Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘જર્મન કવિતા’ Category

સાંજના વરાળી લાલ ધુમ્મસ પાર
અમે જોઇ લાલ જ્વાળા અસ્થિર થાંભલાશી
કાળા ભમ્મર સ્વર્ગમાં ધૂંધવાતો ધૂમાડો
નીચે મેદાનમાં ઉત્કટ અમૂર્તતા વચ્ચે
તડતડતું
બળે વૃક્ષ.

ઉંચે તણાયેલી અક્કડ ભયભીત ડાળીઓ
કાળી લાલ નૃત્યથી
તણખાની ઝડીમાં ઘેરાયેલી.
ધુમ્મસમાંથી અગ્નિના ધસે ધોધમાર મોજાં.
ભયાનક સુક્કા પાંદડા ઉન્મત્ત નાચે
હર્ષઘેલાં,મુક્ત,રાખ થવા
જૂના થડ ફરતે ઉપહાસથી.

છતાં,સ્થિર અને રાત પ્રજ્વાળતું
ઐતિહાસિક યોધ્ધા શું,શ્રમિત,સખત શ્રમિત
પણ છતાં એના રજવાડી વિષાદમાં
સળગતું ઉભું રહ્યું વૃક્ષ.

પછી અચાનક એણે ઉંચી કરી કાળી, અક્કડ ડાળીઓ
ટોચ તરફ ઉછળી જાંબળી જ્વાળા-
ટટ્ટાર રહ્યું ઘડીભર કોલ્સા-કાળા સ્વર્ગ વચ્ચે
અને પછી થડ,લાલ તણખે ઘેરાયેલું
પડ્યું કકડ્ભૂસ
(૧૯૧૩-અનુ.૦૨૨૮૨૦૧૩)

Bertolt Brecht (German: [ˈbɛɐ̯tɔlt ˈbʁɛçt] ( listen); born About this sound Eugen Berthold Friedrich Brecht (help·info); 10 February 1898 – 14 August 1956) was a German poet, playwright, and theatre director.

Bertolt Brecht: Poems 1913-1956: Bertolt Brecht, John Willett, Ralph Manheim: 9780878300723: Amazon.com: Books

Advertisements

Read Full Post »

ટોમહગ્રાફ

મારી ખોપરીના દુખાવાનો
ફોટો
કશું દેખાડતો નથી
આયુષ્યની અનુમાનિત નક્કરતા
સિવાય.
ચિંતા છોડ,
ડૉક્ટરે કહ્યું
આ વિશ્વ,કેવળ
દાબથી તારૂ માથું
પકવે છે.   ૧૧૧૯૨૦૧૨

(વધુ…)

Read Full Post »

આપણે તારા અને મીણબત્તી વચે ઊભાં છીએ
આપણે નક્કી કર્યું હતું કે આપણા સમગ્ર સાહચર્ય માટે
આ આજની રાત,બધું મેળવી નહીં શકે
નિદ્રા આપણી હથેળીઓમાં ઘોળાવાની હતી
વિખૂટી અને તે પહેલાં સાંભળી હતી સંગીતસંધ્યા
રેકોર્ડરમાંથી એક ડાબી અને બીજી જમણી તરફથી
અંધકારના ઊંડાણોમાં તાકી રહી
કે વેગ કોઈ પણ ક્ષણે ગતિમાન થશે
અને આપણે ઉડીશું
ખચીત અને સાચે જ
એ આભલાંમાં
જે કદી તરડાશે નહીં

(વધુ…)

Read Full Post »

૫૧ વર્ષનો જર્મન કવિ  રાઇનર મારિયા રિલ્કે (૧૮૭૫-૧૯૨૬)” ધ લ્યુટ”(૧૯૦૮)ની શરુઆત I am the lute. કહી કરે છે, તો અન્ય એક કાવ્યની શરુઆત o music, you shattered me from insideથી.૧૯૦૭માં નવા કાવ્યોની શરુઆત Early Apollo અને ૧૯૦૮માં  Archaic torso of Apolloથી કરે છે. આ બન્ને કાવ્યો પહેલી દ્રષ્ટિએ શિલ્પાકૃતિ પદાર્થ  અભિવ્યક્ત કરતાં હોય તેવું જણાય છે. તે પણ ઉત્કટ કલ્પનાશક્તિથી, રિલ્કે શિલ્પના વળાંકો અને ઘડાયેલા વળ તથા તેમાં વ્યક્ત સમસ્તમાં ખેંચાતા બળોનું પરિણામ રજુ કરવા પંક્તિ અને શબ્દોનો “પદાર્થ” તરિકે ઉપયોગ કરે છે. પણ એની પાર જેમ દરેક ઉત્તમ કવિમા અને તે દ્વારા કવિતામાં બને છે તેમ અહીં ભાષાનું વૈપુલ્ય પ્રભાવશાળી બને છે, અને વાક્યલયમાં સાહસવૃત્તિ દેખાય છે. શબ્દોનું ધ્વનિસામ્ય અને વર્ણસગાઈ અંતરિક સંગીતની ઉતપત્તિ છેલ્લી પાયરી સુધી ધકેલાય છે. આ દ્રષ્ટિક્ષમ પસંદગી કાવ્યના અનુગામી પોત સુધી વણાયેલી છે.શબ્દધ્વનિમાંથી ઉદ ભવેલી ગતિશક્તિ આપણી ઇન્દ્રિયોને જણાવે છે કે આ અંદર તરફ વળેલી દ્રષ્ટિ કેટલી ચીવટ ભરી અને ધારણશક્તિ ભરેલી છે. રિલ્કેની ભાષાનો ધ્વનિ સંપુર્ણપણે  એના કાવ્યોને વરેલો છે.એની વાક્યરચનાઓમાં અને એની શબ્દ પંસદગીમા સર્જનશક્તિ અહંપ્રેમ છે.એટલેતો ” ધ લ્યુટ”માં એ કહે છેઃ

