Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘નેપાલ’ Category

ન્યાયની ભૂખ અને ઘેરી નિરાશાનું વહેણ

ઉજાણી ગોઠવ્યા પછી
કુટુંબને સણ્તિષ્યા પછી,
કુશળ આવડતવાળી ગૃહિણી સમ
પોતાને સંતોષતી
એ ચાટે તપેલી અને કથરોટ
વા ગળે અધકચરું દગ્ધ એઠું.
અને પછી ભૂખી ચ રડેલી આંખો
ચોમાસુ રાત્રિએ ઊંઘમાં ઘેરાય.
બેડરૂમમાં તમને સંતોષ્યા વગર નહીં.
એ વિતાવે દિવસો ખારા ભાત ચાટી
કાયદાએ ધરેલી રિક્ત થાળીમાંથી.
કોઈ ન્યાય આવ્યો નથી પૂછવા-‘ તેં ખાધું ? ‘
આ કોઈ એક સદી લાંબી રાત્રિ નથી
ખોરાક વગર એ ઊંઘી હોય.
એવી તો અનેક રાત્રિ હતી.
આજે પણ એને ઘેર ઉજાણી છે
કહો તેમનેઃ એના નામે
જમણમાં આવશ્યક ભાત મૂકશો નહીં
એને આવી જીયાફતો જરૂરી નથી
એની બૃહદતા વચ્ચે,એને ઉંઘતા સુધી
ઉપવાસી રહેવા એ ટેવાયેલી છે.
અગ્નિ નદીકાંઠે ગાંડોતૂર છે.
ધસતા પાણીથી
એણે જઠરાગ્નિ આવર્યો.
ઓલવી છે જ્વાળા એણે પૂરતી
અતિઊંડી
એક
અવિચારીપણાની.
૧૧/૧૨/૨૦૧૫
મંજુ કાંચુલિ ( ૧૯૫૧ )

2

પરંપરા

વર્ષો ફોટો
મારી ભીંતે લટકી રહ્યો.
ખવાયેલ, ઊંદર અને જીવાતોથી
તેઓ દ્વારા જ ઓળખી શકાય
જેમણે જોયો હતો જ્યારે…
ખોતરાયેલું સામ્ય ધરાવતો આ ફોટો
હોવાનો હક્ક કરે
દાદીમા દ્વારા પૂંજાયેલ
આ ફોટો
મારી માની બાજુમાં સગર્વ લટકે.
આજે, મેં એને ત્રાંસી આંખે જોયો.
કેટલું લાંબુ હું એ તરફ વળી હોઈશ ?
કયું આશ્વાસન ત્યાં મારે મેળવવું ?
હવે, હું ઇચ્છું
આ ફોટો લાલાશે ખરડાયેલ, ખોતરાયેલ.
ભલે જ્વાળા પહોંચે દૂરના ખૂણે.
મેં સળગતી દિવાસળી ચાંપી
વચોવચ ઊંચું મેલ્યું,પૂરું કર્યું,
એની વચોવચ.
૧૧/૧૦/૨૦૧૫
બેન્જુ શર્મા ( ૧૯૪૭ )

હું શું છું ?

અવકાશમાં કાળું છીદ્ર,
જાતે ગળેલી તડ,
પૂલ નીચે ફેંકાયેલી લાશ
પરિસરમાં ?
હે,સાંભળ-એક ચહેરો –
તારામાં હું મને મળ્યો
હું તને ભેટું અને પગે પડું
પૂછું-તારે કહેવું પડશે
હું શું છું ?
હું કેવળ
કડાકામાં થકેલી રાત્રિ છું ?
બોરડીની કાંટાળી ડાળ છું ?
હું વેર વાળતો સતિનો શાપ
કે ભીમસેન થાપાની આત્મહત્યાની તલવાર ?
અવકાશમાં કાળું છીદ્ર,
જાતે ગળેલી તડ,
ટૂકુચી પુલ નીચે ઉસેટેલી લાશ ?
વા મૂઢ કરતી સમગ્ર
કોત કતલેઆમ
કહે મને, હું શું છું ?
શું છું હું?
કેવળ અસહાય ક્ષણ
મારા તરફ વળેલી
વા ક્રમ
પોતિકા અધિકારમાં ઉદભવે અને તરછોડે
જાય અને આવે ?
અનુ. ૧૧/૧૧/૨૦૧૫
બનિરા ગિરિ ( ૧૯૪૬ )
original source : http://www.poetryinternationalweb.net
country – nepal

Advertisements

Read Full Post »