Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘આફ્રીકન કાવ્યો’ Category

એક યુવાન આફ્રિકન અનુભવઃપાંચ કવિ

૧૯૮૯-૨૦૦૧ સુધી ચાલેલું બાઓબાબ બુક્સની વર્કશોપમાંથી આ ત્રૈમાસિક, હરારેમાં શરું થયું હતું.એની વર્કશોપમાં એ ગાળાના યુવાન સર્જકોને પ્રોત્સાહન અપાયું હતું જેમાંથી’બડિંગ રાઇટર્સ ઓફ ઝિમ્બાબવે એસોસિયેશન'(BWAZ)ના પગરણ મંડાયા હતાં.ત્સોત્સો(Tsotso)ઓછી કિંમત,ઓછા બજેટનું આ કવિતા અને ટૂંકી વાર્તા પૂરતું સિમિત હતું.આ સ્વૈચ્છિક કાર્યકર્તાઓ દ્વારા સંપાદિત થતું હતું.આજે પાછળ નજર નાખતાં ત્સોત્સો(જેનો અર્થ ‘ડાળખી’થાય.)એ એવા દાયકાનું છે જ્યાં તે કાળના યુવાન પૂર્વે અપ્રકાશિત,જોસ્સોભર્યા મહત્ત્વાકાંક્ષી અનુપ્રસ્થ સર્જકોને સ્થાન અપાયું હતું,પરિણામે એક જ ભાષામાં લખતો સર્જક વિસ્તાર માટે અંગ્રેજીમાં પણ લખતો થયો.સંપાદકોએ આગ્રહ રાખ્યો કે તેઓ માતૃભાષમાં જ લખે,પરિણામે ઝિમ્બાબ્વેની બે ભાષા-શૌના(shona)ન્ડેબ્લે(Ndebele) તથા અંગ્રેજી પસંદ કરાઈ હતી પણ મૂળ ભાષાના કાવ્યના અનુવાદ ન કરવા એ નક્કી કરાયું હતું.સર્જક ખૂબ યુવાન હોવાથી સંબંધોના(રિલેશનશીપ)પ્રશ્નથી મુંઝાતો સંભળાયો.આવા દ્વિધા ભરેલા એ ૧૭ થી ૨૧ વરસના કવિઓના આ અનુવાદ છે.

૧) કોણ આવશે તારા દ્વાર ખખડાવતું?

કોણ,
ઓ જેની,તને લઈ જશે આજે રાત્રે
મિજબાનીએ શહેરમાં?

કોણ,
ઓ જેની,બેસશે તારે પડખે
તારા હોઠ અને દાંત વખાણતું ?

કોણ,
ઓ જેની,તારા કાનમાં ગણગણશે
દરેક શ્બ્દ પ્રેમ અને મીઠાશ ભર્યા?

કોણ,
ઓ જેની,ભરશે આલિંગન આજે રાત્રે
ચુંબન અને છાતી સરસી ચાંપી ?

કોણ,
ઓ જેની,આવશે તારા દ્વાર ખખડાવતું
ગઈકાલે જ્યારે દફનાવી હતી તને અટૂલી ?
(૧૯૯૬,વન્ડર ગુચુ-wonder guchu)

WHO WILL COME KNOCKING AT YOUR DOOR?

Who will,
oh jane, drive you tonight
across the town to the party?

Who will,
oh jane, sit by your side
admiring your lips and

Who will,
oh jane, whisper in your ear
whisper all the words sweet and dear?

Who will,
oh jane, hug you tonight
kiss and squeeze you tight?

Who will,
oh jane, come knocking on your door
when yesterday we buried you all alone?

© 1996, Wonder Guchu
From: Tsotso (June 1996)

 

 

૨) રૂગ્ણાલયની પથારીએથી

મને થાય ઇચ્છા
તને હાથમાં લેવાની
અને કરું ચુંબનો ફરીથી,અને વારંવાર
તને જણાવવા કેટલો છે
પ્રેમ તારે માટે

પણ હું કેવળ
તાકી રહું
બેસી ત્યાં
લાકડાના સ્ટૂલ પર,
તાકી રહેતો મને
જાણે હતી હું બાવલું.
નીહાળું અશ્રુ તારી આંખમાં
અને તારી ઉદાસ,રૂપરેખા મોંની.

સ્પર્શ મને
હું હજું છું ધબકતી
નથી દેખાતું તને મારું વક્ષ ઉછળતું?
ના રડીશ
કહે કશુંક
વા મલક…
(૧૯૯૬,ટોગા જામુ,Toga Jamu)

ON A HOSPITAL BED

I feel the desire
To hold you in my arms
And kiss you again, and again,
To tell you how much
I love you

But all I can do
Is watch you
Sitting there
On that wooden stool
Gazing at me
As if I were stone.
I can see tears in your eyes
And your sad, lined visage.

Touch me
I’m still alive
Can’t you see my bosom heaving?
Don’t cry
Say something
Or smile . . .

