Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘યુકરેનીયન કાવ્ય’ Category

૧) કલ્પનાચિત્ર

અંતરિક્ષયાત્રિઓ મૃત આફ્રિકન બાળકોના આત્મા છે
તેમની બાકી બચેલી સમજશક્તિ અને કોઠાસૂઝ
લઈ લેતા યુરોપિયનોનો પીછો કરે
એમની પ્રતિષ્ઠામાં
મંડાયેલી વૈશ્વિક વ્યવસ્થા સામે બદલો લે
દાદરામાં બોંબ બેસાડી
રાત્રે ઉડતી રકાબી અને
ઘોંઘાટીયા ભૂતોથી તેમને ભયભીત કરે
ટ્રેનો ઉથલાવીને
અને પર્વતારોહકોના દોરડાં કાપીને

બીજા અર્થમાં બાળરમત જેવું વર્તો

અને એમનું વણપ્રેર્યું બાળસહજ ઘાતકીપણું
એમની ઇતરવૈશ્વિક વેરભાવના
ચરાની સોડમ અને નગારાના ધ્વનિ
આફ્રિકન માતાના પરસેવાની ગંધ
જે કદાચ નવા બાળકને જન્મ આપશે
અને મરીગયેલાંને યાદ પણ નઃહીં કરે

અને ટચૂકડાં બદમાશોએ બીજું કરવાનુંય શું બાકી
૨/૨૫/૨૦૧૪

૨) ચીની મસાલો

એ લગભગ પંદરેક વરસ પહેલાં બન્યું,જો મારી ભૂલ ના થતી હોય તો.
અહીં,જાણો છો, બાજુની શેરીમાં,એક ઊંચું મકાન છે,
જ્યાં તેમણે રૂમો ભાડે રાખી હતી,
ખેર, કેટલાંક ચીની ત્યાં રહેતાં હતાં,એવું બહાર પડ્યું કે એ લોકો
માદક દ્રવ્યોની હેરાફેરી એમના પોતાના
પેટમાં કરતાં હતાં,
જેમ કોઈ વણઓળખ્યો મત્સ્યાવતાર,અંતે આ ખવાયેલી સંસ્ક્રુતિને નષ્ટપ્રાય કરવા
સક્ષમ.

એ જગ્યાના મોટા ભાડૂત ટેક્ષી ચાલકો અને ઊંટવૈદ,
ઉપરાંત વિમાનચાલક,એમના ઉડનખટોલાથી વંચિત,જે હમેશા
રસોડામાં ચા બનાવે
અને સાંભળે વિવિધભારતી
વસ્તુઓ તેજપૂંજથી ચળકવા માંડે,પડછાયો પાડ્યા વગર,
જ્યારે અગાઉના રગ્બી રમનારા ઊંટછાપ બીડી અને બીયર પીવે,
ગંજીફે રમતાં
બણગા ફૂંકે
એમની સાલી રગ્બીની.

પણ ચીની વેપારમાં કશુંક બફાયું,પાછળથી ઘણું લખાયું
એના વિશે.
તમે જાણો છો એમાં શું હોયઃ એક દિવસ હિસ્સા ખોટા પડ્યા–
અને પતી ગયું–
એમની વચ્ચે ત્યાં વાડામાં જ ભડાકા થયા,
ભોંયરામાં ઉંદર અને આકાશમાં પક્ષી ડરાવતાં.

ત્યાં નજર નાખતો,કોઇકવાર,ઘેઅર પાછાં વળતાં હું થોડો ફંટાઉ,
મેં ઊંચે જાળિયા તરફ જોયું અને આકાશ જેમાં,જો તમે એ વિશે
વિચારો તો, આકાશ સિવાય કશું નથી,
અને કહું તમને,મને એવું લાગે કે માણસો ખરેખર મરે,
કારણ એમનું હ્રદય અટકી જાય આ
ચિત્ર-વિચિત્ર અદભૂત વિશ્વ પ્રત્યેની લાગણીથી.
૨/૨૫/૨૦૧૪

(વધુ…)

Advertisements

Read Full Post »

