રશ્ય એક-બે,
સલાહ આપો રાજકુમારને,નિઃશંક ,જંબૂરો,
ભિન્ન,ઉપયોગી થવા રાજી,
દૂરંદેશી,સાવધ અને અતિચોક્કસ;
ઉત્તમ અભિપ્રાય,પણ લગીર મંદબુધ્ધિ;
ક્યારેક,લગભગ,હાસ્યાસ્પદ-
ઘણુંકરી,ક્યારેક,વિદુષક.

હું વૃધ્ધ થયો…થયો છું વૃધ્ધ…
હું પહેરીશ પાટલુન નીચેથી વાળેલું.

પાડું પાંથી વાળમાં પાછળ? છે હિમ્મ્ત મારામાં પીચ ખાવાની?
હું શ્વેત ગરમ પાટલુન પહેરીશ,અને દરિયા કિનારે ફરીશ.
મેં સાંભળી છે મત્સ્યકન્યાઓ ગાતી,અરસપરસ.

મને નથી લાગતું એ ગાશે મારે માટે.

મેં જોઇ છે એમને મોજાં પર દરિયે જતી
મોજાંના પાછળ વિંઝાતા શ્વેત વાળ સમારતી
જ્યારે પવન કાળું અને શ્વેત જળ વાછંટે.

આપણે રસળીએ છીએ દરિયાઈ વિસ્તારમાં
સમુદ્રિઘાસ પહેરેલી કિરમજી અને ઘઊંવર્ણી લલનઓ પડખે
માનવ નાદ જગાડે ત્યાંસુધી,અને આપણે જળબંબોળ. (૧૩૧ પંક્તિ)

(અનુવાદ-ઓગસ્ટ ૧૫થી ૩૧,૨૦૧૧-અને સુધારા ૨૦૧૩સુધી,મૂળ પ્રકાશન ૧૯૧૫ અમેરિકન પોએટ્રી મેગઝીનમાં,જે લિંક નીચે મૂકી છે.)

*લાઝરસ=an abbreviation of Eleazar, whom God helps. (1.) The brother of Mary and Martha of Bethany. He was raised from the dead after he had lain four days in the tomb (John 11:1-44). This miracle so excited the wrath of the Jews that they sought to put both Jesus and Lazarus to death. (2.) A beggar named in the parable recorded Luke 16:19-31.

લિન્ક-(http://www.poets.org/viewmedia.php/prmMID/20220)

Advertisements

Read Full Post »