Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ઇટાલિયન કાવ્ય’ Category

૧)

સૂર્ય

કારણ ચાલવા રસ્તો હતો

અને આકાશ અવલોકનાર્થે,જે લચે

જે વરસે,અને સૂર્ય પીગળે

જમીન પર,ઝાંખરામાંથી

ધસે,ઝાડવાં રસ્તા કોરે

ખટારાના ધુમાડા વચ્ચે,

સૂર્ય ધસી આવ્યો.અંતર્ગોળમાં

નાના ધ્વની,રંગોનું અનેકત્વ,વધું અંતરિક્ષ જ્યાં

પેલાં ધ્વનિ.

એની પકડમાં હું નીચે સરકી.

એ હતાં વર્ષો.

અનુ.૪/૭/૨૦૧૬

૨)

બાવન

મારૂં ખોડિયું શારીરિક યંત્ર

ગરમી ફેંકે,અને તાબે થાય,

શક્તિ પેદા કરે વેદના સમાવવા

જે નસોમાંથી વહે અને પ્રસરે

કેન્દ્રમાંથી છેડાના બિંદુ સુધી.

કોઇ ઉષ્ણતા મારી સંભાળ નથી લેતી

રાહ જોતી એકલતાને પંપાળવા,

ઘોર નિરાશાની સંદિગ્ધ ભાળ.

આકાશમાં ભુલાયેલું તંતુવાદળ

આભાસી મોહરું સર્જે

રક્ષવા સૂર્યથી જીવન રહસ્યના,

પુરાતન કિરમજી વ્રુક્ષના સોનેરી પાંદડા

એમની અણીઓ ખરવા દે.

અનુ.૪/૧૬/૨૦૧૬

૩)

શહેરની સંરચના ચોકસાઇ ભરી છે.

શહેરની સંરચના ચોકસાઇ ભરી છે.

હલનચલન લગભગ સહેલું છે મારા જેવા માટેય જેને દિશાનું ભાન નથી.

અમે હમેશા એ જ ચકલે આવી પહોંચીએઃ એજ વિશાળ ઘોડેસવાર પૂતળું

નાનકા કબૂતર ટૂકડા જેવાં વેરાયેલાં હતાં

સૂર્ય જે દરેક દિશામાંથી આપણને પહોંચે.

ખબર છે તમને…

હું ક્યારેય કોઇ સ્ત્રી સાથે ચાલ્યો નથી.

હું સાનંદ તને મારો હાથ આપું પણ તેંકહ્યું આપણે ક્યારેય નહીં

( અને તું ખરેખર સાચી હતી).

પણ

આપણે ક્યાં જઈ રહ્યાં છીએ કોઇ નથી જાણતું.

જો આપણે સીધા જઈશું શહેર આપણને ત્યજશે.

પછી વાદળ સર્જાશે અને વેદન  વરસશે.

ગીચ ઘાસ શરૂ થશે જે ગલીઓ સંતાડશે.

વિશ્વાસ રાખજો મારામાં આપણે અડફેટ ખાઇશું અને પડીશું કોણ જાણે ક્યાં.

પછીવળી આપણી પાસે એકોય યોજના નથી આપણી સલામતી માટે.

કબુલ કરોઃ આપણે નથી છોડ્યા આપણને લગીરેય

શક્ય

અનુ. ૪/૧૦/૨૦૧૬

THE SUN
For there were roads to walk upon
and a sky to watch, that loomedthat poured, and the sun melted
on the ground, burst from the wild
plants, shrubs by the roadthrough the exhaust of lorries,
the sun forced its way. Inside a concave

of smaller voices, a myriad of colours,
more nebulous were
those voices.

I slid down into its grasp.
Those were the years.

Advertisements

Read Full Post »

મારો એક શબ્દ
તારો ગમતીલો હોય
અને એવું
મેં પ્રસન્ન મલકાટથી
ખોલી હોય
તે આંખથી મને કહે
પણ ધ્રૂજે પેલી
કિશોર મા જેવું
જે શરમાવું ખાળી નથી શકતી
જ્યારે વટેમાર્ગુ કહેતો જાય
કે તારું બાળક રૂપાળું છે.૪-૨૬-૨૦૧૨

(વધુ…)

Read Full Post »