Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘સ્લોવેનિયા’ Category

એક બળેલી નગરીંમાં

પ્રલંબ અગ્નિથી ઊની હજું
દઝાડતી
ભીંતે અઢેલો છું,
નથી વસ્તી
નથી દુશ્મનો આસપાસ,
ધરતી દબાણ વશ,
વિશ્વ ટૂકડે તૂટે,
તારા લુપ્ત.
અચાનક લહેર
બારમાસી મહેકની.
મને કૂમળા અવાજ
સંભળાવા માંડ્યા,
ઘાસ વધ્યું
નવાં ડગ માટે,
રખ્યા નવ્ય સ્થિરતાને
અપનાવે.
વહેળો ખળખળે
પથ્થરના પોલાણમાં
બિલાડી પાછી ફરે
બળેલા આંગણે.
હું વધીને
થયો પ્રચંડ,
હવે હું જોઉ
ઉપર ટપકે નજર દરેક મહાભયને.
[એડવાર્ડ કોચબેક, સ્લોવેનિયા]
(૭-૨૧-૨૦૧૨ અનુ. હિમાંશુ પટેલ)
ઇસ દસ્તમેં ઇક શહરથા…મારી સમજણને ચંગિઝખાનના ઉલ્લેખથી, બળેલા, ખંડિયેર શહેરની કથનીને વાચા મળે છે,અભિવ્યક્તિ સાંપડે છે- કવિતા દગ્ધતાની બાની છે.આ કે આવાં કાવ્ય માનવ બળતરાને સાંત્વના છે. માણસ અવઢવ છે, કાવ્યબાની અઢેલો છે.મોટાભાગે સહાનુભૂતિ ગૂસપૂસમાં આવે છે,ટૂકડે ટૂકડે આવે છે.પપાયરસમાં બોળેલી રોમન ક્રૂરતામાંથી ઊતરી આવેલો શબ્દ દેડકાની જીભ જેવું ઉકલી યુધ્ધ,મૃત્યુ,પુનર્જન્મ તથા રાજકીય આદી બોલીઓ સંભળાવે છે.માણસ વેદના સર્જે છે,કવિ સંભળાવી-દેખાડે છે.કાવ્યનો દરેક શબ્દ માણસની પુનરઓળખ છે,પુનઃસ્થાપના છે,Coptic ભાષામાં પુનરુત્થાન છે,સાહિત્યમાં પુનઃસર્જન છે.કવિતા ઇતિહાસ કરતાં વધારે ગૂઢ સંસ્મૃતિ છે, અને કવિતાનો લય આપણા અકળ લયનું અનુકરણ છે, અનુરણન છે.
કવિતાનું કામ સમાચાર પત્રના ખબરપત્રી જેવું નથી-વિશ્વનો હવાલો આપવાનું,એ તો એમાં પરિવર્તન લાવે છે;સર્જક ( અને એ દ્વારા કાવ્ય.)નું કામ-જવાબદારી!-આપણી મર્યાદા પાર કશુંક સુચવવાનું છે જે દરેક કાવ્યનું ચાલક પરિબળ છે.આ કાવ્યમાં આપણને કાવ્યાત્મક આશાવાદ વાંચવા-સાંભળવા મળે છે. અહીં ગતિ છે તે સ્થિતિ અને યથાર્થતાને ઉલ્ટાવવાની છે,જે આવશ્યક છે.કોઇ હારેલો માણસ કાવ્યની શરૂઆતમાં હજું દઝાડતી ભીંતને અઢેલી ઊભો છે,
એવા વિશ્વથી ” વામણો” કરાયેલો છે જે સ્વયં ટૂકડે ટૂકડે લુપ્ત થતું જાય છે,-આપણે એવા વિશ્વના નાગરિક છીએ અને આવા વિશ્વમાં જીવતા માણસો છીએ.-અને પેલા લુપ્ત થતાં તારા કાવ્યાંતે થઇ જાય છે પ્રચંડ કદ જેમને માટે યુધ્ધગત કરુણા સર્જાઇ,મહાભયથી મનુષત્વ આરોપાયેલા સ્વયં વામણા થાય છે તેમની પરની ટપકે નજરથી.આ એ “નજર” છે જે કોઇ ભવ્ય રાજકિય વિધાનોથી કે કાવ્યથી નથી પ્રાપ્ત થતી,પણ અવલોકનની ઝીણવટથી,”ગૂસપૂસ”
ધ્વની સાંભળવાથી,”કૂમળા અવાજ”નું ઘનત્વ અને વિલક્ષણતા પારખવાથી અને સાચા અર્થમાં ભર્તૃહરિના “સ્ફોટ” અર્થે કાન કેળવવાથી.
કદાચ આ કાવ્યમાં વળાંક ખૂબ વિશિષ્ટપણે એ અર્થમાં આવે છે કે “રખ્યા નવ્ય સ્થિરતાને અપનાવે” કદાચ રાખ રાખને જ અપનાવે છે ,ઓળખે છે, એ વાતમાં, કાવ્યની શરૂઆતમાં જે નિર્જનતા કે એકલતાનો ઉલ્લેખ છે તે અહીં-આ વાક્યમાં- નવી શરૂઆત-કે નવ્યતા- કેળવે છે.કાવ્ય શું કરી શકે, સર્જક શું કરી શકે એ વાત અહીં ગુંથેલી છે, આ વિનાશથી સર્જાયેલી વિકૃતિ અને વેદનાને વાચા આપતી બાનીમાંઃ-આપણે સર્જેલા મ્રૂત્યુની ભાષા,જીવન પ્રાપ્તિની ભાષા થઇ જાય છે.
કાવ્ય આ પરિવર્તન આણી શકે એટલી ક્ષમતા ધરાવે છે.ઇશ્વર નહીં,કાવ્યની ભાષા વધારે અસરકારક છે,જ્યાં,જે ધરતી પર કવિ હયાત છે અને ઇશ્વર ગેરહાજર છે.

IN A TORCHED VILLAGE
I lean on the wall
still hot
from a long fire,
no villagers
no foe around,
the ground gives way,
the universe crumbles,
the stars perish.
A sudden ripple
of the scent of violets.
I begin to listen
to tender voices,
the grass rising
for new footsteps,
the ashes embracing
a new solidity.
A brook clatters
into a stone trough
a cat returns
to a scorched doorstep.
I grow larger
become a giant,
now I see over
the shoulder of all horror.
[Edvard  Kocebek]
Advertisements

Read Full Post »