Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘રોમેનિયન કાવ્યો’ Category

રોમન કલેવરઃસંયોગાત્મક નકશો

મારી કવિતા તું છે

૧. તારા દિવાસ્વપ્ન વિશે કશું કહે (વધુમાં વધું ૩ લીટી)

૨. નામ / પહેલું નામ (મરજીયાત)

૩.સ્થળ/ દેશ / શહેર

૪. ૩ શબ્દ (૧) દેશ (૨) શહેર (૩) સ્વક વિશે

૫. ૨ શબ્દ તારી પસંદગીના

૬. ૧ તારો અસહ્ય શબ્દ

૭. કેમ છો

ત્યારબાદ મહેરબાની કરી ઉમેરોઃ૧.+ ચાલો કહો કે હું+૨.+હવે તેં મને બોલાવ્યો+૩.+ અને હું

ધાર્મિક સુત્ર જેવુ પુનરાવર્તન થાઉં +૪.+ અહીં આપણે અટકકીએઃ+૫.+ આથી આગળ, કેવળ+૬.+૭.

બ્રાન્કુઝી કેદ

સંસ્મ્રુતિ એક યંત્ર છે

નિર્ણયશક્તિનો અને એ

અનેક રીતે

ઉપયોગમાં લેવાય

હું દોષી હતો

આ વખતે એ સ્પષ્ટ

હતુંઃ મરજી

પૂર્ણતઃસ્વકીય હતી

અનુ.૫/૯/૨૦૧૬

ROMANIAN BODIES: A RELATIONAL MAP

My poem is you
1. Tell something you have dreamed (3 lines max.)
2. Name/forename (optional)
3. Place/country/city
4. 3 words on (1) country (2) city (3) you
5. 2 words you prefer
6. 1 word you can’t stand
7. HELLO

Afterwards please add: 1. + Let’s say I am + 2. + Now you call me + 3. + and I repeat as a sacred formula + 4. + here we can stop: + 5. + Beyond this, just + 6. + 7.
BRÂNCUŞI* BONDAGE

1.

Memory is an instrument
of judgment and it
can be used
in several ways

2.

I was guilty and
this time it was
clear: the pleasure
was all mine

 

© 2015, Răzvan Ţupa
© Translation: Adam J. Sorkin
First published on Poetry International, 2016

Advertisements

Read Full Post »

હું લોકો વિશે વિચારવું અવગણું છું
એમને માટે, કાળુ પતંગિયું હેત છે
જે પાંખ વિસ્તારી બેસે
પક્ષઘાતી રમતવીરની ભમ્મરે

એ ત્યાં રહે દિનાંત
આંખોમાંથી એને કુમળુ નીહાળતાં
દરમ્યાન કુમળા સ્નાયુમાં ગોદા મારે સૂંઢથી
અને બાળક જેવુ આનંદે

પોતાની સૂંઢમાં લપકારે અને હસે
પોતાની સૂંઢમાં લપકારે અને હસે

આંજી નાખતા સૂર્ય તળે.

અ.૩/૧૫/૨૦૧૬
Black butterfly

nu vreau să mă gândesc la oameni
iubirea lor e un fluture negru
cu aripile întinse
care se aşază pe fruntea unui gimnast paralizat

stă zile întregi acolo
îl priveşte în ochi cu tandreţe
îşi înfige trompa în ţesuturile cele mai moi
se amuză ca un copil

îşi înfige trompa şi râde
îşi înfige trompa şi râde

în soarele năucitor.
Black Butterfly
I refuse to think about people
for them, love is a black butterfly
that alights with widespread wings
on the brow of a paralysed gymnast

it stays there days on end
looking him tenderly in the eye
while it jabs its proboscis in the softest tissues
and enjoys itself like a child

it jabs in its proboscis and laughs
it jabs in its proboscis and laughs

under the dazzling sun.
© Claudiu Komartin
From: Un anotimp în Berceni
Publisher: Editura Cartier, Chișinău, 2009

share
© Translation: Stephen Watts and Claudiu Komartin
First published on Poetry International, 2016

Read Full Post »

ઈશ્વર સામે હું ઉઘાડી છું
હું પ્રાર્થું કારણ પસંદગી નથી મારામા
ઈશ્વર સામે છું એકાકી સ્ત્રી જેવી
કપડાં વગરની કારણ કશું સંતાડી નથી શકતી
ઈશ્વર સામે હું ઉઘાડી છુંં
હું પ્રાર્થુ અને મારું મન ભટકે અનર્થ
હું ભજું ભટકું ભજુંં
ઈશ્વર સામે હું ઉઘાડી છું
હવે હું નથી જાણતી કેવી રીતે નમવું
હું બબડું શબદ સરળ ઉદાસ હંફાળા
હું બબડૂં અને ઈશ્વર સામે હું ઉઘાડી છું
હું પ્રાર્થું કારણ પસંદગી નથી મારામા
મારે ક્યાંય જવાનું નથી હવે.
અનુવાદ-૩-૧૪-૨૦૧૬

