Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2012

ચાળીસે
સ્ત્રીઓના બટવા વિસ્તરે
બ્લ્ડ પ્રેસરની ગોળી અને ખાંડના ટૂકડા માટે
અને ચશ્મા
દૃષ્ટિ સુધારવા
જટિલ અક્ષર વધારે
માયાળુ બનાવવા

ગુપ્ત ખાનાઓમાં
એ નાટકની ટીકીટો સાચવે
અને ગ્રહણ વખતે
હેડકી માટે દવાચીઠ્ઠી
મીણબત્તી
કારણ અગ્નિ બાળે પિશાચ
જે રાત્રે ચોરીછૂપી આવે
સ્ત્રીઓના ગળા શોષવા
અને આગળના ખાનામાં
મૃત્યુપત્રઃ
મારી મિલ્કત”રંગોના છાંટા.”
( જે ચોટે મારા હાથને જ્યારે બે પતંગિયાં ત્યાં બેસે.)
ચિત્રપોથી
અને પીંછી
જે હુ દાન કરું
-એકાકી સ્ત્રી સમ-
મારી ધરતીને.

ચાળીસે
સ્ટૉકિંગ્સ પર ટાઢોડું દેખાવા માંડે
અને હાર્દ થાય રિક્ત રકાબી
શુક્રવારે રાત્રે
જ્યારે પતંગિયાં ઘર છોડી જાય
ક્યાં જતાં હશે?
એ ગોઠવાય મીઠડી ફોઈને ખભે
શહેરના પશ્ચિમ છેડે.
છ રાત્રી
અરવતા, ઉદાસ નારી
વરંડામાં બેસે
એમના પાછાં ફરવાની પ્રતીક્ષામાં.

ચાળીસે
એક સ્ત્રી એના પડોશીને કહે
મારે એક દિકરો છે
જેને વાતો કરવાનું ગમતું નથી
ઇશ્વર આપે મને સમય
એક પરોઢ સુધી જ્યારે એ કહેશે મનેઃ
મા, જાવ!
હું
હવે સુખી છું.( અનુ.૫-૨૩-૨૦૧૨)

(વધુ…)

Advertisements

Read Full Post »

હું ભયભિત છું તેથી નહિ,નહીં કે નિરાશાવાદી, નથી બીકણનું
હૈડું.
પણ, જ્યારે હું યુધ્ધમાં ધકેલાઉં
હું એ વિશે આ રીતે વિચારું:
જો કોઇએકે મરવાનું હોય
તો દેખીતી રીતે હું જ.

મારો મિત્ર/દુશ્મન ત્યાં સામેની ખાઈમાં
બીજી રીતે વિચારેઃ
જો કોઇએક બચશે આ યુધ્ધમાં
તો દેખીતી રીતે હું જ.

બધે હમેશાં કોઇક તો સાક્ષી હોય જ
જેને બધાં જૂએ અને છતાં કોઇ ઉત્કંઠિત નહીં જાણવા એ શું વિચારે,
પર્વત પર ઊભેલો એકાકી
બધાંની ખાઈઓ તાકી રહે
એ આ વિશે નિરાળું વિચારેઃ
જો કોઇએ મરવાનું હોય અને કોઇએ બચવાનું,
એનો અર્થ બધાં સૂતકી/હતભાગી.

(વધુ…)

Read Full Post »

દિવસે કરું કામ, રાત્રે જોઉં સપના
દાદાનો ચહેરો લાગે થોડો થોડો મારો.

મારા જહાજનું નામ નહતું લાલા રૂખડો
દેશનું નામ થ્યું નેધરલેન્ડ બબુડા

કે .એલ.એમમાં ઉડી મેં છોડ્યું સુરિનામ
આવતાં યાદ તારી ગયો શોધવા ઇતિહાસ

આ કથાનું સત નથી પંચામૃત
કથનનો કસ જક્ડી લે ચિતડું મારું

કેમ છોડ્યું હિન્દુસ્તાન એણે એ તો સમજ્યો હું
હિન્દુસ્તાને છોડ્યો નથી એને, એ હું વહું.
૫-૧૫-૨૦૧૨

(વધુ…)

Read Full Post »

