Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન, 2012

૨)
યાત્રા આરંભાઈ હતી ક્યારે ય ન લખી શકી તે પત્રથી.મારા
પડછાયાએ પથ્થરમાંથી કોઈ ફૅરો પ્રગટે તેની રાહ જોઈ અને
તમારી સાથે સંવાદ રચે તેની અપેક્ષા સેવી. એકંદરે, ઇતિહાસમાંથી
કોઈ સૂચનો મારા સુધી નહીં પહોચે, હું ખાઇની બીજી તરફ
પહોંચી ગઈ હોઈશ,જેમ ઉદાહરણ અને મતભેદ

અને ફરી ફરી પાછો ફરું કેમ્પમાં મુસલમાનના
સ્વરૂપમાં

એ દ્વૈત બહિષ્કાર,પશુમાંથી અને શબ્દબ્રહ્મમાંથી

એ અસીમ મીટ

શરીર મૃત્યુમાં છૂટી જાય છતાં. કારણો ખૂટે ત્યારે
પ્રતિકાર કરે

એનો અર્થ કે હ્રદયનું વજન ઓસાયરીસની કલગી
જેટલું–વા લગીર ઓછું હોવું જોઈએ
*
રાત્રે, ફીકાશ અને રાતરાણી વા ત્રિદલ શ્વેત ફૂલો મેદાન સાક્ષાત કરે, મેદાન વીંધે.
એ અર્થમાં હું તમને કહુંઃ
ઓસરીમાં, વિશાળ અને પ્રકાશીત જીર્ણોધ્ધાર પછી,મેં મારીયા,આના,માર્તા અને
ઈરીઆની ઓળખ પેકો સાથે કરાવી; સ્ત્રીઓ બાથરૂમમાંથી અમારા તરફ આવી.
એકાદ ક્ષણ માટે જાણેકે મારી બા અને એના મિત્રનો ૧૯૫૨નો ફોટો; તેઓ બુધ્ધિશાળી
અને દેખાવડા તથા સાદ્રશ્ય જાત પેદા કરવાની શક્યતા ચ અશક્યતાવાળા. તેઓ ફરી મને દેખાયા
સરકતાં ,શાશ્વત,
( ચુસ પોટો,સ્પેઇન.૬-૬-૨૦૧૨)

3)
જાણો છો જિંદગી કેવી રીતે જીવવી ?
એને હોય નાથ, કેટલાંક બળદ
તમને આમળવા દે પૂંછડું અને દડુકે
માંખીના ટૂંકા વાળ સાથે અને નરમ
એની તરતી આંખ ? પેલી, રૂપેરી-તાસક
પીરસાઈ, અને લીંબુ છાલ રાખોડી કરતી
એટલી મસાલેદાર ઊતરેલી તમને સ્પર્શી
જાય કારણ તમે અનુભવો એને વૃક્ષમાં અને
એવું કશું સૂર્ય-પ્રદેશ, મૌખિક સ_ખેંચાતાણ
જડબાં સ્નાયુનું સંકોચન.પછી નાકથી વા કોઇ
પુસ્તક ચામડામાં; બળદ ? વા કદાચ ખોટું મિશ્રણ
ભેળવે જથ્થામાં જ્યાં તમે વિચારો, ક્યાં
ચિત્ર ભેળવે ભાષાઃ લેલોક્તિ. હવે વિચારો પાનખર
એ છે ચિતરેલી બધું રંગેલું એક તરીકે( બે તમે
છો) તમે લો ટ્રામ( વા બદલો). ત્યાં માત્ર
નિહાળો કેટલાં અચાનક વા તરંગે તમે
એ રમો
( ઉલરિક ડ્રેસનર,જર્મની,૬-૩-૨૦૧૨ )
૧)
ખાલીફોગટ

અમથુ અમથુ મારૂં નામ ના લઈશ,
કારણ તું બોલાવીશ ને હું આવીશ.
હું જંગલો પાર આવું,
મારી શિંગોટીથી સેવાળ અને છાલ ઉખેડતું
મારા ઉચ્છવાસથી પંખીઓ અરવ,ઉડાડું
ભીના પાંદડા અને કહોવાયેલી ફાચરો હવામાં
હું ઉંચા રાખું નાકોટા હવામાં
દ્રાક્ષ અને બોરાં સામે, મને સોડાય માનવ તલસાટ.
શામાટે મારી ઇચ્છા એમને, મારી શિંગોટીઓ
છે હાડકાં અને આણે વેદના. શા માટે તેઓ
તાણે વિજળીના દોરડાં,જંગલોના રસ્તા ચણીલે.
મારી ખરીઓ તોડે ડામર
અને મારી આંખો તરબોળ પ્રકાશથી.
બોલાવશો નહીં
તમારાં સફરજનના વૃક્ષને છાંયડે. આવશો નહીં
મારા જંગલના અંધકારોમાં
ના આવશો. મૂળીયાં ચ્ટી પડશે તમારા પગને,
કાંટાળા ઝાંખરા ચામડી ચીરી કાઢશે.
(આલી હાઇકોનેન,ફીનલેન્ડ,અનુ.૫-૧૮-૨૦૧૨ )
૪)
સ્વક

