Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘સરિયલ કાવ્ય’ Category

૧૯૨૪મા ફ્રેંચ કવિઓએ કાવ્યક્ષેત્રે નૂતન વલણ શરૂ કર્યું, જે સરિયલ(સ્વપ્નાવસ્થા કાવ્ય) નમે સ્રર્જનક્ષેત્રે-કાવ્ય,તૈલચિત્ર,સિનેમા,અને હવે ઇ-ક્ષેત્રે પણ.-ફરીવળ્યુ.ચિત્તની ત્રણેવ અવસ્થાના સંક્રમણથી એ ઉદભવી હતી. પરિણામે વિપુલ સામીપ્ય ભાષી(જક્ષ્ટાપોઝડ લેંગ્વેજ) સાહિત્ય પ્રાપ્ત થયું. ભૌમિતિક (ક્યુબિક) તૈલચિત્ર જ્યાં અનેક આકારોનું મિશ્રણ, અનેક રંગોમાં કરી, સ્વરુપોનું સામીપ્ય સર્જાયું અને  એવાંજ સ્વપ્નગત ચિત્રોને,રંગોને અભિવ્યકત કરવા અસંબધ્ધ ભાષા પણ પ્રયોજાઈ, જે સામાન્ય ઉપયોગથી સાવ અજાણી હતી. તેથી જ એવાં કાવ્યો વાંચતા મનોઘાત અનુભવાય છે, અથવા અઘરી લાગે છે, કે સંદર્ભહીન (વેરણછેરણ) લાગે છે.

પણ આ વલણમાંથી જે કંઈ ઉદભવ્યું તેણે આપણા મનોવૈજ્ઞાનિક બળ,સૌંદર્યાનુભૂતિ,અને નૈતિક-સામાજીક-રાજકીય મૂલ્યગત મૂંજવણ,સંકોચ વગેરેને પુનઃગઠીત કરી આપ્યા. પ્લેટોએ આદર્શ સમાજવ્યવસ્થા (યુટોપીઆ)માંથી કવિઓના “તર્કઅસંગત વ્યક્તિત્વ” (ઇરેશનલ કેરેક્ટર)ને કારણે હાકલપટ્ટી કરી હતી. સરિયલ કાવ્યોએ પણ ભાષાથી સમાજને આઘાત આપ્યો, પરિણામે એ સર્જકો પણ સમાજમાં તર્કાસંગત જણાયા,પણ એ સમગ્ર પ્રયત્ન કદાચ, માનવ અસંગતીને સુસંગત બનાવવાનોજ હતો ! જેમ હર્બર્ટ રીડ કહે છેઃ- આ આર્થિક અસ્તિત્વ અને અનુભૂતિજન્ય સમાજમાં ઘર્ષણ કાયમી ધોરણે પ્રવર્તમાન છે, તેવે સમયે કલાકારનો ધર્મ છે કે તે એનું નિવારણ લાવે, અથવા સુસંગતતા સ્થાપવાનો પ્રયત્ન કરે.

એવી તર્ક-અસંગત કે આઘાત જન્ય ભાષામાંથી મળેલાં કાવ્યોમાથી આ અનુવાદ તમારે માટે , સાભાર.

જીવન સુત્ર

ઉંદરદોડ એ મૂછ્થી જીત્યો

કૂતરીની અને કૂતરી વિશાળ પલંગમાં

એવીયા અચાનક આવી, જ્યારે એ ઊભો રાહ જોતો’તો,

વેસેલિનની બરણીમાથી અવાજ”આ પણ પ્રેમ છે.”

ઉકળતા સૉસેજની બારીમાં છોકરી બીલાડીશું બેઠી છે

મોટા શહેરોમાં કીડીઓ વિમાદલાલ.

કળાદેવીના હોઠમાં છે સ્વાદ સૌંદર્યનો.

છોકરી મકાઇના પરદેશી ખેતરંમાં લણાઇ.

