Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ચિલિયન કાવ્ય’ Category

આપણે નથી વારસ રાજા કે વકીલનાં
અને દાદીએ ખસેડ્યો છે બરફ
હેમબર્ગની શેરીઓમાં.
પટારો ભરી સાથે લાવ્યાં તે
હિંમત,ભૂખ અને સ્વપ્ન.
વહાણના ડોલકૂવે લટકતાં
માંદા બાળકોથી કણકણતાં
ગ્રંથીજ્વર અને હાલાકીમાં જીવતાં,
તૂતક પર બાળકો જણતી સ્ત્રી સાથે
અને ઇતર વરંડામાં સૂતેલી
વા કેબિનમાં એક પથારીએ ત્રણ.
સમુદ્ર ખેડવાનો શાપ પત્યો હતો.

* * *

તારૂં કામ રસ્તો સાફ કરવાનું,
તારાં ધારિયાં અને જ્વાળાથી એવું કરવા ઉશ્કેરીદે નવા દેશને
હું તને ઓળખતી નથી,સમજતી નથી,ઇન્ડિયન
વેચાઈજા,તારાં લોકો બબડ્યાં તારા વિશે,હોંથિયા
અને તું કશું બોલીશ નહીં ?
જ્યારે તન પર મીઠુ ઠાલવવા અગર બાંધું
અને પૂર્વજ માટે શક્તિ કામે લગાડું,
હું તને જોઈ પૂછું
કોણે કર્યો છે વ્રણ તારા કપાળે ?

અનુ.૭/૨૫-૨૬/૨૦૧૬

Chapter I
We descended from neither kings nor lawyers
and my grandfather shoveled
snow on the streets of Hamburg.
The thing we brought was courage, hunger
and dreams in our trunks.
Clinging to the mast of the liner
clattering with children sick
from living in pestilence and privation,
with women giving birth on deck
and others who slept in the corridors
or three to a bed in the cabin.
The curse of wandering the seas had ended.

• • •

Your job is to clear the paths,
to make them with your machete and light fire to the open country.
I don’t know you, indian, I don’t get you.
Sell-out, your people whisper about you, sharecropper,
And you just keep quiet?
While you build the pan to salt our flesh
and put your strength behind the patriarch,
I watch you and ask
Who left that scar on your forehead?

© 2009, Gloria Dunkler
From: Füchse von Llafenko
Publisher: Ediciones Tácitas, Santiago, Chile, 2009, 978-956-8268-33-6
© Translation: 2015, Edgar García
First published on Poetry International

Advertisements

Read Full Post »

આજે રાત્રે લખીશ ઉદાસતમ પંક્તિ.

લખીશ, દા.ત. ” રાત્રિ તારા ભરી
અને તારા છે ભૂરાં, થથરે અંતરિક્ષમાં.”

રાત્રિ પવન આકાશમાં ચકરાય અને ગૂંજે.

આજે રાત્રે લખીશ ઉદાસતમ પંક્તિ.
ચાહીતી એને,અને ક્યારેક એણે મને પણ.

આવી આખી રાત મેં ધરી હતી એને બાહુમાં.
કર્યાં વળી વળી ચુંબનો અનંત આકાશ હેઠળ.

ચાહ્યો હતો એણે મને,ક્યારેક મેં પણ ચાહી હતી.
કેવી રીતે કોઇ ન ચાહે એની વિશાળ નીરવ આંખો.

આજે રાત્રે લખીશ ઉદાસતમ પંક્તિ.
વિચારવા કે એ નથી મારી.અનુભવવા કે મેં ખોઇ એને.

સાંભળવા પ્રચંડ રાત્રિ.એથી વધું કદાવર એના વગર.
અને કાવ્ય ઝરે આત્માપર જેમ ઝાકળ ગોચર પર.

શો અર્થ છે કે મારો પ્રેમ એને જાળવી ન શક્યો.
રાત્રિ છે તારા ભરી અને એ નથી મારી પાસે.

બસ આ જ. દૂર કોઇ ગણગણે છે.દૂરત્વમાં
મને આત્મસંતોષ નથી કે મેં એને ગૂમાવી છે.

મારી દ્રષ્ટિ શોધે એને જાણે કે લાવે એને અડોઅડ.
મારું હાર્દ શોધે એને ,અને એ નથી મારી સાથે.

એ જ રાત્રે ધોળ્યુ એનું એ જ વૃક્ષ.
અમે .તે સમયના,એના એ જ હવે ન્થી.

નથી ચાહતો હું હવે એને, નિશ્ચિત એ, કે કેવી રીતે ચાહીતી એને.
સ્વર મારો શ્રમિત સ્વાસ શોધે સ્પર્શવા કાન એના.

બીજાની.એ થશે બીજાની.હતી જેમ એ મારા ચુંબનો પહેલાં.
એનો સ્વર,એનું ઉજ્વળ તન,એની અનંત આંખો.

નથી ચાહતો એને હવે,નિશ્ચિત એ,પણ કદાચ ચાહું હું એને.
પ્રેમ છે ટૂંકો એવો,ભૂલવો છે લાંબો એવો.

કારણ આવી રાત્રિમાં હું ધરું એને મારા બાહુપાશે
નથી આત્મસંતોષ કે મેં ગુમાવી છે એને.

આ અંતિમ વેદના આપી એણે મને સહેવા,છતાં.
અને આ છેલ્લું કાવ્ય જે મેં લખ્યું એને માટે.

(૧૦-૨૯-૨૦૧૨,અનુ.હિમાન્શુ પટેલ)

(વધુ…)

Read Full Post »