મારી બાને વિશ્વાસ ના બેઠો
જ્યારે ૧૯૪૫માં, હું એના સ્વપ્નમાં
દેખાયો અને કહ્યું
આવતા વર્ષે હું તારી કૂખે અવતરીશ.

બાપુ ઓળખી ગયા
મને જોતાં જ
ડાબા અંગૂઠા નીચે તલ.
પણ બા છેક સુધી માનતી હતી
કે કોઈ બીજું અવતર્યું હતું
મારો ચહેરો ધારી.

બાપુ અને મેં દલીલો કરી
પણ સ્વપ્ન વિશ્વાસપાત્ર સાક્ષી નથી.
એ મૃત્યુ પામી ત્યાંસુધી
પ્રતીક્ષા કરી સંભવિત દિકરાર્થે.

કેવળ જ્યારે એ મારી દિકરી તરીકે ફરી જન્મી
એણે સ્વીકાર્યું’તું એ ખરેખર હું હતો.
ત્યાં સુધીમાં હું શંકાશીલ થયો’તોઃ
બીજા કોઈનું હ્રદય
મારા શરીરમાં ધબકતું;તુ.

એક દિવસ હું પાછું મેળવીશ મારૂ હ્રદય;
મારી બાની પણ.
( કે. સચીદાનંદન, ભારત ૬-૪-૨૦૧૨ )

૫)
ઇજમુઈદીન

આવો ટોળાબધ્ધ આ જૂથમાં મહત્વકાંક્ષાના આધારે
સરપી આવો એ કુંડા પાર જે આપણો ફાંસલો
અહીં આપણે મેળ સાધવો પડશે ” કેટલીય વાર આપણે છટકવું હતું ! તેને બદલે
આપણે સ્વયંને આપી હિમ્મત,કાન માંડ્યા,આપણને સંભળાશે !
ચડાવી આંખો જોતાં થઈશું, આપણે કર્તવ્યનિષ્ઠ આંખને પલકારે,અનુભવીએ
આપણે આંગળીનો ઉગાવો.હર્ષઘેલાં થઈશું અને અપેક્ષાએ ભર્યાંભર્યાં.

આપણે બહાર આવી વછોડીએ ચીસ પ્રકાશ કરતાં પણ તીક્ષ્ણ.
આપણે છીએ આંધળા-બહેરા-મૂંગા અને જડ બધું એક સાથે.’ ભયાવહ વિચારો
પ્રવેશે” પછી આપણે એમાંના એક.તેઓ ઉજવે આપણું આગમન
હર્ષાવેશથી.આપણને બાલીશ ગણે. એ બહું સહેલું નથી આપણે માટે
આપણને ક્યાંક બૌધ્ધિક ઊંડાણોમાં લઈ જઈએ જ્યાં અખળડખળને
આપણે પહોંચી ના વળીએ.

આપણે એમના વિચારો પચાવવા સહમત થઈએ,એ લોકો ઢસડી જાય આપણને
બાળઉછેરમાં, બળોતીયાંમાં,’ આપણે ગળગળીએ ‘ અને કેવળ ઝબકારામાં
ઇજમુઇદીનના દરિયા પાસે આપણે સંદિગ્ધપણે યાદ કરીએ,
ન હતાં આપણે એકદા આવો સ્મુદ્ર જે
ખડકો કૂદીવળે,જે તણખાય.
( Marije Langelaar,નેધરલેન્ડ)

૬)
ટ્રોય

બહુભાગ આપણને આપે
છાપરું એક રાત માટે સમગ્ર માટે ગમે તે
વિષાણુ આક્ષેપ
સમય ખૂટે અને અવકાશ વિસ્તરે
એક કરતાં વધું શાશ્વત માટે
અને આમ એ
એકાકી
અને ભેદયુક્ત
ક્યાંય નહીં
કાપેલાં ફેફસા
લોહીનું અવેજી પાણી
નિશ્ચિત ક્ષણ જ્યારે
યુધ્ધના કેદીઓ
આધીન.
( યોહેન માર્ક હોઝે લોવેરીયન્સ,બેલ્જીયમ)
૧૦)

મિલર ફાર્મ,શોલરોય
(જુલિયા મિલર માટે)

વરસાદ આખી રાત પોતાને ઓળંગતો પડ્યો,
ડૂંગરની ખૂંધ પરથી મણકાતો.
સવારે દાખવ્યો કાટ ઝદપથી
લીલોતરીનો બળેલાનો
ખડકાયેલા ધૂમાડા પર,બૂડેલું અજવાળું;
દૂરના પાંદડા જાતે
સ્ફટીક ટીપાં થતાં ગયાં,.
આ અનુભૂતિ લાગણીના સમગ્ર
દૂધ પરથી તોર ઉપાડ્યા જેવી.