ગેવિન એવર્ટ(૧૯૧૬-૧૯૯૫)

(આસ્થાહીન શૄંગાર આ બ્રીટિશ કવિના કાવ્યોનુ મહત્વનું પાસુ છે.)અનુ.૧૨-૧૪-૨૦૦૯

બપોર-૩

અગણિત પદાર્થ મારામાંથી સહજ છટકી જાય,

જેમ લહેરખી આંગળીઓ વચ્ચેથી વાય

તણાયા પછી કેટલોય તરતો ભંગાર

રેતી પર ઠરીઠામ થયો

મેં ટૂકડો પેન્સિલ ઉંચકી

મેં ટૂકડો પેન્સિલ પડ્તી મૂકી

સુક્કી હવામાં, અરવ

મારું માથું બળે, મારા વાળ બળે

લા ઓત્ઝે !

માથા કે વાળ કરતાં શું વધારે સળગી ઉઠે એવું છે ?

માણસ જ્યાં સુધી ખસે નહીં,

ક્ષિતિજ

કેવળ અંધાપો જ.

એકાકીપણું, મને વૃધ્ધા યાદ દેવડાવે,

મફળી ખાતી, મૄતપ્રાય રાત્રિમાં એકલી,

શ્વેત સાયકલ પર અતિ ઝડપે જાય,

મુઠ્ઠીભર રાખ વેરતી,

એક કરચલો ખાડામાંથી ચહેરો દેખાડે છે.

એક કરચલો ખાડામાં ચહેરો મૂકે છે.

સાબુરો કુરોડા-(૧૯૧૯-૧૯૮૦)અનુ.૧૨-૧૬-૨૦૦૯

( જાપાનનો યુધ્ધોત્તર મહ્ત્વનો કવિ મનવ સ્થિતિમાં વ્યાપ્ત અસ્થિરતાની અભિવ્યક્તિ આ કવિનું ધ્યાન ખેંચતું પાસુ છે.)

અને આંદ્રે બ્રેતોં, જેણે આ સમગ્ર વલણને ઝોક આપ્યો હતો,તેના કાવ્ય વગરતો આ બ્લોગ અધકચરો જ લાગેઃ

તેઓ મને કહે છે કે ત્યાં..

તેઓ મને કહે છે કે ત્યાં સમુદ્રકાંઠો કાળો છે

સમુદ્રમાં ધસેલા લાવાથી

બરફ ફૂંકતા શિખરની તળેટીમાં ફેલાયેલો

ઉદ્દામ કનેરીના બીજા સૂર્ય તળે

તો આ દૂરની ધરતી શું છે

લાગે કે એનો પ્રકાશ તારી જિંદગીમાંથી મેળવે છે

તારી પાંપણ ટોચે સાચુકલો ધરુજે

સ્પર્શાય નહીં તેવા કાપડશી તારી ગુલાબી તાજપ

યુગોના અધખુલ્લા પટારામાંથી તાજી ખેંચેલી

તારી પાછળ

ઓતે એનો ઉદાસ અગ્નિ તારા પગ વચ્ચે

ખોવાયેલા સ્વર્ગની ધરતી

પડછાયાનો કાચ પ્રેમનુ દર્પણ

તારા હાથની ફાંટમાં નમતી

પૂરાવો વસંત સુધીમાં

આગળ જતાંનો

દુષ્ટના અનસ્તિત્વનો

દરિયાના દરેક ફળદ્રૂપ સફરજન વૄક્ષોનો

આંદ્રે બ્રેતોં(૧૮૯૬-૧૯૬૬) અનુ.૧-૪-૨૦૧૦

(૧૯૧૯માં ફિલિપી સુપો સાથે પહેલું કાવ્ય” ધ મેગ્નેટીક ફિલ્ડ્સ “લખ્યું ત્યારથી સરિયાલિઝમના બીજ રોપાય અને પહેલો ફતવો ૧૯૨૪માં લખાયો,જેની અસર હજું પણ યથાવત રહી છે.)

Advertisements

Read Full Post »