Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for સપ્ટેમ્બર, 2014

૧) એ જ ગીત
અધકચરી ઉઘાડી આંખો
હાથ સામે કિનારે
આકાશ
અને બધું જે ત્યાં સંભવે
ઢળતો દરવાજો
માથુ ડોકાય
ચોકઠામાંથી
અને શરીરમાંથી
તમે જોઇ શકો બહાર
સૂર્ય બધું ઠાંસી દે
પણ વૃક્ષો હજું હરિયાળા
ઢળતા કલાક
હુંફાળા થાય
અને ઘર ઠીંગણા છે
વટેમાર્ગુ ધીરો
હમેશા ઉંચુ જોતો
બત્તી હવે ઝળકે આપણી ઉપર
દૂર જોતી
અમે જોઇ શકીએ પ્રકાશ
આવતો
અમે ખૂશ હતાં
એ સાંજે
ઇતર ઘરમાંજ્યાં કોઇ અમારી રાહ જોતું હતું

૨) સ્થગિત ચિત્ર

બીડીપત્તાં ડાયરી અને કોથળી તમાકુ
જીંદગી
તૈલચિત્ર જેવું હોવું જોઇએ
સ્થગિત
અને સાહિત્ય
ટકલું
સરળ આંખો
અલ્પવિરામ
સપાટ નાક વિમાન
કપાળે
મારૂં ચિત્ર
મારૂ હ્રદય ધબકે
ઘડિયાળ છે એ
અરિસામાં હું પૂર્ણ લંબાઇ
મારૂં માથું ધૂમ્રસેર
૮/૨૧/૨૦૧૪

(વધુ…)

Read Full Post »