Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2016

૧)

હું ભટકતો ચાલું છું
પગલાં કેમ નથી પાડતો.
ગઈકાલે હું આ તરફ ગયો.
સમગ્ર આયખું હું એ તરફ ગયો છું.

હું પાછળ નહીં જોઉં.
મને ડર છે મારો પડછયો મને નહીં મળે.

‘તું જીવે છે ?જ્યોર્જીયા
એક નશંત સજ્જને મને અચાનક પૂછ્યું.

‘હા,હા’મેં ત્વરિત જવાબ આપ્યો.
‘હા,હા’ મેં કહ્યું
ઝડપી શક્યતાએ.
અનુવાદ:૮/૨૦/૨૦૧૬
યાનિસ એલ્સબર્ગ,લાત્વીયા
૨)

જેવી મારી આંખ પરોઢમાં ખોલું
હું ઝરૂખાનો દરવાજો ઉઘાડીશ,પછી
ઓરડામાં પ્રવેશે ફૂટપાથ અને અવાજ
પોતાની આગવી છબીમાં
.

જાણું છું હું એ કેવળ હયાતી છે.નળમાં
લગભગ પાણી નથી,પણ
સવાર આવશે, જે તમે પીધી,
જે પાણી સમ પી શકાય.

સવાર પોતાને બારીએ લાવશે,
હકિકતમાં સવાર સ્વપ્ન છેઃ
ફૂવારો,શેરી,વીથિ અને ભાગોળ
જાગરૂકપણે

નિશ્ચિત સમે રોજ સ્પર્શાયેલ
ક્ષણભર આંખ પલકાવે
અને એ ક્ષણે કશુંક
દરેક વસ્તુને સ્વકીય રંગથી રંગે.
અનુવાદ:૮/૨૦/૨૦૧૬
રતિ અમાઘલોબેલિ,જ્યોર્જીયા

1) I’m walking and wondering
why I leave no footprints.
I went this way yesterday.
I’ve gone this way all my life.

I won’t look back.
I’m afraid I won’t find my shadow.

‘Are you alive?’
a drunken gentleman suddenly asks me.

‘Yes, yes,’ I answer quickly.
‘Yes, yes,’ I answer
as fast as I can.

Janis Elsbergs
(Latvia, 1969)
2)
As soon as I open my eyes towards morning
I shall open the balcony doors, then
Into the room will come voice and pavement
In its very own image.

I know it’s only existence. In the tap
There’s almost no water, but
Morning will come, which you drank,
Which can be drunk like water.

Morning will bring itself to the window,
Morning is a dream in reality:
The fountain, the street, avenue and square
Cautiously

Are touched by it every day at the appointed time.
It will flicker its eyes for a moment,
And that moment something
Dyes everything in its own colours.

Rati Amaghlobeli
(Georgia, 1977)

http://www.poetryinternationalweb.net

Advertisements

Read Full Post »

આપણે નથી વારસ રાજા કે વકીલનાં
અને દાદીએ ખસેડ્યો છે બરફ
હેમબર્ગની શેરીઓમાં.
પટારો ભરી સાથે લાવ્યાં તે
હિંમત,ભૂખ અને સ્વપ્ન.
વહાણના ડોલકૂવે લટકતાં
માંદા બાળકોથી કણકણતાં
ગ્રંથીજ્વર અને હાલાકીમાં જીવતાં,
તૂતક પર બાળકો જણતી સ્ત્રી સાથે
અને ઇતર વરંડામાં સૂતેલી
વા કેબિનમાં એક પથારીએ ત્રણ.
સમુદ્ર ખેડવાનો શાપ પત્યો હતો.

* * *

તારૂં કામ રસ્તો સાફ કરવાનું,
તારાં ધારિયાં અને જ્વાળાથી એવું કરવા ઉશ્કેરીદે નવા દેશને
હું તને ઓળખતી નથી,સમજતી નથી,ઇન્ડિયન
વેચાઈજા,તારાં લોકો બબડ્યાં તારા વિશે,હોંથિયા
અને તું કશું બોલીશ નહીં ?
જ્યારે તન પર મીઠુ ઠાલવવા અગર બાંધું
અને પૂર્વજ માટે શક્તિ કામે લગાડું,
હું તને જોઈ પૂછું
કોણે કર્યો છે વ્રણ તારા કપાળે ?

