Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2014

૧)   લુનિ ટુન્સ*
બે ઉંદર
પ્રથમ વર્ગમાં સીટ પર આરામદાયક બેઠાં હતાં.
એના યુવાન મિત્રનું મહત્વની હકિકતો તરફ ધ્યાન ખેંચતા
વયોવધ્ધ ઉંદરે પ્રચંડ ટોપી પહેરી હતી.

જ્યારે ટિકિટ તપાસનાર આવ્યો
વયોવૃધ્ધ ઉંદરે અંદરના ગજવામાંથી ગંભીરપણે કલગી કાઢી
ખૂલાસાની ક્ષણના પ્રવાહને અવરોધ્યા વગર.

પછી,નિશ્ચિતપણે એક યોગ્ય ક્ષણે,પહેલો રેડઈન્ડિયન
બારીમાં ડોકાયો,જે,માંસલ કાળા ઘોડે અસ્વાર,કોઈકની
વા કશાક,પાછળ પડ્યા હતા,પૂરી શક્તિથી પ્રત્યક્ષ રહેવા મથ્યા
પણ અત્યંત બડાઈ હાંકી છેવટે ત્યજવું પડ્યું

” તમારી ટિકીટ બતાડો,પ્લીઝ!’
ગાડીની ગતિ વધું એકવાર ભયાવહ નીકળી

(વધુ…)

Advertisements

Read Full Post »

૧) કલ્પનાચિત્ર

અંતરિક્ષયાત્રિઓ મૃત આફ્રિકન બાળકોના આત્મા છે
તેમની બાકી બચેલી સમજશક્તિ અને કોઠાસૂઝ
લઈ લેતા યુરોપિયનોનો પીછો કરે
એમની પ્રતિષ્ઠામાં
મંડાયેલી વૈશ્વિક વ્યવસ્થા સામે બદલો લે
દાદરામાં બોંબ બેસાડી
રાત્રે ઉડતી રકાબી અને
ઘોંઘાટીયા ભૂતોથી તેમને ભયભીત કરે
ટ્રેનો ઉથલાવીને
અને પર્વતારોહકોના દોરડાં કાપીને

બીજા અર્થમાં બાળરમત જેવું વર્તો

અને એમનું વણપ્રેર્યું બાળસહજ ઘાતકીપણું
એમની ઇતરવૈશ્વિક વેરભાવના
ચરાની સોડમ અને નગારાના ધ્વનિ
આફ્રિકન માતાના પરસેવાની ગંધ
જે કદાચ નવા બાળકને જન્મ આપશે
અને મરીગયેલાંને યાદ પણ નઃહીં કરે

અને ટચૂકડાં બદમાશોએ બીજું કરવાનુંય શું બાકી
૨/૨૫/૨૦૧૪

૨) ચીની મસાલો

એ લગભગ પંદરેક વરસ પહેલાં બન્યું,જો મારી ભૂલ ના થતી હોય તો.
અહીં,જાણો છો, બાજુની શેરીમાં,એક ઊંચું મકાન છે,
જ્યાં તેમણે રૂમો ભાડે રાખી હતી,
ખેર, કેટલાંક ચીની ત્યાં રહેતાં હતાં,એવું બહાર પડ્યું કે એ લોકો
માદક દ્રવ્યોની હેરાફેરી એમના પોતાના
પેટમાં કરતાં હતાં,
જેમ કોઈ વણઓળખ્યો મત્સ્યાવતાર,અંતે આ ખવાયેલી સંસ્ક્રુતિને નષ્ટપ્રાય કરવા
સક્ષમ.

એ જગ્યાના મોટા ભાડૂત ટેક્ષી ચાલકો અને ઊંટવૈદ,
ઉપરાંત વિમાનચાલક,એમના ઉડનખટોલાથી વંચિત,જે હમેશા
રસોડામાં ચા બનાવે
અને સાંભળે વિવિધભારતી
વસ્તુઓ તેજપૂંજથી ચળકવા માંડે,પડછાયો પાડ્યા વગર,
જ્યારે અગાઉના રગ્બી રમનારા ઊંટછાપ બીડી અને બીયર પીવે,
ગંજીફે રમતાં
બણગા ફૂંકે
એમની સાલી રગ્બીની.

પણ ચીની વેપારમાં કશુંક બફાયું,પાછળથી ઘણું લખાયું
એના વિશે.
તમે જાણો છો એમાં શું હોયઃ એક દિવસ હિસ્સા ખોટા પડ્યા–
અને પતી ગયું–
એમની વચ્ચે ત્યાં વાડામાં જ ભડાકા થયા,
ભોંયરામાં ઉંદર અને આકાશમાં પક્ષી ડરાવતાં.

ત્યાં નજર નાખતો,કોઇકવાર,ઘેઅર પાછાં વળતાં હું થોડો ફંટાઉ,
મેં ઊંચે જાળિયા તરફ જોયું અને આકાશ જેમાં,જો તમે એ વિશે
વિચારો તો, આકાશ સિવાય કશું નથી,
અને કહું તમને,મને એવું લાગે કે માણસો ખરેખર મરે,
કારણ એમનું હ્રદય અટકી જાય આ
ચિત્ર-વિચિત્ર અદભૂત વિશ્વ પ્રત્યેની લાગણીથી.
૨/૨૫/૨૦૧૪

(વધુ…)

Read Full Post »

તમારા બાળપણમાંનો લોટિયો
ક્યારેય પુખ્ત ના થયો,
ના કાળજી કરતો સમય
જે પરિચિત કિનારાઓથી દૂર ઢસડી જાય.
એના સુંવાળા ઘઉંવર્ણ ગુચ્છા,ઉનાળા પુરતા કાપેલાં
યુધ્ધ પૂર્વેના અસ્ત્રાથી,ક્યારેય વધ્યા નહીં.
ના,એ ડૂબી ન હતો ગયો,
નજીકમાં કોઇ ઊંડી નદી નહતી
સુસ્ત સમયપ્રવાહ બાદ કરતાં,કિનારા ખવાતા હતાં.
એની મા,ભૂલકણી,વરંવાર બારણે જઈ
એની બેફીકર બાળ રમતમાંથી બોલાવતી
જેમાંથી સમયસર ઘેર પાછા ફરવું કઠીન હતું-
અને એ પાછો ના ફર્યો.
નહીં રાત્રે
નહીં શિયાળામાં.
જ્યારે તમે પણ પુખ્ત થઈ ગયાં અને અચાનક સમજાયું
કે તમે દિકરાને તમારું જ નામ આપ્યું…
૨-૨૫-૨૦૧૪, હાલિના ક્રોઉક

(વધુ…)

Read Full Post »