Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2016

a)    તમારું સરનામું શું,પંખી!

૧)

સ્ત્રીલિંગ એવું સ્થળ છે

જ્યાં રહેવું અપ્રિય છે

સિવાય કે વ્હાલ દિવા જેવું ચળકતું હોય

સિવાય કે સમય જોડાણોમાં પરિવર્તે

સિવાય કે સવિલ* સંતરા સમ અંગ પ્ર્ફુલ્લિત થાય

ઉત્કંઠાના આગમને તદ્દન

૪-૨૩-૨૦૧૬

૬)

એક સ્થળ બાળપણને જીર્ણતાથી ભિન્ન પાડે

જે એ ઓરડો છે

જ્યાં આપણે સંભોગ કર્યો હતો

પહેલીવાર

૭)

હું જાણું છું એ સ્ત્રીને જેણે જીવવું એક જ સ્થળે વિતાવ્યું

મને થાય એ સ્થળ કેવું અનુભવશે

જો એ એકાએક જતી રહે

૧૫)

અહીં આ સ્થળે

હું મારી એકલતા રોપીશ

એ કવિતામાં પાંગરશે

૨૨)

કવિતા સ્થળનું અપત્ય

સ્થળ કાવ્યમાં આશ્રિત

તો ચાલો રોકાઇએ અને રડિએ…

૪-૨૫-૨૦૧૬

*

Bitter orange, Seville orange, sour orange, bigarade orange, or marmalade orange refers to a citrus tree (Citrus × aurantium) and its fruit.

It is a hybrid between Citrus maxima (pomelo) and Citrus reticulata (mandarin).[3] Many varieties of bitter orange are used for their essential oil, and are found in perfume, used as a flavoring or as a solvent. The Seville orange variety is used in the production of marmalade.

Bitter orange is also employed in herbal medicine as a stimulant and appetite suppressant, due to its active ingredient, synephrine.[4][5] Bitter orange supplementshave been linked to a number of serious side effects and deaths, and consumer groups advocate that people avoid using the fruit medically.

From Wikipedia, the free encyclopedia
b)

ગબડી પડવું

મારા ગબડવાથી ગભરાશો નહીં

જે રાગમયતાને વિભાજે

એમની ક્રમિક વાંસળીમાં

વા મારા ગાવામાં

જે સ્વર્ગમાં માપે મારા વૃણ

ચાંચના ઘા મારી;

કારણ હું  ભૂણ જેવો

સ્તનના ચંદ્રથી

પથ્થર મારવા

છતાં

૪-૨૩-૨૦૧૬

c)

અ)

જુગાર

દરેક રસ્તા આ ક્ષણ તરફ દોરે

તમે આગંતુકોની માફી ચાહો કશીક તાકીદ માટે

તમે હોટેલના ટેબલો વચ્ચેથી ઉતાવળ કરો

તમે બાથરૂમના આયનામાં તમારી અન્વીક્ષા કરીલો

સત્યના કલાક વીશે સભાન થાવ

અને એ પ્રાપ્ત આનંદ જુગાર છે જેમાં નફો અને નુકસાન એકસમાન છે

તમે ટેબલે પાછા ફરો

અને બધાં સામે ઉતાવળા ચુંબનોથી એના પર તરાપ મારો

બ)

એકાંત

સાત લાખ સ્ત્રી પેરિસમાં એકલવાયી જીવે

એમની વય ત્રીસ અને ચાલીસ વચ્ચે

અપરિણીત,લગ્નવિચ્છેદ વા

મા

ઉદ્ઘોષકનો અવાજ ખૂબ તટસ્થ હતો

આધુનિક જીવનની વિગતોમાંથી આ આંકડો ચિંત્યા કરતાં

એ સાથે સમાચાર પતાવતાં

સાત લાખ એકલવાયી સ્ત્રી

ઓ બાપરે !

