Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘આર્જન્ટિના’ Category

૧)  કોટો સુપરમાર્કેટ

મારા ઘર પાસે કોટો સુપરમાર્કેટ

ખૂલ્યું.વાહનો માટે

વિશાળ જગ્યા અને તાજાં

ફળ તથા શાકભાજી સમગ્ર વરસ

દરમ્યાન.

ચારેય ઋતુ.

રાત્રે

કોટોની વિદ્યુત સંજ્ઞા

પ્રકાશિત કરે સમગ્ર

પગથી અને ગોળ કાંકરીવાળી શેરીને.

૪/૨૯/૨૦૧૬

૨)  ઝેરોક્ષ

મૂળતત્વો સમ

ગાંધીયાટું બરછટ હતું.

મેં મશીન ચાલું કર્યું.એના પ્રકાશે

સ્થળની નીરસતા ઉવેખી.

એક સમે મને અંધારાં આવ્યાં.

(જેમ ખુણે વળાંક લેતી

મોટરના પ્રકાશે.)

મેં ફેંટા કીલમેસ* સાથે ભૅળવી

મેં કોઇને સાંભળ્યા નહીં ;

પહેલીવાર તને ચુંબન કર્યું

તે મને યાદ છે,છેલ્લા ઉનાળે,અતિશય

ઉગેલા મેદાન પાસે અસંખ્ય

કંસારી સંચાલિત.

૪/૩૦/૨૦૧૬

૩)  સાઇલિનસ* રેલ્વે સ્ટેશને

એક પડખે સૂતેલો,બેઢબ કૉણી

સીમેન્ટ તરફ ઢળેલી અને એનું મસ્તક

પાછળ નમેલું,એ ઊંઘે.ઘૂટણ બેવડ વાળેલા,

પગ કૂલા સામે,એનું મોટું પેટ ખૂલ્લી હવામાં,

આકાશ તરફ મોઢું વકાસેલું,ઊકડા નાકે.

આ બે-ત્રણ લિટરની કૃતિ હતી.

જો એ આરસ હોત રોમ,લંડન વા પેરિસના

સંગ્રહાલયમાં પ્રદર્શિત હોત

ગ્રીક કળાના ઉદાહરણ સ્વરુપે.

અને માંખી એને બમણત નહીં.

૪/૩૦/૨૦૧૬

૪)  આંઠમાનું.બોંતેરમું.

પહેલાં શું ભૂસવુંઃ

પડછાયો કે શરીર

ગઈકાલે લખાયેલાં શબ્દ

વા આજે લખેલાં

વાદળ છાયો દિવસ

કે ઉઘાડ?

પહેલાં તો ક્રમબધ્ધતા નક્કી કરવી જોઇએ.

વિશ્વ ભૂંસી નાખવું શિખેલું

ઝડપી આત્મ નાબૂદીમાં સહાયક થશે.

૪/૩૦/૨૦૧૬

૫)  હું ધિક્કાર કાવ્ય લખવાની તૈયારીમાં જ હતી

પણ ઘડીક પલંગમાં પડી રહી

મેં ફોનનો જવાબ પણ ન આપ્યો.

મેં એના વિશે વિચાર્યુંઃ

એણે કહેવા જેવું બધું જ કહ્યું

આવેલી દરેક પંક્તિ મને ઉત્કૃષ્ટ લાગી

સંદર્ભે યોગ્ય રહી,સરસ વહી,

શબ્દ મારા માથામાંના તેલે ઘસ્યા તીક્ષ્ણ,

એક પછી એક,આવતાં,ચળકાટ પ્રેરિત.

મેં જાતને કહ્યું, અહીંથી હવે ઉઠવું પડશે

અને લખીશ આ વેરભરી નિશ્ચયાત્મક પંક્તિઓ

અને ગુસ્સો અને વેદના અને નફરત અને વેર

અને પછીથી બધું સમુસુથરું હશે,કવિતા

મને સાજીસમી કરશે,એ ત્યાં રહેશે

ઘૂઘવાતા ચાઠા સમ,

આ રીતે એ મને ઉઘાડશે.પછી હું ઉઠીશ,અને કવિતા,

વા એ નહીં તો કમસેકમ હું ઉઠીશ.

પણ હું સૂઇ ગઈ.

૪/૩૦/૨૦૧૬

Coto Supermarkets
Near my house they opened a Coto
Supermarket. With a
huge
parking lot and fresh
fruits and vegetables all through the
year.
Four seasons.At night,
Coto’s electric sign
lights up the whole
sidewalk and cobblestone street.

The Photocopier
The convenience store is rough as the
elements.
So I turn on the photocopier. Its light
snubs out all the frigidity of the place.
At times it blinds me.
(Like the lights of cars
that turn the corner.)I mix a Fanta with a Quilmes.
I hear no one:
I remember the first time I
kissed you, last summer, by
an overgrown field ruled by
so many crickets.

Advertisements

Read Full Post »