Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન, 2014

૧)
દ્વિલય (syrinx*)

બોચી પરના ઉના શ્વાસે મને જગાડ્યોઃતું મારા કાનમાં તારી
જીભ લપકારતી હતી હું સ્વપ્નીલ હતો જ્યારે તું પડખામાં
હતી તાજા પાણીએ સુગંધી અને લેંઘા વગર.

પછી આપણે પડી રહ્યાં છત તાકતાં.તેં ઠપકો આપ્યો મારા
અબોલ દોષને.હું કેવળ કહીશ કે હું કશું એથી વિશેષ
અત્યારે.પછી આપણે બોલ્યા અને એથી વધારે

ગોથાં ખાધાં.અંધકાર જેમાં હું ભટકું અસીમ હતો.
અત્યારે બહાર બસો પણ ખાલી છે.કેવળ મારાં
પગલાં ફૂટપાથ પર પડઘાય.પહેલો પ્રકાશ બેકરીમાંથી

ઉદભવતો હતો.પહેલું પંખી જાગ્યું હતું.કદાચ તું ઊંઘતી
હતી.પણ બધાંમાં સૌથી ઠંડો હું છું અને મને માફ નથી
કરી શકતો.એક જ વસ્તુ સાટું વાળે છે તે તારો ઉનો શ્વાસ.
( અનુ.૬/૨૪/૨૦૧૪)
*syrinx:-syrinx, the vocal organ of birds, located at the base of the windpipe (trachea), where the trachea divides into the bronchi (tubes that connect the trachea with the lungs). The syrinx is lacking in the New World vultures (Cathartidae), which can only hiss and grunt, but reaches great complexity in the songbirds, in which it consists of paired specialized cartilages and membranes (the inner, or medial, walls of the bronchi), controlled by as many as six pairs of minute muscles.
Sound vibrations in the tracheal air column are evidently initiated and modulated by the vibrating membranes, specialized parts of the bronchial or tracheal walls. Songbirds, and probably other birds, are able to control the right and left halves of the syrinx separately, thus singing with two independent voices.
૨)
દરેક વાતચીત એક કોયડો

( એક સામાન્ય પ્રશ્નથીઃ)
નારિયેળની ચીરીઓમાં
કોણ ભાત ઉપસાવે છે?
કપિલ દેવ.

( બાળકોના પ્રશ્નથીઃ)
તમે જાણો છો છઠ્ઠા વિશ્વની બૃહદ
ચીઝ કેવી દેખાય છે?
ભ્રરરર…

( રિજિંદા પ્રશ્નથીઃ)
તો પછી કેવું ચાલે છે?
સરસ સવાલ,પણ માફ કરજો.એ તમારી પંચાત નથી અને નથી
દેખાતો માર ગાલે ચોંટી રહેલો ઝીણો માઇક્રોફોન?

( અઘરા પ્રશ્નથીઃ)
કઇ ચોક્કસ મનોદશા તમારે મતે
અને એ ક્યાં ભરાઇ રહે?
એ બાબતે હું પાછો ફરીશ,અને જાણ ખાતર એનો જાણકાર નથી
અને ઉપરાંત મને ભય છે કે- તું ટૂંકીટચ ઇ-મેલમાં મોકલીશ આ બધું મને?

(વેદનાદાયક પ્રશ્નથીઃ)
તારા જેવો માણસ
ક્યમ સાબિત કરે એ જીવંત છે,હયાત અને મથતો?
મારા વીમાખત પર ઓળખ નંબર,મારો હાથ
મારી ઠીંગણી સ્ત્રીના ઢગરાં પર વત્ત શુભરાત્રિ ચુંબન મારા બાળકના કપાળે.
અને
( કલાકારના પ્રશ્નથીઃ)
શું સબમરીન
પિગબોટ પણ છે?
હાસ્તો વળી!
(તાળીઓ)
( અનુ.૬/૨૫/૨૦૧૪)

SYRINX
a hot breath on my neck that woke me: you were sliding your
tongue into my ear I was already dreaming when you lay
down beside me so freshly showered and wearing no pyjamas.

then we lay there staring at the ceiling. you reproached me for
my wordless accusation. all I would say was that I would not
say anything more for now. then we spoke and only stumbled

even more. the darkness I am wandering through is total.
even the trams outside are empty at this hour. only my
footsteps echoing on the pavement. the first light emerging

from the bakeries. the first birds waking up. perhaps you are
asleep. but I’m the coldest of all and cannot forgive
myself. the only thing redeeming me is your hot breath.