અને કંપ્યુટર સામે ચાર કલાક સ્વયંને સંતાપતા હતાં

સબાળ વાક્ય રચના શોધવા જે સ્ત્રીરહિતનું વસમું જીવન વ્યક્ત કરે

૪-૨૩-૨૦૧૬

The gambler
All roads lead to this moment
You apologize to your guest excusing yourself with something urgent
You hurry through the restaurant rows
You scrutinize yourself in the bathroom mirror
Realizing that it is the hour of truth
And that getting pleasure is a gamble in which gain and loss are equalYou go back to the table
And in front of all pounce on her with a sudden kiss

Solitude
Seven hundred thousand women live single in Paris
Their age between thirty and forty
Unmarried, divorced, or
Mothers
The voice of the announcer was so neutral
Chewing this plain number from among the many details of modern life
Closing the news with itSeven hundred thousand single women
O man!
And for four hours you have been tormenting yourself before a computer
In search of good sentences that express hard life without a woman

Advertisements

Read Full Post »

૧)

સૂર્ય

કારણ ચાલવા રસ્તો હતો

અને આકાશ અવલોકનાર્થે,જે લચે

જે વરસે,અને સૂર્ય પીગળે

જમીન પર,ઝાંખરામાંથી

ધસે,ઝાડવાં રસ્તા કોરે

ખટારાના ધુમાડા વચ્ચે,

સૂર્ય ધસી આવ્યો.અંતર્ગોળમાં

નાના ધ્વની,રંગોનું અનેકત્વ,વધું અંતરિક્ષ જ્યાં

પેલાં ધ્વનિ.

એની પકડમાં હું નીચે સરકી.

એ હતાં વર્ષો.

અનુ.૪/૭/૨૦૧૬

૨)

બાવન

મારૂં ખોડિયું શારીરિક યંત્ર

ગરમી ફેંકે,અને તાબે થાય,

શક્તિ પેદા કરે વેદના સમાવવા

જે નસોમાંથી વહે અને પ્રસરે

કેન્દ્રમાંથી છેડાના બિંદુ સુધી.

કોઇ ઉષ્ણતા મારી સંભાળ નથી લેતી

રાહ જોતી એકલતાને પંપાળવા,

ઘોર નિરાશાની સંદિગ્ધ ભાળ.

આકાશમાં ભુલાયેલું તંતુવાદળ

આભાસી મોહરું સર્જે

રક્ષવા સૂર્યથી જીવન રહસ્યના,

પુરાતન કિરમજી વ્રુક્ષના સોનેરી પાંદડા

એમની અણીઓ ખરવા દે.

અનુ.૪/૧૬/૨૦૧૬

૩)

શહેરની સંરચના ચોકસાઇ ભરી છે.

શહેરની સંરચના ચોકસાઇ ભરી છે.

હલનચલન લગભગ સહેલું છે મારા જેવા માટેય જેને દિશાનું ભાન નથી.

અમે હમેશા એ જ ચકલે આવી પહોંચીએઃ એજ વિશાળ ઘોડેસવાર પૂતળું

નાનકા કબૂતર ટૂકડા જેવાં વેરાયેલાં હતાં

સૂર્ય જે દરેક દિશામાંથી આપણને પહોંચે.

ખબર છે તમને…

હું ક્યારેય કોઇ સ્ત્રી સાથે ચાલ્યો નથી.

હું સાનંદ તને મારો હાથ આપું પણ તેંકહ્યું આપણે ક્યારેય નહીં

( અને તું ખરેખર સાચી હતી).

પણ

આપણે ક્યાં જઈ રહ્યાં છીએ કોઇ નથી જાણતું.

જો આપણે સીધા જઈશું શહેર આપણને ત્યજશે.

પછી વાદળ સર્જાશે અને વેદન  વરસશે.

ગીચ ઘાસ શરૂ થશે જે ગલીઓ સંતાડશે.

વિશ્વાસ રાખજો મારામાં આપણે અડફેટ ખાઇશું અને પડીશું કોણ જાણે ક્યાં.

પછીવળી આપણી પાસે એકોય યોજના નથી આપણી સલામતી માટે.

