Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘પોલિશ કાવ્યો’ Category

એવું લાગ્યું કે જાણે કોઇ આવ્યું
અરવ,પણ કિચૂડાતા દરવાજેથી.
હું ઊઠ્યોય નહીં,જઇને જોયુંય નહીં
જોકે પવન મારા ચહેરા પર ફરી વળ્યો
અને દરવાજો ઝડપથી ખખડ્યો જાણે આગંતુક નીકળી ગયો
અબોલ,ખુલાસા વગર.         ૦૧૦૨૨૦૧૩

[દરેક સર્જક પોતાના સાંપ્રતને અવારનવાર તપાસ્યા કરે છે અને એવું કરે ત્યારે ઇતર ઉપરાંત સ્વકને પણ શોધે છે,એટલી હદે કે આત્મઅકસ્માત પણ કરી બેસે છે.ક્યારેક સર્જક પોતાની હયાતી વિશે શંકાસ્પદ થાય કે અવિશ્વાસ કેળવે છે.એવું થાય ત્યારે કવિ કહે છે તેમ ” strange that you have to think of all this.”==આશ્ચર્ય છે કે તમારે બધાં વિશે વિચારવું પડે છે.==પોતાની આસપાસની વસ્તુઓ,ઘટના,કળાત્મક અભિગમો આદિ વિશે.પ્યોટ્રની ખાસિયત એ છે કે તેઓ ભારેખમ શબ્દો વાપરતા નથી કે સ્લેંગ{ગુપ્તાર્થ બાની કે સાંકેતિક ભાષા}નો ઉપયોગ અને જૂના શબ્દને નવા અર્થ આપવાનો,આગ્રહ રાખતા નથી.અમેરિકન કવિ જ્હોન એસબરી સોમેરને “બીજાંઓ કરતાં પોતાની રોજિંદી એકલતા”ના કવિ તરીકે ઓળખાવે છે.આ સરળ લાગતી ભાષામાં વક્રતા લગભગ સૌમ્ય અને ક્યારેક સંદિગ્ધ, પજવણી કરતી સમાયેલી છે.કાવ્યની હળવાશમાં ગૂઢતા ગૂંથાયેલી છે.જીવનના રાજકારણમાં નહીં પણ આસપાસના પદાર્થ પ્રત્યે શંકાસ્પદ અને જિજ્ઞાસા ભરેલી ભાષાનો આ કવિ છે.આપણા નચિકેતા જેવી વૃત્તિથી એ ભારોભાર છે.આ કાવ્ય પ્યોટ્રનો એ સૂર જ અભિવ્યક્ત કરે છે.
દિનેશ ડોંગરે’નાદાન’ યાદ આવે છે;
આગમન કોનું થયું છે શી ખબર,
આંગણુંયે થાય છે રવરવ હવે.( નથી સંભવ હવે…સાભાર ગુર્જર કાવ્ય ધારા).

અનુ.હિમાન્શુ પટેલ

(વધુ…)

Advertisements

Read Full Post »

કવિતાનો ક બારખડીની શરૂઆત છે, ભાષાની(અર્થસભર) શરૂઆત છે.આ પહેલાં કહયું છે તેમ કવિના મૃત્યુ સાથે એણે ઉભી કરેલી
પરંપરા અટકી જાય છે.૧૯૯૬ના નોબેલ પ્રાઇઝ વિજેતા વિશ્વાવા શીમ્બોર્સ્કાએ કહ્યું હતું કે ” જીવન રાજકારણ સાથે મિશ્રિત થાય છે, પણ
મારાં કાવ્યો જરાક પણ રાજકિય મિશ્રણ નથી.એ માણસ અને જીવન વિશે છે.” ત્રણ w – wit, wisdom and warmth-એમનાં કાવ્યને
વિલક્ષણ બનાવે છે.માણસ વિશે બોલતા બોલતા હાંફી ગયેલી સ્ત્રિએ એક કાવ્યમાં કહ્યું છે-‘ આપણે વિશ્વને સામે થી અને અસંમુખ, બન્ને સ્થિતિમાં
ઓળખીએ છીએ/એટલું નાનું કે હસ્ત ધૂનમાં સમાઇ જાય…’ વર્ષો પહેલાં ટી એસ એલિયટે કહ્યું હતું” કોફીની ચમચીથી મારા જીવનને
મેં માપ્યું છે..’મનુષ્ય પરિમાણ તગતા શબ્દોથી જેમના કાવ્ય ઉભરાયાં છે તે વિશ્વ પ્રવર્તક કવયિત્રિને શ્રધ્ધાંજલિ આપતા( લગભગ મહિનો
મોડો પડ્યો છું એ અફસોસ..)’under a  certain little star'(એમના કાવ્યનું શિર્ષક)વિશ્વ સર્જકને વંદન અને કાવ્યાંજલી-અનુવાદથી.