હું વાંસળી છું. તમારે મારું શરિર સૌષ્ઠવ વર્ણવું હોય, એના સુંદર વળાંક સાથે તો કરો વાત મારા વિષે, જેમ તમે પરિપક્વ અંજીર વિશે કરો છો.

વાંચો સેન્દ્રિયતાના કવિના આ કાવ્યો.

વાંસળી

હું વાંસળી છું. તમારે વર્ણવું હોય

મારું શરીર, એની આકર્ષક ભંગીઃ

જેમ તમે ભરાવદાર અંજીર માટે

તેમ બોલો મારા વિશે. અત્યુકતો

અંધકાર જે તમે નીહાળ્યો મારામાં. એ હતો

ટૂલિયાનો* અંધકાર, અને તેના ચળકતા વાળ

ઉજાશભર્યા ઓરડા જેવા. ક્યારેક

એણે ગ્રહ્યો નાદ મારી સપાટીમાંથી

એના ચહેરામાં અને ગણગણાવ્યો જ્યારે હું ગુંજી.

પછી થયો તીવ્ર મારામાં એના ફળ પ્રતિ,

મારું અંતરતમ એનામાં ભળ્યા પર્યંત.

*ટૂલિયાઃ ઈટલીનિ ૧૬મી સદીની ટૂલિયા ડ આરગોના વિખ્યાત દેવદાસી(કવયિત્રી અને સંગીતકાર ) હતી,ઉપરાંત ” ટૂલિયા” સિસેરોની દીકરી જેનું શરિર દંતકથા પ્રમાણે ૧૫૦૦ વર્ષ પહેલા અપીયન તરફના ડૂંગરોમાંથી બળતા દિવા સાથે મળ્યું હતું. હવા સાથે સંપર્ક થય તે પહેલાં બન્નેવ રાખ થઈ ગયાં હતાં.કદાચ એ જ હતિ સેન્દ્રિયતા! અને વાંસળીનું પણ સેન્દ્રિય રુપાંતર Rilke ” thing”.

૨-૧૦-૨૦૧૦

બુધ્ધની કાંતિ

દરેક કેન્દ્રનું કેન્દ્ર, ગર્ભનો ગર્ભ,

બદામ, જે બંધાય સખત અને મીઠડી થાય,-

બધાં તારાઓથી દૂર વિશ્વ આ

ગર છે તાહરોઃ અમે નમીએ તને.

જો, કેવું તું અનુભવે કે  કશું હવે

સ્પર્શતું નથી તનેઃ તારું આવરણ છે આનંત્યમાં

અને ત્યાં છે સત્વ સ્થિર અને ટોળે.

અને બહારથી આરાઓ એને સહાયરુપ,

કારણ ત્યાં ઉપર, તારો સૂર્ય નરી જાહોજલાલી

પૈંડા પર ચોફેર બળબળતો.

છતાં તારામાં શરુ થઈ ચૂક્યું છે

જે ટકી રહેશે સૂર્ય પ્રગત.

૨-૧૧-૨૦૧૦  અનુ. હિમાન્શુ પટેલ

Read Full Post »

અંગ્રેજી ન વાંચવું ,

અને નવી અંગ્રેજી રોમાંચક કથા  વિશે સાંભળવું

જેનો હજું અનુવાદ નથી થયો.

જોવાનો ટાઢો બીયર જ્યારે બહાર ગરમી હોય,

અને પોષાય નહીં

એક વિચાર આવે

જે તમે હોલ્ડરલીનની*  પંક્તિમાં ગોઠવી ન શકો

જે રીતે પ્રાધ્યાપકો ગોઠવે.

રજાની રાત્રે  કિનારે અથડાતા મોજાં સંભળાય

અને પોતાને કહો કે એ હમેશા આજ કરે.

બહુ ખરાબઃ બહાર જવા આમંત્રાવ,

જ્યારે ઘરમાં તમારો ઓરડો નીરવ હોય,

કોફી વધારે કડક

અને તમારે ટૂંકો વિવેક ન દાખવવો પડે.

અને સૌથી ખરાબઃ

ઉનાળામાં નહી મરવું,

જ્યારે દિવસ લાંબો હોય

અને માટી સહેલાઇથી કોદાળીને તાબે થાય.

૧૦-૨૬-૨૦૦૯

ગોટ્ફ્રાઇડ બેન,જર્મન કવિ(૧૮૮૬-૧૯૫૬)

*જર્મન વિવેચક, ફિલોસોફર.

Read Full Post »