કબુલ કરોઃ આપણે નથી છોડ્યા આપણને લગીરેય

શક્ય

અનુ. ૪/૧૦/૨૦૧૬

THE SUN
For there were roads to walk upon
and a sky to watch, that loomedthat poured, and the sun melted
on the ground, burst from the wild
plants, shrubs by the roadthrough the exhaust of lorries,
the sun forced its way. Inside a concave

of smaller voices, a myriad of colours,
more nebulous were
those voices.

I slid down into its grasp.
Those were the years.

Read Full Post »

વિશ્વની ઉતપત્તી*

(નોઓમ પોર્ટોમ,ઇઝરાયલ)

આગળ સૂચના આપું ત્યાં સુધી આ પગ વચ્ચેના દરવાજા બંધ કરું છું

અમર્યાદિત સમય સુધી,સમારકામને કારણે.

પ્રાથમિક ફળના ધારક નહીં આવે

યાત્રાળુ જાત્રા નહીં કરે

રિક્ત આકાશ તળે પ્રાર્થનાઓ નહીં કરાય

કતલ ઘેટાં બલિ તરીકે નહીં અપાય

મારી રિબાવેલ પવિત્ર વેદી પર.

વૈશ્વિક ઉતપત્તિ સડેલી નીકળી.

દરેક મનુષ્ય ભ્રષ્ટ છે.

દરેક લૈંગિક ક્રિયા-ઘ્રુણા.

મેં બંધ ઊંચા કર્યા,પ્રતિબંધ લાદ્યા,સંચારબંધી સ્થાપિ,આર્થિક બંધી-

ના પદાર્થ કે સામાન વહન

વા આયાત કે નિકાસ કરાય,

દરેક વહાણને બંદરમાં રહેવા અને તટસ્થ થતાં વરાળ

ફૂંકવા વિનંતી છે.

મેં લાકડાનું વહાણ બનાવ્યું કેવળ મને જ બચાવવા

અને અણગમતી પાયમાલી ટાળી,

મારી એકલતાએ.

હું લાવું ભારે વરસાદ,જળપ્રલય,વણથંભ્યો ધોધમાર,

અને કદાચ દરેક પુરુષ ફડફડે,પંજેટીમાંની કોડી સમ ધોવાઈ જાય.

દરેક માણસ સ્ટારફીશ જેવાં,ગંધાતા,ક્ષીણ,પાંખાં-ગૂંથણી,

દરેક માણસ કાંણાવાળા બૂચથી બંધ કરાયેલી લીલી બાટલી છે,

જીર્ણ,પરિત્યક્ત અને કપટી પ્રેમપત્ર ભરેલી,સુરક્ષિત અને આધારભૂત.

દરેક જણ લહેરે દોરવાયેલાં છે,

કાયમી બહેકેલાં અને ડૂબેલાં.

અને હું વચન આપું છું-

કોઇ બળવાખોર કાગડો મારા નશંત ઊંડાણોમાં નહીં ફડફડે,

કે મારી ખીણોમાંથી ઉતાવળિયું મુક્ત નહીં થાય,જોવા કે પાણી ઊતર્યાં હશે.

કબૂતર, ખાતરી રાખજો એને મારા હ્રદય પાસે જ સાચવીશ.

જળપ્રલય થયો જ થયો!

દરેક હયાત વસ્તુ તુટી પડી!

‘વિશ્વની ઉતપત્તી’ રહેશે થીજેલી અને સ્થિર,મ્રુત રૂપક,

છતાં જીવન મારા ટૂં કા સ્કર્ટ તળે

કોર્બેના તૈલચિત્ર જેવું

નસીબજોગ હું

કવયિત્રિ છું ,સાહેબ.

અને હવે હું સર્જીશ સાવ નવું વિશ્વ

તમે જાણો છો તે કરતાં ભિન્ન.