કેટલાંક માણસો બીજાંઓને ટાળે.
કોઈક દેશમાં ઢાંક્યા વાદળ
અને સૂર્ય તળે.
એમની સમગ્રતાનું થોડું તેઓ પાછળ ત્યજી જાય.
બરફઢાંક્યા મેદાન,થોડાં મરઘડાં,કૂતરાં
ચાટલાં જેમાં અગ્નિ હવે આત્મ પ્રતિબિંબ નિહાળે.
એમની પીઠ પર છે ઘડા ને પોટલાં
રિક્ત, ભારે ફરી પછીના દિવસે.
ચોરીછૂપીથી જગ્યા પચાવવી કોઇને અટકાવવું છે,
અને ઉત્પાતમાં કોઇ કોઇની રોટલી ઝૂંટવે
અને મૃત બાળક કોઇની પ્રક્ષુબ્ધતા
એમની આગળ કેટલાંક હજું સારી દશામાં નથી
કે નદી પરનો પૂલ
આશ્ચર્યમય ગુલાબી ન હોવો જોઇએ.
એમની ચોફેર, ક્યારેક નજદીક,ક્યારેક આઘે ગોળીબાર,
અને ઉપર ચકરાતાં વિમાન.
કેટલીક અદ્રશ્યતા હાથવગી હોય,
કેટલુંક રાખોડી પથ્થરમય
વા એથી ઉત્તમ,અનસ્તિત્વ
થોડો વા લાંબો સમય.
અન્ય કશું હજું ઘટવાનું બાકી,માત્ર ક્યાં અને શા માટે?
કોઇ એમના તરફ ધસી જશે,માત્ર ક્યારે અને કોણ?
કેટલાં સ્વરૂપે અને કયા આશયે?
પસંદગીથી
કદાચ એ દુશ્મન થવાનું નહીં સ્વીકારે અને
એમને કોઇક ઇતર હયાતીમાં તરછોડી જશે.
૩-૭-૨૦૧૨

(વધુ…)

Read Full Post »

એક મૂળાક્ષરમાંથી વેદનાને ધ્વનિમૂક્ત કરી તેનું અનેક સ્તરે સ્વરુપાંતર(મેટામોરફોસ) તાગતો પોલીશ કવિ,ઝ્બીગન્યેફ હેરબર્ટ,(૧૯૫૬-૧૯૯૮), દંતકથાઓમાં ગઠ્ઠો થયેલી વાર્તાઓ ફરીથી કહેતો નથી. પણ એમાંથી માનવ અને અમાનવ કથન ( કાલ્પનિક શબ્દભાર!), વેદના અને સર્જન, કળા અને સહાનુભૂતિ, પ્રેમ અને અણગમા, વિષયક પ્રશ્નો પૂછી આપ્ણી સમકાલિનતા કે ઐતિહાસિકતા વચ્ચે ઉદભવેલા સંબંધોની ફેરતપાસ કરે છે, છણાવટ કરે છે.આપણી આધૂનિકતાને ભૂતકાળમાં મર્યાદિત કરી, સાંપ્રત વાસ્તવિક્તા અને સંદિગ્ધતાને વધારે કેન્દ્રિત કરી માણસ હોવાની આપણી-ખાસ કરીને રાજકિય નિષ્ફળતા સાથે અથાડી આપે છે. કદાચ એટલેજ પેલો માર્સિયાસ કોઇનો આશ્રિત ( માનવ કે પ્રાણી ) મટી છેવટે પારદર્શક નદિમાં પરિણમે છે.

અહીં પાઉલ સેલાનની” મૂળાક્ષરી વેદના”( the syllable pain-૧૯૬૧) યાદ આવે છે.જ્યાં કવિ અનેક શબ્દ-ધ્વનિના અસ્ખલિત ઉચ્ચર અને ઉત્પત્તિ વિષયક અસ્ફૂટ વેદના વચ્ચે તીવ્રતા કે તાણ રચી આપે છે.

ભાષાકર્મમાં જેમની સંદિગ્ધતાનું ફલક વિસ્તરેલું છે, તેવા આ કવિઅઓ કેવળ ચિત્કાર નથી , પણ આપણા ભય, આશ્ચર્યથી ઉદભવેલી સ્તબ્ધતા(જડતા )નું ચિત્રાંકન છે.આદમ ઝાગઝેવસ્કી કહે છે તેમ દરેક યુગવર્તિ કવિ બે સ્તરે( કે વિશ્વમાં) જીવે છે. એક વાસ્તવિક-ઇતિહાસનું સ્પર્શક્ષમ- કોઇ માટે નીજી તો બીજાઓ માટે જાહેર.અને બીજું વિશ્વ (કે સ્તર) સ્વપ્ન, કલ્પના.દિવાસ્વપ્નના ગીચ પડથી બનેલું છે. યુગવર્તિ સર્જકનું અગાધ રહસ્ય આ બે વિશ્વ વચ્ચે વ્યાપ્ત છે.

