Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ઇઝરાયલી કાવ્ય’ Category

વિશ્વની ઉતપત્તી*

(નોઓમ પોર્ટોમ,ઇઝરાયલ)

આગળ સૂચના આપું ત્યાં સુધી આ પગ વચ્ચેના દરવાજા બંધ કરું છું

અમર્યાદિત સમય સુધી,સમારકામને કારણે.

પ્રાથમિક ફળના ધારક નહીં આવે

યાત્રાળુ જાત્રા નહીં કરે

રિક્ત આકાશ તળે પ્રાર્થનાઓ નહીં કરાય

કતલ ઘેટાં બલિ તરીકે નહીં અપાય

મારી રિબાવેલ પવિત્ર વેદી પર.

વૈશ્વિક ઉતપત્તિ સડેલી નીકળી.

દરેક મનુષ્ય ભ્રષ્ટ છે.

દરેક લૈંગિક ક્રિયા-ઘ્રુણા.

મેં બંધ ઊંચા કર્યા,પ્રતિબંધ લાદ્યા,સંચારબંધી સ્થાપિ,આર્થિક બંધી-

ના પદાર્થ કે સામાન વહન

વા આયાત કે નિકાસ કરાય,

દરેક વહાણને બંદરમાં રહેવા અને તટસ્થ થતાં વરાળ

ફૂંકવા વિનંતી છે.

મેં લાકડાનું વહાણ બનાવ્યું કેવળ મને જ બચાવવા

અને અણગમતી પાયમાલી ટાળી,

મારી એકલતાએ.

હું લાવું ભારે વરસાદ,જળપ્રલય,વણથંભ્યો ધોધમાર,

અને કદાચ દરેક પુરુષ ફડફડે,પંજેટીમાંની કોડી સમ ધોવાઈ જાય.

દરેક માણસ સ્ટારફીશ જેવાં,ગંધાતા,ક્ષીણ,પાંખાં-ગૂંથણી,

દરેક માણસ કાંણાવાળા બૂચથી બંધ કરાયેલી લીલી બાટલી છે,

જીર્ણ,પરિત્યક્ત અને કપટી પ્રેમપત્ર ભરેલી,સુરક્ષિત અને આધારભૂત.

દરેક જણ લહેરે દોરવાયેલાં છે,

કાયમી બહેકેલાં અને ડૂબેલાં.

અને હું વચન આપું છું-

કોઇ બળવાખોર કાગડો મારા નશંત ઊંડાણોમાં નહીં ફડફડે,

કે મારી ખીણોમાંથી ઉતાવળિયું મુક્ત નહીં થાય,જોવા કે પાણી ઊતર્યાં હશે.

કબૂતર, ખાતરી રાખજો એને મારા હ્રદય પાસે જ સાચવીશ.

જળપ્રલય થયો જ થયો!

દરેક હયાત વસ્તુ તુટી પડી!

‘વિશ્વની ઉતપત્તી’ રહેશે થીજેલી અને સ્થિર,મ્રુત રૂપક,

છતાં જીવન મારા ટૂં કા સ્કર્ટ તળે

કોર્બેના તૈલચિત્ર જેવું

નસીબજોગ હું

કવયિત્રિ છું ,સાહેબ.

અને હવે હું સર્જીશ સાવ નવું વિશ્વ

તમે જાણો છો તે કરતાં ભિન્ન.

* Gustav Courbetનું ૧૮૬૬માં બનાવેલું તૈલચિત્ર,

The Origin of the world-

The Origin of the World, 1866 Giclee Print by Gustave Courbet at

અનુ.૩/૩૦-૪/૧/૨૦૧૬

ORIGIN OF THE WORLD
Noam Partom

(Israel, 1986) 