Norbert Hummelt,(Germany, 1962)

EVERY CONVERSATION A QUIZ
(to a simple question:)
Who makes the patterns
in the coconut slices?
Martin de Vries.

(to the children’s question:)
Do you know what the big cheese
of world six looks like?
err . . .

(to the everyday question:)
How’s it going then?
Good question, but I’m sorry, that’s none of your business, and can’t
you see there’s a minuscule microphone stuck to my cheek?

(to the difficult question:)
Which states of mind do you mean exactly
and where do they usually hide out?
I will come back to that, and by the way I don’t think I am the person
and also I am afraid that – could you put all this into a short e-mail?

(to the painful question:)
How does a man like you
give proof he is alive, alive and kicking?
My social security number on my life insurance policy, my hand
on my little woman’s arse plus the goodnight kiss on my son’s forehead.

and

(to the artistic question:)
Is a submarine
also a pigboat?
But of course!

(APPLAUSE)
Micha Hamel,(Netherlands, 1970)

Advertisements

Read Full Post »

૧)
ત્યાં દરેક સરીખું છે.કોઇ
ખંડિત નથી કરી શકતું
એ આકાર.પાણીનો જે
બધું ગળી જાય.ચુંબકીય
ચીંથરાં.રીતે એકમેકની
સરભરાર્થે.દરેક ઇચ્છે
બધાં સરભરા કરે.
લગભગ ટૂકડે ટૂકડે.વચ્ચે જેમાં કોઇ
પોતાને મળી આવે.

૨)
આપણે સ્વર્ગમાં કેમ નથી ?

હું મૃતપ્રાય છું.ઊંડા બાહ્યે.મારામાંથી બહાર.
હું ગઇકાલે મૃતપ્રાય હતી અને જન્મી ત્યારથી.
હું મારામાંથી નહતી ઉદભવી.હું નષ્ટ છું.
શરીર મારું અંગત વિખૂટું પાડે.હું એમાં
હયાત ન રહી શકું.

૩)
આ નિરાશ દૂરત્વમાં. જે નથી
અહીં નથી ત્યાં.જે ધરુજે
એમના આકાશમાંથી.એમાંથી પોતાને ઊંચકીલે
અને ઘેરાં.એ એટલાં
ગીચ.એ કેવળ
છેલ્લાં થોડાઘણા દિવસ
જે એમની જગ્યાએ
પાછાં ફરશે.કોઇ કેવળ સ્થળ
બદલી શકે.પણ
કોઇ કરતું નથી.કણ
બદલી શકે છે એમનાં
સ્થળ એકમેક સાથે.અને
બધું સ્વયં.

૪)
હું પાંદડાં સામે જોઇ મારી અપેક્ષા એનામાં
જોડી દઉં.જે વર્ષાંત સુધી
ત્યાં જ ટકી રહે.જો પવન હલબલાવે.
અને ધ્રૂજવું અણજોયું.હું નીરખું
એને મારા આવાસેથી.નથી એ એનું
સ્થળ કાયમી? સ્વયંમાં
સરીખું? જે મને તે પછી
જીવાડે.એમાંથી અને કાયમ માટે
પાછો વળું.વા કેવળ
મને ગોળ
ફેરવું.
( અનુ.૬/૨૩/૨૦૧૪)

1)

Everything there is alike. One
cannot break that
form. Of water which
absorbs everything. The
magnetic rag. To treat
each other the way. One wishes
everyone to treat each other.
Almost in pieces. Between wherein one
finds oneself.