સાયબરખેડુ માર્ગદર્શક વિલિયમ ગિબ્સન જે ટેક-પંક(tech-punk) નવલકથા”ન્યુરોમેન્સર” અને “ધ ડિફરન્સ એન્જીન”ના સર્જક અને એક-બે પેઢી ઘડવામાં સહાયરૂપ,અકુદરતી મોતીશા, કાલ્પનિકતાની ઉજાણી વાળા,હાલ પોતાના પ્રથમ પ્રકીર્ણ સાહિત્ય પુસ્તકના ફેલાવાર્થે પ્રવાસમાં છે. છેલ્લાં ૩૦ વરસમાં લખાયેલાં નિબંધ, લેખ અને વક્તવ્યના સંગ્રહ”ડીસ્ટ્રસ્ટ ધેટ પર્ટિક્યુલર ફ્લેવર”,જેમાં ગિબન્સના જીવનની શોધ દૂરના સ્થાનિકત્વ સુધી વિસ્તરેલી(એમના સિંગાપુર વિશેનો વિવેચનાત્મક લેખથી ૯૦ના દાયકામાં “wired” સામયિક પર પ્રતિબંધ મૂકાયો હતો.) અને ઇન્ટરનેટના E-BAY જેવાં વલણ.મેં( મેટ પેરિશ) એમની સાથે હાલમાં એમના વેનકુંવરના ઘેર ફોન પર વાતો કરી હતી.[આખો ઇન્ટર્વ્યુ નિચે આપેલી લિંક પર વાંચવા મળશે.અહિં એમના પુસ્તક સંદર્ભે જે પ્રશ્નો છે તે તથા અન્ય પ્રતિભાવ જે જાન્યુ.-૬-૨૦૧૨ના ફિનિક્સમાં મૂકાયા છે તેનો આ અનુવાદ છે.]

મેટઃ શરૂઆતથી વૈજ્ઞાનિક ગદ્ય લખનાર તરીકે કબૂતરખાનાના ખાના જેવા ચર્ચાના સવાલ હતા, નિષ્પત્તિ હતી.આ પ્રકીર્ણ લેખન એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન લાગ્યો”તો ક્યારેક?
બિલઃ* એવું લાગે છે કે લખવા માટે જે સર્જનયુક્તિઓ પ્રયોજી હતી – અને મોટા ભાગની એ બધી વૈજ્ઞાનિક સાહિત્ય ઘડવા ઉપયોગમાં લેવાઇ હતી.-જે સાચા અર્થમાં વિચિત્ર વૈજ્ઞાનિક જગતમાં હયાત છીએ તેનો તાગ મેળવવામાં વાપરી હતી.એ સહાયરૂપ રહી હતી અમુક રીતે આ વૈશ્વમાં,નૈમિત્તિક છાપાળવાં લેખો લખવા.એણે વિશ્વ સંબંધી અનુભવને અસ્તવ્યસ્ત કર્યો હતો અને નવલકથાના સર્જક માટે બહુ મહત્વનું છે.

મેટઃ આ લખાણોમાં ઘડાયેલા વિશ્વ તરફ પાછાં વળી જોતાં, તમને લાગે છે કે ભવિષ્ય ઉપર આપણી પકડ ભૂતકળમાં હતી તેના કરતાં વધું મજબુત છે ?

બિલઃ મારા હિસાબે ચોક્કસ છે,પણ એ અર્થમાં કે આપણી પાસે ભાવિ નથી,સાંસ્કૃતિક પણે, એ અર્થમાં કે ભૂતકાળમાં આપણી પાસે ખૂબ ખૂબ ભરપૂર હતી. સાંપ્રત ખૂબ ખૂબ ટૂંકા સમયનું બની ગયું છે.એક સમે સાંપ્રત અઠવાડિયા જેટલું વિસ્તૃત હતું(હાસ્ય).કદાચ કેટલાંય વર્ષો પહેલાં સાંપ્રત કદાચ વરસ કે દસકો હતું.તમે કહી શકો’તત્કાલ’અને જાણી શકો શું અર્થ એનો.
પણ આજે, તમે નથી જાણતા એનો સંદર્ભ. જો તમે કહો’તત્કાલ’ તો એને આવતી કાલે કેવી દેખાશે તેની સાથે આવશ્યકપણે કશી લેવાદેવા નથી.એવા પ્રકારના વિશ્વમાં,આપણી પાસે નથી સગવડ કે સ્વપ્ન શક્તિ,પૂર્ણતઃ ઉચ્ચારેલી ભાવિ કાલ્પનિકતા,જે એક સમે આપણે કરી દેખાડી હતી કારણ નવી ઉભરી આવતી ટેકનાલોજી,વા નવા રોગો વા કશુંક જે સમસ્ત રમતમાં પરિવર્તન આણે,જેનાથી બીજે જ દિવસે એના પગ તોડી નંખાતા.