અનુ.૭/૨૫-૨૬/૨૦૧૬

Chapter I
We descended from neither kings nor lawyers
and my grandfather shoveled
snow on the streets of Hamburg.
The thing we brought was courage, hunger
and dreams in our trunks.
Clinging to the mast of the liner
clattering with children sick
from living in pestilence and privation,
with women giving birth on deck
and others who slept in the corridors
or three to a bed in the cabin.
The curse of wandering the seas had ended.

• • •

Your job is to clear the paths,
to make them with your machete and light fire to the open country.
I don’t know you, indian, I don’t get you.
Sell-out, your people whisper about you, sharecropper,
And you just keep quiet?
While you build the pan to salt our flesh
and put your strength behind the patriarch,
I watch you and ask
Who left that scar on your forehead?

© 2009, Gloria Dunkler
From: Füchse von Llafenko
Publisher: Ediciones Tácitas, Santiago, Chile, 2009, 978-956-8268-33-6
© Translation: 2015, Edgar García
First published on Poetry International

Read Full Post »

૧) જો એક દિવસ

જો એક દિવસ હું ઓગળી જઉં
આવજો કહ્યા વગર,અડધા આનંદે અડધી કડવાશે,
ગમે તે દિશામાં જતી બસ પકડું
અથવા ગમે ત્યાં ઊતરું,વા-મોજી
માફ કરજો મને અને મારા ક્ષુબ્ધ આત્માને.

જો કોઈક દિવસ તમારું સ્વપ્ન ખખડાવું
પરોઢે કે ગાઢ શાંત રાત્રિમાં,
મને અવગણશો નહીં વા ધકેલશો નહીં દ્વાર બહાર.મને કહેશો નહીં
અપરિચિત.હું ચઢ્યો-ઊતર્યો છું પર્વત તમારી ઝાંખી કરવા,પવન કે ધૂળમાં
અનુ.૮/૬/૨૦૧૬

૨)
જીવન

મેં આનંદ્યું છે
બાળપણની ઘઉંવર્ણ પીપરમીંટ સ્વરૂપે.
મેં ચુસી અને તરત લપેટી લીધી.
એક વધું ચુસવું…
હળુહળુ, મેં ચુસી એને, વધારે ને વધારે હળવાશે,
અને લપેટી વધું ને વધું ઝડપે.
હવે કેવળ હું અને પ્લાસ્ટિકનું વેષ્ટન.
મારે અટકાવું જોઈએ જે મને ઉદાસ કરે.
અનુ.૮/૭/૨૦૧૬

如果有一天
如果有一天,我不辞而别
带着一半的快乐,一半的忧伤
搭上一辆去往任何方向的大巴
或在半路下车,随风而去
请原谅我这颗,躁动不安的心

如果有一天,我敲开你的梦
在黎明时分,或在寂静的深夜
请别把我拒在门外,别说我陌生
我翻山越岭,风尘仆仆地赶来
只为了,与你一见

2013.8.21
If One Day
If one day I fade out,
not saying a goodbye, with half joy half bitterness,
catching a bus going any direction
or getting off halfway, wayward with the wind,
forgive me and my restless soul.

If one day I knock on your dream
at the break of dawn or deep in the quiet night,
do not reject me or push me out the door. Do not call me
a stranger. I’ve climbed over mountains and mountains
just to take a glance at you, in wind or dust.
© Kawa Nijiang
First published on Poetry International

生活
我珍爱过你
像小时候珍爱一颗黑糖球
舔一口马上用糖纸包上
再舔一口
舔的越来越慢
包的越来越快
现在只剩下我和糖纸了
我必须忍住:忧伤
Life
I’ve cherished it
as a brown candy from my childhood.
I licked it and immediately wrapped it up.
One more lick…
Slowly, I licked it, more and more slowly,
and wrapped it up more and more quickly.
Now there’s only me and this plastic candy wrapper.
I must hold back what saddens me.
© Na Ye
First published on Poetry International

Read Full Post »