ઉઘાડ અને માર તાળુ ઉપેક્ષિત દરવાજે,
બે ગંભીર પ્રક્રિયા વચ્ચે
સંકલ્પ આરપાર સરકી જાય.
જો કે હ્રદય વાંછે વિશ્રાંતિ
એના નદિમૂખ પાસે–વાંછ્યા કર.
(એલ. કે. હોલ્ટ,ઓસ્ટ્રેલિયા.)

૧૧)

દરિયો આંચકાય

વર્ચસ્વ તાકી રહે એને

ફેંકેલી ફાટલી જાળ તરે
શિથિલ લહેરો પર

ચંદ્ર ગોબો પાડે
રૂપેરી શુધ્ધ સામુદ્રિક
કંપારીમાં

અશાશ્વતતાની મહોર
માર્યા કરે
એના ઉંડમાં ઊંડા પોલાણોમાં

દરિયોતો કેટલુંક સહે.

( બિ,ઝ્વાલ,નેધરલેન્ડ,૫-૧૬-૨૦૧૨)
૭)
મોડો સ્વીકાર

અનેકવાર કડિયાનો ઉપેક્ષિત હું પથ્થર
તેઓ પાછા આવે ત્યારે ઘસાયેલો અને કચવાતો ભંગાણ પછી
અને કહે,” તું ખૂંણીયો છું”
કશું બાંધકામ બાકી નથી.
એમનો નકાર વધારે સહ્ય હતો
એમની મોડી કદર કરતાં.

ફાંસલામાં

ફાંસલામાં ઉંદર કહે
ઇતિહાસ મારે પડખે નથી
સરકતાં બધાં માનવજાતના કારભારી છે
અને સમગ્ર માનવજાત મારી વિરુધ્ધ
આવું હોવા છતાં મને શ્રધ્ધા છે
મારી સંતતિ પ્રચલિત રહેશે

( નજવાન દરવિશ, પેલેસ્ટાઇન )

૮)

વૈશ્વિક સૌંદર્ય માટે / પરિપૂર્ણ થવા
પ્રકાશે ભેટવું પડે/
તારા હોઠ પરથી પસાર થતા/ પડછાયાના કથ્થકને/

( ઉમર ટિમોલ, મોરેશિયસ )

૯)
જૂનમાં આલાપ

આલાપ સંગીતસરણીની
લિપિમાંથી ગબડ્યો
બારી વાટે છટક્યો, પવનમાં નાચ્યો
અને હવે વાડામાં પાંદડાના ઢગ જેવો

સંગીત જે ઉત્કૃષ્ટ નમૂનો હોત
હવે જૂનમાં વાયરા અને સૂર્યપ્રકાશમાં ન્હાય
ચિરંજીવ પ્રતિષ્ઠાના વિનિમયમાં
સંગીતકાર બારીએ આવકારે પરોઢને

(ઇનુઓ ટાગુચી,જાપાન)

Poetry International Web
આ લિંકમાં જઈ “ફેસ્ટિવલ ૨૦૧૨” પર ક્લિક કરો અને પ્રવેશો કવિ સંમેલનમાં -મફત.

Read Full Post »

૧)
પતંગિયું

પરોઢ ઓછી છે
રાત્રિ લાંબી
પ્રેમ સુખદ અને સંપૂર્ણ છે
અહીં યુધ્ધ ભવિષ્યને નવાજે
અને બીજાં દરેકનેય પણ તું
બગાડે સવાર.
૨)
ઘરકામ

ઘર એકેય ત્રુટક નથી
વાતોની રીતભાતે
એવી સંજ્ઞા અપાઈ ત્યારથી,
ભય ભાખ્ય
જેમાં હવે આપણું વસિયાણ
ઘર એકેય ખંડિત નથી
જ્યારે આપણા પૂર્વજોની સંસ્મૂર્તિઓ ભરપૂર.
(અનુ. ૫-૩૦ અને ૫-૩૧-૨૦૧૨ અનુક્રમે)

(વધુ…)

Read Full Post »