મેટઃ ગયા મહિને SOPAમાં ભાર મૂકાયો’તો ઈન્ટરનેટના અનેક કાર્ય વિશે જેના પ્રત્યેના કારભારીઓના ઓરમાન વર્તન વિશે તમારો શો અભિપ્રાય છે?

બિલઃ એ સંસ્કૃતિગત વિભાજન છે જે પેઢી દર પેઢી ઊતરી આવે છે જેઓ ક્યારેય ટાઇપ કરવાનું શિખ્યા નથી કારણ એ કામ સેક્રેટરી કરે છે. એવા હજું અનેક હયાત છે.એની સાચી નબળી બાજુ એ છે કે તેઓ કેવળ સ્ત્રીદ્વેષ્ટા ડફોળ જ નથી પણ ઇન્ટરનેટ કેવી રીતે કામ કરે છે તેના ય અજ્ઞાની બની રહે છે.

મેટઃ છતાં ઇન્ટરનેટના ઉપયોગ પ્રત્યે એમનામાં ઓછેવત્તે અંશે જાગરૂકતા જોવા મળે છે.

બિલઃ મને લાગે છે લોકો શારિરીકપણે માને છે કે જ્યાં એમનુ મકાન તે જ સાધનસંપત્તિ.ભાઈ એ જ સત્ય છે. પણ ખરખરતો, ઉત્તર અમેરિકા, જ્યાં આપણો નિવાસ એજ માહિતિમાધ્યમો(મિડિયા).એ જ આપણી કાર્યપધ્ધતિ.એ કારખાનામાં થતા અઢળક ઉત્પાદન જેવું નથી.શક્ય હોય તો આપણે અન્ય પ્રજા પાસે કરવીએ એવું.તેથી ઇન્ટરનેટ મહત્વનું છે અને જો તેઓ ચેડાં કરશે એની સાથે મને લાગે છે કે આપણે જાણવામાં જ છીએ કેટલું મહત્વનું છે એ.

મેટઃ તમારા નવા પુસ્તકમાં એક સ્થળે તમે નોંધ્યું છે કે સંતલસનો વિચાર સુઘડ દિવાસ્વપ્ન છે જે સુખાકારી છે.આજે પણ તમે એ માન્યતા સાથે સહમત છો?

બિલઃ મને એમાં વિશ્વાસ બંધાતો જાય છે.તમે જાણતા હો તો,ઐતિહાસિકપણે,હતાં કાવતરાં અને એમાંના કેટલાંકે તો ઈતિહાસના પ્રવાહને અસર પહોંચાડી છે,પણ અનેક દાખલાઓમાં સાચું સત નથી હોતું.તમારી જાણમાં હોય તો, એવાં અન્ય જીવો છે જે આપણી તરફ મીટ માંડી બેઠાં છે જેમ ભવિષ્યના હજારો વર્ષમાં વિચારાશે,”શું થયું એ લોકોનું? શું હતી કંજુસાઈ એમાં?” અને અન્ય એલિયનો કહે છે”આંતરિકજ્વલન યંત્ર.”[વા આંતરિક ઉર્જા યંત્ર]”જાણો છોને? એનાથી બધું થયું.એ કોઇ કાવત્રું ન હતું.બે બીયર પીતાં કોઇએ સમજાવેલું ઇતિહાસનું સ્વરૂપ કાવતરાનો તાત્વિક સિધ્ધાંત છે.