2)

WHY ARE WE NOT IN PARADISE?
I am dying. Deep outside. Out of myself.
I was dying yesterday and since I was born.
I wasn’t born out of myself. I am destroyed.
My body disjoints all I own. I can
not be in there.

3)

In these despairing distances. Which can
be neither here nor there. They shimmer
from their domains. Lift themselves out
and blacken. It is
so dense. It is only
these last few days
which will return
to their places. One can change
place. But
no-one does it. Even
the atoms can change their
places with each other. And
everything itself.

4)

I look at a leaf and attach my hope
to it. That despite the year’s end
it will remain. If the wind will quiver.
And trembling not notice. I look
at it from my place. Hasn’t
its place always been? Similar
in itself? What keeps me
then. From that and for ever
turn back. Or just
turn myself
around.

Ann Jäderlund,(Sweden, 1955)

Read Full Post »

૧) ખૂંધવ્હેલ

બે વિશાળ વાદળ આકાશમાંથી લૂલાં પડે
દ્રિયાઈ સપાટી પર
અને એ ફાટમાં એક નાઉં હોડકું-
નાનકાડાં સૂકાને એને ફૂટે પાંખો
અને ઊડી નીકળે
બગલાંનો પીછો કારતું,
નવો દરિયાઈ આકાર દોરતાં.
રસ્તો ડૂંગરને વીંટળાય
દરિયાને ઊંચો આણતા.
જ્યારે આપણે ટોચે હોઇએ,મારૂં પાતળું નેત્રપટલ
દરિયો સમાવતું નથી જે ભારે અને પાંખો જણાય
મારાં વયસ્થ પરિયા જેવાં.હું આંખો મીંચું.
મોટરગાડીમાં,ઠંડો પવન ફૂંકાય
પવનની હાર્મોનિયમ આંગળીઓ મારો હાથ રમાડે
પુનરાવર્તિત અદ્રશ્ય તરંગે.
મારી ચામડી તળે ખૂંધવ્હેલનો ફળી વહેળો ફૂટી નીકળે
એમનું માથું ઉંચકતી,મને ફરી પધારજોના ફૂવારા
ફૂંકતી,
ટાપૂના પ્રમાણભૂત આલેખ જેવી ગંભીર. ( અનુ.૬/૧૯/૨૦૧૪)

HUMPBACK WHALE
Two huge clouds droop from the sky
onto the ocean surface
and in that cleavage, a small fishing boat—
with a little steering it sprouts wings
and flies out
to chase seagulls,
drawing a new coastline.
The road is spiraling uphill,
lifting the ocean.
When we’re near the top, my thin retina
can’t embrace the ocean that looks heavy and dull
as my aged ancestors. I close my eyes.
Inside the car, the air conditioning blows out
piano fingers of cold air that play my arms
in recurrent invisible waves.
Under my skin streams out a large pod of humpback whales
raising their heads, spewing out
farewell to me,
as solemn as the standard scripts of the island.

Hu Xudong (2010. Taiwan)

૨) રશિયાઈરંગ

તમે ટોળાથી આઘે ઊભાં રહો,સત્તાને અડકી.
તમે કોર ઉપરાંત ચોકઠુંય ધ્યાન પર લેશો.
ટોળું,વિસ્તાર કળવા
તમે સૌન્દર્ય,વિસ્તારનું ઊંડાણ,પ્રકાશ ધ્યાન પર લેશો
મોડા દિવસે, વાતાવરણ તીવ્ર અને
પરિવર્તિત થશે,ખેર,બધું જ પરિવર્તન છે.
તમે પહેલીવાર જોતાં થશો કે
દરેક વસ્તુ છેલ્લી વસ્તુ સરીખી
એ કેવળ વિપરીત અને તે ય ક્ષણભર.
જ્યારે પરિવર્તન ભ્રમણ પૂરું કરે
પદાર્થ પાછાં ફરે ભિન્ન
કારણ દર્મ્યાન એ એકસમાન જ રહ્યાં’તા.
સાતત્ય તમારી કલ્પના નથી.
પણ તમે જે કલ્પ્યું’તું તે બદલાવાનું હતું
તમે પણ અને ટોળું પણ ( અનુ.૬/૧૯/૨૦૧૪ )