© 1996, Toga Jamu
From: Tsotso (June 1996)

૩) વેદનાયુક્ત ઇપ્સા

મને લાગણીભરી ભૂખ
અને મારી વેદનાયુકત ઇપ્સા
તારા અબોલ સૌંદર્ય માટે
ધકેલે મને સ્ફોટક લાગણીના
અરવ ઉત્પાતમાં.
શું છે ,પ્રિયે
આપણી વચ્ચે
મારી દુખદ આશકી સિવાય,
મારા વલખતાં શબ્દ
જેને કદી નહીં મળે તારું હ્રદય
અને રૂગ્ણ શક્યતા
આપણા ભાવિ મેળાપની?
પંખીએ સાંભળ્યો છે મને,
ડાળીઓ અને ખડકોએ પણ.
અસંખ્ય કૌતકોએ.
પણ તેં કદી સાંભળ્યો નથી મને.
(૧૯૯૮,ન્હામો મુચાગુમિસા,Nhamo Muchagumis

PAINFUL DESIRE
My passionate hunger
And my painful desire
For your wordless beauty
Drive me into a silent cataclysm
Of firing emotion.
What is there, dear lady,
Between you and me
Except my painful admiration of you,
My searching words
That never find your heart
And the ailing possibility
Of our future union?
Birds have heard me,
Bushes and stones too.
Innumerable observers.
But you have never heard me.

 

૪) આપણો ફોટોગ્રાફ

એ મલકે છે મારી સામે ફોટામાંથી;
એની આંખો નમણી પ્રેમસભર.
એના હાથમાં તેડાયેલો,હું પણ મલકતો.
વેદના આગમનનો નથી ક્યાંય અણસારો.

હવે મારા પગ પર,હું તાકી રહું આપણો પ્રેમ
ગૂઢ પીડા મન મારી જાય.
હું અનુભવું લાગણીશૂન્ય ચીડ ભયમુક્ત બેઠેલી છોકરી માટૅ.
પછા જઈ,એ સ્ત્રી થઈ જવા,જેને હું વાંછું.

અદેખો,હું અવલોકું એને-
પેલો છે કાયમી એનો!
જ્યારે હું, સમય રોક્યો,પ્રતીક્ષાંમાં.
(૧૯૯૪,મિશેલ શારમેઇન,michel charmaine)

Our Picture

He smiles at me from the photo frame;
His eyes are soft with love.
Held in his arms, I’m smiling too.
There’s no hint of the pain to come.

Now on my own, I stare at our love
Dark misery blinds my heart.
I feel blunt resentment for the girl sitting so securely,
It’s to go back, to be her,that I want.

Jealously, I watch her –
She has him forever!
While I, held by time, have to wait.

© 1994, Michel Charmaine
From: Tsotso (December 1994)

૫) શિયાળુ ફૂલ

થીજવામાં પણ ધબકારા છે….
પ્રેમાળ અને હૂંફાળા
ફૂલ ઉનાળામાં ખીલે
હાલ ચીર શાંતિમાં છે
સૂર્યની
પ્રતીક્ષામાં

મહેરબાની કરી નોંધજોઃ આ કાવ્ય લખ્યુ હતું મિત્ર ,ઇવા મોનલી,માટે એના મિત્ર સર લોરેન્સ વાન ડ પોસ્ટના મૃત્યુ પછી
(૧૯૯૮,રોરિ કિલાલઈઆ મુરુન્ગુ Rori kilalea murungu)

FLOWERS IN WINTER

Even in the frost there is life . . .
Warm and loving
Flowers will bloom in the summer
Now resting in peace
Waiting
For the sun.

Poet’s Note: This poem was written for a friend, Eva Monley, after the death of her friend Sir Laurens Van Der Post.

 

© 1998, Rory Kilalea Murungu
From: Tsotso (January 1998)

(નોંધ આ બધાં કાવ્ય માર્ચના છેલ્લા સપ્તાહમાં અનુવાદ કર્યાં હતાં.)

http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/21924/25/Tsotso-magazine

Advertisements

Read Full Post »

અવાજ

ઓનલાઈન ભાષણ

તમને આઝાદ કરે છે

સ્ક્રીન પર મારો અવાજ

ચળકે છે સૂર્ય જેવો

અવાજ, અવાજ !

ઈન્ટરનેટ મને મુક્ત કરે છે

કવિતામાં વિચારવા

ઉદાસ આનંદે છે

રુદન હસે છે

સમાચારમાં ખાન-પાન સંગાથે

અંધકારમાં મીણબત્તી સાથે વિચારવા

બહેનો, ભાઈઓ, નાગરિકો, મૄદંગ !

ઢમ ! ઢ-ઢમ !  ઢમ ! ઢ-ઢમ !

ધીક ! ધા-ધીક ! ધીક ! ધા-ધીક !

અવાજ !  અવાજ  !

આપણો સ્ક્રીન  સમોપયોગી  છે

સૂર્ય જેવો

અને આપણી વાણી સ્વાયત્તતા

વાંચે છે કવિત  વિચરોમાં

રીશોમ હેલી ( ટીગ્રીનિયા ભાષા )

અનુ; હિમાન્શુ

નોંધ;-

ટીગ્રીનિયા ભાષા કેન્યા પાસેના વિસ્તારમાં સાડાચાર લાખ લોકો બોલે છે, અને તે નાનકડી વસ્તિનો આ કવિ છે જે માણસને છેતરતી ઇલેક્ટ્રોનિક ભાષા વિશે બોલે છે.

Read Full Post »