[ એક નવી ભાષાઃ વાણી]

એક નવી ભાષા ઃ કાન પાસે

મચ્છરન વાણી,

કૂતરાની વાણી

અંધકારને વિકરાળ કરતી,

રાત્રે એંજીનની વાણીઃ

સ્થગિત પંખાની વાણી

એક નવી ભાષાઃ અંધકાર

અને તારા હેથળિ ગીતોની વાણી

જીવાતની વાણી,

તમરાંની વાણી અને ક્યારેય ન ઠરતો

ધરતીનો કણસાટ.

જિંદગીનિ વાણી.

ફરજ અને સંમતીનો સૂર.

કશું વધારે નહીં,કશું

ઓછ્હું નહીં.ધખત રણ વચ્ચે

કુવાની પ્રાર્થના.

ક્રીસ્તોફ કોહલર

krzysztof koehler (1963)