લોહી વેચી(આ હકિકત છે) ટકી રહેલા આ કવિના કદાચ દરેક કાવ્ય હોવની વેદનાનું ભૂલહીન રુપક છે. એટલે તો એમના કાવ્યોમાં બે અસ્તિત્વમૂલક મૂલ્યો સતત ડોકાયા કરે છે; યુધ્ધમાં હોવું અને પછી એનાથી દૂર (અજ્ઞાત!!) રહેવાની મથામણ.પાઉલ સેલાન અને પોલેન્ડમાં યુધ્ધકાળના યુવાન કવિઓ બળબળતા રુપકોથી તરબોળ હતા, ભાષા અતિશય વક્રોક્ત થઈ જાય છે.વેધક અને જોસ્સો ભરેલી.આને કારણે ક્યારેક ભાષા અને કવિતા obvious થઈ જાય છે, જેમ અતિલા યોસેફ,ચેરિલ અન્વાર ( ઇન્ડોનિશિયા)કે લીવી(ઈટલી)માં વાંચવા મળે છે. કદાચ એમની મનસિક અને શારીરિક વેદનાને કારણે એ બન્યુ હશે.જ્યારે ઝ્બીગ્ન્યેફના કાવ્યોમાં યુધ્ધકાળનો ભય કે ચીતરી “ચોકકસ અંતર”રાખી ફેરતપાસ કરાયા છે.શ્રીમાન કોગિતો( આ સંદર્ભે ગુજરાતીમાં ડૉ.સિતાંશુ મહેતાના મગન કાવ્યો,કે કમલેશ શાહના ચમન કાવ્યો, કે લા.ઠા.ના લઘરો કાવ્ય ફરીથી તપાસાવા જોઈએ, તો એક યુગવર્તિ કવિ અને કેટલાંક સ્થાનિક કવિઓના કવિકર્મ અને ભાષાકર્મનો તુલનાત્મક અભ્યાસ મળશે.)ભયની હિણપત પરિસ્થિતિમાં પણ મર્માળા હસ્યથી સ્પર્શાયેલો છે.

આ કાવ્યો આવા અનેક કારણોસર વિસમી સદીની વેદના છે, મનુષ્યની હિંસાત્મક વૄત્તિનો આત્મસ્વિકાર અને ચિતાર બન્નેવ છે.એક્બીજાને અવશ્ય સૂચવતી બે વસ્તુઓ કે શબ્દમાંથી ઉદભવેલા સંદર્ભો છે.માણસ હોવું અને અમાનવ  હોવું એ સ્વરુપાંતર છે,ઝ્બીગ્ન્યેફ  એ સ્વરુપાંતરનો કવિ છે.

૧)

શું થશે

જ્યારે હાથ

કવિતામાંથી ખરી પડશે

જ્યારે અન્ય ડૂંગરોમાં

હું સુકુ પાણી પીશ

એ મહ્ત્વનું નથી

ના, પણ છે

શું થશે કવિતાનું

જ્યારે સ્વાસ તૂટશે

અને વાણી સહજતા

અમાન્ય કરશે

હું ટેબલ છોડી

ઊતરી જઇશ ખીણોમાં

જ્યાં ગૂઢ જંગલો નજીક

નવું હાસ્ય પડઘાયા કરે

૧૨-૧૧-૨૦૦૯

૨) વૄધ્ધ પ્રોમિથીયુસ

એ લખે છે એના સંસ્મરણો. જેમાં જરુરિયાતના તંત્રમાં એના નાયકનું સ્થાન સમજાવવા ,તથ અસ્તિત્વ અને નિયતિની અન્યોન્ય વિસંગતિનો સૂમેળ સાધવા પ્રયત્ન કરે છે.

અગ્નિ ચૂલામાં તડતડે; રસોડામાં એની પત્નિ ઘઈ કરે-ઉતાવળી છોરી જેણે કદિ વંશવૄધ્ધિ  કરી નહી પણ પોતાને આશ્વાસન આપ્તીકે એ ઇતિહાસમાં યેનકેન સ્થાન પામશે. જમણવારની તૈયારી થઇ ગઇ હતી,જેમાં સ્થનિક પાદરીને આમંત્રણ હતું , ઉપરાંત ફાર્માસિસ્ટ પણ, જે હવે પ્રોમિથીયુસનો ગાઢ મિત્ર હતો.

અગ્નિ ચૂલામાં ભડભડતો હતો.ભીંત પર ભરેલું ગરુડ અને સરમુખત્યાર કોકસસનો કૄતજ્ઞતા ભર્યો પત્ર, જે બળવાખોર શહેર બાળી નાખવામાં સફળ થયો હતો. આભાર પ્રોમિથીયુસની શોધખોળનો.

પ્રોમિથીયુસ* ગલોફામાં હસ્યો. વિશ્વ સાથેનો ઝઘડો અભિવ્યક્ત કરવાની એ એક માત્ર રીત હતી.

૧૨-૧૧-૨૦૦૯

*ગ્રીક દંતકથાનો ગૌણ દેવતા જેને સ્વર્ગમાંથી માનવજાતના લાભાર્થે અગ્નિ ચોરવા બદલ ઝીયુસે સજા કરી હતી, ખડક સાથે બાંધી દેવાની કે જ્યાં ગીધ રોજ આવીને તેનુ યકૄત ખઈ જાય અને રોજ રાત્રે ફરીથી નવું બની જાય.

અનુ. હિમાન્શુ પટેલ

Read Full Post »