 

humiliations
I’m naked before god
I pray because I’ve no choice
I stand before god like a lonely woman
without clothes because I can’t hide anything
I’m naked before god
I pray and my mind wanders blankly
I pray I wander I pray
I’m naked before god
I no longer know how to cross myself
I babble words simple cold hot
I babble and I’m naked before god
I pray because I’ve no choice
I no longer have anywhere to go.

umilinţele
stau în pielea goală în faţa lui dumnezeu
stau şi mă rog fiindcă nu mai am încotro
stau în faţa lui dumnezeu ca o femeie singură
fără veşminte fiindcă nu am cum să ascund ceva
stau în pielea goală în faţa lui dumnezeu
stau şi mă rog rătăcesc cu mintea în gol
mă rog rătăcesc mă rog
stau în pielea goală în faţa lui dumnezeu
să mă închin nu mai ştiu
bolborosesc cuvinte simple reci fierbinţi
bolborosesc şi stau în pielea goală în faţa lui dumnezeu
mă rog fiindcă nu mai am încotro
nu mai am unde să mă duc.

© Ruxandra Cesereanu
From: Coma
Publisher: Editura Vinea, București, 2008

share
© Translation: Adam J. Sorkin and Paul Doru Mugur
First published on Poetry International, 2016

Read Full Post »

અનુવાદની પ્રવૄત્તિ જે ભાષામાં અલ્પ હોય ( અને ગુજરાતી ભાષાને તો ખાસ અનુવાદનુંજ સામયિક જરુરી છે, જેમ વિશ્વની અનેક ભાષામાં મળી રહે છે.) ત્યાં બે પરિસ્થિતિ ઉદભવે. એક તો જે તે પ્રદેશના- સામાજિક, રાજકિય,ધર્મિક અને આર્થિક- ઘટકોમાંથી ઉતરી આવતી પરંપરાથી, અને સાહિત્યિક અનુભવથી વંચિત રહીએ છીએ. જે માપદંડથી જે તે સમાજને અને તેના સાહિત્યિક ધોરણોના સ્ફોટને તપાસીએ છીએ.

નિકિતાના કવ્યો વાંચીએ ત્યારે ધર્મ અને સાહિત્યનું દ્વૈત-કે જટીલતા ! -ઉપસી આવ્યું તેનો સામનો થાય, ખાસ કરીને રોમેનિયામાં ઓર્થોડોક્સ ચર્ચ ૪૦ વરસ સુધી એ વિસ્તારની ઓળખ રહ્યું, કટીબધ્ધ સામ્યવાદી સરકાર સાથે ક્યારેક પ્રતિકાર અથવા “ભાગીદાર ” સ્વરુપે.આવા પ્રસ્થાપિત- ધાર્મિક – મૂલ્યોથી વિપરિત વિચાર સરણી ધરાવતા વાતવરણમાંથી આ કવિની આગવી ઓળખ ઉદભવી છે. ખાસ કરીને એનો રોમેનિયાએ અપનાવેલી સુરરીયલ કાવ્ય પ્રવૄત્તિ સાથે સંપર્ક થયો.અને એના લેખોમાં એણે દાલિલ કરીકે આ દૈવી છે અર્થાત વિસંગત સામિપ્યથી. જેમ ગળામાંથી ઉદભવેલા ખરેરાટમાં બે કે વધું ધ્વનિ જોડાયેલા હોય છે, અને એને અર્થ છે. દાનિલોવ આ દૈવી મૂલ્યો અને રોજિંદા વિશ્વનું સામિપ્ય રચી આપે છે. હમેશા આ સામિપ્યમાં વિસ્તરતી તાંણમાં એના કાવ્યોનું સર્જન થયા કર્યું છે.પોતાની અનિર્વચનિયતાથી આ વિશ્વને અન્યતર કર્યું છે; તે લાગણીને વ્યક્ત કરતાં આ અને આવાં કાવ્યોંમાંથી થોડાં.

૧)  કોરો ચહેરો

તમે ક્યારેય નહી જૂઓ મારો ચહેરો

પાણી જેવો ખલેલ,

તું જે મને બોલાવું છૂં ઊંડાણોમાંથી.

કોણ બોલાવે મને ઊંડાણોમાં !

કુમળા ધુમ્મસનું પ્રશ્ન ચિહ્ન

સરોવર પર તરસે.

જવાબને બદલે

ધુમ્મસ લુપ્ત થઈ જશે.

અપરિચિત  હંસોનું ટોળું મળસ્કામાં

ઊઠ્યું. પાણીમાં ખલેલ કરી,

પણ મારા ચહેરામાં નહીં. કારણકે

તમે ક્યારેય નહીં જૂઓ મારો ખલેલ ચહેરો !

૨)  પેગંબર

એના જમણા ડોળામાં

તર્જનીની છાપ છે.

એ રાત્રે દેખાઈ હતી,

જાણેકૅ કોઈએ

(અંધ ઈશ્વર)

આંખોમાં આંગળી ઘોંચી દીધી, જ્યારે

આંગળી પાછી  ખેંચાઈ

ચામડીનો જીણો ટૂકડો

ત્યાં ચોંટી રહ્યો’તો.

