Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘રશીયન કાવ્યો’ Category

ધોધમાર સૂકોકાળ

નદી કિનારે વસાવેલા
શહેરમાં જે સ્ત્રી સ્થાયી છે
ભૂતપૂર્વ પ્રેમીની ભેટ
પાણીમાં ઉશેટે છે

જે સ્ત્રી શહેરમાં સ્થાયી છે
જ્યાં નદી નથી
ભૂતપૂર્વ પ્રેમીની ભેટ સ્વીકારી
જમીનપર ફેંકે છે

વરસાદમાં
ઇશ્વર એમને સ્ત્રોથી પીવે છે

* * *

બાંયધરી

દરેક રાત્રે મને સ્વપ્ન આવે
કે હું વિશાળ રાખોડી ઘર બાંધું છું
એક રજકણથી
એ એક ખાસ કણ છે
એને બે આંગળી છે
અને જગ્યાં
જ્યાં એ સવારે પોતાને ચુંટલી ખણે
જેથી હું જાગી ના જઉં
૭/૧૨/૨૦૧૬

*  *  *

વિસ્મૃતિના રોગમાં  સરહદ ઓળંગવી

પહેલાંતો તમે જગ્યાનું નામ ભૂલી ગયાં
પછી સંજ્ઞા
પછી ક્રિયાપદ
તને ચાહું છું માંથી
પ્રેમ બાકી રહ્યો
પછી એ પણ લુપ્ત
ના
અંતે શબ્દ અચાનક શોધવા માડશે
નજીકનું બાંકુ
અને વિસારામાં ભંખડીઆ ભરસે
શ્વેત ચામડાનો કોટ પહેરેલાં સીમા રક્ષક સમ
બરફમાં ઘૂંટણીયા કાઢ્યા કરશેજે એનો નથી

બધું અરવ વિતશે
જ્યારે મારામાં થીજેલા નાનકા સૈનિકમાં
છેલ્લો
હૂંફાળો અક્ષર સ્ફોટ પામશે
પણ એની પાસે વખત હશે તમને સંભારવા
૭/૧૩/૨૦૧૬

*   *   *

પેસિફિક એક વિશાળ અશ્રુ છે

નવિકે ચેતવણી સૂચક ઝંડો ફરકાવ્યો
બહુરંગી પ્રેમ શબ્દથી પોતાને ઘેરી લીધો

પોતાની એચાઇવી બીમારી એ નથી જાણતો

તૂતક પર ગબડે
અક્ષર રેખમાંથી

નાવિક પોતાને દોરડે  બાંધી સખત પકડી રાખે
પ્રેમિકાને ફોટોગ્રાફમાં બતાડવા

એકમેકને જોયા વગર તેઓ ચાલે
જેમ દુકાળમા પાવાં લઈ જવાતાં પશુ જેવાં

પેસિફિક પોતાના ગાલ ગબડાવે

૭/૧૩/૨૦૧૬

*   *   *

નાસ્તો લાલ ઘોડો નવડાવતા પહેલાં

બાળ સ્વરૂપે મહાન પીટર પાસે રમકડું હતું-
લીંબોઇમાંથી કોતરેલો ઘોડો
સાચા ઘોડાની ચામડીએ
મઢેલો.

રશિયાનો રાજા મૃતપ્રાય હતો
જેથી એ વધું એકવાર જોઈ શકે
એ નાનકડું લાલ પશુ
ચામડું ચઢાવેલું.

અને સાનંદ એના વાદળમાંથી કૂદ્યું,
વિજળી ખોરવાયેલા ટોસ્ટર બહાર
સવારની લોહીયાળ બ્રેડ જેવું.

૭/૧૩/૨૦૧૬

*  *   *
આલાપ

પિતા સમજી ગયા કે એમનું છ માસનું બાળક
સાંભળવા અસમર્થ છે.