તમારા બાળપણમાંનો લોટિયો
ક્યારેય પુખ્ત ના થયો,
ના કાળજી કરતો સમય
જે પરિચિત કિનારાઓથી દૂર ઢસડી જાય.
એના સુંવાળા ઘઉંવર્ણ ગુચ્છા,ઉનાળા પુરતા કાપેલાં
યુધ્ધ પૂર્વેના અસ્ત્રાથી,ક્યારેય વધ્યા નહીં.
ના,એ ડૂબી ન હતો ગયો,
નજીકમાં કોઇ ઊંડી નદી નહતી
સુસ્ત સમયપ્રવાહ બાદ કરતાં,કિનારા ખવાતા હતાં.
એની મા,ભૂલકણી,વરંવાર બારણે જઈ
એની બેફીકર બાળ રમતમાંથી બોલાવતી
જેમાંથી સમયસર ઘેર પાછા ફરવું કઠીન હતું-
અને એ પાછો ના ફર્યો.
નહીં રાત્રે
નહીં શિયાળામાં.
જ્યારે તમે પણ પુખ્ત થઈ ગયાં અને અચાનક સમજાયું
કે તમે દિકરાને તમારું જ નામ આપ્યું…
૨-૨૫-૨૦૧૪, હાલિના ક્રોઉક

(વધુ…)

Read Full Post »

“One word of truth outweighs the world.”  કહેનાર રશિયાન નવલકથાના સર્જક અને ઇતિહાસવિદ, જેમણે ગુલેગ આર્કીપેલેગો અને ઇવાનડીનોસોવીચની જિંદગીમાં એક દિવસ, જેવાં પુસ્તકો વિશ્વને આપ્યા. અને ૧૯૭૦માં સાહિત્ય માટે નોબેલ પ્રાઈઝ મળતા ૧૯૭૪માં દેશનિકાલ થયા પછી ૧૯૯૪માં રશિયા પાછા ફર્યા હતા. ગુલેગ સમૃદ્ધ અને સર્જનાત્મક અવાજ છે. એની વિશિષ્ટ બંધારણ ખાનગી કબૂલાતો, ફિલોસોફિકલ વિષ્લેષણ, ઐતિહાસિક શોધખોળ અને કૉમ્યુનિસ્ટ સિધ્ધાંતોની નિષ્ઠુર ટીકા પુસ્તકને ૨૦મી સદીનું અનુવર્તિ બનવે છે.એ યુગવર્તિ સર્જક એલ્યેકસાન્ડર સોલ્ઝીન્યીતસીન(રશિયન ઉચ્ચાર)ના બે ગદ્ય કાવ્યના અનુવાદઃ

૧) સ્વાસ માટે સ્વતંત્રતા

આખી રાત વરસાદ પડ્યો અને હવે ઘેરાં વાદળ આકાશમાં તણાય, અવારનવાર વરસાદી શેર ઝરે છે

હું ખીલતા સફરજન વૄક્ષ તળે ઊભો રહી સ્વસુ છું. કેવળ વૄક્ષ જ નહી  ચોફેર ઘાસ પણ ભેજથી ચળકે છે; હવામાં વ્યાપ્ત મીઠી સુગંધ શબ્દો વર્ણવી શકતા નથી. મારામાંથી સ્વસાય એટલું સ્વસું, અને સુગંધ મારા સ્વકમાં ફરી વળે; હું ખુલ્લી આંખે સ્વસુ. હુ મારી બંધ આંખે સ્વસુ-હુ નથી કહી શકતો કયું મને વધારે આનંદ આપે છે.

આ, મારા મતે, એકમાત્ર કિમતી ક્ષણ જે જેલ મારી પાસેથી છીનવી લે છે; સ્વતંત્ર પણે સ્વસવું જેમ હું અત્યારે.ધરતી પર કોઇ ખાદ્ય,દ્રાક્ષાસવ,કે ફૂલોની સુગંધમાં પલળેલું ચુંબન પણ મધુર નથી, ભીનાશ કે તાજગીથી.

કોઇ અગત્ય નથી, કે આ નાનો બગીચો છે, પ્રાણીઘરમાં પાંજરા સમ પાંચમાળી મકાનથી ઓટેલો હોય. મેં છોડી દીધો છે મોટરસાયકલનો અકાળ સ્ફોટ, કકળતો રેડિઓ, લાઉડસ્પીકરના લાંબા ભષણૉ. વરસાદ પછી જ્યાં સુધી સફરજનના વૄક્ષ તળે સ્વસવા તાજી હવા છે, આપણે કદાચ થોડુંક લાંબુ જીવીશું

૧૨-૦૫-૨૦૦૯

૨)  બતક્બાળ

નાનું પીળું બતકબાળ સ્વેત પેટ પર ભીના ઘાસમાં હસ્યાસ્પદ ડગુમગુ ચાલે અને ભાગ્યે જ પાતળા પગ પર ઉભૂં રહી શકે, નબળા પગ, દોડે મારી આગળ કર્કશ બોલતું “ક્યાં છે મારી મા ? ક્યાં છે મારું  કુટુંબ ?”

