Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ફ્રેંચ કાવ્યો’ Category

૧) એ જ ગીત
અધકચરી ઉઘાડી આંખો
હાથ સામે કિનારે
આકાશ
અને બધું જે ત્યાં સંભવે
ઢળતો દરવાજો
માથુ ડોકાય
ચોકઠામાંથી
અને શરીરમાંથી
તમે જોઇ શકો બહાર
સૂર્ય બધું ઠાંસી દે
પણ વૃક્ષો હજું હરિયાળા
ઢળતા કલાક
હુંફાળા થાય
અને ઘર ઠીંગણા છે
વટેમાર્ગુ ધીરો
હમેશા ઉંચુ જોતો
બત્તી હવે ઝળકે આપણી ઉપર
દૂર જોતી
અમે જોઇ શકીએ પ્રકાશ
આવતો
અમે ખૂશ હતાં
એ સાંજે
ઇતર ઘરમાંજ્યાં કોઇ અમારી રાહ જોતું હતું

૨) સ્થગિત ચિત્ર

બીડીપત્તાં ડાયરી અને કોથળી તમાકુ
જીંદગી
તૈલચિત્ર જેવું હોવું જોઇએ
સ્થગિત
અને સાહિત્ય
ટકલું
સરળ આંખો
અલ્પવિરામ
સપાટ નાક વિમાન
કપાળે
મારૂં ચિત્ર
મારૂ હ્રદય ધબકે
ઘડિયાળ છે એ
અરિસામાં હું પૂર્ણ લંબાઇ
મારૂં માથું ધૂમ્રસેર
૮/૨૧/૨૦૧૪

(વધુ…)

Advertisements

Read Full Post »

બહુ સારું બહુ સારું ત્યાં જમીન છે
જયાં ભૂલીએ વિસરીએ વજન
હળુ હળુ અનામ ધરતી પર
પેલું માથું ચૂપ કર્યું જેને અરવ એ મસ્તક
અને દરેક નથી જાણતાં પણ દરેક જાણે કશું નહીં
મૃતકોના ગીતો મોઢું મૃત
ભાઠામાં એણે કરી લીધો પ્રવાસ
કશું નથી શોક પાળવા

મારી એકલતા હું ઓળખું અને ઓળખું ખરાબ રીતે
સમય છે મારી પાસે જે હું મને કહું મારે સમય છે
પણ કયો સમય ભૂખે મરતાં કૂતરાનો હાડકા સમય
નું આકાશ વારંવાર મૈત્રિરત મારા આકાશી કણમાં
ચઢતાં કીરણમાંથી ધ્રૂજારી ડાલમડોલમ
માઇક્રોનનું વર્ષોનું અંધકારનું

તમે ઇચ્છો હું જાઉં અ થી બ નથી શક્ય
નથી આવી શકતો બહાર હું એંધાણહીન પ્રદેશમાં
હા હા એ ઉત્તમ વસ્તુ છે તમારી પાસે જોરાવર ઉત્તમ
ઇ શું કે હવે મને પ્રશ્ન પૂછશોના
ક્ષણોના વળખાતા કણ એ જ રીતે તે શું
તે જ અબોલ તે જ પ્રેમ તે જ ધિક્કાર તે જ અબોલ તે જ અબોલ
અનુ ૭-૯-૨૦૧૪

(વધુ…)

Read Full Post »

૧) નેપલ્સની ભીખારણ

હું જ્યારે નેપલ્સમાં રહેતો હતો, મારા દરવાજા પાસે એક ભીખારણ હતી.

મારી ઘોડાગાડીમાં બેસતા  પહેલા હું સિક્કો ફેંકતો હતો.એક દિવસ આશ્ચર્ય થયું

કે એણે કદી મારો આભાર નથી માન્યો, મેં એના તરફ જોયું. જોતાં, મને દેખાયું

કે જેને ભૂલથી ભીખારણ સમજ્યો હતો તે હતું લીલું લાકડાનું ખોખું જેમા હતી

લાલ માટી અને થોડાં અડધાં ગળેલાં કેળાં.

મેક્સ જેકબ(૧૮૭૬-૧૯૪૪)

નોંધઃ-પ્રતિકવાદ અને સુરરિયાલીઝમને સાંકળતી કડીરુપ આ કવિ ચિત્રકાર પણ હતો.

૨)  અગ્નિ

અગ્નિ છે પધ્ધતિઃ પહેલા બધી જ્વાળાઓ ખસે છે એક જ દિશામાં….

( તમે પ્રાણીઓના હોય તેવા અગ્નિના દરવાજાની સરખામણી કરી શકોઃ બીજા વાડામાં જાયતે પહેલા એક જગ્યા છોડવી પડે; એ ખસે છે અમીબા અને જીરાફ જેવું એક જ સમયે, એની ડોક લથડે, એના પગ ઢસરડાય)…પછી જ્યારે પદાર્થ બળતો જાય, પધ્ધતિસર તુટતો જાય, સરકી જતો ગેસ ત્યાર પછી ફેરવાય છે એક લાંબી પતંગિયાઓની ઉડાણમાં.

ફ્રાન્સીસ પૉન્જે (૧૮૯૯-૧૯૮૮)

નિબંધ અને કવિતાને સંલગ્ન કરી પોતાના સર્જન માટે આગવું કળા સ્વરુપ વિક્સાવ્યું હતું

અનુઃ હિમાન્શુ પટેલ

નોંધઃ- મારાં કાવ્યો માટે મેં નરી ગદ્યાળુતા સ્વીકારી છે કારણ કે છંદ મર્યાદા છે,મુક્ત વાક્ય  રચનામાં, સ્વર-વ્યંજનમાં રહેલી શક્યતાઓને કેળવી શકાય છે અને નવું, તાજુ ડિકસન(diction)સર્જી શકાય છે, જે મારાં કાવ્યોમાં સતત જોવા મળે છે, અને સમજવું અઘરું પણ લાગે છે.

 

Read Full Post »