એ મક્કમપણે મદદ શરૂં કરે.
દરેક અંતહીન કસરત શ્રવણ સક્રીય કરવા.

પરિણામ કશું નથી મળતું.

એકાદ સાંજે પિતા થંભ્યા
નિસાસ્યા
બાળકને ઊંચકી
મૂક્યું ગ્રામોફોન પરની જૂની
જોન કેલ્ટ્રેન રેકોર્ડ પર.
અવાજ સૌથી ઊંચો કર્યો.
એ જાયન્ટ સ્ટેપ્સનું ઍલ્બમ હતું.

દિકરો ઠર્યો.
પહેલીવાર જીવનમાં એણે સાંભળ્યા
ઠેકો લેતાં ઠિંગુજી.

૭/૨૦/૨૦૧૬

 Andrej Sen-Senkov
(Russian Federation, 1968) 


Andrej Sen-Senkov
Tuesday 17 May 2016

Andrei Sen-Senkov (Andrei Senkov, Kansay) went to medical school in Dushanbe, Tajikistan. After the Tajikistani Civil War, he established himself in Russia. As a doctor he specialized in many subjects, one being acupuncture. He currently works as an echographer. As a poet he remains elusive to categorization as well: besides regular poetry books and performances, he readily employs drawings and video art. After his first book of poetry appeared in 1992, he has never ceased renewing his poetic idiom, which has made him into a favorite of younger generations and older, more conservative audiences alike, the latter no longer referring to him as a poet who ‘merely clings to the latest fashion’. Ask any connoisseur of contemporary Russian poetry about the relevant poets writing today, and they will drop his name.

Sen-Senkov is far from an ‘angry young man’: frustration and isolation are foreign to him. His work, neither hermetic nor accessible, is not a fenced theme park, but rather a benign hurricane, feeding on a vast array of subjects. All elements of reality, whether small or large, are turned into building blocks and enter into unorthodox relations with each other. When he makes it snow in his poetry, don’t be surprised if, seen under a magnifying glass, a snowflake turns out to be a parachutist. Or the rain’s little milk tooth, as not a single moment is the same.

God, too, makes an appearance. But just as everybody else he can be a player, or be played with in a game of interactions:

god died with a blissful smile
not knowing
that twice now
he was sentenced for life

Realia, even more so in the case of controversial phenomena or facts, are far from assumptions for Sen-Senkov, they leave their ground without having to become fixed again. The title of a poem, often an elaborate metaphor, can continue in a way that seems isolated from it, or diametrically opposed to it. Part one of ‘Two portraits of a bald woman, dated (approximately) early 1920s’ for example opens as follows:

the ends of her luscious, full, eternally long hair
catch fire in the sun
like ginger matches of curved lines
(if you’d touch them now, they’d really be warmer
than other regions of hair)

First comes the image, then comes the idea: is the tuft of hair the opposite, the utopia or the dystopia of the bald woman from the title, or simply a phase and do the curved lines represent the logarithms of time travels? In any case, not a single thing in Sen-Senkov’s poems is arbitrary:

Solar eclipse
is rye bread ice.

Had he written: a ball of rye bread ice, the visual resemblance would have been clear. Many readers can figure out that a sunset indeed brings a wave of chilliness with it. But Sen-Senkov leaves it to the reader to find a code to crack open the poem, following the maxim formulated by Osip Mandelstam’s, one of his favorite poets, who ordered the aspiring poet to omit all crucial connections: if the reader fails to fill them in, the poet has failed to do his job properly.

Sen-Senkov’s models aren’t necessarily only poets. He collaborates with visual artists, finds inspiration in the work of filmmakers such as Greenaway, Rybczyński and Svankmajer, and in minimalism, bepop and world music. It shouldn’t be a coincidence then that a new generation of Russian composers and scientists has embraced his poetry. Maybe it’s more evident to them than to people in literature that these poems are pliant formulas sparking a dialog with the reader, and that Sen-Senkov in fact works towards the emancipation of poetry.