ન્યાયની ભૂખ અને ઘેરી નિરાશાનું વહેણ

ઉજાણી ગોઠવ્યા પછી
કુટુંબને સણ્તિષ્યા પછી,
કુશળ આવડતવાળી ગૃહિણી સમ
પોતાને સંતોષતી
એ ચાટે તપેલી અને કથરોટ
વા ગળે અધકચરું દગ્ધ એઠું.
અને પછી ભૂખી ચ રડેલી આંખો
ચોમાસુ રાત્રિએ ઊંઘમાં ઘેરાય.
બેડરૂમમાં તમને સંતોષ્યા વગર નહીં.
એ વિતાવે દિવસો ખારા ભાત ચાટી
કાયદાએ ધરેલી રિક્ત થાળીમાંથી.
કોઈ ન્યાય આવ્યો નથી પૂછવા-‘ તેં ખાધું ? ‘
આ કોઈ એક સદી લાંબી રાત્રિ નથી
ખોરાક વગર એ ઊંઘી હોય.
એવી તો અનેક રાત્રિ હતી.
આજે પણ એને ઘેર ઉજાણી છે
કહો તેમનેઃ એના નામે
જમણમાં આવશ્યક ભાત મૂકશો નહીં
એને આવી જીયાફતો જરૂરી નથી
એની બૃહદતા વચ્ચે,એને ઉંઘતા સુધી
ઉપવાસી રહેવા એ ટેવાયેલી છે.
અગ્નિ નદીકાંઠે ગાંડોતૂર છે.
ધસતા પાણીથી
એણે જઠરાગ્નિ આવર્યો.
ઓલવી છે જ્વાળા એણે પૂરતી
અતિઊંડી
એક
અવિચારીપણાની.
૧૧/૧૨/૨૦૧૫
મંજુ કાંચુલિ ( ૧૯૫૧ )

2

પરંપરા

વર્ષો ફોટો
મારી ભીંતે લટકી રહ્યો.
ખવાયેલ, ઊંદર અને જીવાતોથી
તેઓ દ્વારા જ ઓળખી શકાય
જેમણે જોયો હતો જ્યારે…
ખોતરાયેલું સામ્ય ધરાવતો આ ફોટો
હોવાનો હક્ક કરે
દાદીમા દ્વારા પૂંજાયેલ
આ ફોટો
મારી માની બાજુમાં સગર્વ લટકે.
આજે, મેં એને ત્રાંસી આંખે જોયો.
કેટલું લાંબુ હું એ તરફ વળી હોઈશ ?
કયું આશ્વાસન ત્યાં મારે મેળવવું ?
હવે, હું ઇચ્છું
આ ફોટો લાલાશે ખરડાયેલ, ખોતરાયેલ.
ભલે જ્વાળા પહોંચે દૂરના ખૂણે.
મેં સળગતી દિવાસળી ચાંપી
વચોવચ ઊંચું મેલ્યું,પૂરું કર્યું,
એની વચોવચ.
૧૧/૧૦/૨૦૧૫
બેન્જુ શર્મા ( ૧૯૪૭ )

હું શું છું ?

અવકાશમાં કાળું છીદ્ર,
જાતે ગળેલી તડ,
પૂલ નીચે ફેંકાયેલી લાશ
પરિસરમાં ?
હે,સાંભળ-એક ચહેરો –
તારામાં હું મને મળ્યો
હું તને ભેટું અને પગે પડું
પૂછું-તારે કહેવું પડશે
હું શું છું ?
હું કેવળ
કડાકામાં થકેલી રાત્રિ છું ?
બોરડીની કાંટાળી ડાળ છું ?
હું વેર વાળતો સતિનો શાપ
કે ભીમસેન થાપાની આત્મહત્યાની તલવાર ?
અવકાશમાં કાળું છીદ્ર,
જાતે ગળેલી તડ,
ટૂકુચી પુલ નીચે ઉસેટેલી લાશ ?
વા મૂઢ કરતી સમગ્ર
કોત કતલેઆમ
કહે મને, હું શું છું ?
શું છું હું?
કેવળ અસહાય ક્ષણ
મારા તરફ વળેલી
વા ક્રમ
પોતિકા અધિકારમાં ઉદભવે અને તરછોડે
જાય અને આવે ?
અનુ. ૧૧/૧૧/૨૦૧૫
બનિરા ગિરિ ( ૧૯૪૬ )
original source : http://www.poetryinternationalweb.net
country – nepal

Read Full Post »