Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન, 2015

ભિન્ન ફૂલ

મેં આશ્ચર્યજનક સુંદર કન્યાને જ્ન્મ આપ્યો,તેના દાંત,

તેના વાળ જોકે શૄંગાર પદોમાંથી.અને મેં

જાતે મારામાં સૌંદર્ય અનુભવ્યું,આભાર.ક્યાં છે કન્યા-

એ પૂર્ણતઃભિન્ન સૌદર્ય છે,

એ સૌંદર્ય મારે રક્ષવાનું છે.

હું હોત તો કદાચ શરમાત,

જે હશે તે મારામાં કદાચ અલ્પતઃ છે,પુરુષો

ન હોત તો મારી પાછળ ના પડત,

મને નથી ગમતું મારું સૌંદર્ય.કારણ પુરુષો

પાછળ પડે છે.મારી સુંદર દીકરી

કશુંક નવય છે.મારી દીકરીનું સૌંદર્ય

કશુંક વિવિધ છે.મારી દીકરીનું સૌંદર્ય,હું માનું,

કે એકજ અપેક્ષા છે

આ વિશ્વ માટે.

અનુ.૬/૧/૨૦૧૫

જસ્ટીના બર્ગ્યેલ્સ્કા

પોએટ્રી ઇન્ટરનેસ્નલ

(from poetry international 46th festival)

Advertisements

Read Full Post »

The 46th Poetry International Festival
THE FESTIVAL OPENS ON TUESDAY, 9-13 JUNE, WITH ‘REASONS TO BE CHEERFUL’!
૧) થીબ્સ
ઘેટું સગડી પર ભૂજાતુ ફરે,પગ
બંધાયેલાં,ચહેરો હજુ મુંઝવાયેલો,વિચારો
સદીઓ દૂર અને અચાનક તમે પ્રાચીન
વેદી નજીક ઊભા રહોઃ એક વિચાર ઘેટાનો
એક બાળક અનુકૂળતાર્થે,પરાણે ઝૂલાવેલું એની લાગણી
જાળવશે તમારું સ્વાસ્થ્ય.વિચારો

આઘે પર્વત નજીક ન્રુત્ય સંગિત,
પરિચિત ભ્રમર ગુજન બાકી રહે,ચકલી
અને યાયાવર તેમના માળા અને તમારા શઢમાંથી
પડી જતી હવાનો ભય,જૂએ તમારો જીવ જતો.પ્રિયે

ચાલ દિકરો પેદા કરીએ
પૂર્વ તરફ માથુ રાખી.
*
અને એ ગયો.અમે એને
ઊંચો કર્યો,ગોળગોળ ફેરવ્યો અને
વધું એકવાર અને એ ક્લોલ્યો કુમાશભર્યા
હાથમાં હતો ત્યારથી અને પછી
વિશ્વમાં આગળ વધ્યો એ હ્રદય સાથેજેનું લોહી અટકાવી શકાય,તોડીફોડી
ખૂણે નંખાયઃઅનર્થ
એ હ્રદય, નથી ચિનાઈ નથી સોનુ, વધારે તો
કટાયેલી માટી જેવું અને એવાં તો કેટલાંય છે,
તમારું પણ ટૂંકા સમયમાં જશે કચરાના ઢગલામાં. પણ એ
નહીં ઇચ્છે ત્યાં જતું,એ તો ઇચ્છશે
વિકાસ અને ઉત્તમ હોય ત્યાં વસવું
અને કેળવી છે,દુષ્ટ યુક્તિ.કોચલું
શરમ જેવો શબ્દ,વાડકો જેમાં
દરેક જણ ચકરાય,વરંવાર
શારીરિકતા તપાસેઃ એ હું છું,એક પ્રકારની
પ્રભાવી ચેષ્ટા જેના વડે હું ક્યારેક
કોઇના ગાલે તમાચો ચોડું?
*
ક્યાં છે પૌરાણિક નગરી ?
જૂની નગરી થોડીક વધું વિસ્તીર્ણ છે.

ક્યાં છે એ વિસ્તાર?
ચાર રસ્તા પાર,તમારે ઓળંગવા પડશે.

ક્યાં છે ચાર રસ્તા મારે ઓળગંવા ?
તમે શોધો છો તે સ્થળ પહેલાંજ.

ક્યાં છે હું શોધું છું તે સ્થળ?
પૌરાણિક નગરી ના દરવાજા પાછળ.

ક્યાં છે પૌરાણિક નગરીના દરવાજા?
દરવાજા તોડી પડાયા છે.
અનુ.૫/૨૧/૨૦૧૫

http//www.poetryinternationalweb.net
અહીં બધાં મૂળ અંગ્રેજી અનુવાદ વાંચવા મળશે.

Read Full Post »