BOLSHEVESCENT
You stand far from the crowd, adjacent to power.
You consider the edge as well as the frame.
You consider beauty, depth of field, lighting
to understand the field, the crowd.
Late into the day, the atmosphere explodes
and revolution, well, revolution is everything.
You begin to see for the first time
everything is just like the last thing
only its opposite and only for a moment.
When a revolution completes its orbit
the objects return only different
for having stayed the same throughout.
To continue is not what you imagined.
But what you imagined was to change
and so you have and so has the crowd.
Peter Gizzi,(USA, 1958)

૩) પહેલાં બાળકો હતાં પછી
સૈનિકો આવ્યા અને રેતીમાં ગૉળીબાર કર્યો.
ખૂરશી ઊથલી પડી.
તમારું કોરંટ જતું રહયું હતું.
તમે ગોળીબાર પત્યા પછી યે બબડ્યાં.
તમે સૈનિકઓ સાથે સ્થાનિક ભાષામાં વાતો કરી.
બાળકો અરવ એક કોરે ઊભાં રહ્યાં
પછી વરસાદ ફરી આવ્યો
પછી પાંદડાં જેમાંથી તમે ઉદભવ્યાં.
તમે કદાચ બધું ફરી વિચાર્યું
જ્યારે તમે નજદીકના કેન્દ્રાંતરમાંથી નિસાસે આવો
મારે પડખે
ત્યારે તમે ટોળમાં ગણગણો
કે તમે પરી હતાં અને હું ઠીંગુજી.
એક મુરખ
ઠીંગુજી મોટા પેટ અને નાની
શ્વેત દાઢી સાથે અને લગભગ નગ્ન એક વસ્તુ સિવાયઃ
આ શ્વેત કાગળની ફીત મારા ડાબેથી જમણા
હાથ સુધી ફરકે છે. ( અનુ.૬/૧૯/૨૦૧૪)

first there were children later
the soldiers came and fired in the sand.
chairs fell over.
your blank sheets had gone.
you spoke although the shooting had stopped.
you spoke to the soldiers in the local language.
the children stand silent to the side.
then the rain’s there again
there are leaves again from which you emerge.
you’re probably thinking of it all again
when you come sighing from the focal point very close
beside me
then you whisper in jest
that you were a fairy and I was a gnome.
a rather silly
gnome with a fat paunch and a little
white beard and almost naked except for one thing:
this ribbon of white sheets floating from my left
to my right hand.
antoine de kom,(1956,Netherlands)

Read Full Post »

૧) દેવદૂત જોઇ ન શકવાની અશક્તિ વિશે

નિરખો,પાંખા અજવાળે
હું અચંદ્ર સંધિકાળ સામે
ઊભો રહ્યો
આવડત ઊંટડે ચઢાવી
દેવદૂતોના નામચીન નંબર
જે ભાગ્યે ટાંકણી માથે બંધબેસે
જેની સામે,અને કઈ આદતે
હું બોલું- રોકો મને
પરસાળે અને ફાડી નાખો મારી ટિકિટ
એક થીજેલું સરનામું
૩૦ સેકન્ડપણ મારો શાકભાજી પ્રેમ ઘટાડી નહીં શકે

ON NOT BEING ABLE TO PERCEIVE ANGELS
in the twilight lo
I stood before the twilight
without even a moon
jacking up the artifice
the proverbial number of angels
that could fit on the head of a pin
before whom, and in what habit
I speak—stop me at the very
vestibule and rip up my ticket
one frosty address will not
diminish one jott my vegetable love

© 2012, Julian Talamantez Brolaski,(USA, 1978)

[jott–૨૦૦૬માં એકર્લિ પાર્ટનર અને ડ્રેપર રિચર્ડ દ્વારા ૩૦ સેકન્ડનો સંદેશો મોક્લવા કેળવાયેલી ટેકનોલોજી.]