I hereby close the gates between my legs till further notice
For an unlimited period, due to maintenance.
No bearers of first fruit will come
No pilgrims will make pilgrimage
No prayers made under the empty skies,
Not a single butchered sheep is to be offered as a sacrifice
Upon my tortured holy altar.
The origin of the world was found to be rotten.
All men are corrupt.
All sexual activity – an abomination.
I raise a dam, lay an embargo, impose a curfew, economic ban –
No goods or wares can be transported,
Or imported, or exported,
All vessels are requested to remain in port and blow
Their steam on neutral.
I build a wooden ark to save only myself
And flee this wretched ruin,
Tout seul.
I bring down a heavy rain, a flood, a cloudburst without break,
And may all men flutter, be washed out like seashells in a rake.
All men are similar to starfish, putrid, withered, pale – the works,
All men are green glass bottles sealed with perforated corks
Carrying worn, forlorn and fraudulent love letters, safe and sound.
All men are carried by the waves,
Forever lost and drowned.
And I promise –
That no rebellious raven will flutter within my drunken depths,
Nor be set free prematurely from my abyss
To see if the waters have abated.
As for the dove, you rest assured I keep it close to my heart.
The flood already happened!
Tear all existing things apart!
‘The origin of the world’ will remain frozen and static, a dead metaphor,
Still life under my short mini skirt
Like in the painting by Courbet.
For I, dear sirs, am luckily
A female poet.
And now I will create a whole new world
All different than you know it.
Advertisements

Read Full Post »

૧) સાંભળો બજારમાંથી આ ગુસપુસ

માનશો કેટલો દેખાવડો છે આ પુરુષ? સવારે
પથારીમાં આપી જાય તાજો રસ
અને કોફી અને દહીં ચાહથી,ફળ
ગમતાં જ્યારે અમે ખઈએ ચીકી
વળી એણે જાતે બનાવેલી

અને બપોરના ભોજનમાં જો સમય હોય તો
મારે માટે આસવમાં મરઘી રાંધે,મરી પડવાશી

અને સાંજે,એટલો ગરક,એ મારે માટે
હલવો બનાવે,માનીશ તું? વા કચુંબર
અતિ સ્વાદિષ્ટ બલ્ગેરિયન અને
ઓલિવ વાળું.

મારું માન-જોએને માટે નહીં,હું ભૂખથી
મરીશ.
૮/૨/૨૦૧૪
Listen to This Conversation I Overheard at the Market

Can you believe how cute this guy is? In the morning
he brings me in bed freshly squeezed
and coffee and yogurt with like, fruit
like when we eat muesli
except that he makes it himself

And for lunch if he has time he makes me
chicken liver in wine, to die for

And even in the evening, he’s so into it, he makes me
halvah pie, can you believe it? Or a salad
so tasty with Bulgarian
and olives.

I’m telling you – if not for him, I would die
of hunger.

મહમ્મદ બોઆયઝીઝી

હું મહમ્મદ બોઆયઝીઝી
મરી ગયો હોવા છતાં
અને સરમુખ્ત્યારોથી કચડાયેલો ટ્યુનિસિયા નિવાસી
તમને કહું છું
ટ્યુનિસિયા એ દેશ છે જ્યાં તમે માથું ઊંચું રાખી શકો
તમે ઇચ્છો તો.

મેં જાતે એકદા વિચારેલું એ શક્ય નથી
અને થયું; જેમ જેમ વરસો વીતતાં જાય,
શક્યતા એટલી ઘ્ટ્યા કરે.

કેટલાં અજ્ઞાત હતાં આપણે,વિદ્યાપીઠોમાં જે પેઢી હોશિયાર થઈ,
સમય આવ્યે માથું ઊંચકવા જેટલી શીઘ્રબુધ્ધિ ના થઈ.તમને કહું છું;
સ્વતંત્રતા હ્ર્દયના સંતાયેલા અને સોહામણા વળાંકોમાં ચિનગારી,
જેમાં આપણે ચામડી નીચે ઘસાઇએ.
અને તમને કહું છું;બદલીશું આપનૂમ ભવિષ્ય,તો બદલાશે
પધ્ધ્તિ આપણો ભૂતકાળ મૂલવવાની.

જાગો,બંધુંઓ,ટ્યુનિસિયા અને લિબિયાથી ઇજીપ્ત અને સિરિયામાં,
માટી અને અગ્નિને ભેટવામાં સંકોચાશો નહીં.
સાંભળો

હું મહમ્મદ બોઆયઝીઝી
હું મૃત અને હયાત તમારા વિશ્વમાં
સરમુખત્યારોથી કચડાયેલો
અને તમને કહું છું
એવો કોઇ પ્રદેશ નથી વિશ્વમાં જ્યાં તમે માથું ઊંચું ના રાખી શકો
તમે ધારો તો.
૮/૩/૨૦૧૪

MOHAMMED BOUAZIZI

I am Mohammed Bouazizi
and even though I died
and lived in Tunisia where I was crushed by the feet of dictators,
I am telling you
that Tunisia is a country in which you can hold your head high
if you want to.

