Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2015

(ભાષા)

ભીંગડુ બાઝેલા ઘા જેટલી હું થાકેલી છું,
ચામડી પુષ્ટિદાયક રજઈ જેવી,
જે હમેશા આવે,પળાયેલાં વચન જેવી,
જ્યારે ઘા ઉંઘી જાય.

હું પસંદ કરું થાક ખરતાં પાંદડા જેવી સાદગીમાં.

મારી ગમગીની પર્વત જેવી ઊંચી અને નિ;સ્તબ્ધ છે,
લાંબુ અંતર નીહાળતી
પણ ત્યાં પહોંચી ના શકે.

ઓમ્લેટ સમ, મારા આંસુ દૈનિક અને ખારા છે.

ઘાયલ પર્વત પાંદડે ઢંકાવુ ઇપ્સે છે, ઓમ્લેટથી નહીં.
એ માત્ર સ્વાભાવિકતા, નથી એ ?

(Language)

I am tired as a wound covered over with skin.
Skin like a reassuring blanket,
that comes always, like a fulfilled promise,
when wounds go to sleep.

I prefer to be tired plain as a falling leaf.

My sadness is still and high as a mountain,
observes long distances,
but cannot reach them.

Like an omelet, my tears are everyday and salty.

The wounded mountain wants to be covered in leaves. Not omelets.
It’s only natural, isn’t it?

translated from the Hebrew by Gili Haimovich.

Advertisements

Read Full Post »

ભરવાડી ગીત

ભરવાડી ગીત
નથી જાણ મને કેવી રીતે ગણગણવુંં ઃ

છાણ જેવો રંગ મારી ગાયનો
શિયાળની બોડની
ભોંય જાણે

કચરી ઠાંસેલો ચારો
વેરાયેલાં છોતરાં
બે બિડાણ વચ્ચે.
તૂટતી દેવેટના મોગરાનો રંગ !

અને કેવો સફેદ ધબ્બો એને ઃ

ચહેરા પર,દૂધિયાં તલકાં
જે છોકરીઓ છાંટે ત્યાં

અને થાપે,જળહળાં આકાશ
ઉદભવતા સૂર્ય રંગ્યુ.
૧૨/૩૧/૨૦૧૪
PASTORAL SONG
I don’t even know how to say it:

my cow is the color of dung
like the bottom
of a fox den

stamped down wood meal

strewn husks
between two paddocks.
the color of snuffed flame!

and what white spots it has:

on its face, speckles of milk
which the girls splatter there

on its hips, the sparkling sky
painted by the rising sun.

Ruy Duarte de Carvalho
(Portugal, 1941)

Read Full Post »

હું તારો પ્રેમ ભીખથી નહીં માંગુ.
એ પડખે સુરક્ષિત ગોઠવેલો છે…
હું નહીં લખી મોકલું
સંદેહશીલ પત્ર તારી પરણેતરને.
પણ ડાહ્યો થા,મારી સલાહ માનઃ
એને મારાં કાવ્ય વાંચવા આપજે,
સાથે મારો ફોટો પણ આપજે-
નવ્ય-પરણિતા સાથે હેતપ્રીત રાખજે !
અરે,જ્ઞાન ભોળાં માટે યોગ્ય કહેવાય,
તેઓ પૂર્ણતઃ જીત અનુભવે,
પછી મૃદુ સહયોગી વાણી,
વા કોમળ સુહાગરાત સંસ્મૃતિ…
અને જ્યારે તેં વાપર્યા હશે
બધાં સિક્કા આનંદના તારા મિત્રો સાથે,
અને તારો આત્મા બધાંથી તરબતર,
અચાનક તું શરમ અનુભવીશ-
આવીશ નહીં-હું તને ઓળખવામાં નિષ્ફળ નીવડીશ-
મારે માટે,રાત્રિનો ખસિયાણો આગંતુક.
કારણ કેવી રીતે કરૂં હું મદદ ?
મારી પાસે આનંદ માટે ઉપાય નથી.
૧-૨-૨૦૧૫
‘I won’t beg for your love.’

I won’t beg for your love.

It’s safely laid aside….

I won’t be penning jealous

Letters to your bride.

But be wise, take my advice:

Give her my poems to read,

Give her my photos beside –

Be kind to the newly-wed!

Oh, knowledge is better for geese,

Feeling they’ve won completely,

Than sweet companionable speech,

Or a tender first-night memory…

And when you’ve spent all your

Kopecks of joy with your dear friend,

And your spirit’s sated with it all,

And suddenly you’re ashamed –

Don’t come – I’ll fail to know you –

To me, night’s crestfallen guest.

For how could I help you?

I’ve no cure for happiness.

http://www.poetryintranslation.com/PITBR/Russian/Akhmatova.htm#_Toc322442119

Read Full Post »

હથોડી

મેં જોયાં છે
જૂના ઇશ્વર જતાં
અને નવાં આવે.

રોજ્ર રોજ
અને દરેક વરસે
બાવાલાં, ઉતરે
અને સ્થપાય.

આજે
હું હથોડીની પૂજા કરું.

(નોંધઃ poetry: a magazine of free verse
page 194 march,1914)

The Hammer

i have seen
The old gods go
And the new gods come.

Day by day
And year by year
The idols fall
And the idols rise.

Today
I worship the hammer.
(Carl Sandburg,America)

http://www.poetryfoundation.org/poetrymagazine/toc/18

Read Full Post »

ગાઢ રાતની
સુંવાળી મુલાયમતામાં
તારાં કંકણ એવી રીતે
ખણક્યાં હતાં
જેમ
સૂર્યના પ્રથમ કિરણથી
તૂટતા પહેલાં ધુમ્મસ પવનના
તરંગો પર રમતાં રમતાં
ફૂલના ઝાંકળને
ચૂમતું પસાર થાય
અને
રહી જાય ફૂલો પર મલકાટ
તારા ચહેરા જેવો…!

गहन रात की
मखमली नज़ाकत में
तुम्हारी चूड़ियाँ इस कदर
खनकने लगी थी
जैसे
सूरज की पहली किरणों से
छटने से पहले कोहरा हवा की
लहरों पर खेलता हुआ सा
फूलों के ओस बिंदुओं को
चूमता हुआ गुज़र जाता है
और
रह जाती है मुस्कराहट फूलों पे
तुम्हारे चेहरे सी…. !
*
– पंकज त्रिवेदी

Read Full Post »