મેટઃ તમારો શો અભિપ્રાય છે આ સામાજિક નેટવર્કના પ્રદાન વિશે. ગતવર્ષના આરબ ઘોંઘાટથી કબજાધારણ{કે ઘેરોઘાલી કરાતા} વિરોધ(occupy demonstration)સંબંધે?

બિલઃ મારા સમગ્ર જીવનકાળ દરમ્યાન પ્રસારણ માધ્યમોએ શું કામ કર્યું છે તે જાણવું અતિઅઘરું છે,તે જ પ્રમાણે ડીજીટલે રાજકારણ માટે શું કર્યું તે કેવળ કલ્પના જ છે.મને લાગે છે કે બ્લેકેબેરી લેવડદેવડ પેલાં ઇંગ્લેન્ડના હુલ્લડમાંથી રસપ્રદ હતી, કારણ એક તરફ તમે જોઈ શકો છો લોકોને એમના મિત્રોને ફોન કરી વિડિયો સ્ટોર લુંટવા વ્યવસ્થા કરતા અને તમે ટ્વિટરના નેટવર્ક પર જઈ પૂરો તાગ મેળવી શકો એ જૂથબંધીની હીલચાલનો. દરેક પ્રક્રીયા અતિ ઝડપે હાલેચાલે છે.

Trying to find now – Books

Read Full Post »

November 9, 2011

બે કાવ્ય,
૧)    પ્રસ્તાવના
ઉઘાડા વૃક્ષ પર-
એક લાલ પશુ,
એટલું નિઃસ્તબ્ધ, એ વૃક્ષ થઈ ગયું
હવે વૃક્ષ પશુ આંતરે
સાવધ પશુ.

એની છાતીમા પથ્થર ઝીંક્યો

એટલા જોરથી- પથ્થર પશુ થઈ ગયો.
હવે પશુ પોતાને ઝીંકે પથ્થર સમ,
લોહી કુતરા જેવું-ગુલાબી વૃક્ષ વંટોળીયામાં,
અને ચંદ્ર થકવી નાખે તમારે ચહેરે
કાગવાસનું ઢોંગી વાર્ષિક મોહરું

મૃત્યુ વધું સાંભળવા રાહ જુએ.
તેથી મૃત્યુ ઉવાચઃ
પહેલાં-તારી કથા,પછી-હું.
( કલેક્ટેડ બાડી,કાવ્ય સંગ્રહ-૨૦૧૧ માંથી)

૨)   લગ્ન
આ રીત નથી તમારી તૂટેલો ગ્લાસ ચોંટાડવાની

એ ટીપે ટીપે ભેગો કરે
દરિયો સમસ્ત વિશ્વ ફરતે છંટાયેલો

તમે પથારીની ધારે ટૂંટિયું વાળ્યું છે
એકદમ અચાનક
એકાએક ધારણા બહાર
કબાટ નીચે ગબડી ગયેલા રમકડા સમ

અને તમારા શ્રીમતી કોલંબસ અહીં છે
માંસ જેવી લાલ આંખો
ઝીણી કરેલી પણ નિહાળતી નથી
એની હોડીના નાકથી આઘે

કોણ નીકળી પડશે તમને ખોળી કાઢવા
જ્યારે બધા નકશા ખરીદાયેલા અને જડાયેલા હોય
કોણ માનશે
કે સમુદ્ર ગાબડું છે
કે સ્વક પર ઓઢાડેલી ચાદર
તારી-મારી સાથે ભૂત-પલિત રમવા.
( ફક્ટરી ઓફ ટીઅર્સ,૨૦૧૦ પ્રથમ કાવ્ય સંગ્રહ)
[અનુ.૧૧/૪ અને ૧૧/૫/૨૦૧૧ અનુક્રમે]

{અબ્દુ અલી ઇટનની વાલ્ઝીના મોર્ટ સાથે ગોઠડી ઃ અનુવાદ.}

બેલરુસથી આવેલી આ ૧૯૮૧માં જન્મેલી કવયિત્રિ હાલ બાલ્ટીમોર યુનિ.માં વ્યાખ્યાતા છે.૨૦૦૫માં પહેલો કાવ્ય સંગ્રહ’ફેક્ટરી ઓફ ટીઅર્સ’આપ્યા પછી૨૦૧૧માં નં.૨’કલેક્ટેડ બાડી’
કેન્યન પ્રેસમાંથી આવ્યો છે.ઇન્ટરનેટ પર થયેલી આ મુલાકતનો અનુવાદ છે.