I myself once thought it couldn’t happen
and I thought: as more and more years go by,
it is less and less possible.

How foolish we were, a generation that grew smarter at universities,
but was not smart enough to raise its head on time. I’m telling you:
freedom ignites in the most hidden and beautiful curve in our hearts,
in what we wear underneath our skin.
And I’m telling you: if we change our future, we will also change
the way in which our past is judged.

Wake up, brothers, from Tunisia and Libya to Egypt and Syria,
don’t be afraid of being close to the soil and the fire.
Listen:

I am Mohammed Bouazizi
I am dead and alive in this world of yours
crushed by the feet of dictators,
and I am telling you
that there is no country in this world in which you cannot raise your head
if you want to.

Read Full Post »

પાનખર રાત્રિએ
વણજોયું પાંદડું જંગલમાં ખર્યું
અરવ પડી રહ્યું જમીન પર.

માંછલી નદી બહાર કૂદે
અને ધબાકાના ભીના પડઘા
અંધકારમાં સંભળાય.

કાળા દૂરત્વમાં
મંડાયેલા ઘોડાના ગબડદબ
લોપ પામે.

આ બધું
થાકેલો મુસાફર સાંભળશે
અને કંપન એની ચામડી પાર પડશે.

On autumn nights
an invisible leaf falls in the forests
lies silent on the ground.

In rivers
a fish will jump out of the water
and the echo of a wet knock
answer in darkness.

In the black distance
the galloping of invisible horses is sown,
fades away.

All these
the tired traveler will hear
and a shiver pass through his flesh.

આધૂનિક હિબ્રુ કવિ ડેવિડ વોગલ રશિયાની વસાહતમાં જન્મ્યા હતા.ત્યાંથી વિદ્યાર્થી તરીકે નીકળેલા કવિ પછી તો રીતસરના ભટકતા જ થઈ ગયા.જેમાંથી ‘વિએનીસ રોમાન્સ’ નવલકથા લખાઈ અને હિબ્રુ પણ ભણ્યા.એમની ડાયરીમાં જણાવ્યું છે તેમ જે જે લોકોને મળ્યા તે બધાંએ એમને અંતર્મુખી અને ઓછાબોલા,જીવવાની હકીકતોથી અજાણ તરીકે ઓળખાવ્યા’તા.પરિણામે એ સતત ઇપ્સા અને ભૂખમરાથી પીડાયા.
પછી પહેલા વિશ્વ યુધ્ધમાં અને ત્યાર બાદ, આ અંતર્મુખી સર્જક હમેશા ‘બહારના માણસ’ તરીકે જીવ્યા( પેલા કામ્યુના આઉટસાઇડર જેવું નહીં).રાજકીય પરંપરામાં વોગલને હમેશા અન્યતર તરીકે જ પકડી રખાયા હતા…વિએનામા રશિયન તરીકે,ફ્રાન્સમાં ઓસ્ટ્રિયન તરીકે.
વોગલ એટલા માટે આધૂનિક હિબ્રુ કવિ છે કે એમનો કાવ્ય પ્રદેશ યુરોપિયન હિબ્રુ છે.પરિણામે ભાષા કર્મનું કામ આગળ પડતું આધુનિક થવાનું છે,પરંપરાથી ફંટાવાનુ છે,જે વોગલમાં દેખાયું, તેથી તો યિત્ઝહાક લાઓરે કહ્યું છેઃNo other poet writing in Hebrew ninety years ago is read so avidly by readers, who need no mediating commentary.
ઇઝરાયલી સારેગામા..માં એના એકર્ડ વોગલનું ‘ ઑટમ નાઈટ’ (જેનો અનુવાદ ઉપર આપ્યો છે.)ગાય છે (યુટ્યુબ લિંક નિચે આપી છે)જે ‘બિફોર થ ડાર્ક ગેટ’સંગ્રહમાં છે,જેનું સંગીત શેમ ટોવ લેવી એ સર્જ્યુ છે.આ કવિતાનો મૂળ રંગ કાળો છે.કશું દેખાતું નથી.બધું વિલયમાં જતું રહેલું દેખાય છે ( માછલી સિવાય જે કૂદી હતી.)તો બચ્યું શું? જે બચ્યું તે કવિતા.જેનાથી કવિતા લખાઈ તે બચ્યું.ઉપરંત એક ધ્રૂજારી જે પેલા માણસમાંથી પસાર થઈ ગઈ મત્સ્ય સમ !
” રિક્ત કાળી શબપેટી…” ( આનો અનુવાદ https://himanshu52.wordpress.com/
વાંચો અહિં.)કવિતા ઑટમ નાઇટ કરતાં વિપરિત છે.પહેલા કાવ્યમાં થાકેલો માણસ બહાર છે,અહીં લુપ્ત છે પોતાના અંતની રાહ જોતો.બન્ને કાવ્યમાં ક્યાંક કશુક સમાંતર ચાલે છે.કેટલાંક બહુવચની શબ્દો-શબપેટીઓ,વૃધ્ધ લોકો,મકાનો,વગેરે, બારી એ આવતી લાંબી આંગળી.પ્રશ્ન એ થાય કે એક આંગળી બારીએ આવે છે કે કશાક વિશાળનો એ ભાગ છે?વોગલના કાવ્યમાં આવું અનેકપણું ( મલ્ટિપલ્સ) ખાસ ધ્યાન ખેંચે છે.ઘણું બધું ઉદાસીમાં ઢળે છે,પણ, ત્યાં છતાંય છે આશ્વાસન આપતું સૌંદર્ય જેના મધ્યમાં હમેશા અજ્હલ્લક્ષણા છે, અંશ સમગ્રનું પ્રતિનિધિત્વ છે કે પૂરતી છે.આ લક્ષણા ગેરહાજર પૂર્ણતાની મહત્વકાંક્ષા છે (….)
આ એક ખોવાયેલી(આ)કૃતિનો કવિ છે વા વેદનાનો વણજારો છે.