૨) અર્પિતાને

પ્રિય અર્પિતા
ડરીશ નહીં
વિશ્વ ગોળ છે
સપાટ ભાસતું હોવા છતાં
માણસ કદાચ સભ્ય હશે
માણસ કદાચ અસભ્ય હશે
પણ છેવટે તો
આપણે મૃતકો જેવાં જ
લાંબું તમે જીવો
ટૂંકું એટલું એ ટકે
પાણીમાંથી તમે ઉદભવો
અગ્નિમાંથી પસાર થશો
માટે પ્રિય અર્પિતા
ડરીશ નહીં
દુનિયા ગોળ છે
અને એ બેદરકાર ના થઈ શકે. (બન્ને કાવ્ય અનુ. ૬/૮/૨૦૧૪)
TO ARI
Darling Ari
Don’t get scared

The world is round
Tho looking flat

Man may be good
Man may be bad

But in the end
We’re just as dead

The longer you live
The shorter it lasts

From the waters you came
Thru flames you will pass

Therefore darling Ari
Don’t get scared

The world’s spinning round
And it couldn’t care less

© J.A. Deelder,(The Netherlands, 1944 )

૩) અરવ

બોલતીવેળા અચકાશો નહીં
અને તમારું અરવ ફેંકે તમારી પ્રતિભા
એવા કોઇકની જે કેવળ માહિત.
પણ હવે લગીર ઓકેલું વળગી રહે
સ્થગિત શબ્દ જેવું તમારે હોઠે,
ઉખરાંટાં મોઢાને,તમે ફરી ચાટી નથી
શકતા,ઉચ્ચારી નથી શકવાના.

તારે હળવા શ્વાસ લેવાનું શીખવું જોઇએ
જ્યારે ચુંબતો હોઊં તારા ભીના હોઠ
તારી ઉત્તેજીત જીભ.
પડજીભને અત્યારે અત્તર જોઇએઃ
તું મોઢેમાં ટીંપા મૂકતું છીદ્ર રાખ
પછી દબાવ અને
ગળીજા,ગૂંગળઈશ નહીં. (અનુ.૬/૧૫/૨૦૧૪)
QUIET
You never hesitate when you speak
and you’re a spitting image when you’re silent
of somebody who just knows best.
But now a little vomit clings
like words still to your lips,
to your open mouth, you can’t make it
leak out, make it speak out.

You must learn to inhale slowly
when I kiss your moist lips,
your goose-flesh tongue.
The uvula needs perfume now:
you should put the atomizer aperture
inside your mouth and squeeze
and swallow, not choke.

© 1996, Paul Bogaert,(Belgium, 1968)

૪) બાળકઃ
આકાશમાં જોયું એક ઊડતું ટોળું પંખી હતાં અને પીંછાદાર પ્રાણી જે એકમેકને કરડી ખાધેલાં અને ખોતરેલાં એકરૂપ ન થાય,વાદળ સમ,દરેક શરીર એક્મેક સાથે સંકળાય નહીં,ફર અને પીંછાં,નહોર અને ચાંચ સુધી.મને જાણ નથી તેઓ એકમેકને વળગી રહે ભય કે પ્રેમથી,વા એકમેકને કરડે કે ખોતરે ધીક્કારથી.કશું કીરમજી નથી.સમગ્ર કાળું છે.કાળા ફર સમ.લાવો

૪-૨) ના હું કહું બાળકને
એ દ્રષ્ટિએ આપણે નથી જોવાનો હું
ના બાળકે કહ્યું; આપણે ચીસ નાખીએ
( અનુ.૬/૧૫/૨૦૧૪)

1)
the child:
I see a flock move across the sky it is birds and furred animals which have bitten and scratched each other until they have become one, a sort of cloud, all the bodies closely hooked together, to a large darkness of feathers and furs, claws and beaks. I don’t know if they cling to each other out of fear or love, or if they bite and scratch each other out of hatred. Nothing is red. Everything is black. Black as fur. Bring
2)
no I tell the child
that’s not how we should see it
no the child says: here we scream

Monica Aasprong,(Norway, 1969)

૫) ચીની ચમત્કાર

મારી સવારની કસરત પહેલાં
હું ચોરીછૂપી એક નજર
દરવાજા પાસે
( ચીની સાહીથી દોરેલા એના ચિત્રમાં)
પલાંઠી મારી બેઠેલા જ્ઞાની તરફ માંડતો.