અબ્દુઃ  બાલ્ટીમોરના આગમને કવિતામાં શું ઉમેર્યું ?
વાલઃ એ તો બાલ્ટીમોર છોડીશ પછી સમજાશે.
અબ્દુઃ ‘કલેક્ટેડ બાડી’ પાછળ કારણભૂત શું ?
વાલઃ  પ્રેરણાને કોઇ સ્ફૂરણ નથી,જો આ વાતને અર્થ હોય.પ્રેરણા સ્વયંભૂ છે આવે ને જાય યદ્રેચ્છાએ,અને આંગળી મૂકી કહી શકાય નહીં કે આ કે પેલા સમયે શું આવ્યું હતું. આ કાવ્ય સંગ્રહની શરુઆત ૨૦૦૯ના ઉનાળામાં થઈ હતી.જ્યારે હું ઉત્તરના દરિયાના નાનકડા ટાપુ પર રહેતી હતી, પછી બે વર્ષ પ્રત પર કામ કર્યું,સંપાદન, છેકાછેક, ફેરવિચાર વગેરે. સંગ્રહ નિશ્ચિત પણે મેટામોર્ફોસિસ ( રુપાંતર/પરિવર્તન)ના તાંતણે સંધાયેલો છે ( જુઓ એના આવરણમાં લીડા(સ્ત્રી)અને હંસ.)અને સ્ત્રૈણ વિષયાસક્તિ(સેન્સુએલિટી) અને ચિત્રપ્રદેશ-જે બે વિવિધ દેખાવો વચ્ચે નિર્વાસિત છે-જે ઉત્તરના દરિયાથી કેરેબિયન સમુદ્ર સુધી વિસ્તરેલી કવિતામાં વણાયેલો છે;અને બેલરુસનો પૃથક સમતલ(ફીકો!) વિસ્તાર.
અબ્દુઃ  સર્જક તરીકે ગૂઢસત્ય અને નિષેધ,જેવાં કે જાતિય સંબંધ અને હિંસા,તપાસ્યા છે ખરાં.તમાને જીવાતી લાંછિત હકિકતોને જાહેર કરવાની ઇચ્છા થાય ખરી?
વાલઃ  હું સંબંધ અને હિંસાને નિષેધ તરીકે નથી જોતી,ખાસ કરી, ફિલ્મી સંસ્કૃતિ, જે એનું દૈનિક ઉત્પાદન છે.મને લાગે છે કે એના વિષે ચર્ચા કરવી ઢોંગ હશે જ્યારે અમેરિકામાં એ બન્ને સાક્ષાત છે, હકિકતમાં એ બે જ કેવળ પદાર્થ છે જે વેચાય છે.મને નથી લાગતું સર્જક તરીકે હું એકેય તરફ વધારે ધ્યાન આપું,જો કે આ બીજો સંગ્રહ પહેલા કરતા વધારે વિષયાસક્ત છે.પણ વ્યક્તિગતપણે મને કળામાં વધારે રસ છે-અને ફિલ્મો કદાચ એમાં વધારે સરળ છે.-જે દેખાડે છે આપણી સંપૂર્ણ વિકૃતિ કેવી રીતે કહેવાતી નિયમિતતા છે.કોઇ નમૂનેદાર નથી.આપણે બધાં રૂઢીમુક્ત છીએ.એ જ આપણા વિશે રસનો વિષય છે.હું તમારું ધ્યાન ઑસ્ટ્રિયન ફિલ્મ ડિરેક્ટર માઇકલ હેનેકે(heneke) તરફ દોરું છું.ત્યાં ‘લાંછિત હકિકતો’તાગવાની વાત નથી પણ પ્રેક્ષકને પ્રોવવાની,ઉઘાડવાની નહીં,જેમે જેમે તમારું કર્મ ઉકલતું જાય તેમાં.
અબ્દુઃ  કદાચ તમારે માટે આ ગૂઢ સ્થળો(સ્તરો!)એ જવું અઘરું હશે કવિતા માટે ?
વાલઃ  ના , એવું નથી. મને આનંદ છે કે હું એ કરી શકું છું,અને બીજી કોઈ રીતે જીવવું-તેની કલ્પના કરી શકાતી નથી.
અબ્દુઃ  કવિતા, લય,આકાર અને સંવેદના સાથેના નૃત્ય જેવું છે. તમારી કવિતા કોઇ નૃત્ય સ્વરુપ હોય તો તે કયું ?
વાલઃ  હું કવિતાને નૃત્ય સાથે સરખાવીશ નહીં, મારે મતે,એ ખૂબ ઉત્કૃષ્ટ કળા સ્વરુપ છે.આપણે લય, આકાર અને સંવેદા વિશે દરેક કળામાં વિચારી શકીએ,પછી એ સંગીત હોય કે ચક્ષુગમ્ય (ચિત્રાદી) કળા હોય.પણ ઇતર કળા સ્વરુપો સમ, અને નૃત્ય અગ્રસ્થાને,કવિતા માનવજાતિનું મહત્વનું કામ કરે છે.ભાષાની શુધ્ધતા જાળવવાનું,રૂઢ વાક્ય પ્રયોગો અને અન્ય