Read Full Post »

કાળી ઠાલી શબપેટીઓ ટોળાં માટે
જમીન પર રાહ જોશે.

એમની નજીક
ઊભો હશે વૃધ્ધ
પગવગરનો,અધૂરો
અને લંબાવેલો,પાતળો હાથ.

સાવચેત લોકો
ઘરમાં ગોંધઈ રહેશે
અને એમના ઊંડાણોમાં જીવશે.

રાત્રે
એક લાંબી સાંકડી આંગળી
બારીએ ચોરીચૂપકી આવશે
અને ખખડાવશે.
(અનુ.હિમાન્શુ પટેલ)

(વધુ…)

Read Full Post »

સંક્રમણ છાવણીમાંથી યમનવાસી મારા દાદાને ઘેર આવ્યા
બેઠાં અને મૌન રહ્યાં
એક ગાતો હતો ત્યારે બીજાંઓએ ધીરજ જાળવી
આમ હું ચૂપકીદી અને પોક વચ્ચે
ઉછર્યો હતો
હવે એમણે બાપુને ફોન આપ્યો છે અને તેઓ
ઘંટડી વાગવાની રાહ જૂએ છે
એંસી વર્ષ એ ચૂપ રહ્યાં અને એમના પૂર્વજોએ મૌન જાળવ્યું
હવે એ ઇચ્છે એક શ્રોતા એમનું કહેવું સાંભળવા
(૨૦૦૪માં લખાયેલી આ કવિતાનો અનુવાદ ૨૦૧૨માં અંગ્રેજી અને ગુજરાતીમાં જોડે જોડે થયો.)

ON THE SILENCE OF THE YEMENITES

Yemenites from the transit camp came to my grandfather’s house
sat and kept silent
while one sang the other waited
so I was raised between howling
and silence
now they’ve installed a telephone for my father and he sits
waiting for a ring
for 80 years he was silent and his ancestors kept silent
now he wants someone to hear what he says

Aharon Almog

(Mandate Palestine, 1931)

Read Full Post »