કલાક પછી,થાકેલો,પાછો ફરું
ત્યારે ખોખામાંથી ત્રણ-ચાર બિસ્કુટ કાઢું
અને પછી ચા બનાવું
જે શાંતતઃ ગટગટાવું
સવારની પહેલી -અને છેલ્લી-
સિગારેટ સંગાથે.

ચિત્રમાંનો જ્ઞાની,
જેની પાસે ચીનના રાજાનો લાલ રાજચિહ્ન છે
એ ચોરીચૂપકી ભરી દ્રષ્ટિ વાળૉ નથી,
અને ધૂમાડામાંથી સીધું મને તાકી રહે છે
એની બે વેધક આંખોથી.
હું એટલો અગવડ ભર્યો કે મેં જોયા નહીં
એના હાથ,ચોરીછૂપી,દરવાજો ઊઘાડવા
જતાં ચિત્રમાંથીઃ
પડોશીના બાગમાંથી એક નાનકડું પંખી
આવી ટેબલ પર બેસે
અને થોડાં કણ ચોરી લે
જેવો હું છોડને પાણી પાવા વળું.

હવે પડોશી પંખી અને હું ચોર નથી.
હવે મિત્ર છીએ,એટલા
ડાહપણમાં તરબોળ
કે અમારામાંથી એક,આજે સવારે,
કવિતા રચે
જ્યારે બીજો ભીંત પરના ચિત્ર સામે
પાંખો ફફડાવે-
ગુરુ પ્રત્યે દ્વૈત કૃતજ્ઞતા,
ચિત્રમાંનો જ્ઞાની જન. (અનુ.૬/૧૪/૨૦૧૪)

CHINESE MAGIC
Before my morning exercise
I took to stealing a glance
at the wise man sitting cross-legged
(in his painting done in Chinese ink)
near the door of the room.

When I return, exhausted, an hour later
I take three or four cookies out of the package
and prepare a cup of tea with milk,
which I drink in peace
with the first—and last—
cigarette of the morning.

The wise man of the painting,
which bears one of the Chinese Emperor’s red seals,
is not content with stealing glances,
and stares right at me through the smoke
with his two piercing eyes.
I’m so embarrassed that I don’t see his hand
as it reaches, stealthily, from the painting
to open the shutters:
a small bird from the neighbor’s garden
lands on the table
and steals some crumbs
as soon as I leave to water my plants.

The neighbors’ bird and I are thieves no longer.
We’re friends now, so steeped
in this wisdom
that one of us, this morning,
is writing a poem
while the other flaps its wings
in front of the painting on the wall—
in twin gratitude to our master,
the wise man of the painting.

Mohamed Al-Harthy,(Oman, 1962)

Read Full Post »

૧) પ્રવાહી સમય

તારી ચામડી પરોઢ જેવી
મારી કસ્તૂરીશી

એક આલેખે શરૂઆત
નિશ્ચિત અંતનો

ઇતર,
અંત, વિશ્વાસપત્ર આરંભનો.

૨) ન્યુયોર્કમાં જાગતાં

પડદા પવન સામે
મક્કમ અજમાવે,

બાળકો ઉંઘે,
દેવદૂત સાથે સ્વપ્ન
આપલે કરતાં.શહેર

ઘસડી જાય પોતાની જાગ્રતતા
પાટા ઉપર; અને
હું,એક અલાર્મ, જાગું
યુધ્ધની અફવા તરીકે,

પડી રહી આળસ મરડતાં મળસ્કે,
અપૂછ અને બેધ્યાન.
૫-૩૦-૨૦૧૪

(વધુ…)

Read Full Post »