૧૨-૧૭-૨૦૦૯

નિકિતા દાનિલોવ(૧૯૫૨)

અનુ. હિમાન્શુ પટેલ

Read Full Post »

કળાક્ષેત્ર માટે કદાચ હવે એ પ્રશ્ન મહત્વનો થઈ ગયો છે કે સાંપ્રત અસ્તિત્વમૂલક ઘટકોને કેવી રીતે પ્રસ્તૂત કરવા ?

આપણા વૈશ્વિક છમકલાંઓથી વાતાવરણ સુધીના કૂટપ્ર્શ્નો. એક સમયે સર્જક ઐતિહાસિક – સામજિક-સાહિત્ય કે તૈલચિત્રોથી એ મૂળતત્વોને અભિવ્યક્ત કરતો હતો. જેમકે આપણે ત્યાં સરસ્વતિચંન્દ્ર, કે  માનવીની ભવાઈ,જેવી કૃતિઓ અથવા પરદેશમાં કાફકા,મન કે પિકાસો( યાદ કરો ગ્યુએર્નિકા ) વગેરે. કળાત્મક સાહિત્યના અતિશય વિકસેલા અરસપરસ પ્રદેશ્માં એ  વૈશ્વિક અભિવ્યક્તિ લગભગ નષ્ટપ્રાય થઈ ગઈ છે, કદાચ વેઢે ગણાય તેટલા ઉદાહરણ  ( કે કલાસર્જક !) મળી આવે. આવા તે ભૂતકાળમાં મળે છે રોમેનિયાનો જર્મન ભાષી કવિ પાઉલ સેલાન (૧૯૨૦-૧૯૭૦), જે કેવળ વિસમી સદીનો જ નહી પણ સનાતન કાળનો ( કાફકા જેવો જ ) આવશ્યક કવિ છે. જે એ સદીના બીજા કોઈ પણ કવિ કરતાં વધારે વેધક છે. એની સંદિગ્ધ ભાષાથી . ઓસ્વેન્ચીમ ( આઉસ્વીત્ઝ) પછી કવિતા માટે કોઈ સર્જક બળકટ હોય, જવાબદાર હોય તો તે છે સેલાન. પાઉલ એના શબ્દોની ચૂપકીદીમાં જીવ્યો છે, શબ્દોની ગૂઢતામાં વલુંદ્યો છે.કદાચ તેથી જ એણે કહ્યું હશેઃ  only one thing remained reachable, close and secure amid all losses: language.

આ બે કાવ્યો — જે પૂરતાં નથી એના પ્રતિનિધિત્વ માટે. — એની ” જાગરુક ” અને  “ઉદાસ ” આંખો છે, જ્યાં એની કવિતા જટિલ અને ગૂઢ ભાષાની ઉંડી શોધખોળ છેઃ

“પાનખર મારા હાથમાંથી પાંદડા કાતરે છેઃ આપણે મિત્રો છીએ.  ( કરોના ) કે પછી “મળસ્કાના કાળા દૂધ અમે પીએ તને સંધ્યાંધારે.( મૄત્યુ સંગીતિ ) આવાં કાવ્યોના સર્જકને મારા સાષ્ટાંગ–

૧) સાંભળ્યુ છે મેં કથન

સાંભળ્યું છે મેં કથન એક હતો

પથ્થર પાણી અને વર્તુળમાં,

અને  શબ્દ એક પાણી ઉપર

જે મૂકે વર્તુળ પથ્થર ફરતે.

મેં જોયું મારું પોપલર પાણી ઉપર નમતું,

મેં જોયા એના હાથ ઊંડાણોમાં પહોંચતા,

મેં જોયા એકરાત્રિ માટે આકાશ યાચતા મૂળ.

હું નથી અનુસર્યો એને,

મેં કેવળ વિણ્યા ટૂકડા જમીન પરથી

જેને છે તારી આંખોનો આકાર અને ખાનદાની,

તારી ડોકની કહેણીની લીધીમેં સાંકળી

અને તેનાથી ઓટ્યુ  ટેબલ જ્યાં પડ્યા  છે ટૂકડા.

અને ના દીઠૂં ક્યારેય મારું પોપલર*

*ખૂબજ  ઉંચુ વૃક્ષ. ( અનુ. ૧૨-૦૭-૨૦૦૯)

૨)  પરિવર્તનશીલ ચાવીથી

પરિવર્તનશીલ ચાવીથી

તમે ઉઘાડો છો ઘર, એમાં

છે તણાયેલો અકથિતનો બરફ.

તમારી આંખો વા મુખ વા કાનમાંથી

ધસેલા લોહીમાં

બદલાય તમારી ચવી

બદલાય તમારી ચાવી તેથી બદલાય તમારા શબ્દો

એજ ફોતરીઓ સાથે તણાવા માન્ય.

તમને ધકેલતા પવન પર છે મદાર

તમારા શબ્દ ફરતે ગંઠાતો બરફ.

અનુ.૧૨-૦૭-૨૦૦૯ ( બન્નેવ કાવ્ય પીએર જોરીસના  અંગ્રેજી અનુવાદ પરથી.)

Read Full Post »