Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2011

૧)  ગીરગીસ શૌકરી ( ઇજીપ્ત)
પ્રેમ

વાદળાં બારી સાથે હસ્યાં
પછી ગબડ્યાં
કપડાં કાઢ્યાં;
જોયું,
એ તૂટી પડ્યાં’તા ચોળાયેલાં પથારીમાં.
એમની ઊંઘ પછી પલંગ
કબાટમાંથી કઢાતાં
કપડાંના અવાજ જેવો લાગ્યો.
ભીંતો પડોશીને છેલ્લામાં છેલ્લી વિગતો
મોકલતી હતી
અને છત આકાશને આમંત્રે
કૌટંબિક મેળાવડામાં.
ઉતાવળકરઃ
એક અટ્ટહાસ્ય ભીંતમાંથી નાસી છૂટ્યું
આપણે ઝડપવું છે એને
અન્યથા
સમગ્ર વિશ્વ હાસ્યમાં ફાટી પડશે.(અનુ. ૧૧/૨૪/૨૦૧૧)

૨) શૌકિ શાફિક ( યમન)
કારણો

 a) સ્વાદ
ગઈકાલે
તારા ગયા પછી
હું જમ્યો નથી
મારા હોઠ પરથી
તારો સ્વાદ ન ભૂલવા.

b) ચળકાટ
ઘૂંટણ અંધારામાં ચળકે,
એક પંખીના
ધ્રુજવા માટે પૂરતું કારણ.

 c) સમાપ્તિ
ત્રણ માણસો હતાં
ઓરડામાં એક સ્ત્રીનું ચિત્ર દોરતા
જ્યારે દોરાઈ રહ્યું
એટલી બધી સ્ત્રીઓ ત્યાં હતી
કે ઓરડો વકાસી રહ્યો.

d) ખોરાક
કચરાપેટીએ કેટલાંય બીલાડાં
પાંઊના ટૂકડા
પ્લાસ્ટિક હોય
અને ત્યાં છે ખોરાક
ગાડાનો ઢોંગ કરતા
બાતમીદાર માટેય.[અનુ, ૧૧/24/2011]

(વધુ…)

Read Full Post »

૧)
આ રહ્યાં
(ક માટે)

કયો અવાજ હતો એ ?
ધ્રૂજતા ઓરડામાં, હું ફંટાયો.
કયો અવાજ જે અંધકાર આરૂઢ આવે ?
કઈ ભૂલભૂલામણી પ્રકાશની જેમાં આપણને છાંડી જાય ?
કયું વલણ છે, આપણે અપનાવીએ
ફંટાવા અને પાછા વળવા ?
શું સાંભળ્યું આપણે ?
પ્રથમ મેળાપના લીધેલા એ શ્વાસ હતાં.
સાંભળ. આ રહ્યાં.
(૧૯૯૦)

૨)
પછીથી

પછીથી. હું ચંદ્ર સામે જોઇશ.
એકસમે અહીં રહેતો હતો.
યાદ છે મને ગીત.

પછીથી. અહીં અવાજ ન’તો.
ચંદ્ર નકશી હતો.
બાળક નાખુશી હતો.

પછીથી. અવાજ લયબધ્ધ.
મેં પાછલું દ્વાર ઉઘાડ્યું.
એકસમે અહીં રહેતો હતો.

પછીથી.મેં પાછલું દ્વાર ઉઘાડ્યું.
પ્રકાશ લુપ્ત. મૃત વૃક્ષો.
ક્ષીણ નકશી.પછીથી.
પછીથી. અંધકાર ઝડપથી ખસ્યો.
અંધકાર જીવલેણ.
હવે અહીંયા રહેઠાણ છે.
(૧૯૭૪)
[બન્ને અનુવાદ ૧૧/૨૧/૨૦૧૧]

(વધુ…)

Read Full Post »