એને મા નથી, કારણ  મરઘીએ એને ઉછેર્યું  હતું; બતકના ઇંડા એના માળામાં મૂક્યા’તા ,એણે પોતાના ઇંડા સાથે સેવ્યા હતાં. ખરાબ હવામાનથી બચાવવા એનું ઘર- તળીયાહીન ઊંધો ટોપલો- છાપરી તળે ખસેડી કોથળે ઢાંક્યું હતું. એ બધાં તેમાં હતાં, પણ આ એક ભૂલું પડ્યુ. ચાલ, નાના ભૂલકાં, તને મારા હાથમાં ઊંચકી લઊ.

કોણે એને જીવાડ્યું ? એને વજન તો છેજ નહીં; એની મોતીશી કાળી આંખો, ચક્લી જેવા એના પગ, નજીવું દબાવો અને એ ખલાસ. છ્તાં ચૈતન્યથી હુંફાળુ. એની નાનક્ડી ચાંચ ઝાંખી ગુલાબી અને થોડીક વળેલી, મેનીક્યોર કરેલા નખ જેવી.એ જાળપાદ છે, પીંછામાં પીળાશ, અને રુંવાટીદાર પાંખો બહાર નીકળવા માંડી છે. એનુ વ્યક્તિત્વ એને સાવકા ભાઈથી નોખું પાડે છે.

અને આપણે મનુષ્યો ઝડપથી વિનસ તરફ ઉડીશું; જો આપણે બધાં સંયુક્ત પ્રયત્ન કરીએ , તો આપણે વીસ મીનિટમાં સમસ્ત વિશ્વને પ્લાવ મારી દઈએ.છતાં, આપણી સમસ્ત અણૂશક્તિથી, આપણે કદાપી-કદાપી! આ અશક્ત પીળા બતકબાળને ટેસ્ટ ટ્યુબમાં ક્યારેય  સર્જી નહી શકીએ; આપણને  પીછાં અને હાડકાં અપાય છતાં,આપણે ભાગ્યે જ આવા પામરજીવને સર્જી શકીએ.

૧૨-૦૫-૨૦૦૯, અનુ, હિમાનશુ પટેલ

Read Full Post »

હાલ પર્યંત,પાર પાડ્યું, નહી

ઘણું. હાલ પર્યંત, થોડાં અસ્થિભંગ, થોડાં તડ,થોડાં

મિત્રો, હાલ પર્યંત એક પતિ,એક કરકસર, નહીં

કશું જટિલ, હાલ પર્યંત, સરળ માર્ગદર્શનને અનુસરી.

બે વખત વાંચી. હાલ પર્યંત, ત્રણ ક્ષણો યાદ રાખી,

બે એક મૄત્યૂ દાટ્યાં, પેલાં સંક્રાંત ચહેરા. હાલ પર્યંત, બે કે ત્રણ સોનેટ. હાલ પર્યંત

થોડાં ટેટા અને થોડો જ્હાન કીટ્સ. હાલ પર્યંત અપુરતી યાદી. હાલ પર્યંત

ઘેરાં જંગલ. હાલ પર્યંત પ્રતિસિધ્ધાંત અને પછી, કદાચ નજીવો સિધ્ધાંત.

હાલ પર્યંત, એમીલીના થોડાંક પત્રો. હાલ પર્યંત, ટીમ મર્યો નથી. હાલ પર્યંત, મેટ

મર્યો નથી. હાલ પર્યંત, જીમ. હાલ પર્યંત, પ્રેમ અને પ્રેમ, નહી હાલ પર્યંત.નહી અત્યંત પ્રેમ.હાલ પર્યંત, છોલ છોલ, પણ ભલાઈ સાથે નહી. હાલ પર્યંત, નહી અત્યંત.

ઓલેના કલિત્યાક ડેવિસ,(૧૯૬૩) યુકરેનીયન-અમેરિકન, એક કાવ્ય સંગ્રહ” એન્ડ હર સોલ આઉટ ઓફ નથીંગ”

અનુ. ૧૦-૨૬-૨૦૦૯   હિમાન્શુ પટેલ

Read Full Post »