© Nina Targan Mouravi (Translated by Frank Keizer)

Bibliography

Little tree on a tear slope (1995)
Painting with colostrum (1996)
The secret life of a toy piano (1997)
A dance with a woman slightly taller (2001)
Little holes fight back (2006)
A pointy basket ball (2006)
Slash (with Alexei Chvetkov)
An astrophile god (Moscow, 2010)
A knee and elbow bouquet (2012)
Air drop tennis (2015)
Feet, they hurt (2015)

Sen-Senkov’s poems have been translated into Italian, English, French, German, Estonian, Albanian, Montenegrin, Ukrainian, Serbian, Slovenian, Latvian, Georgian, Hungarian, Hebrew, Portuguese, Romanian, Spanish and Lithuanian.

He was shortlisted for the Andrey Bely Prize (2006, 2008, 2012). He was awarded the PEN Award for poetry volume of the year 2015 by PEN center USA.

Quotations are excerpted from:
“Little tree on a tear slope”, Argo-Risk, Tver, 1995
“A dance with a woman slightly taller”, Argo-Risk, 2001
“Little holes fight back”, Argo-Risk, 2006

http://www.poetryinternationalweb.net

 

Advertisements

Read Full Post »

૧) અને તારાથી ?

મેં અચાનક દૈનિક નકશો ખરડ્યો
પ્યાલામાંથી રંગ છાંટી;
મુરબ્બાવાળી રકાબી પર
મેં ઉઘાડ્યા
સમુદ્રના કતરાતા ગાલ.
ટોર્પિડોના ભીંગડા પર
મેં વાંચ્યા નવા હોઠના ફરમાન.
અને તું
તું સંભળાવીશ
રાગેશ્વરી ગટરપાઈપની વાંસળીમાં ?
(૧૯૧૩-અનુ.૧૨-૧૬-૨૦૧૩)

૨) ગલીઓમાંથી
એક
ગલી.
સમય
કરતાં
ડાઘિયાનો
ચહેરો
જુસ્સાદાર છે.
મકાનો દોડે છે,
અને પ્રથમ ઘન કૂદે
બારીએથી
લોખંડી ઘોડામાંથી.
ઘંટાકાર ડોકના હંસ
ઇલેક્ટ્રીક વાયરના ફાંસલામા ઝૂકે છે !
આકાશમાં જીરાફ ઠઠ્ઠાચિત્રથી
દેખાડશે રાતી બાબરીના તલકાં.
માંછલી જેવો કાબરચીતરો,
ભરવાડ.
ગલ્લી જાદુગર
ઘંટાઘર ચહેરા પાછળ સંતાયેલો
ખેંચે છે પાટા
ટ્રામના જડબામાંથી.
આપણે ઉલ્લંઘિત છીએ !
સ્નાનટબ.
વરસાદ.
લિફ્ટ.
તમારા આત્માની કાંચળી ઊતરી ગઈ.
હાથ બાળે તમારું તન.
જાવ અને ચીસો પાડોઃ
” મેં નહતું ઇચ્છ્યું !”
દોરડા
કપાય
અને બાળે.
તીક્ષ્ણ પવન
ચીરે
ધુમાડાના ઉની ગચીયાં
ધુમાડિયેથી.
એક ટકલું કામાતુર
લાઈટનો થાંભલો
ગલીના
કાળા સ્ટોકિંગ ઊતારે છે.
(નવેમ્બર ૨,૧૯૧૩- ડીસેમ્બર ૧૫,૨૦૧૩)
૩)
હું અસ્વસ્થ લાગું છું…