અભિવ્યક્તિઓ જેમાં કોઇ સૌંન્દર્યગત કર્મ નથી,પણ કેવળ ઉપયોગીતાવાદ જ છે,તેનાથી મુક્ત કરાવવાનું.
અબ્દુઃ  તમે તમારાં કાવ્યોને ઉર્મિગીત તરીકે જુઓ છો ? આ સંગ્રહ વાંચનાર માટે કયો આલાપ ગાય છે ?
વાલઃ  કાવ્યના મૂળ ગીતમાં છે,એ દ્રષ્ટિએ દરેક કવિતા ગીત છે,એક પ્રાર્થના.યદ્યપિ,નૃત્ય સમ કાવ્ય સંગીત(લય)ગાયનની તરજ સમ દેખાડી કે સંભળાવી ન શકાય.હું જ્યારે આ સંગ્રહના સર્જનમાં રત હતી ત્યારે ફ્રાન્ઝ લિઝ્ટ,શોપીન અને બ્રાહ્મ્સને ખૂબ સાંભળતી’તી, પણ કવિ જ્યારે લખતો હોય ત્યારે આપણે જૂદા પ્રકારના લયની વાત કરીએ છીએ.કદાચ સારો શબ્દ આનંદ હશે,જેમ આપણી સાચી આનંદની ક્ષણોમાં દરેક વસ્તુ આપણામાં લહેરાતી હોય.આપણે એને ક્યારેક સંગીત,ક્યારેક કવિતા, ક્યારેક આનંદ કહીએ, કારણકે વાસ્તવમાં એને કોઇ નિશ્ચિત નામ નથી–એ એવી લાગણી છે( વસ્તુ છે.) જે સંજ્ઞા સ્વીકારવા તૈયાર નથી.આપણે અનુભવીએ ત્યારે જ જાણી શકીએ છીએ.અને એને કોઈ નામ નથી તે કારણે આપણે એકજ રીતે તેનું અનુભાવન કરી શકીએઃકળા દ્વારા.
અબ્દુઃ  તમે મુસાફર છો.કયા સ્થળો તમને પ્રેરણા આપે છે ?
વાલઃ હું સરળ જીવવું પસંદ કરું છું,પૈસા બનાવી જુદા સ્થળોએ જતી હોઊં છું.કોઇપણ સ્થળે મહિનો તો હું રહી જ પડું, જે મોટે ભાગે ઉનાળામાં જ સંભવે છે.કળા ગૃહો એ માટે ઉત્તમ છે.આ સંગ્રહ બે રહેઠાણો વચ્ચે લખાયો છે-જર્મન ટાપુ ઝ્યીલ્ટ અને ઓસ્ટ્રિયા.પછી હું ટ્રિનિદાદના એલિ યાર્ડમાં રહી અને છેવટે મોરોકોના ઉનાળામાં આખરી ફેરવિચારણા થઈ એના વિશે જ્યાં લેનન ફાઉન્ડેશનની સહાયથી હતી.હાલ હું ઓસ્ટ્રિયામાંથી તમને જવાબો લખી રહી છું, જ્યાં ફરીથી રહેવા આવી છું.ડેન્યુબના ક્રેમ્સ ટાપુ પરના લિટરેચરહાઉસમાં.મને વિશાળ પ્રદેશો જેવાંકે સમુદ્ર,રણ વગેરે ગમે છે.હું નાના અને સંપૂર્ણ પણે દરિયાથી વંચિત દેશમાં ઉછરી છું. હકિકમાં, હું જ્યારે બાળક હતી,દરિયો ભગવાન જેવો હતો-કેવળ એના વિશે વાંચ્યું હતું, પણ આંખોથી નિહાળ્યો ન હતો.તેથી હાલમાં હુ,મને લાગે છે કે, વિવિધ સમુદ્રોતટોની ભરપાઈ કરું છું.
અબ્દુઃ  બાલ્ટીમોર શરુઆત કરતા કવિઓ( નવા નિશાળીયાઓ) માટે યોગ્ય છે ?તમે કયા સ્થળો સૂચવશો ?
વાલઃ હું કદાચ આ”શરુઆત કરતા કવિઓ( નવા નિશાળીયાઓ)”દ્ર્ષ્ટિકૉણ સાથે સહમત નથી, કેવળ એક જ સ્થળ કવિઓ માટે સારું છે, તે પુસ્તકાલયો.બાકી બધું વિકલ્પ છે,પણ એ ય મહત્વનું છે બીજાં, અન્ય કરતાં વધારે,માટે કે પ્રસ્થાપિત કવિઓને વાંચે, સાંભળે અને ગોઠડી કરે મનગમતાઓ સાથે.શહેરોમાં કાવ્યવાંચનના સારાં કાર્યક્રમો થતાં હોય છે.જો તમે સ્થાનિક મેગેઝીનોમાં છપાવો તો એના વિતરણ સમારંભો તમને વાંચવા આમંત્રણ પણ આપશે.અમારા MFA પાઠ્યક્રમમાં જબરદસ્ત વાંચનના કાર્યક્રમો છે, જે આમપ્રજા માટે મફત અને જાહેર છે.અહીં સીટી લિટ(સંસ્થા)છે.એનક પ્રાટ પુસ્તકાલય છે પોતાના વાંચનના કાર્યક્રમોવાળું.ન્યુયોર્કતો હાથ છેટું છે.

