Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘સર્બીયન કાવ્યો’ Category

હાસ્તો,તું પણ અંતે તો આવીશ.
નાનકડો, સાધારણ દૈનિક આનંદ.
તું હોઈશ પાંઉરોટીનું ચકતું,
વા ઠંડું દૂધ ભરેલો પ્યાલો.

અને જ્યારે કાળા વાદળો આકાશમાં ઉડતાં હશે,
અને મનગમતો સૂર્ય આંખમીચામણા કરશે, હું અનુભવીશ તને
મારી જીભ પર અને થાળીમાં,
એમ તું હોઇશ મારે માટે એક ઘાટીલા સ્તનવાળી છોકરી.

ઓ કીરમજી,આનંદી
હું તારા ઉઘાડા અંગેઅંગને ચૂમીશ,
ઉંચકી પલંગમાં મૂકી, વ્હાલ કરીશ,
અને ધરતી વસંત પડખે ઊંઘે તેમ સૂઇશ વળગીને.
૯-૨૮-૨૦૧૧ અનુવાદ,મિલાન ડ્જોર્જેવિચ.

(વધુ…)

Read Full Post »