ફાટેલું પરોઢ,ઇતર અર્થહીન દિવસની શરૂઆત,
પહેલાં ઊંઘ ઉડી, દુઃસ્વપ્ને મને વિચ્છેદ્યો.
હું એકલો છું,ગમે તે આવે,એ મારી પસંદગી નથી.
એ મારી નજદીક બેસે,છતાં અમે નિકટવર્તી નથી.
શું થયું મારા લોકો પ્રત્યેના પ્રેમ અને દયાને ?
ગરીબાઈંમાં લુપ્ત,માંસ અને લોહી મારી મનોગ્રસ્તિમાં નિહાળું.
મારો આત્મા જીવનના શીતળગારમાં થીજી ગયો છે,
ટેટા મારી ચોફેર,અહીં હું નિતાંત ખોવાયેલો,
નથી નમણી છોકરી શિયાળુ પતંગિયા જેવી?
હુંફંમાં સંતાવાને બદલે,એ ઉડી જવા મથે.
ધરતી પગતળીયે પીડક લાગે છે,હું લગભગ હાંફી ગયો છું.
વેદના અને આનંદ બન્ને હું મૃત્યુના આગમનમાં નિહાળુ.
જીવવું અનર્થ થઈ ગયું- ઉગમ મારા આત્મામાં થાકી
ગયું છે.હવે અંત દેખાય છે,મૃત્યુની ખીણ,ને ઠેકાણે.
નથી કોઈ આશ્વાસક,નથી જવા કોઈ સ્થળ…
કાબામાં મૂર્તિ દેખાય છે મને,ઇસ્લામના તન પર બેઠો છે કાગડો.
સુસ્તીદાસ* લક્ષણો વા,કદાચ ગંભીર બિમારી?
સુકાવા દો મારી ચામડી પણ હ્રદયને રિક્તતામાંથી બાકાત રાખો.
હું મારા આત્માના ઉપવસ્ત્રને થીંગડુ મારવા મથું છું,
દવા અસહાય છે,એ કેવળ રાફડો વિસ્તારે.
એકાકી જ્યારે, હું ગુંજતો હતો,હળવાશ અનુભવવા,
હવે મારે ઘોઘરું છે,હુ ગુંજી નથી શકતો,હું ખોંખારુ.
૧૯૧૩
અનુ.૧૨-૨૩-૨૦૧૩
Gabdulla Tukay (1886-1913)
http://gabdullatukay.ru/eng/index.php?option=com_content&task=view&id=46&Itemid=36
http://web.mmlc.northwestern.edu/~mdenner/Demo/texts/andcouldyou.html
http://sensitiveskinmagazine.com/mayakovsky/

Read Full Post »

એક સ્ત્રી જ્યારે પોતના ઉઘાડા ગુલાબીપણા વિશે બોલે ત્યારે માંસલ લાગણી, માંસલ મીઠાશ, માંસલ ભાર, માંસલ ગર, આ બધામાથી વનસ્પતિ કે પશુપ્રાણીના દેહમાં ચાલતી જીવનરસ કે લોહીમાંથી નકમો કચરો કે ઉપયોગી પદાર્થ કાઢવાની પ્રક્રિયાનું સંગીત, પેટ ગાજવાનું જીવન સંગીત, ગુલાબીપણાની કેન્દ્રિયતા, એનુ મૃત્યુ અને એના  પુનરદેહનું લાઘવ તે જ  પાવલોવાની કવિતા છે.

પાવલોવા વિશ્વને જીભથી તપાસે છે…વિશ્વ એની કવિતાથી ચટાયેલું છે, શરીરવિજ્ઞાનથી અનુભવાયેલું છે,ધ્રુજારી ( ભેંસની ચામડીમાં ઉદભવે તેવી) ઉદભવે છે,..પાવલોવાની કવિતા -બાની-ના અર્થ અને વળાંક પારંપરિક ઉપયોગમાંથી ઉખાડી નાખે છે, દરેક શબ્દ ખુબ ” આનંદ પૂર્વક ” ઉચ્ચારે છે, યત્ન પૂર્વક જાણેકે પહેલીવાર બોલાયો હોય, પરિણામે શબ્દ એના ઉચ્ચાર(અવાજ) અને અનુભવમાં નવો થઈ આવે છે. કદાચ એટલે જ યેવજીનિઆ પિશ્ચીકોવાએ કહ્યું છે કે ” હું ખુબ હિમ્મ્ત પૂર્વક દાવો કરીશ કે વીસમી સદીની રશીયન કવિતા વેરા પાવલોવાથી શરું થાય છે ”