અબ્દુ અલિ ઇટન કળાના હિમાયતિ અને બાલ્ટીમોરના સ્થાનિક સર્જક છે.એમનું સર્જન EatOnThis.Com પર વાંચવા/જોવા મળશે.

Read the rest of this entry »

8 Comments | અનુવાદ, દ્રષ્ટિકોણ અહીંથી…, બેલરુસી કાવ્યો | Permalink
Posted by himanshupatel555

Read Full Post »

હાડકા પરનું મોહરું
નકારે જાણકારી

ચહેરાનો સંતાડેલો ભાગ
ઈશ્વરનો હશે

વા નરપશુનો

કે બન્ને, જે, મૃત્યુ પછી
ચાલુ રાખે યુધ્ધ
એ જ તાજ માટે
૫-૬-૨૦૧૨

(વધુ…)

Read Full Post »

મા વીણીલે સરવડાંનો અવાજ
દાદાને છાપરેથી મારે માટે
કહે મને એ રાત્રિ વિશે જ્યારે મળી
તરસ કરાડો માટે
અને તેં કેવી રીતે પ્રકાશમાંથી અગ્નિ
છૂટો પાડી
આપણી શેતાન સાથેની પ્રથમ મુલાકાત ગોઠવી.
યાદ છે આપણું સનાતન ભરાઈ રહેવું ઘરના
ગોખલામાં
જ્યારે ભૂખરી બપોર રેતી પર વરસી
સોડાતો વરસાદ એપ્રિલ લાવ્યો
અને હું હજું બીધેલી નથી.
૫/૬/૨૦૧૨

(વધુ…)

Read Full Post »