* Gustav Courbetનું ૧૮૬૬માં બનાવેલું તૈલચિત્ર,

The Origin of the world-

The Origin of the World, 1866 Giclee Print by Gustave Courbet at

અનુ.૩/૩૦-૪/૧/૨૦૧૬

ORIGIN OF THE WORLD
Noam Partom

(Israel, 1986) 

I hereby close the gates between my legs till further notice
For an unlimited period, due to maintenance.
No bearers of first fruit will come
No pilgrims will make pilgrimage
No prayers made under the empty skies,
Not a single butchered sheep is to be offered as a sacrifice
Upon my tortured holy altar.
The origin of the world was found to be rotten.
All men are corrupt.
All sexual activity – an abomination.
I raise a dam, lay an embargo, impose a curfew, economic ban –
No goods or wares can be transported,
Or imported, or exported,
All vessels are requested to remain in port and blow
Their steam on neutral.
I build a wooden ark to save only myself
And flee this wretched ruin,
Tout seul.
I bring down a heavy rain, a flood, a cloudburst without break,
And may all men flutter, be washed out like seashells in a rake.
All men are similar to starfish, putrid, withered, pale – the works,
All men are green glass bottles sealed with perforated corks
Carrying worn, forlorn and fraudulent love letters, safe and sound.
All men are carried by the waves,
Forever lost and drowned.
And I promise –
That no rebellious raven will flutter within my drunken depths,
Nor be set free prematurely from my abyss
To see if the waters have abated.
As for the dove, you rest assured I keep it close to my heart.
The flood already happened!
Tear all existing things apart!
‘The origin of the world’ will remain frozen and static, a dead metaphor,
Still life under my short mini skirt
Like in the painting by Courbet.
For I, dear sirs, am luckily
A female poet.
And now I will create a whole new world
All different than you know it.

Read Full Post »

જે કંઇ હોવ તમેઃ આજે રાત્રે બહાર નીકળજો

ઓરડા બહાર જ્યાં તમે સુરક્ષા અનુભવો.

આંખમાં અસીમત્વ ઉઘાડું છે.

જે કંઇ હોવ તમે.

આંખો સાથે જે ભૂલી ગઇ ક્યમ નીહાળવું

અગાઉથી અતિપરિચિત વસ્તુઓના નિરિક્ષણમાંથી

ઘેરા વિશાળ કાળા વ્રુક્ષમાં ઉંચકાયેલ

અને સ્વર્ગમાં મૂકેઃ ઊંચા,એકાકી.

બનાવ્યું છે વિશ્વ તમે અને એટલું જ જોઇ શકો.

પરિપક્વ બને એ શબ્દ સમ જે હજું તમારી જીભે છે.

અને છેવટે એનું સત્ય કળાતાં

આંખો બંધ કરી સૌમ્યપણે રમતું મુકજો  એને.

( After Rilke)

અનુ.એપ્રિલ-૪-૨૦૧૬

Entrance

Whoever you are: step out of doors tonight,
Out of the room that lets you feel secure.
Infinity is open to your sight.
Whoever you are.
With eyes that have forgotten how to see
From viewing things already too well-known,
Lift up into the dark a huge, black tree
And put it in the heavens: tall, alone.
And you have made the world and all you see.
It ripens like the words still in your mouth.
And when at last you comprehend its truth,
Then close your eyes and gently set it free.

(After Rilke)

—Dana Gioia

Read Full Post »

નમિબિયા

અણસુધર્યો પાશ્ચાત્ય પ્રદેશ
આફ્રિકાની કેડે બંદૂકની પકડ
મકરના બકરે જડેલા પટ્ટે લટકાવેલું.

સૂર્ય વરસાદ ફાંસે
ઉઘાડી પીઠવાળી ધરતીમાંથી તાણેલા
ખડકો ધડાકામાં તરડાય.

છતાં વેરાયેલ સરહદે
મુક્ત ઓળંગે,
હ્રુદ્ય પશુ.

અનુ.૪/૫/૨૦૧૬
NAMIBIA
wild west land
holster in the hip of Africa
strung on the studded belt of Capricorn.

the sun lassoos the rain
tugged from the bare backed land
the rocks crack in pistol shots.

yet on a sparse frontier
crossed freely, are
the cattle of the heart.

© Dorian Haarhoff
From: Badilisha Poetry X-change

Read Full Post »