પોતાની ઓળ્ખ આપતા વેરાએ “આત્મઓળખ  રૂપરેખામાં ” લખ્યું છે–હું એજ છું જે તમારે ડાબે પડખે જાગે છે.–૧૯૬૩માં જન્મેલી આ કવયિત્રિના ૧૪ કાવ્યસંગ્રહ પ્રકાશીત થયા છે, અને એના ક્વિ-અનુવાદક પતિએ અનુવાદ કરેલાં ૧૦૦ કાવ્યનો સંગ્રહ” ઈફ ધેર ઈઝ સમ્થીંગ ટુ ડીઝાયર ” જાનુઆરી ૨૦૧૦માં અમેરીકાથી નોફ દ્વારા પ્રગટ થયો છે. જેની નોંધ ૨૦૧૦ના જાનુઆરીના ઉદ્દેશ્માં લેવાઈ છે,( અને એજ માસિકમાં આ વેબસાઈટની પણ વિગતે નોંધ લેવાઈ છે.)વાંચો એ લાઘવની કવયિત્રિનાં કાવ્યોઃ

૧) હું રુપાળી છૂં ? હાસ્તો !

હું રુપાળી છૂં ? હાસ્તો !

સ્તબ્ધ હું  લઉં લહેજત

હાથ ઘડી નાજુક પંપાળની

ખીમો કરો મારો

પંપાળો અને હેળવો મારો આત્મા,

પેલી દેવચકલી

તમે ચાહી છે અપરંપાર.    ૧-૦૭-૨૦૧૦

૨) જે સૂતા છે આ ધરતીમાં

જે સૂતા છે આ ધરતીમાં

છે ઉડ્ડ્યન સુઝ રસ્તાની એમનામાં.

ગયેલાં, બૂટ પહેરી ઊંઘે છે,

ઊભા થઈ, જવા તૈયાર

ઉઘાડા ગુલાબી પગે

જતા જાગરૂકો

જેમણે પોતાને માટે

છેલ્લી જોડમાં દોરી બાંધી રાખી’તી  ૧-૭-૨૦૧૦

૩) હુ પ્રેમમાં છું, તેથી જીવવા મુક્ત

હુ પ્રેમમાં છું, તેથી જીવવા મુક્ત

હ્રુદય પૂર્વક, હું લાડલડાવું તેથી યદ્રછ

આત્મા હળવો જ્યારે ભરેલો હોય,

ભારે જ્યારે ખાલી.

મારો આત્મા હળવો છે. એ ગભરાતો નથી

વેદના નૃત્ય એકલો કરતાં,

કારણ હું તારું ખમીસ પહેરી જન્મી’તી

મૃતકોમાંથી પાછી વળીશ એ ખમીસ સાથે.  ૧-૮-૨૦૧૦

૪) જ્યારે સૌથી છેલ્લો ખેદ

જ્યારે સૌથી છેલ્લો ખેદ

આપણી સઘળી વેદના નિષ્પ્રાણ કરશે,

હું તુરંત પછીની ટ્રેનમાં

તારી પાછળ ત્યાં આવીશ,

નહીં કે મારામાં અંતિમ પરિણામ

વિશે વિચારવા શક્તિ નથી,

પણ કદાચ તું ભૂલી ગયો હોઈશ

દવાની ગોળીઓ, ટાઈ, રેઝર લાવવાનું…   ૧-૮-૨૦૧૦

Read Full Post »